< પુનર્નિયમ 24 >
1 ૧ જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા ના પ્રમાણ પત્ર લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે.
Kada tko uzme ženu i s njome postupi kao muž, a potom na njoj otkrije što ružno te ona više ne nalazi milosti u njegovim očima i on joj napiše otpusno pismo, uruči joj ga i potjera je iz svoje kuće,
2 ૨ અને જયારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે.
a ona izađe iz njegove kuće, ode i pođe za drugoga
3 ૩ જો તેનો બીજો પતિ પણ તેને ધિક્કારે અને છૂટાછેડાના પ્રમાણ પત્ર લખી તેના હાથમાં મૂકે, તેના ઘરમાંથી તેને કાઢી મૂકે; અથવા જે બીજા પતિએ તેને પત્ની તરીકે લીધી હતી તે જો મૃત્યુ પામે,
pa omrzne i tome drugomu te joj i on napiše otpusno pismo, uruči joj ga i otjera je iz svoje kuće - ili pak umre taj koji ju je drugi uzeo -
4 ૪ ત્યારે તેનો પહેલો પતિ, જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી, તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે; કેમ કે, યહોવાહની દૃષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવાહ તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ.
tada je, pošto se tako oskvrnula, ne može opet uzeti za ženu onaj prvi muž koji je bijaše otpustio. Bilo bi to odvratno pred Jahvom; ne smiješ uvaljivati u grijeh zemlju koju ti Jahve, Bog tvoj, daje u baštinu.
5 ૫ જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.
Kad se tko netom oženi, neka ne ide u vojsku; neka mu se ne dodjeljuje nikakva služba, nego, oslobođen, neka ostane kod kuće godinu dana da razveseljuje ženu koju je doveo.
6 ૬ કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.
Neka se ne uzima u zalog žrvanj, ni gornji ni donji: tÓa time bi se u zalog uzimao sam život.
7 ૭ જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.
Ako se nađe tko da otme koga između svoje braće Izraelaca te postupi s njim kao s robom ili ga proda, taj otmičar neka se smakne! Tako ćeš iskorijeniti zlo iz svoje sredine.
8 ૮ કુષ્ઠ રોગ વિષે તમે સાવધ રહો, કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો જેમ મેં તમને આજ્ઞા આપી તે પ્રમાણે તમે કરો.
Javi li se guba, pazi da brižno držiš i vršiš sve što vas pouče levitski svećenici. Držite i vršite što njima naredim.
9 ૯ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.
Sjećaj se što je Jahve, Bog tvoj, učinio Mirjami na putu kad ste izišli iz Egipta.
10 ૧૦ જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ.
Kada bližnjemu svome daješ bilo kakav zajam, nemoj ulaziti u njegovu kuću da mu uzmeš zalog.
11 ૧૧ તમે બહાર ઊભો રહો, જે માણસે તમારી પાસેથી ઉધાર લીધું હશે તે ગીરે મૂકેલી વસ્તુને તમારી પાસે બહાર લાવે.
Stoj vani, a čovjek komu si dao zajam neka ti iznese zalog van.
12 ૧૨ જો કોઈ માણસ ગરીબ હોય તો તેની ગીરેવે મૂકેલી વસ્તુ લઈને તમે ઊંઘી જશો નહિ.
A ako on bude siromah, nemoj lijegati s njegovim zalogom;
13 ૧૩ સૂર્ય આથમતાં પહેલાં તમારે તેની ગીરે મૂકેલી વસ્તુ પાછી આપી દેવી, કે જેથી તે તેનો ઝભ્ભો પહેરીને સૂએ અને તમને આશીર્વાદ આપે; યહોવાહ તમારા ઈશ્વરની આગળ તે તારું ન્યાયીપણું ગણાશે.
o zalasku sunca moraš mu vratiti zalog da on mogne spavati u svome ogrtaču i tebe blagoslivljati. To će ti biti dobro djelo pred Jahvom, Bogom tvojim.
14 ૧૪ તમારા ઇઝરાયલી સાથીદાર સાથે કે તમારા દેશમાં તમારા ગામોમાં રહેનાર પરદેશીમાંના કોઈ ગરીબ કે દરિદ્રી ચાકર પર તમે જુલમ ન કરો;
Nemoj zakidati jadnoga i bijednog najamnika, bio on tvoj sunarodnjak ili došljak iz kojega grada u tvojoj zemlji.
15 ૧૫ દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો; સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાહને પોકાર કરે નહિ અને તમે દોષિત ઠરો નહિ.
Svaki dan daj mu zaradu prije nego sunce zađe, jer je siromah i za njom uzdiše. Tako neće na te vapiti Jahvi i nećeš sagriješiti.
16 ૧૬ સંતાનોનાં પાપને કારણે તેઓનાં માતાપિતા માંર્યા જાય નહિ, માતાપિતાઓનાં પાપને કારણે સંતાનો માંર્યા જાય નહિ. પણ દરેક પોતાના પાપને કારણે માર્યો જાય.
Neka se očevi ne osuđuju na smrt zbog sinova ni sinovi zbog očeva; neka svatko za svoj grijeh gine.
17 ૧૭ પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો, કે વિધવાનાં વસ્રો કદી ગીરે ન લો.
Ne izvrći pravice došljaku ni siroti i ne uzimaj u zalog haljine udovici.
18 ૧૮ તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
Sjećaj se da si bio rob u Egiptu i da te odande izbavio Jahve, Bog tvoj; zato ti nalažem da ovu zapovijed vršiš.
19 ૧૯ જયારે તમે ખેતરમાં વાવણી કરો, ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહિ, તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી યહોવાહ તમારા ઈશ્વર તમને તમારા હાથનાં સર્વ કામમાં આશીર્વાદ આપે.
Kad žanješ žito na svojoj njivi pa zaboraviš koji snop na njivi, ne vraćaj se po nj; neka ostane došljaku, siroti i udovici da te Jahve, Bog tvoj, blagoslovi u svakom pothvatu ruku tvojih.
20 ૨૦ જયારે તમે જૈતૂનનાં વૃક્ષને ઝૂડો ત્યારે ફરીથી ડાળીઓ પર ફરો નહિ; તેના પર રહેલા ફળ પરદેશીઓ, વિધવાઓ અને અનાથો માટે રહે.
Kad jednom omlatiš svoje masline, više iza sebe ne pretražuj; neka to ostane došljaku, siroti i udovici.
21 ૨૧ જયારે તમે તમારી દ્રાક્ષવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો.
Kad obereš svoj vinograd, ne paljetkuj iza sebe; neka to bude za došljaka, sirotu i udovicu.
22 ૨૨ યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
Sjećaj se kako si bio rob u zemlji egipatskoj; zato ti naređujem da ovu zapovijed vršiš.