< પુનર્નિયમ 31 >
1 ૧ મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી.
೧ಮೋಶೆ ಹೋಗಿ ಈ ಮಾತುಗಳನ್ನು ಇಸ್ರಾಯೇಲರೆಲ್ಲರಿಗೆ ತಿಳಿಸಿದನು.
2 ૨ તેણે તેઓને કહ્યું, “હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, ‘તું યર્દન નદી પાર જવા પામશે નહિ.’
೨ಅವನು ಅವರಿಗೆ, “ನಾನು ಈಗ ನೂರಿಪ್ಪತ್ತು ವರ್ಷದವನಾಗಿದ್ದೇನೆ; ವಿಶೇಷವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಿರ್ವಹಿಸುವುದು ಇನ್ನು ನನ್ನಿಂದಾಗದು. ಯೆಹೋವನು ನನಗೆ, ‘ನೀನು ಈ ಯೊರ್ದನ್ ನದಿಯನ್ನು ದಾಟಬಾರದು’ ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾನೆ.
3 ૩ યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.
೩ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ತಾನೇ ನಿಮ್ಮ ಮುಂದೆ ಹೋಗುವನು; ಆತನು ಆ ಜನಾಂಗಗಳನ್ನು ನಿಮ್ಮ ಎದುರಿನಲ್ಲಿ ನಿಲ್ಲದಂತೆ ನಾಶಮಾಡುವುದರಿಂದ ನೀವು ಅವರ ದೇಶವನ್ನು ಸ್ವಾಧೀನಮಾಡಿಕೊಳ್ಳುವಿರಿ. ಯೆಹೋವನು ಆಜ್ಞಾಪಿಸಿದಂತೆ ಯೆಹೋಶುವನು ನಿಮ್ಮ ನಾಯಕನಾಗಿ ನದಿಯನ್ನು ದಾಟಿಹೋಗುವನು.
4 ૪ અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે.
೪ಯೆಹೋವನು ಅಮೋರಿಯರ ಅರಸನಾದ ಸೀಹೋನ್ ಮತ್ತು ಓಗರನ್ನು ನಾಶಮಾಡಿ, ಅವರ ದೇಶವನ್ನು ನಿಮಗೆ ಸ್ವಾಧೀನಪಡಿಸಿದಂತೆ ಆ ಜನಾಂಗಗಳನ್ನೂ ನಾಶಮಾಡಿ ಅವರ ದೇಶವನ್ನು ನಿಮಗೆ ವಶಪಡಿಸುವನು.
5 ૫ અને યહોવાહ તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ.
೫ಯೆಹೋವನು ಅವರನ್ನು ನಿಮ್ಮಿಂದ ಪರಾಜಯಪಡಿಸಿದಾಗ ನೀವು ಅವರ ವಿಷಯದಲ್ಲಿ ನನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನೆಲ್ಲಾ ಅನುಸರಿಸಿ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕು.
6 ૬ બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ.”
೬ನೀವು ಶೂರರಾಗಿ ಧೈರ್ಯದಿಂದ ಇರಿ; ಅವರಿಗೆ ಅಂಜಬೇಡಿರಿ, ಕಳವಳಪಡಬೇಡಿರಿ. ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನೇ ನಿಮ್ಮ ಸಂಗಡ ಇರುತ್ತಾನಲ್ಲಾ; ಆತನು ನಿಮ್ಮನ್ನು ಕೈಬಿಡುವುದಿಲ್ಲ, ಅಪಜಯಕ್ಕೆ ಗುರಿಪಡಿಸುವುದೇ ಇಲ್ಲ” ಎಂದು ಹೇಳಿದನು.
7 ૭ મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે.
೭ಆಗ ಮೋಶೆ ಯೆಹೋಶುವನನ್ನು ಕರೆದು ಇಸ್ರಾಯೇಲರ ಮುಂದೆ ಅವನಿಗೆ, “ಯೆಹೋವನು ಇವರ ಪೂರ್ವಿಕರಿಗೆ ಪ್ರಮಾಣಮಾಡಿಕೊಟ್ಟ ದೇಶಕ್ಕೆ ನೀನೇ ಇವರೊಡನೆ ಹೋಗಿ ಅದನ್ನು ಅವರಿಗೆ ಸ್ವಾಧೀನಪಡಿಸಬೇಕು. ಆದುದರಿಂದ ಶೂರನಾಗಿ ಧೈರ್ಯದಿಂದಿರು;
8 ૮ જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”
೮ಯೆಹೋವನು ತಾನೇ ನಿನ್ನ ಮುಂದೆ ಹೋಗುವನು; ಆತನೇ ನಿನ್ನ ಸಂಗಡ ಇರುವನು; ನಿನ್ನನ್ನು ಅಪಜಯಕ್ಕೆ ಗುರಿಪಡಿಸುವುದೇ ಇಲ್ಲ, ಕೈಬಿಡುವುದಿಲ್ಲ; ಅಂಜಬೇಡ, ಧೈರ್ಯದಿಂದಿರು” ಎಂದು ಹೇಳಿದನು.
9 ૯ મૂસાએ આ નિયમ લખીને યહોવાહના કરારકોશ ઊંચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી.
೯ಮೋಶೆ ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಬರೆದು ಯೆಹೋವನ ಆಜ್ಞಾಶಾಸನಗಳ ಮಂಜೂಷವನ್ನು ಹೊರುವ ಲೇವಿಯರಾದ ಯಾಜಕರ ಮತ್ತು ಇಸ್ರಾಯೇಲರ ಹಿರಿಯರ ವಶಕ್ಕೆ ಕೊಟ್ಟನು.
10 ૧૦ મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, “દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાપર્વમાં,
೧೦ಆತನು ಅವರಿಗೆ, “ಪ್ರತಿ ಏಳು ವರ್ಷಗಳು ಪೂರ್ತಿಯಾದಾಗ ಬಿಡುಗಡೆಯ ಸಂವತ್ಸರದ ನೇಮಕ ಕಾಲದಲ್ಲಿ ಅಂದರೆ ಪರ್ಣಶಾಲೆಗಳ ಜಾತ್ರೆಯಲ್ಲಿ
11 ૧૧ જયારે બધા ઇઝરાયલીઓ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય, ત્યારે બધા ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તમે આ નિયમ વાંચજો.
೧೧ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನು ಆದುಕೊಂಡ ಸ್ಥಳದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರೆಲ್ಲರು ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ಕೂಡಿಬಂದಾಗ ನೀವು ಅವರೆಲ್ಲರಿಗೆ ಕೇಳಿಸುವಂತೆ ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಅವರ ಮುಂದೆ ಓದಬೇಕು.
12 ૧૨ લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે.
೧೨ಜನರೆಲ್ಲರೂ ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಕೇಳಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತೆ ಸ್ತ್ರೀಯರನ್ನೂ, ಪುರುಷರನ್ನೂ, ಮಕ್ಕಳನ್ನೂ ಮತ್ತು ನಿಮ್ಮ ಊರುಗಳಲ್ಲಿರುವ ಅನ್ಯರನ್ನೂ ಕೂಡಿಸಬೇಕು. ಆಗ ಅವರು ತಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿ ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ನಿಯಮಗಳನ್ನು ಅನುಸರಿಸಿ ನಡೆಯುವರು.
13 ૧૩ અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો.
೧೩ಮತ್ತು ಯೆಹೋವನ ಮಹತ್ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡದಿರುವ ನಿಮ್ಮ ಸಂತತಿಯವರೂ ಕೇಳಿ ನೀವು ಸ್ವಾಧೀನಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಯೊರ್ದನ್ ನದಿಯನ್ನು ದಾಟಿ ಹೋಗುವ ದೇಶದಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವವರೆಗೂ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿರುವುದಕ್ಕೆ ಕಲಿತುಕೊಳ್ಳುವರು” ಎಂದು ಹೇಳಿದನು.
14 ૧૪ પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા.
೧೪ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ, “ನೀನು ಸಾಯಬೇಕಾದ ದಿನಗಳು ಸಮೀಪವಾದವು, ಆದಕಾರಣ ನೀನು ಯೆಹೋಶುವನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬಂದು ದೇವದರ್ಶನದ ಗುಡಾರದಲ್ಲಿ ನನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಲ್ಲಬೇಕು; ಆಗ ನಾನು ಅವನಿಗೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಡುವೆನು” ಎಂದು ಹೇಳಿದನು. ಆಗ ಮೋಶೆ ಮತ್ತು ಯೆಹೋಶುವನೂ ದೇವದರ್ಶನದ ಗುಡಾರದಲ್ಲಿ ಯೆಹೋವನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡರು.
15 ૧૫ અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો.
೧೫ಅಲ್ಲಿ ಯೆಹೋವನು ಮೇಘಸ್ತಂಭದಲ್ಲಿ ಕಾಣಿಸಿದನು; ಆ ಮೇಘಸ್ತಂಭವು ಗುಡಾರದ ಬಾಗಿಲಿನ ಬಳಿಯಲ್ಲಿ ನಿಂತಿತು.
16 ૧૬ યહોવાહે મૂસાને કહ્યું, “જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે.
೧೬ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ, “ನೀನು ಪೂರ್ವಿಕರಲ್ಲಿ ಸೇರಿದ ಮೇಲೆ ಈ ಜನರು ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ಅವರೊಡನೆ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮೀರಿ ದೇವದ್ರೋಹಿಗಳಾಗಿ ತಾವು ಹೋಗುವ ದೇಶದಲ್ಲಿರುವ ಅನ್ಯದೇವತೆಗಳನ್ನು ಪೂಜಿಸುವರು.
17 ૧૭ ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઊઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ. અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઊતરશે ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી તેથી આ બધાં સંકટો આપણા પર આવી પડ્યાં નથી શું?
೧೭ಆಗ ನಾನು ಅವರ ಮೇಲೆ ಬಲುಕೋಪಗೊಂಡು ಅವರನ್ನು ಬಿಟ್ಟು ಅವರಿಗೆ ವಿಮುಖನಾಗಿರುವೆನು. ಆದುದರಿಂದ ಅವರು ಸಂಹಾರಕ್ಕೆ ಗುರಿಯಾಗುವರು; ಮತ್ತು ಅನೇಕ ಕಷ್ಟಗಳೂ ಹಾಗು ವಿಪತ್ತುಗಳೂ ಅವರಿಗೆ ಒದಗುವವು. ಆಗ ಅವರು, ‘ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದುದರಿಂದಲೇ ಈ ವಿಪತ್ತುಗಳೆಲ್ಲಾ ನಮಗೆ ಸಂಭವಿಸಿತ್ತಲ್ಲ’ ಅಂದುಕೊಳ್ಳುವರು.
18 ૧૮ પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વ દુષ્ટતા કરી હશે તેને કારણે જરૂર હું તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ.
೧೮ಅವರು ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಇತರ ದೇವರುಗಳನ್ನು ಆಶ್ರಯಿಸಿ ಬಹಳ ದುಷ್ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುವುದರಿಂದ ನಾನು ಆ ಕಾಲದಲ್ಲಿ ಖಂಡಿತವಾಗಿ ಅವರಿಗೆ ವಿಮುಖನಾಗಿರುವೆನು.
19 ૧૯ હવે આ ગીત તમે પોતાને માટે લખી લો અને તે તમે ઇઝરાયલપુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયલપુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય.
೧೯“ಆದಕಾರಣ ನೀನು ಈ ಪದ್ಯವನ್ನು ಬರೆದುಕೊಂಡು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಕಲಿಸಿಕೊಡಬೇಕು. ಈ ಪದ್ಯವು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ನನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯಾಗಿರುವಂತೆ ಇದನ್ನು ಅವರಿಗೆ ಬಾಯಿಪಾಠಮಾಡಿಸು.
20 ૨૦ કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે.
೨೦ನಾನು ಪ್ರಮಾಣಮಾಡಿಕೊಟ್ಟ ದೇಶದಲ್ಲಿ ಇವರು ಸೇರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿಯೇ ಇವರು ಈಗಲೂ ಮಾಡುವ ದುರಾಲೋಚನೆಗಳನ್ನು ನಾನು ಬಲ್ಲೆನು. ನಾನು ಇವರ ಪೂರ್ವಿಕರಿಗೆ ಪ್ರಮಾಣಮಾಡಿದಂತೆ ಹಾಲೂ ಮತ್ತು ಜೇನೂ ಹರಿಯುವ ದೇಶಕ್ಕೆ ಇವರನ್ನು ಸೇರಿಸಿದ ಮೇಲೆ ಇವರು ಚೆನ್ನಾಗಿ ಊಟಮಾಡಿ ಕೊಬ್ಬಿದವರಾದಾಗ ಇತರ ದೇವರುಗಳನ್ನು ಅವಲಂಬಿಸಿ, ಸೇವಿಸಿ ನನ್ನನ್ನು ತಾತ್ಸಾರಮಾಡಿ ನನ್ನ ನಿಬಂಧನೆಯನ್ನು ಮೀರುವರು.
21 ૨૧ અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ. કે અત્યારે પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા હતા તેમાં હું તેઓને લાવું. તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું.”
೨೧ಅನಂತರ ಅನೇಕ ಕಷ್ಟಗಳೂ ಮತ್ತು ವಿಪತ್ತುಗಳೂ ಸಂಭವಿಸಿದಾಗ ಈ ಪದ್ಯವು ಇವರ ಸಂತತಿಯವರ ಬಾಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಅವರ ಮುಂದೆ ಸಾಕ್ಷಿಕೊಡುವುದು” ಎಂದು ಹೇಳಿದನು.
22 ૨૨ તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું.
೨೨ಆದಕಾರಣ ಮೋಶೆ ಆ ದಿನದಲ್ಲೇ ಈ ಪದ್ಯವನ್ನು ಬರೆದು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಕಲಿಸಿದನು.
23 ૨૩ પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ.”
೨೩ಆಗ ಯೆಹೋವನು ನೂನನ ಮಗನಾದ ಯೆಹೋಶುವನಿಗೆ, “ನಾನು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಪ್ರಮಾಣಮಾಡಿಕೊಟ್ಟ ದೇಶದಲ್ಲಿ ನೀನೇ ಅವರನ್ನು ಸೇರಿಸಬೇಕು; ಆದುದರಿಂದ ಶೂರನಾಗಿ ಧೈರ್ಯದಿಂದಿರು; ನಾನೇ ನಿನ್ನ ಸಂಗಡ ಇರುವೆನು” ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿದನು.
24 ૨૪ જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે,
೨೪ಮೋಶೆ ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಗ್ರಂಥರೂಪವಾಗಿ ಬರೆದು ಪೂರೈಸಿದಾಗ,
25 ૨૫ મૂસાએ યહોવાહના કરારકોશને ઊંચકનારા લેવીઓને આજ્ઞા કરી કે,
೨೫ಯೆಹೋವನ ಆಜ್ಞಾಶಾಸನಗಳ ಮಂಜೂಷವನ್ನು ಹೊರುವ ಲೇವಿಯರಿಗೆ,
26 ૨૬ “આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.
೨೬“ನೀವು ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಪುಸ್ತಕವನ್ನು ನಿಮ್ಮ ವಶಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನ ಆಜ್ಞಾಶಾಸನಗಳ ಮಂಜೂಷದ ಬಳಿಯಲ್ಲಿ ಇಡಿರಿ. ಇಸ್ರಾಯೇಲರೇ, ಅಲ್ಲಿ ಇದು ನಿಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಸಾಕ್ಷಿಕೊಡುವುದಾಗಿರಲಿ.
27 ૨૭ કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો?
೨೭ಯಾಕೆಂದರೆ ನೀವು ಹಟಮಾರಿಗಳು, ಆಜ್ಞೆಗೆ ಒಳಗಾಗದವರೆಂಬುದು ನನಗೆ ತಿಳಿದೇ ಇದೆ. ನಾನು ಇನ್ನೂ ಜೀವದಿಂದಿರುವಾಗಲೇ ನೀವು ಯೆಹೋವನಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಪ್ರತಿಭಟಿಸಿದ್ದೀರಿ; ನಾನು ಹೋದ ತರುವಾಯ ನೀವು ಪುನಃ ಬೀಳುವುದು ಮತ್ತಷ್ಟು ನಿಶ್ಚಯ.
28 ૨૮ તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે, જેથી હું તેઓના સાંભળતાં આ વચનો કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું.
೨೮ನಿಮ್ಮ ಕುಲಗಳ ಹಿರಿಯರನ್ನೂ, ಅಧಿಪತಿಗಳನ್ನೂ ನನ್ನ ಬಳಿಗೆ ಕೂಡಿಸಿರಿ; ನಾನು ಈ ಮಾತುಗಳನ್ನು ಅವರಿಗೆ ತಿಳಿಸಿ ಅವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಸಾಕ್ಷಿಗಳಾಗುವುದಕ್ಕೆ ಭೂಮಿ ಮತ್ತು ಆಕಾಶಗಳನ್ನು ಕರೆಯುವೆನು.
29 ૨૯ મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો.”
೨೯ನಾನು ಹೋದ ಮೇಲೆ ನೀವು ದ್ರೋಹಿಗಳಾಗಿ ನಾನು ಬೋಧಿಸಿದ ಮಾರ್ಗವನ್ನು ತಪ್ಪಿಹೋಗುವಿರೆಂದೂ ತಿಳಿದಿದೆ, ಅನಂತರದಲ್ಲಿ ನೀವು ಯೆಹೋವನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕೆಟ್ಟದ್ದನ್ನು ನಡಿಸಿ ದುರಾಚಾರಿಗಳಾಗಿ ಆತನನ್ನು ಕೋಪಗೊಳಿಸುವುದರಿಂದ ನಿಮಗೆ ಆಪತ್ತುಗಳು ಉಂಟಾಗುವವೆಂದೂ ನಾನು ಬಲ್ಲೆ” ಎಂದು ಹೇಳಿದನು.
30 ૩૦ પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.
೩೦ಆಗ ಮೋಶೆ ಇಸ್ರಾಯೇಲರ ಸರ್ವಸಮೂಹದವರಿಗೆ ಕೇಳಿಸುವಂತೆ ಈ ಪದ್ಯದ ಮಾತುಗಳನ್ನೆಲ್ಲಾ ಹೇಳಿದನು.