< પુનર્નિયમ 4 >
1 ૧ હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો.
“A sada, Izraele, poslušaj zakone i uredbe kojima vas učim da biste ih vršili i tako poživjeli te unišli i zaposjeli zemlju koju vam daje Jahve, Bog otaca vaših.
2 ૨ હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.
Niti što nadodajite onome što vam zapovijedam niti što od toga oduzimljite; vršite zapovijedi Jahve, Boga svoga, što vam ih dajem.
3 ૩ બઆલપેઓરના લીધે યહોવાહે જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે બધા માણસો બઆલ-પેઓરને અનુસરતા હતા, તેઓના ઈશ્વર તમારા યહોવાહે તમારી મધ્યેથી નાશ કર્યો.
Vidjeli ste svojim očima što je Jahve učinio s Baal Peorom: jer Jahve, Bog tvoj, iskorijenio je iz tvoje sredine svakoga koji je slijedio Baal Peora.
4 ૪ પણ તમે જેઓ ઈશ્વર તમારા યહોવાહને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે.
A svi vi koji se čvrsto držite Jahve, Boga svoga, živi ste i danas.
5 ૫ જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો.
Ja sam vas, eto, poučio o zakonima i uredbama, kako mi je Jahve, Bog moj, naredio da ih vršite u zemlji u koju idete da je zaposjednete.
6 ૬ માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, “ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે.”
Držite ih i vršite: to će u očima naroda biti vaša mudrost i vaša razboritost. Kad oni čuju za sve ove zakone, reći će: 'Samo je jedan narod mudar i pametan, a to je ovaj veliki narod.'
7 ૭ કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે.
Jer koji je to narod tako velik da bi mu bogovi bili tako blizu kao što je Jahve, Bog naš, nama kad god ga zazovemo?
8 ૮ બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને આજે હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે?
Koji je to narod tako velik da bi imao zakone i uredbe pravedne kao što je sav ovaj Zakon koji vam ja danas iznosim?
9 ૯ ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો.
Zato pazi i dobro se čuvaj da ne zaboraviš događaje što si ih svojim očima vidio; neka ti ne iščeznu iz srca ni jednoga dana tvoga života; naprotiv, pouči o njima svoje sinove i sinove svojih sinova.
10 ૧૦ તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, “લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે.”
Onog dana kad si stajao na Horebu pred Jahvom, Bogom svojim, Jahve mi je rekao: 'Skupi mi narod! Hoću da čuju moje riječi, da me se nauče bojati sve vrijeme što budu živjeli na zemlji te da o njima pouče i svoju djecu.'
11 ૧૧ તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયાં હતાં.
Vi ste se onda primakli i stali pod brdo. S usplamtjeloga brda plamen je sukljao do sred neba zamračena tmastim oblakom.
12 ૧૨ તે વખતે યહોવાહ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા; તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો, પણ તમે કોઈ આકાર જોયો નહિ, તમે ફક્ત અવાજ સાંભળ્યો.
Isred ognja Jahve je govorio vama; čuli ste zvuk riječi, ali lika niste nazreli - ništa osim glasa.
13 ૧૩ તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા.
Objavio vam je svoj Savez i naložio vam da ga vršite - Deset zapovijedi, što ih ispisa na dvije kamene ploče.
14 ૧૪ તે સમયે યહોવાહે તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો.
A meni je Jahve naredio da vas poučim o zakonima i uredbama što ćete ih vršiti u zemlji u koju odlazite da je zaposjednete.
15 ૧૫ “માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો.
Pazite dobro! Onoga dana kad vam je Jahve, Bog vaš, govorio isred ognja na Horebu, niste vidjeli nikakva lika,
16 ૧૬ માટે સાવધ રહો કે રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ પ્રકારના આકારની નર કે નારીની પ્રતિમા બનાવો,
da se ne biste pokvarili te da ne biste pravili sebi kakva klesana lika, kipa muškoga ili ženskoga obličja,
17 ૧૭ પૃથ્વી પર ચાલનારા કોઈ પશુની કે આકાશમાં ઊડતા પક્ષીની પ્રતિમા,
ni obličja kakve životinje što je na zemlji, ni obličja kakve ptice što pod nebom lijeta,
18 ૧૮ અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા બનાવીને તમે ભ્રષ્ટ થશો નહિ.
ni obličja bilo čega što po zemlji gmiže, ni obličja kakve ribe što je u vodi pod zemljom
19 ૧૯ સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.
i da se ne bi, kad digneš svoje oči prema nebu te vidiš sunce, mjesec i zvijezde - svu nebesku vojsku - dao zavesti da im se klanjaš i da im iskazuješ štovanje. Njih je Jahve, Bog tvoj, dao svim narodima, svugdje pod nebom.
20 ૨૦ પરંતુ યહોવાહ તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગળવાનું ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે. જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો.
A vas je uzeo Jahve i izveo vas iz Egipta - iz one peći ražarene - da postanete narod njegove baštine, to što ste danas.
21 ૨૧ વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, “તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ.”
Ali se zbog vas Jahve na me razljutio i zakleo da ja neću prijeći preko Jordana i unići u blaženu zemlju koju ti Jahve, Bog tvoj, daje u baštinu.
22 ૨૨ હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.
Tako, ja ću umrijeti u ovoj zemlji; ja preko Jordana neću prijeći. A vi ćete prijeći i zaposjesti onu krasnu zemlju.
23 ૨૩ તમે હવે સાંભળો, જે કરાર ઈશ્વર તમારા યહોવાહે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલશો નહિ. કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિષે યહોવાહ તમારા ઈશ્વરે મના કરી છે તે બનાવશો નહિ.
Zato pazite da ne zaboravljate Saveza što ga je Jahve, Bog vaš, sklopio s vama te sebi ne pravite klesanih likova bilo čega što je Jahve, Bog tvoj, zabranio.
24 ૨૪ કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષ્યાળુ ઈશ્વર છે.
Jer Jahve, Bog tvoj, oganj je što proždire; on je Bog ljubomoran.
25 ૨૫ તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો;
Kad budete izrodili djecu i unučad i budete dulje u onoj zemlji proboravili, a pokvarite se praveći sebi bilo kakve klesane likove i čineći zlo u očima Jahve, Boga svojega, tako da ga na srdžbu izazovete,
26 ૨૬ તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે.
znajte - uzimam za svjedoke protiv vas nebesa i zemlju - da će vas brzo nestati sa zemlje u koju idete preko Jordana da je zaposjednete: nećete dugo u njoj živjeti nego ćete biti iskorijenjeni.
27 ૨૭ યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે.
Jahve će vas raspršiti po narodima i ostat će vas samo malen broj među narodima među koje vas Jahve odvede.
28 ૨૮ અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો.
Ondje ćete se klanjati bogovima što su ih ljudske ruke načinile od drveta i kamena, bogovima koji ne mogu ni vidjeti ni čuti, ni jesti ni mirisati.
29 ૨૯ પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત: કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે.
Ondje ćeš tražiti Jahvu, Boga svoga. I naći ćeš ga ako ga budeš tražio svim srcem svojim i svom dušom svojom.
30 ૩૦ જયારે તમે સંકટમાં અને આ સર્વ આફત તમારા પર આવી પડી હોય ત્યારે છેવટે તમે ઈશ્વર તમારા યહોવાહ તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશો; તો
U nevolji tvojoj snaći će te sve to, ali u posljednje vrijeme ti ćeš se obratiti Jahvi, Bogu svomu, i poslušati njegov glas.
31 ૩૧ તમારા ઈશ્વર યહોવાહ દયાળુ ઈશ્વર છે; તે તમારો ત્યાગ કરશે નહિ અને તમારો નાશ પણ કરશે નહિ તેમ જ જે કરાર તમારા પિતૃઓની સાથે સમ ખાઈને તેમણે કર્યો છે તેને તે ભૂલી જશે નહિ.
TÓa Jahve, Bog tvoj, Bog je milosrdan; neće te on zapustiti ni upropastiti niti će zaboraviti Saveza što ga je pod zakletvom sklopio s ocima tvojim.
32 ૩૨ કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે?
Ispitaj samo prijašnja vremena što su protekla prije tebe, sve otkad je Bog stvorio čovjeka na zemlji: je li ikad, s jednoga kraja nebesa do drugoga, bilo ovako veličanstvena događaja? Je li se što takvo čulo?
33 ૩૩ જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું?
Je li ikad koji narod čuo glas Boga gdje govori isred ognja kao što si ti čuo i na životu ostao?
34 ૩૪ અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
Ili, pokuša li koji bog da ode i uzme sebi jedan narod isred drugog naroda kušnjama, znakovima, čudesima i ratom, jakom rukom i ispruženom mišicom, uza silne strahote, kao što je sve to, na vaše oči, učinio za vas Jahve, Bog vaš, u Egiptu?
35 ૩૫ આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.
Tebi je to pokazano da znaš da je Jahve pravi Bog i da nema drugoga uz njega.
36 ૩૬ તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.
S neba ti se oglasio svojim glasom da te pouči; dopustio ti je da vidiš njegov veliki oganj na zemlji; i isred ognja čuo si njegove riječi.
37 ૩૭ અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા.
Zbog toga što je ljubio očeve tvoje, izabrao je poslije njih njihovo potomstvo; on, glavom, izveo te iz Egipta svojom silnom moći;
38 ૩૮ એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ.
ispred tebe rastjerao je narode, i brojnije i jače od tebe, da te dovede u njihovu zemlju i preda je tebi u baštinu, kao što je i danas.
39 ૩૯ એ માટે આજે તમે જાણો અને અંત: કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.
Danas, dakle, spoznaj i zasadi u svoje srce: Jahve je Bog gore na nebu i ovdje na zemlji - drugoga nema.
40 ૪૦ તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય.
Drži njegove zakone i njegove zapovijedi koje ti dajem danas da dobro bude tebi i tvojoj djeci poslije tebe; da dugo poživiš na zemlji koju ti Jahve, Bog tvoj, daje zauvijek.”
41 ૪૧ પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં,
Tada Mojsije izabra tri grada preko Jordana, na istočnoj strani,
42 ૪૨ એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય.
kamo će se moći skloniti ubojica koji nehotice ubije svoga bližnjega a da prije nije imao mržnje prema njemu: da bi, bježeći u koji od ovih gradova, mogao spasiti svoj život.
43 ૪૩ તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન.
To su: Bezer u pustinji, u zemlji Mišoru, za Rubenovce; Ramot u Gileadu za Gadovce, i Golan u Bašanu za Manašeovce.
44 ૪૪ ઇઝરાયલી લોકો આગળ મૂસાએ જે નિયમ મૂક્યો તે એ છે;
Ovo je Zakon što ga je Mojsije postavio pred Izraelce;
45 ૪૫ ઇઝરાયલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે,
ovo su upute, zakoni i uredbe što ih je Mojsije dao Izraelcima kad su izišli iz Egipta,
46 ૪૬ અમોરીઓનો રાજા સીહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં.
s one strane Jordana, u dolini nasuprot Bet Peoru, u zemlji amorejskoga kralja Sihona, koji je živio u Hešbonu i koga su potukli Mojsije i Izraelci pošto iziđoše iz Egipta.
47 ૪૭ તેઓએ તેના દેશનો તેમ જ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો.
Njegovu su zemlju zauzeli i zemlju bašanskoga kralja Oga, dvaju amorejskih kraljeva koji su živjeli preko Jordana na istoku,
48 ૪૮ આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેર્મોન પર્વત સુધી,
od Aroera, koji se nalazi na obali potoka Arnona, do brda Sirjona, to jest Hermona,
49 ૪૯ અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.
i svu Arabu preko Jordana, s istoka do mora u Arabi, pod obroncima Pisge.