< પુનર્નિયમ 22 >
1 ૧ તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું.
"Jos näet veljesi härän tai lampaan eksyneen, älä jätä sitä siihen; vie se takaisin veljellesi.
2 ૨ જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.
Jos veljesi ei asu sinua lähellä tai jos et tiedä, kuka hän on, niin korjaa eksynyt taloosi, ja olkoon se sinun huostassasi, kunnes veljesi tiedustelee sitä; anna se silloin hänelle takaisin.
3 ૩ તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ.
Tee samoin, jos veljeltäsi on kadonnut aasi, samoin, jos vaate, samoin, jos mitä muuta hyvänsä, jonka löydät; älä jätä sitä siihen.
4 ૪ તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.
Jos näet veljesi aasin tai härän kaatuneen tielle, älä jätä sitä siihen; auta häntä nostamaan se jaloilleen.
5 ૫ સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.
Nainen älköön käyttäkö miehen tamineita, älköönkä mies pukeutuko naisen vaatteisiin; sillä jokainen, joka niin tekee, on kauhistus Herralle, sinun Jumalallesi.
6 ૬ જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ.
Jos kulkiessasi tapaat puusta tai maasta linnun pesän, jossa on pojat tai munat ja emo makaamassa poikien tai munien päällä, niin älä ota emoa poikineen,
7 ૭ તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.
vaan päästä emo lentämään ja ota vain pojat, että menestyisit ja kauan eläisit.
8 ૮ જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.
Kun rakennat uuden talon, tee kaide kattosi ympärille, ettet saattaisi verenvikaa taloosi, jos joku sieltä putoaisi.
9 ૯ તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ થાય.
Älä kylvä viinitarhaasi kahdenlaista siementä, muutoin kaikki, mitä siinä on, sekä siemen, jonka kylvit, että viinitarhan sato, on oleva pyhäkölle pyhitetty.
10 ૧૦ બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.
Älä kynnä yhtaikaa härällä ja aasilla.
11 ૧૧ ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
Älä pue yllesi vaatetta, joka on kudottu kahdenlaisista langoista, villaisista ja pellavaisista sekaisin.
12 ૧૨ જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુશોભિત ઝાલર મૂકવી.
Tee itsellesi tupsut viittasi neljään kulmaan, johon verhoudut.
13 ૧૩ જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,
Jos joku on ottanut vaimon ja yhtynyt häneen, mutta sitten hylkii häntä
14 ૧૪ તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”
ja esittää häntä vastaan perättömiä syytöksiä ja saattaa hänet pahaan maineeseen ja sanoo: 'Minä otin tämän naisen vaimokseni, mutta kun ryhdyin häneen, en tavannut hänessä neitsyyden merkkiä',
15 ૧૫ તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.
niin tytön isä ja äiti ottakoot ja tuokoot tytön neitsyyden merkin kaupungin vanhimmille, porttiin.
16 ૧૬ અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”
Ja tytön isä sanokoon vanhimmille: 'Minä annoin tyttäreni vaimoksi tälle miehelle, mutta hän hylkii häntä.
17 ૧૭ જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
Ja katso, hän esittää häntä vastaan perättömiä syytöksiä sanoen: Minä en tavannut tyttäressäsi neitsyyden merkkiä. Mutta tässä on tyttäreni neitsyyden merkki.' Ja he levittäkööt vaatteen kaupungin vanhinten eteen.
18 ૧૮ ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે;
Silloin kaupungin vanhimmat ottakoot sen miehen ja kurittakoot häntä. Ja he määrätkööt hänelle sakkoa sata hopeasekeliä annettavaksi tytön isälle, sentähden että hän saattoi Israelin neitsyen pahaan maineeseen.
19 ૧૯ તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.
Ja hän olkoon hänen vaimonsa; hän älköön hyljätkö häntä koko elinaikanansa.
20 ૨૦ પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય,
Mutta jos syytös on tosi, jos tytössä ei tavattu neitsyyden merkkiä,
21 ૨૧ તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે. આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
silloin vietäköön tyttö isänsä talon ovelle, ja kaupungin miehet kivittäkööt hänet kuoliaaksi, koska hän teki häpeällisen teon Israelissa, harjoittaen haureutta isänsä kodissa. Poista paha keskuudestasi.
22 ૨૨ જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
Jos joku tavataan makaamasta naisen kanssa, joka on toisen miehen aviovaimo, niin kuolkoot molemmat, sekä mies, joka makasi vaimon kanssa, että vaimo. Poista paha Israelista.
23 ૨૩ જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે,
Jos joku neitsyt on kihloissa miehen kanssa ja toinen tapaa hänet kaupungissa ja makaa hänen kanssaan,
24 ૨૪ તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
niin viekää molemmat sen kaupungin portille ja kivittäkää heidät kuoliaaksi, tyttö siksi, että hän ei huutanut apua kaupungissa, ja mies siksi, että hän teki väkivaltaa lähimmäisensä morsiamelle. Poista paha keskuudestasi.
25 ૨૫ પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય.
Mutta jos mies tapaa kihlatun tytön kedolla, käy häneen käsiksi ja makaa hänen kanssaan, niin mies, joka makasi hänen kanssaan, kuolkoon yksin.
26 ૨૬ પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે.
Mutta tytölle älä tee mitään, sillä tyttö ei ole tehnyt kuoleman rikosta; tässä on samanlainen tapaus, kuin jos mies karkaa toisen kimppuun ja tappaa hänet.
27 ૨૭ કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.
Sillä hän tapasi hänet kedolla; kihlattu tyttö huusi, mutta hänellä ei ollut auttajaa.
28 ૨૮ વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય;
Jos joku tapaa neitsyen, joka ei ole kihlattu, ja ottaa hänet kiinni ja makaa hänen kanssaan ja heidät siitä tavataan,
29 ૨૯ તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
niin mies, joka makasi hänen kanssaan, antakoon tytön isälle viisikymmentä hopeasekeliä, ja tyttö tulkoon hänen vaimokseen, koska hän raiskasi hänet; hän älköön hyljätkö häntä koko elinaikanansa.
30 ૩૦ કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.
Älköön kukaan ottako vaimoksi äitipuoltaan älköönkä nostako isänsä peitettä."