< પુનર્નિયમ 25 >

1 જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે.
כי יהיה ריב בין אנשים ונגשו אל המשפט ושפטום והצדיקו את הצדיק והרשיעו את הרשע׃
2 જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે.
והיה אם בן הכות הרשע והפילו השפט והכהו לפניו כדי רשעתו במספר׃
3 ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.
ארבעים יכנו לא יסיף פן יסיף להכתו על אלה מכה רבה ונקלה אחיך לעיניך׃
4 પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ.
לא תחסם שור בדישו׃
5 જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ: સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે.
כי ישבו אחים יחדו ומת אחד מהם ובן אין לו לא תהיה אשת המת החוצה לאיש זר יבמה יבא עליה ולקחה לו לאשה ויבמה׃
6 અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.
והיה הבכור אשר תלד יקום על שם אחיו המת ולא ימחה שמו מישראל׃
7 પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે, “મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇનકાર કરે છે; વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.”
ואם לא יחפץ האיש לקחת את יבמתו ועלתה יבמתו השערה אל הזקנים ואמרה מאן יבמי להקים לאחיו שם בישראל לא אבה יבמי׃
8 ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, “હું તેને લેવા ઇચ્છતો નથી.”
וקראו לו זקני עירו ודברו אליו ועמד ואמר לא חפצתי לקחתה׃
9 તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, “જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય.”
ונגשה יבמתו אליו לעיני הזקנים וחלצה נעלו מעל רגלו וירקה בפניו וענתה ואמרה ככה יעשה לאיש אשר לא יבנה את בית אחיו׃
10 ૧૦ ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, “જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ.”
ונקרא שמו בישראל בית חלוץ הנעל׃
11 ૧૧ જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે,
כי ינצו אנשים יחדו איש ואחיו וקרבה אשת האחד להציל את אישה מיד מכהו ושלחה ידה והחזיקה במבשיו׃
12 ૧૨ તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
וקצתה את כפה לא תחוס עינך׃
13 ૧૩ તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં.
לא יהיה לך בכיסך אבן ואבן גדולה וקטנה׃
14 ૧૪ વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.
לא יהיה לך בביתך איפה ואיפה גדולה וקטנה׃
15 ૧૫ તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો.
אבן שלמה וצדק יהיה לך איפה שלמה וצדק יהיה לך למען יאריכו ימיך על האדמה אשר יהוה אלהיך נתן לך׃
16 ૧૬ જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
כי תועבת יהוה אלהיך כל עשה אלה כל עשה עול׃
17 ૧૭ તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો;
זכור את אשר עשה לך עמלק בדרך בצאתכם ממצרים׃
18 ૧૮ તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ.
אשר קרך בדרך ויזנב בך כל הנחשלים אחריך ואתה עיף ויגע ולא ירא אלהים׃
19 ૧૯ તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.
והיה בהניח יהוה אלהיך לך מכל איביך מסביב בארץ אשר יהוה אלהיך נתן לך נחלה לרשתה תמחה את זכר עמלק מתחת השמים לא תשכח׃

< પુનર્નિયમ 25 >