< પુનર્નિયમ 33 >

1 અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
וזאת הברכה אשר ברך משה איש האלהים את בני ישראל לפני מותו׃
2 મૂસાએ કહ્યું, “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
ויאמר יהוה מסיני בא וזרח משעיר למו הופיע מהר פארן ואתה מרבבת קדש מימינו אש דת למו׃
3 હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા; અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
אף חבב עמים כל קדשיו בידך והם תכו לרגלך ישא מדברתיך׃
4 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
תורה צוה לנו משה מורשה קהלת יעקב׃
5 જયારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.
ויהי בישרון מלך בהתאסף ראשי עם יחד שבטי ישראל׃
6 રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; પરંતુ તેના માણસો થોડા રહે.”
יחי ראובן ואל ימת ויהי מתיו מספר׃
7 મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, અને તેને તેના લોકો પાસે પાછા લાવો, તેને માટે લડાઈ કરીને; અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.”
וזאת ליהודה ויאמר שמע יהוה קול יהודה ואל עמו תביאנו ידיו רב לו ועזר מצריו תהיה׃
8 ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી. અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.
וללוי אמר תמיך ואוריך לאיש חסידך אשר נסיתו במסה תריבהו על מי מריבה׃
9 અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી; અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ. અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે, અને તમારો કરાર તેઓ પાળે છે.
האמר לאביו ולאמו לא ראיתיו ואת אחיו לא הכיר ואת בנו לא ידע כי שמרו אמרתך ובריתך ינצרו׃
10 ૧૦ તેઓ યાકૂબને તમારા હુકમો અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે; અને તેઓ તમારી આગળ ધૂપ, તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.
יורו משפטיך ליעקב ותורתך לישראל ישימו קטורה באפך וכליל על מזבחך׃
11 ૧૧ હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો, અને તેઓના હાથનાં કામો સ્વીકારો; જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”
ברך יהוה חילו ופעל ידיו תרצה מחץ מתנים קמיו ומשנאיו מן יקומון׃
12 ૧૨ પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.”
לבנימן אמר ידיד יהוה ישכן לבטח עליו חפף עליו כל היום ובין כתיפיו שכן׃
13 ૧૩ પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
וליוסף אמר מברכת יהוה ארצו ממגד שמים מטל ומתהום רבצת תחת׃
14 ૧૪ સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી,
וממגד תבואת שמש וממגד גרש ירחים׃
15 ૧૫ પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,
ומראש הררי קדם וממגד גבעות עולם׃
16 ૧૬ પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો.
וממגד ארץ ומלאה ורצון שכני סנה תבואתה לראש יוסף ולקדקד נזיר אחיו׃
17 ૧૭ તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે, તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે, પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે. એફ્રાઇમના દસ હજારો અને મનાશ્શાના હજારો છે.”
בכור שורו הדר לו וקרני ראם קרניו בהם עמים ינגח יחדו אפסי ארץ והם רבבות אפרים והם אלפי מנשה׃
18 ૧૮ મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.
ולזבולן אמר שמח זבולן בצאתך ויששכר באהליך׃
19 ૧૯ તેઓ લોકોને પર્વત પર બોલાવશે. ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે. કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.”
עמים הר יקראו שם יזבחו זבחי צדק כי שפע ימים יינקו ושפוני טמוני חול׃
20 ૨૦ ગાદ વિષે મૂસાએ કહ્યું, “ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો. તે ત્યાં સિંહણ જેવો રહે, તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
ולגד אמר ברוך מרחיב גד כלביא שכן וטרף זרוע אף קדקד׃
21 ૨૧ તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું, ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ, અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
וירא ראשית לו כי שם חלקת מחקק ספון ויתא ראשי עם צדקת יהוה עשה ומשפטיו עם ישראל׃
22 ૨૨ મૂસાએ દાન વિષે કહ્યું, “દાન બાશાનથી કૂદી નીકળતું, સિંહનું બચ્ચું છે.”
ולדן אמר דן גור אריה יזנק מן הבשן׃
23 ૨૩ નફતાલી વિષે મૂસાએ કહ્યું, “અનુગ્રહથી તૃપ્ત થયેલા, યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.”
ולנפתלי אמר נפתלי שבע רצון ומלא ברכת יהוה ים ודרום ירשה׃
24 ૨૪ આશેર વિષે મૂસાએ કહ્યું, “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.
ולאשר אמר ברוך מבנים אשר יהי רצוי אחיו וטבל בשמן רגלו׃
25 ૨૫ તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે; જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.”
ברזל ונחשת מנעליך וכימיך דבאך׃
26 ૨૬ હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી, તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે.
אין כאל ישרון רכב שמים בעזרך ובגאותו שחקים׃
27 ૨૭ સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, અને કહ્યું, “નાશ કર!”
מענה אלהי קדם ומתחת זרעת עולם ויגרש מפניך אויב ויאמר השמד׃
28 ૨૮ ઇઝરાયલ સલામતીમાં રહે, યાકૂબનો રહેઠાણ એકલો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.
וישכן ישראל בטח בדד עין יעקב אל ארץ דגן ותירוש אף שמיו יערפו טל׃
29 ૨૯ હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે! યહોવાહ જે તારી સહાયની ઢાલ, તારી ઉત્તમતાની તલવાર તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? તારા શત્રુઓ જુઠા કરશે; તું તેઓના ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.
אשריך ישראל מי כמוך עם נושע ביהוה מגן עזרך ואשר חרב גאותך ויכחשו איביך לך ואתה על במותימו תדרך׃

< પુનર્નિયમ 33 >