< પુનર્નિયમ 3 >
1 ૧ ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.
І обернулися ми, та й пішли дорогою до Батану. І вийшов навпере́йми нас Оґ, цар башанський, він та ввесь його наро́д, на війну до Едреї.
2 ૨ યહોવાહે મને કહ્યું, “તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર.”
І сказав Господь до мене: „Не бійся його, бо в твою руку Я дав його, і ввесь наро́д його та край його, і зробиш йому, як зробив ти Сигонові, цареві амореян, що сидів у Хешбоні“.
3 ૩ તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ.
І дав Господь, Бог наш, у нашу руку також Оґа, царя башанського, та ввесь його народ, — і побили ми його, так що нікого не позоста́лося в нього.
4 ૪ તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.
І здобули́ ми всі міста́ його, і того ча́су не було мі́ста, що не взяли б ми від них, — шістдеся́т міст, усю арґовську околицю, ца́рство Оґа в Башані.
5 ૫ આ બધાં નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. તે ઉપરાંત, કોટ વગરનાં બીજા અનેક ગામો હતાં.
Усі ці міста́ укріплені, — мур високий, воро́та й за́сув, окрім дуже багатьох відкритих міст.
6 ૬ અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો.
І вчинили ми їх закля́ттям, як зробили були Сигонові, цареві хешбонському, — учинили закляттям усе місто, чоловіків, жінок та дітей.
7 ૭ પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી.
А всю худобу й захоплене з міст забрали ми собі на здо́бич.
8 ૮ તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો.
І взяли ми того ча́су той край з руки обох царів амореянина, що по другому боці Йорда́ну, від Арнонського пото́ку аж до гори Гермо́н, —
9 ૯ સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે;
сидо́няни кличуть на Гермо́н Сірйо́н, а амореяни кличуть на нього Сені́р, —
10 ૧૦ સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં.
усі міста́ на рівни́ні, і ввесь Ґілеад, і ввесь Баша́н аж до Салхи й Едреї, міст царства Оґа в Башані.
11 ૧૧ કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.
Бо тільки Оґ, цар башанський, позостав із решти рефаїв. Оце його ло́же, ложе залізне; чи ж не воно в Раббі Аммонових синів, — дев'ять ліктів довжина́ його, і чотири лікті ширина́ його, на міру ліктем чоловіка.
12 ૧૨ અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએરથી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં.
А край той того ча́су посіли ми. Від Ароеру, що над Арнонським пото́ком, і половину гори Ґілеад, і міста́ його я дав Руви́мовим та Ґадовим.
13 ૧૩ ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.
А решту Ґілеаду та ввесь Башан, царство Оґа, віддав я половині пле́менн Манасіїного, усю околицю арґовську, — на ввесь той Башан кличеться: край рефаїв.
14 ૧૪ મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.
Яір, син Манасіїн, узяв всю Арґову околицю аж до границі ґешурів та маахатів, і він назвав їх своїм і́менем: Баша́н, се́ла Яіра, і так їх кли́чуть аж до цього дня.
15 ૧૫ મેં માખીરને ગિલ્યાદ આપ્યું.
А Махірові дав я Ґілеад.
16 ૧૬ રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.
А Рувимовим та Ґадовим дав я від Ґілеаду й аж до Арнонського пото́ку, сере́дину потоку та границю, і аж до потоку Яббоку, границі Аммонових синів,
17 ૧૭ અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.
і степ, і Йорда́н, і границю його від Кіннерету аж до моря сте́пу, моря Солоного, у узбіччя Пісґі на схід.
18 ૧૮ તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.
І ча́су того́ наказав я вам, говорячи: „Господь, Бог ваш, дав вам цей край, щоб ви посіли його; узброєні пере́йдете перед вашими братами, Ізраїлевими синами, усі військо́ві.
19 ૧૯ પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે, જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે,
Тільки ваші жінки, і ваші діти та ваша худоба, — я знаю, що худоба ваша велика! — будуть сидіти по ваших міста́х, що я дав вам,
20 ૨૦ જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો.”
аж Господь дасть спочи́нок братам вашим, як вам, і посядуть також вони той край, що Господь, Бог ваш, дає вам по той бік Йорда́ну, — і ве́рнетесь кожен до спа́дку свого, що я дав вам“.
21 ૨૧ મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, “યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે.
А Ісусові наказав я того ча́су, говорячи: „Ото твої очі бачили все, що зробив був Господь, Бог ваш, обом тим царям, — так зробить Господь усім ца́рствам, куди ти переходиш.
22 ૨૨ તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે.”
Не будеш боятися їх, бо Господь, Бог ваш, Він Той, що воює для вас“.
23 ૨૩ તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે,
І благав я того ча́су Господа, говорячи:
24 ૨૪ “હે પ્રભુ યહોવાહ, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે; કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે?
„Владико Господи, — Ти зачав показувати рабові Своєму ве́лич Свою та міцну́ Свою руку! Бо хто інший Бог на небі та на землі, що зробить, як чи́ни Твої, як великі діла́ Твої?
25 ૨૫ કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો.”
Нехай перейду́ ж я та побачу той хороший край, що по тім боці Йорда́ну, ту гарну гірську́ землю та Лива́н!“
26 ૨૬ પરંતુ તમારે કારણે યહોવાહ મારા પર ગુસ્સે થયા હતા તેમણે મારી અરજ સાંભળી નહિ. અને મને કહ્યું, “તારા માટે આટલું જ બસ છે, આ બાબત વિષે કદી મારી આગળ બોલીશ નહિ.
Та Господь розгнівався на мене через вас, і не послухав мене. І сказав Господь до мене: „До́сить тобі, — не говори більше до Мене в цій справі!
27 ૨૭ પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.
Вийди на верхі́в'я Пісґі, і зведи свої очі на за́хід, і на північ, і на пі́вдень, і на схід, і побач своїми очима, — бо ти не пере́йдеш цього Йорда́ну!
28 ૨૮ યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે.”
І напоуми́ Ісуса, і зміцни його, й укріпи його, бо він пере́йде перед цим наро́дом, і він зробить, що вони посядуть той край, який ти побачиш“.
29 ૨૯ એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.
І осіли ми в долині навпроти Бет-Пеору.