< પુનર્નિયમ 33 >
1 ૧ અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
Detta är välsignelsen, der Mose, Guds man, med välsignade Israels barn för hans död,
2 ૨ મૂસાએ કહ્યું, “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
Och sade: Herren är kommen af Sinai, och är dem uppgången af Seir; han är framkommen ifrå det berget Paran, och är kommen med mång tusend heliga; på hans högra hand är en brinnande lag för dem.
3 ૩ હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા; અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
O! huru kär hafver han folken; alle hans helige äro i dine hand, de skola sätta sig till dina fötter, och skola lära af dinom ordom.
4 ૪ મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
Mose hafver budit oss lagen, Jacobs menighets arf.
5 ૫ જયારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.
Och han var i Konungavälde, och Förstarna för folket höll han tillhopa, samt med Israels slägter.
6 ૬ રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; પરંતુ તેના માણસો થોડા રહે.”
Ruben lefve, och dö icke, och hans folk vare fögo.
7 ૭ મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, અને તેને તેના લોકો પાસે પાછા લાવો, તેને માટે લડાઈ કરીને; અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.”
Detta är Juda välsignelse; och han sade: Herre, hör Juda röst, och gör honom till en regent i sitt folk, och låt hans magt varda stora, och honom varde hulpet ifrå hans fiendar.
8 ૮ ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી. અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.
Och till Levi sade han: Din rätt och ditt ljus vare när dinom helga Man, den du försökte i Massa, der I trätten vid trätovattnet.
9 ૯ અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી; અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ. અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે, અને તમારો કરાર તેઓ પાળે છે.
Den som till sin fader, och till sina moder säger: Jag ser dem intet; och till sina bröder: Jag känner dem intet; och till sin son: Jag vet intet af honom; de samma hålla din ord, och bevara ditt förbund.
10 ૧૦ તેઓ યાકૂબને તમારા હુકમો અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે; અને તેઓ તમારી આગળ ધૂપ, તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.
De skola lära Jacob dina rätter, och Israel din lag; de skola bära rökverk fram för dina näso, och heloffer på ditt altare.
11 ૧૧ હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો, અને તેઓના હાથનાં કામો સ્વીકારો; જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”
Herre, välsigna hans förmågo, och låt hans händers gerningar behaga dig; slå deras rygg sönder, som sätta sig upp emot honom, och deras som hata honom, att de icke skola kunna rätta sig upp.
12 ૧૨ પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.”
Och till BenJamin sade han: Herrans kärkomne skola bo säkert: alltid skall han akta uppå honom, och skall bo emellan hans axlar.
13 ૧૩ પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
Och till Joseph sade han: Hans land ligger i Herrans välsignelse; der äro ädla frukter af himmelen, af daggene, och af djupet, som under ligger;
14 ૧૪ સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી,
Der äro ädla frukter af solene, och ädla mogna frukter af månanom;
15 ૧૫ પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,
Och af de höga bergen af begynnelsen, och af högomen i evig tid;
16 ૧૬ પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો.
Och ädla frukter af jordene, och hvad derpå är; hans nåd, som bodde i buskanom, komme öfver Josephs hufvud, och uppå Nazirs hjessa ibland hans bröder.
17 ૧૭ તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે, તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે, પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે. એફ્રાઇમના દસ હજારો અને મનાશ્શાના હજારો છે.”
Hans härlighet är såsom en förstfödd oxe, och hans horn äro såsom enhörningshorn; med dem skall han stånga folken ihop intill landsens ända. Detta är Ephraims tiotusende, och Manasses tusende.
18 ૧૮ મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.
Och till Sebulon sade han: Sebulon, fröjda dig af din utgång. Men Isaschar, fröjda dig af dina hyddor.
19 ૧૯ તેઓ લોકોને પર્વત પર બોલાવશે. ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે. કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.”
De skola kalla folk uppå berget, och offra der rättfärdighetenes offer; ty de skola suga hafsens ymnighet, och de fördolda håfvor i sandenom.
20 ૨૦ ગાદ વિષે મૂસાએ કહ્યું, “ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો. તે ત્યાં સિંહણ જેવો રહે, તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
Och till Gad sade han: Välsignad vare den utrymmaren Gad; han bor som ett lejon, och röfvar arm och hjessa.
21 ૨૧ તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું, ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ, અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
Och han såg, att honom ett hufvud gifvet var; en lärare, som är fördold, och kom med folkens öfverstar, och skaffade Herrans rättviso, och hans rätter med Israel.
22 ૨૨ મૂસાએ દાન વિષે કહ્યું, “દાન બાશાનથી કૂદી નીકળતું, સિંહનું બચ્ચું છે.”
Och till Dan sade han: Dan, ett ungt lejon; han skall flyta af Basan.
23 ૨૩ નફતાલી વિષે મૂસાએ કહ્યું, “અનુગ્રહથી તૃપ્ત થયેલા, યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.”
Och till Naphthali sade han: Naphthali skall hafva nog, ehvad honom lyster, och skall vara full med Herrans välsignelse; vesterut, och söderut skall hans besittning vara.
24 ૨૪ આશેર વિષે મૂસાએ કહ્યું, “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.
Och till Asser sade han: Asser vare välsignad med söner; han vare sina bröder täck, och doppe sin fot i oljo.
25 ૨૫ તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે; જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.”
Jern och koppar vare på hans skor; din ålder vare såsom din ungdom.
26 ૨૬ હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી, તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે.
Ingen Gud är såsom dens starkas Gud; den som sitter i himmelen, han vare din hjelp; hans härlighet är i skyn.
27 ૨૭ સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, અને કહ્યું, “નાશ કર!”
Det är Guds boning af begynnelsen, och hans armar äro härnedre evinnerlig; och han skall utdrifva din fienda för dig, och säga: Var förderfvad.
28 ૨૮ ઇઝરાયલ સલામતીમાં રહે, યાકૂબનો રહેઠાણ એકલો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.
Israel skall allena trygger bo; Jacobs brunn skall vara uppå det land, som korn och vin uti är, och dess himmel skall drypa dagg.
29 ૨૯ હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે! યહોવાહ જે તારી સહાયની ઢાલ, તારી ઉત્તમતાની તલવાર તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? તારા શત્રુઓ જુઠા કરશે; તું તેઓના ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.
Väl är dig, Israel; ho är din like? O du folk, som igenom Herran salig varder, hvilken dins hjelps sköld är, och dins segers svärd! Dine fiender skola fela, och du skall träda in på deras höjder.