< પુનર્નિયમ 32 >
1 ૧ હે આકાશો, કાન ધરો અને હું બોલીશ. હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.
“Slušajte, nebesa, sad ću govoriti; čuj, zemljo, riječi usta mojih!
2 ૨ મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.
Nek' mi nauk daždi poput kiše, kao rosa riječ nek' moja pada, kao kišica po mladoj zeleni, kao pljusak po travi velikoj!
3 ૩ કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ. અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.
Jer, Jahvino ću ime uznositi, a vi Boga našeg veličajte!
4 ૪ યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.
On je Stijena, djelo mu je savršeno, jer pravi su svi njegovi putovi. Bog je on vjeran i bez zloće, pravedan je on i pravičan.
5 ૫ તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા. તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.
Oni mu se iznevjeriše - nisu mu sinovi, već nakaze sinovske, porod izopačen i prepreden.
6 ૬ ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો શું તમે યહોવાહને આવો બદલો આપો છો? શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.
Tako li uzvraćaš Jahvi, narode glupi i bezumni! Nije li on Otac tvoj, Stvoritelj, koji te sazdao, po kom postojiš?
7 ૭ ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો. તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે. તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.
Spomeni se dana pradavnih, promotri godine od naraštaja do naraštaja. Oca svoga pitaj, i poučit će te, pitaj starije, pa će ti kazati.
8 ૮ જ્યારે પરાત્પર યહોવાહે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો. જયારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી.
Kad je Višnji baštinu dijelio narodima, kad je razmještao sinove čovječje, odredi im međe po broju Božjih sinova:
9 ૯ કેમ કે યહોવાહનો હિસ્સો તો તેમના લોક છે. યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે.
tad Jahvu njegov narod zapade, Jakov bi njegova baština.
10 ૧૦ તે તેઓને ઉજ્જડ દેશમાં, તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા; તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા. અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.
U zemlji stepskoj on ga je našao, u pustinjskoj jezivoj pustoši. Obujmio ga, gajio ga i čuvao k'o zjenu oka svoga.
11 ૧૧ જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે. તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.
Poput orla što bdi nad gnijezdom, nad svojim orlićima lebdeći, tako on krila širi, uzima ga, pa ga na svojim nosi perima.
12 ૧૨ એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં; કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.
Jahve sam njega je vodio, tuđeg boga s njim ne bijaše.
13 ૧૩ તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા, તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું, તેમણે તેઓને ખડકમાંથી મધ તથા ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું
Povede ga po visočjima zemlje, nahrani ga plodovima poljskim, dade mu meda iz pećine i ulja iz tvrde stijene;
14 ૧૪ તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું, હલવાનની ચરબી, બાશાનના ઘેટાં તથા બકરાં, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.
kravljeg masla i ovčjeg mlijeka s pretilinom jaganjaca, ovnova bašanskih i jaraca, sa salom žitnih bubrega, i napoji ga pjenušavom krvlju grožđa.
15 ૧૫ પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી, તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.
Jeo je Jakov i nasitio se, ugojio se Ješurun pa se uzritao. Udebljao si se, utovio, usalio. Odbacio je Boga koji ga stvori i prezreo Stijenu svog spasenja.
16 ૧૬ તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાહને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો; ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.
Tuđim bozima učiniše ga ljubomornim, razjariše ga gnusobama.
17 ૧૭ તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.
Žrtvovahu zlodusima koji Bog nisu, bogovima kojih ne poznavahu prije, došljacima koji stigoše nedavno i koje oci njihovi ne štovahu.
18 ૧૮ ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા, તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.
Odnemaruješ Stijenu što te na svijet dade, ne sjećaš se više Boga koji te rodi!
19 ૧૯ આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.
Vidje to Jahve i u gnjevu svojem odbaci sinove svoje i kćeri.
20 ૨૦ તેમણે કહ્યું, “હું મારું મુખ તેઓથી સંતાડીશ,” “તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.
Lice ću im svoje sakriti, reče, i vidjet ću što će biti od njih. Jer izopačeno je to koljeno, sinovi u kojima vjernosti nema.
21 ૨૧ જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.
Ništavnim me bogom na ljubomor potakoše, razdražiše me ništavilima svojim, i ja ću njih ljubomornim učinit', pukom ništavnim, razdražit ću ih glupim nekim narodom!
22 ૨૨ માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે. (Sheol )
Da, moga gnjeva požar je usplamtio i gorjet će do dubina šeolskih; proždrijet će zemlju i sve što ona rađa, sažeći joj brda do temelja. (Sheol )
23 ૨૩ પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.
Nevolje na njih ću svaliti, na njih ću svoje istrošiti strijele.
24 ૨૪ તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી અને દારુણ વિનાશથી ખવાઈ જશે; હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,
Od gladi će umirati, ognjica i pošast njih će trovati. Poslat ću na njih zub zvjerinji i otrov zmija što prahom gmižu.
25 ૨૫ બહાર તલવાર તેઓને પૂરા કરશે, અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે. જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,
Vani će mač zatirati djecu, a strava će vladati unutra. Ginut će jednako momak i djevojka, dojenče i starac sjedokos.
26 ૨૬ હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત. હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.
Rekoh: U prah ću ih smrviti, zbrisati im spomen izmed ljudi.
27 ૨૭ પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.’ અને યહોવાહે આ સર્વ કર્યું નથી.
Ali se bojah ruga dušmanskoga: mogli bi im prevarit' se protivnici, pa da kažu: 'Pobjeda je naša, nije to Jahvina izvela ruka.'
28 ૨૮ કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. અને તેઓમાં કંઈ સમજણ નથી.
Jer narod je to neupućen, oštroumlja u njih nema.
29 ૨૯ તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત, અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!
Da su mudri, već bi se i dosjetili, razabrali što ih očekuje.
30 ૩૦ જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?
Kako da jedan tisuću u bijeg nagna, i deset tisuća da dvojica gone, da ih Stijena njina nije prodala, da ih Jahve nije izručio?
31 ૩૧ આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,
Al' stijena im nije poput naše Stijene; osuđeni su naši neprijatelji.
32 ૩૨ તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે; તેઓની લૂમો કડવી છે.
Jer trs je njihov od sodomskog trsa i od vinograda gomorskih; grožđe im je grožđe otrovno, grozdovi im grozdovi gorčine;
33 ૩૩ તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.
njihovo je vino otrov zmijski, žestok jed otrovnice ljute.
34 ૩૪ શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?
Al' nije li on u mene poput dragulja, zapečaćen u mojim riznicama?
35 ૩૫ તેનો પગ લપસી જશે; તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે. કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે.”
Moja je odmazda i nagrada u vrijeme kad im noga posrne. Jer blizu je dan njihove propasti, udes njihov brzo im se bliži!
36 ૩૬ કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે, અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી. તે જોઈ તે પોતાના સેવકો માટે દુ: ખી થશે.
(Pravdu će Jahve dati svome puku, sažalit se nad slugama svojim.) Vidjet će da im gine snaga, da je i robu i slobodnu kraj.
37 ૩૭ પછી તે કહેશે કે, ‘તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?
Tad će reći: 'Ta gdje su bozi njihovi, gdje stijena kojom se zaklanjahu?
38 ૩૮ જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!
Oni što su jeli salo njihovih klanica i pili vino njihovih ljevanica?' Neka se dignu i neka vam pomognu, nek' vam budu zaklonište!
39 ૩૯ હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું, મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા? હું જ મારું છું, અને હું જ જિવાડું છું, હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું; અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.
Vidite sada da ja, ja jesam, i da drugog Boga pored mene nema! Ja usmrćujem i oživljujem; ja udaram i iscjeljujem (i nitko se iz ruke moje ne izbavlja).
40 ૪૦ હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને, મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,
Da, svoju ruku ja dižem prema nebu i kažem: Ne bio ja živ vječito
41 ૪૧ જો હું મારી ચળકતી તલવારની ધાર કાઢીશ, અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ, અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.
ako naoštrivši mač svoj blistavi ne uzmem sud u svoje ruke da svojim odmazdim dušmanima, da naplatim onima koji mene mrze.
42 ૪૨ જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી, શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી, મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તલવાર માંસ ખાશે.’
Strijele svoje opojit ću krvlju i mač moj najest će se mesa, krvi ubijenih i zarobljenih, glava dušmanskih vrhovnika.
43 ૪૩ ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો, તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.
Kličite, o nebesa, s njime, obožavajte ga, sinovi Božji! Kličite, puci, s njegovim narodom, uznosite snagu njegovu, poslanici Jahvini. Jer će krv slugu svojih osvetiti, istom mjerom vratit' dušmanima, naplatit će od onih koji njega mrze, očistit' od grijeha zemlju svog naroda.”
44 ૪૪ મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.
Dođe Mojsije s Jošuom, sinom Nunovim, te izgovori u uši naroda riječi ove pjesme.
45 ૪૫ પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.
Kad Mojsije izgovori sve ove riječi svemu Izraelu,
46 ૪૬ ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.
reče im: “U srca svoja usadite sve riječi koje danas uzimam za svjedoka protiv vas; naredite sinovima svojim da ih drže vršeći sve riječi ovoga Zakona.
47 ૪૭ આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો.”
TÓa nije to za vas prazna riječ jer ona je vaš život. Zbog ove riječi živjet ćete dugo na zemlji koju ćete, prešavši Jordan, zaposjesti.”
48 ૪૮ તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું,
Toga istog dana Jahve reče Mojsiju:
49 ૪૯ “મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.
“Popni se na goru Nebo u Abarskom gorju - ono je u moapskoj zemlji nasuprot Jerihonu - pa pogledaj zemlju kanaansku što ću je dati u posjed Izraelcima.
50 ૫૦ અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ.
Onda umri na gori na koju se uspneš i pridruži se svojim precima kao što je i tvoj brat Aron, koji je umro na brdu Horu, bio pridružen svojima.
51 ૫૧ કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસુ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ.
A to zato što ste mi se iznevjerili sred Izraelaca kod Meriba Kadeša, kod voda u pustinji Sinu: niste očitovali moju svetost među Izraelcima.
52 ૫૨ કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”
Zato ćeš samo izdaleka vidjeti onu zemlju, ali u nju nećeš ući - u zemlju koju dajem Izraelcima.”