< પુનર્નિયમ 25 >
1 ૧ જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે.
Kad nastane svađa među ljudima i dođu na sud da im se sudi, neka se dade pravo onome koji je prav, a krivac neka se osudi.
2 ૨ જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે.
Ako krivac zasluži da bude išiban, neka mu sudac naredi da legne i tu pred njim neka mu odbroje onoliko udaraca koliko odgovara njegovoj krivnji.
3 ૩ ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.
Do četrdeset udaraca može mu se dati, ali ne više, da modrica ne bi bila prevelika te se ne bi ponizio tvoj brat pred tobom kad bi mu udarali više udaraca.
4 ૪ પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ.
Ne zavezuj usta volu kad vrše.
5 ૫ જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ: સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે.
Kad braća stanuju zajedno pa jedan od njih umre a da nije imao sina, žena pokojnoga neka se ne preudaje izvan kuće, nego neka k njoj pristupi njezin djever i uzme je sebi za ženu te izvrši djeversku dužnost.
6 ૬ અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.
A prvi sin koga ona rodi neka ostane na ime njegova pokojnoga brata da njegovo ime ne izumre u Izraelu.
7 ૭ પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે, “મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇનકાર કરે છે; વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી.”
Ako, međutim, onaj čovjek ne želi da se oženi svojom snahom, onda njegova snaha neka dođe na vrata pred starješine i kaže: 'Neće djever moj da sačuva ime bratu svome u Izraelu; neće da mi učini djeversku dužnost.'
8 ૮ ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, “હું તેને લેવા ઇચ્છતો નથી.”
Neka ga pozovu starješine njegova grada i pitaju. Bude li uporan i kaže: 'Ne želim se njom ženiti',
9 ૯ તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, “જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય.”
neka njegova snaha k njemu pristupi na oči starješine pa mu skine s noge sandalu, pljune mu u lice i kaže ove riječi: 'Ovako se radi čovjeku koji neće da podigne doma svome bratu!'
10 ૧૦ ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, “જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ.”
Taj neka se prozove u Izraelu 'Dom bosoga'.
11 ૧૧ જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે,
Ako se dvojica potuku, pa žena jednoga pođe da izbavi svoga muža iz šaka onoga koji ga tuče i pruži ona svoju ruku i onoga uhvati za sram,
12 ૧૨ તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
odsijeci joj ruku i neka je ne sažaljuje oko tvoje.
13 ૧૩ તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં.
U torbi nemoj nositi dvojak uteg, veći i manji.
14 ૧૪ વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.
U svojoj kući opet nemoj držati dvojaku efu: veću i manju.
15 ૧૫ તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો.
Neka ti je uteg potpun i točan i neka ti je efa potpuna i točna, da dugo živiš na zemlji koju ti daje Jahve, Bog tvoj.
16 ૧૬ જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
TÓa Jahvi je, Bogu tvome, odvratan tko to čini, tko god čini nepravdu.
17 ૧૭ તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો;
Sjećaj se onoga što ti je učinio Amalek dok ste bili na putu pošto ste izišli iz Egipta;
18 ૧૮ તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ.
kako te dočeka na putu i pobi u tvom zaleđu sve nemoćne kad si bio umoran i iscrpljen jer se nije Boga bojao.
19 ૧૯ તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.
I zato kad te Jahve, Bog tvoj, smiri od svih tvojih neprijatelja naokolo u zemlji koju ti Jahve, Bog tvoj, daje u baštinu, izbriši pod nebom spomen na Amaleka. Ne zaboravi!