< પુનર્નિયમ 29 >
1 ૧ હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા ને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે.
Tại đất Mô-áp, Chúa Hằng Hữu truyền bảo Môi-se kết lập với Ít-ra-ên một giao ước, ngoài giao ước đã kết lập tại Núi Hô-rếp. Sau đây là giao ước tại Mô-áp.
2 ૨ અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;
Môi-se triệu tập toàn dân Ít-ra-ên và bảo rằng: “Anh em đã thấy tận mắt tất cả những phép lạ lớn lao, những thử thách phi thường Chúa đã làm tại Ai Cập để trừng trị Pha-ra-ôn và dân này.
3 ૩ એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો, તથા અદ્દભુત ચમત્કારો તમે જોયા.
Chính mắt anh em đã thấy những thử thách lớn lao, là những dấu lạ, phép mầu phi thường.
4 ૪ પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.
Tuy nhiên cho đến ngày nay, Chúa vẫn chưa cho anh em trí tuệ để hiểu biết, mắt để thấy, tai để nghe.
5 ૫ મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ.
Suốt bốn mươi năm, Chúa Hằng Hữu dẫn anh em đi trong hoang mạc, áo không rách, giày không mòn.
6 ૬ તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો.
Anh em đã không phải làm bánh để ăn, cất rượu hay rượu mạnh để uống, điều này cho anh em ý thức rằng Chúa Hằng Hữu là Đức Chúa Trời của anh em.”
7 ૭ જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો.
Khi chúng ta đến nơi này, Si-hôn, vua Hết-bôn và Óc, vua Ba-san đem quân ra nghênh chiến, nhưng chúng ta đánh bại họ,
8 ૮ અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો.
chiếm lấy đất của họ cho đại tộc Ru-bên, đại tộc Gát, và phân nửa đại tộc Ma-na-se thừa hưởng.
9 ૯ તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.
Vậy, phải thận trọng tuân hành giao ước này, nhờ đó mọi việc anh em làm mới được thành công.
10 ૧૦ આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો,
Hôm nay, toàn thể anh em, gồm các đại tộc trưởng, các trưởng lão, các viên chức, mọi người nam trong Ít-ra-ên đang đứng trước Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em,
11 ૧૧ વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો.
cùng với vợ con mình, các ngoại kiều giúp việc đốn củi, múc nước, đang đứng trước Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em,
12 ૧૨ માટે યહોવાહ તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવાહ તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે, તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ.
sẵn sàng thề nguyện chấp nhận giao ước của Chúa Hằng Hữu kết lập với anh em hôm nay.
13 ૧૩ કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય.
Theo giao ước này, anh em được Chúa xác nhận là dân của Ngài, và Ngài là Đức Chúa Trời của anh em, như Ngài đã hứa với anh em và các tổ tiên Áp-ra-ham, Y-sác, và Gia-cốp.
14 ૧૪ અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી.
Giao ước này chẳng những có hiệu lực với những người đang đứng đây,
15 ૧૫ પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ.
nhưng cũng áp dụng cho mọi người Ít-ra-ên không có mặt hôm nay nữa.
16 ૧૬ આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો.
Anh em còn nhớ ngày chúng ta sống ở Ai Cập như thế nào, còn nhớ các nước chúng ta đi qua trên đường đến đây.
17 ૧૭ તમે તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે.
Anh em đã thấy các thần tượng bằng gỗ, đá, vàng, bạc của người ngoại đạo.
18 ૧૮ રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય,
Coi chừng, ngày nào có ai—dù đàn ông hay đàn bà, một gia đình hay một đại tộc—thay lòng đổi dạ từ bỏ Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, mà đi thờ cúng thần của các nước kia, ngày ấy rễ độc sẽ mọc, trái đắng sẽ nảy sinh.
19 ૧૯ રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.
Khi nghe những lời tuyên cáo này, đừng ai mừng thầm tự nhủ: “Ta được an nhiên vô sự, mặc dù ta cứ tiếp tục đường lối ngoan cố mình.” Thà say khướt còn hơn khát khô!
20 ૨૦ યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે.
Chúa Hằng Hữu không tha hạng người ấy đâu. Cơn thịnh nộ và sự kỵ tà của Ngài sẽ nổi lên cùng người ấy, những lời nguyền rủa trong sách này sẽ ứng cho người ấy. Ngài sẽ xóa tên người ấy giữa thiên hạ.
21 ૨૧ અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને નુકસાન કરશે.
Chúa Hằng Hữu sẽ tách người ấy ra khỏi các đại tộc Ít-ra-ên để một mình hứng chịu mọi lời nguyền rủa chép trong Sách Luật Pháp này.
22 ૨૨ અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે.
Ngày sau, khi con cháu anh em và các du khách từ viễn phương đến, sẽ thấy những tai ương mà Chúa Hằng Hữu đã giáng trên đất cũng như thấy bệnh hoạn của đất đai.
23 ૨૩ વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાહે પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમ જ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જયારે જોશે.
Đất đầy diêm sinh và muối, cháy rụi, không cây cỏ, mùa màng, giống như cảnh Sô-đôm, Gô-mô-rơ, Át-ma, và Sê-bô-im, các thành đã bị Chúa Hằng Hữu thiêu hủy trong cơn thịnh nộ.
24 ૨૪ ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, ‘યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?’”
Tất cả các nước sẽ hỏi: “Tại sao Chúa Hằng Hữu làm cho đất ra thế này? Tại sao Ngài giận họ đến thế?”
25 ૨૫ ત્યારે લોકો કહેશે કે, એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાહ તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો.
Có người sẽ đáp: “Vì họ bội ước với Chúa Hằng Hữu, Đức Chúa Trời của tổ tiên họ, tức là giao ước Ngài kết với họ khi đem họ ra khỏi Ai Cập.
26 ૨૬ બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.
Họ đi thờ cúng các thần xa lạ, mặc dù Ngài đã nghiêm cấm.
27 ૨૭ તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો.
Đấy là lý do Chúa Hằng Hữu trút cơn thịnh nộ trên đất này, và đất hứng chịu mọi lời nguyền rủa đã ghi trong sách.
28 ૨૮ યહોવાહે કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે.
Trong cơn lôi đình, Chúa Hằng Hữu đã bứng họ khỏi đất này, ném họ ra đất khác, là nơi họ đang sống ngày nay!”
29 ૨૯ મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
Có nhiều điều huyền nhiệm Chúa Hằng Hữu, Đức Chúa Trời chúng ta không cho chúng ta biết, nhưng Ngài tiết lộ những luật lệ này để chúng ta và con cháu chúng ta tuân giữ đời đời.