< પુનર્નિયમ 3 >

1 ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.
“Bundan sonra dönüp Başan'a doğru ilerledik. Başan Kralı Og'la ordusu bizimle savaşmak için Edrei'de karşımıza çıktı.
2 યહોવાહે મને કહ્યું, “તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર.”
RAB bana, ‘Ondan korkma!’ dedi, ‘Çünkü onu da ordusuyla ülkesini de senin eline teslim ettim. Amorlular'ın Heşbon'da yaşayan Kralı Sihon'a yaptığının aynısını ona da yapacaksın.’
3 તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ.
“Böylece Tanrımız RAB, Başan Kralı Og'u ve halkını da elimize teslim etti. Hiçbirini sağ bırakmadan hepsini yok ettik.
4 તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.
Bütün kentlerini ele geçirdik. Ele geçirmediğimiz tek kent kalmadı. Hepsi altmış kentti: Başan'da Og'un ülkesi olan bütün Argov bölgesi.
5 આ બધાં નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. તે ઉપરાંત, કોટ વગરનાં બીજા અનેક ગામો હતાં.
Bütün bu kentler yüksek surlarla, kapılarla, sürgülerle sağlamlaştırılmıştı. Bunlardan başka surla çevrilmemiş birçok köy de vardı.
6 અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો.
Heşbon Kralı Sihon'a yaptığımız gibi hepsini yok ettik. Her kenti, kadın, erkek ve çocuklarla birlikte, tümüyle yok ettik.
7 પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી.
Hayvanlara ve kentlerdeki mallara ise el koyduk.
8 તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો.
“Arnon Vadisi'nden Hermon Dağı'na kadar Şeria Irmağı'nın doğu yakasındaki toprakları iki Amorlu kralın elinden aldık.
9 સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે;
–Saydalılar Hermon'a Siryon, Amorlular'sa Senir derler.–
10 ૧૦ સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં.
Ovadaki bütün kentleri, bütün Gilat'ı, Og'un ülkesine ait kentler olan Salka ve Edrei'ye uzanan bütün Başan'ı ele geçirdik.”
11 ૧૧ કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.
–Refalılar'dan yalnız Başan Kralı Og sağ kalmıştı. Og'un Ammonlular'ın Rabba Kenti'ndeki yatağı demirdendi. O gün kullanılan arşın ölçüsüne göre uzunluğu dokuz, eni dört arşındı.–
12 ૧૨ અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએરથી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં.
“O sırada ele geçirdiğimiz topraklardan Arnon Vadisi yakınındaki Aroer Kenti'nin kuzeyini, Gilat dağlık bölgesinin yarısıyla oradaki kentleri Ruben ve Gad oymaklarına verdim.
13 ૧૩ ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.
Gilat'ın geri kalan bölümünü ve Og'un ülkesi Başan'ı Manaşşe oymağının yarısına verdim. Başan'daki Argov bölgesi Refalılar ülkesi diye bilinirdi.
14 ૧૪ મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.
Manaşşe soyundan Yair, Geşur ile Maaka sınırına dek uzanan bütün Argov bölgesini aldı. Başan denilen bölgeye kendi adını verdi. Orası bugün de Havvot-Yair diye anılıyor.
15 ૧૫ મેં માખીરને ગિલ્યાદ આપ્યું.
Makir'e Gilat'ı verdim.
16 ૧૬ રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.
Gilat'la Arnon Vadisi arasında kalan toprakları Ruben ve Gad oymaklarına verdim. Vadinin ortası onların sınırıydı; Ammonlular'la sınırları ise Yabbuk Irmağı'ydı.
17 ૧૭ અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.
Arava'da da sınır Şeria Irmağı'ydı; Kinneret'ten Arava –Lut– Gölü'ne, doğuda Pisga yamaçlarının aşağısına kadar uzanıyordu.
18 ૧૮ તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.
“O zaman size şöyle buyruk verdim: ‘Tanrınız RAB mülk edinmek için bu ülkeyi size verdi. Bütün savaşçılarınız silahlı olarak İsrailli kardeşlerinizin önüsıra gitsin.
19 ૧૯ પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે, જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે,
Ancak RAB sizi rahata erdirdiği gibi onları da rahata erdirene ve onlar Tanrınız RAB'bin Şeria Irmağı'nın karşı yakasında kendilerine vereceği toprakları ele geçirene kadar, kadınlarınız, çocuklarınız ve hayvanlarınız –biliyorum, birçok hayvanınız var– size verdiğim kentlerde kalsın. Ondan sonra, her biriniz size verdiğim toprağa dönebilir.’”
20 ૨૦ જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો.”
21 ૨૧ મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, “યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે.
“O zaman Yeşu'ya, ‘Tanrın RAB'bin bu iki krala neler yaptığını gözlerinle gördün’ dedim, ‘RAB gideceğin bütün ülkelere aynısını yapacak.
22 ૨૨ તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે.”
Onlardan korkmayın! Tanrınız RAB sizin için savaşacak.’
23 ૨૩ તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે,
“Sonra RAB'be yalvardım:
24 ૨૪ “હે પ્રભુ યહોવાહ, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે; કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે?
‘Ey Egemen RAB, büyüklüğünü ve güçlü elini bana göstermeye başladın. Gökte ve yerde senin yaptığın yüce işleri yapabilecek başka bir tanrı yok!
25 ૨૫ કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો.”
İzin ver de Şeria Irmağı'ndan geçip karşı yakadaki o verimli ülkeyi, o güzel dağlık bölgeyi ve Lübnan'ı göreyim.’
26 ૨૬ પરંતુ તમારે કારણે યહોવાહ મારા પર ગુસ્સે થયા હતા તેમણે મારી અરજ સાંભળી નહિ. અને મને કહ્યું, “તારા માટે આટલું જ બસ છે, આ બાબત વિષે કદી મારી આગળ બોલીશ નહિ.
“Ama RAB sizin yüzünüzden bana öfkelendi, yalvarışıma kulak asmadı. Bana, ‘Yeter artık!’ dedi, ‘Bir daha bu konudan söz etme bana.
27 ૨૭ પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.
Pisga Dağı'na çık. Batıya, kuzeye, güneye, doğuya bak. Gözlerinle gör. Çünkü Şeria Irmağı'ndan geçmeyeceksin.
28 ૨૮ યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે.”
Yeşu'ya görev ver. Onu güçlendir ve yüreklendir. Çünkü bu halk Şeria Irmağı'ndan onun önderliğinde geçecek. Göreceğin toprakları halka o miras olarak verecek.’
29 ૨૯ એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.
Böylece Beytpeor'un karşısındaki vadide kaldık.”

< પુનર્નિયમ 3 >