< પુનર્નિયમ 4 >

1 હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો.
اکنون ای اسرائیل، به قوانینی که به شما یاد می‌دهم به دقت گوش کنید و اگر می‌خواهید زنده مانده، به سرزمینی که خداوند، خدای پدرانتان به شما داده است داخل شوید و آن را تصاحب کنید از این دستورها اطاعت نمایید.
2 હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.
قوانین دیگری به اینها نیفزایید و چیزی کم نکنید، بلکه فقط این دستورها را اجرا کنید؛ زیرا این قوانین از جانب خداوند، خدایتان می‌باشد.
3 બઆલપેઓરના લીધે યહોવાહે જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે બધા માણસો બઆલ-પેઓરને અનુસરતા હતા, તેઓના ઈશ્વર તમારા યહોવાહે તમારી મધ્યેથી નાશ કર્યો.
دیدید که چگونه یهوه خدایتان در بعل فغور همهٔ کسانی را که بت بعل را پرستیدند از بین برد،
4 પણ તમે જેઓ ઈશ્વર તમારા યહોવાહને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે.
ولی همگی شما که به خداوند، خدایتان وفادار بودید تا به امروز زنده مانده‌اید.
5 જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો.
تمام قوانینی را که یهوه، خدایم به من داده است، به شما یاد داده‌ام. پس وقتی به سرزمین موعود وارد شده، آن را تسخیر نمودید از این قوانین اطاعت کنید.
6 માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, “ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે.”
اگر این دستورها را اجرا کنید به داشتن حکمت و بصیرت مشهور خواهید شد. زمانی که قومهای مجاور، این قوانین را بشنوند خواهند گفت: «این قوم بزرگ از چه حکمت و بصیرتی برخوردار است!»
7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે.
هیچ قومی، هر قدر هم که بزرگ باشد، مثل ما خدایی مانند یهوه خدای ما ندارد که در بین آنها بوده، هر وقت او را بخوانند، فوری جواب دهد.
8 બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને આજે હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે?
هیچ قومی، هر قدر هم که بزرگ باشد، چنین احکام و قوانین عادلانه‌ای که امروز به شما یاد دادم، ندارد.
9 ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો.
ولی مواظب باشید و دقت کنید مبادا در طول زندگی‌تان آنچه را که با چشمانتان دیده‌اید فراموش کنید. همهٔ این چیزها را به فرزندان و نوادگانتان تعلیم دهید.
10 ૧૦ તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, “લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે.”
به یاد آورید آن روزی را که در کوه حوریب در برابر خداوند ایستاده بودید و او به من گفت: «مردم را به حضور من بخوان و من به ایشان تعلیم خواهم داد تا یاد بگیرند همیشه مرا احترام کنند و دستورهای مرا به فرزندانشان بیاموزند.»
11 ૧૧ તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયાં હતાં.
شما در دامنهٔ کوه ایستاده بودید. ابرهای سیاه و تاریکی شدید اطراف کوه را فرا گرفته بود و شعله‌های آتش از آن به آسمان زبانه می‌کشید.
12 ૧૨ તે વખતે યહોવાહ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા; તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો, પણ તમે કોઈ આકાર જોયો નહિ, તમે ફક્ત અવાજ સાંભળ્યો.
آنگاه خداوند از میان آتش با شما سخن گفت. شما کلامش را می‌شنیدید، ولی او را نمی‌دیدید.
13 ૧૩ તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા.
او قوانینی را که شما باید اطاعت کنید یعنی «ده فرمان» را اعلام فرمود و آنها را بر دو لوح سنگی نوشت.
14 ૧૪ તે સમયે યહોવાહે તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો.
آری، در همان وقت بود که خداوند به من دستور داد قوانینی را که باید بعد از رسیدن به سرزمین موعود اجرا کنید به شما یاد دهم.
15 ૧૫ “માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો.
شما در آن روز در کوه حوریب وقتی که خداوند از میان آتش با شما سخن می‌گفت، شکل و صورتی از او ندیدید. پس مواظب باشید
16 ૧૬ માટે સાવધ રહો કે રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ પ્રકારના આકારની નર કે નારીની પ્રતિમા બનાવો,
مبادا با ساختن مجسمه‌ای از خدا خود را آلوده سازید، یعنی با ساختن بُتی به هر شکل، چه به صورت مرد یا زن،
17 ૧૭ પૃથ્વી પર ચાલનારા કોઈ પશુની કે આકાશમાં ઊડતા પક્ષીની પ્રતિમા,
و چه به صورت حیوان یا پرنده،
18 ૧૮ અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા બનાવીને તમે ભ્રષ્ટ થશો નહિ.
خزنده یا ماهی.
19 ૧૯ સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.
همچنین وقتی به آسمان نگاه می‌کنید و تمامی لشکر آسمان یعنی خورشید و ماه و ستارگان را که یهوه خدایتان برای تمام قومهای روی زمین آفریده است می‌بینید، آنها را پرستش نکنید.
20 ૨૦ પરંતુ યહોવાહ તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગળવાનું ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે. જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો.
خداوند شما را از مصر، از آن کورهٔ آتش، بیرون آورد تا قوم خاص او و میراث او باشید، چنانکه امروز هستید.
21 ૨૧ વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, “તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ.”
ولی به خاطر شما نسبت به من خشمناک گردید و به تأکید اعلام فرمود که من به آن سوی رود اردن یعنی به سرزمین حاصلخیزی که یهوه خدایتان به شما به میراث داده است نخواهم رفت.
22 ૨૨ હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.
من اینجا در این سوی رودخانه خواهم مرد، ولی شما از رودخانه عبور خواهید کرد و آن زمین حاصلخیز را تصرف خواهید نمود.
23 ૨૩ તમે હવે સાંભળો, જે કરાર ઈશ્વર તમારા યહોવાહે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલશો નહિ. કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિષે યહોવાહ તમારા ઈશ્વરે મના કરી છે તે બનાવશો નહિ.
هوشیار باشید مبادا عهدی را که خداوند، خدایتان با شما بسته است بشکنید! اگر دست به ساختن هرگونه بُتی بزنید آن عهد را می‌شکنید، چون خداوند، خدایتان این کار را به کلی منع کرده است.
24 ૨૪ કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષ્યાળુ ઈશ્વર છે.
زیرا یهوه خدای شما آتشی سوزاننده و خدایی غیور است.
25 ૨૫ તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો;
حتی اگر سالها در سرزمین موعود ساکن بوده، در آنجا صاحب فرزندان و نوادگان شده باشید، ولی با ساختن بت خود را آلوده کرده با گناهانتان یهوه خدایتان را خشمگین سازید،
26 ૨૬ તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે.
زمین و آسمان را شاهد می‌آورم که در آن سرزمینی که با گذشتن از رود اردن آن را تصاحب خواهید کرد، نابود خواهید شد. عمرتان در آنجا کوتاه خواهد بود و به کلی نابود خواهید شد.
27 ૨૭ યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે.
خداوند شما را در میان قومها پراکنده خواهد کرد و تعدادتان بسیار کم خواهد شد.
28 ૨૮ અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો.
در آنجا، بتهایی را که از چوب و سنگ ساخته شده‌اند پرستش خواهید کرد، بتهایی که نه می‌بینند، نه می‌شنوند، نه می‌بویند و نه می‌خورند.
29 ૨૯ પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત: કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે.
ولی اگر شما دوباره شروع به طلبیدن خداوند، خدایتان کنید، زمانی او را خواهید یافت که با تمام دل و جانتان او را طلبیده باشید.
30 ૩૦ જયારે તમે સંકટમાં અને આ સર્વ આફત તમારા પર આવી પડી હોય ત્યારે છેવટે તમે ઈશ્વર તમારા યહોવાહ તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશો; તો
وقتی در سختی باشید و تمام این حوادث برای شما رخ دهد، آنگاه سرانجام به خداوند، خدایتان روی آورده، آنچه را که او به شما بگوید اطاعت خواهید کرد.
31 ૩૧ તમારા ઈશ્વર યહોવાહ દયાળુ ઈશ્વર છે; તે તમારો ત્યાગ કરશે નહિ અને તમારો નાશ પણ કરશે નહિ તેમ જ જે કરાર તમારા પિતૃઓની સાથે સમ ખાઈને તેમણે કર્યો છે તેને તે ભૂલી જશે નહિ.
یهوه، خدای شما رحیم است، پس او شما را ترک نکرده، نابود نخواهد نمود و عهدی را که با پدران شما بسته است فراموش نخواهد کرد.
32 ૩૨ કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
در تمامی تاریخ، از وقتی که خدا انسان را روی زمین آفرید، از یک گوشهٔ آسمان تا گوشهٔ دیگر جستجو کنید و ببینید آیا می‌توانید چیزی شبیه به این پیدا کنید که
33 ૩૩ જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું?
قومی صدای خدا را که از میان آتش با آنها سخن گفته است مثل شما شنیده و زنده مانده باشد!
34 ૩૪ અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
و آیا تا به حال خدایی کوشیده است که با فرستادن بلاهای ترسناک و آیات و معجزات و جنگ، و با دست نیرومند و بازوی افراشته و اعمال عظیم و ترسناک، قومی را از بردگی قومی دیگر رها سازد؟ ولی یهوه خدایتان همۀ این کارها را در برابر چشمان شما در مصر برای شما انجام داد.
35 ૩૫ આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.
خداوند این کارها را کرد تا شما بدانید که فقط او خداست و کسی دیگر مانند او وجود ندارد.
36 ૩૬ તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.
او هنگامی که از آسمان به شما تعلیم می‌داد اجازه داد که شما صدایش را بشنوید؛ او گذاشت که شما ستون بزرگ آتشش را روی زمین ببینید. شما حتی کلامش را از میان آتش شنیدید.
37 ૩૭ અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા.
چون او پدران شما را دوست داشت و اراده نمود که فرزندانشان را برکت دهد، پس شخص شما را از مصر با نمایش عظیمی از قدرت خود بیرون آورد.
38 ૩૮ એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ.
او قومهای دیگر را که قویتر و بزرگتر از شما بودند پراکنده نمود و سرزمینشان را به طوری که امروز مشاهده می‌کنید، به شما بخشید.
39 ૩૯ એ માટે આજે તમે જાણો અને અંત: કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.
پس امروز به خاطر آرید و فراموش نکنید که خداوند، هم خدای آسمانها و هم خدای زمین است و هیچ خدایی غیر از او وجود ندارد!
40 ૪૦ તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય.
شما باید قوانینی را که امروز به شما می‌دهم اطاعت کنید تا خود و فرزندانتان کامیاب بوده، تا به ابد در سرزمینی که خداوند، خدایتان به شما می‌بخشد زندگی کنید.
41 ૪૧ પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં,
آنگاه موسی سه شهر در شرق رود اردن تعیین کرد
42 ૪૨ એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય.
تا اگر کسی ناخواسته شخصی را بکشد بدون اینکه قبلاً با او دشمنی داشته باشد، برای فرار از خطر به آنجا پناه ببرد.
43 ૪૩ તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન.
این شهرها عبارت بودند از: باصر واقع در اراضی مسطح بیابان برای قبیلهٔ رئوبین، راموت در جلعاد برای قبیلهٔ جاد، و جولان در باشان برای قبیلهٔ منسی.
44 ૪૪ ઇઝરાયલી લોકો આગળ મૂસાએ જે નિયમ મૂક્યો તે એ છે;
وقتی قوم اسرائیل از مصر خارج شده و در شرق رود اردن در کنار شهر بیت‌فغور اردو زده بودند، موسی قوانین خدا را به آنها داد. (این همان سرزمینی بود که قبلاً اموری‌ها در زمان سلطنت سیحون پادشاه که پایتختش حشبون بود در آنجا سکونت داشتند و موسی و بنی‌اسرائیل وی را با مردمش نابود کردند.
45 ૪૫ ઇઝરાયલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે,
46 ૪૬ અમોરીઓનો રાજા સીહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં.
47 ૪૭ તેઓએ તેના દેશનો તેમ જ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો.
آنها بر سرزمین او و بر سرزمین عوج، پادشاه باشان که هر دو از پادشاهان اموری‌های شرق رود اردن بودند غلبه یافتند.
48 ૪૮ આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેર્મોન પર્વત સુધી,
این سرزمین از عروعیر در کنار رود ارنون تا کوه سریون که همان حرمون باشد، امتداد می‌یافت
49 ૪૯ અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.
و شامل تمام منطقهٔ شرق رود اردن که از جنوب به دریای مرده و از شرق به دامنهٔ کوه پیسگاه منتهی می‌شد، بود.)

< પુનર્નિયમ 4 >