< પુનર્નિયમ 2 >

1 પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.
Så vendte vi om og brød op til Ørkenen i Retning af det røde Hav, således som HERREN havde pålagt mig, og i lang Tid vandrede vi rundt om Seirs Bjerge.
2 પછી યહોવાહે મને કહ્યું, કે,
Da sagde HERREN til mig:
3 “આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.
"Nu har I længe nok vandret rundt om Bjergene her; vend eder nu mod Nord!
4 લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો.
Men byd Folket og sig: Når I nu drager igennem eders Brødres, Esaus Sønners, Landemærker, de, som bor i Seir, og de bliver bange for eder, så skal I tage eder vel i Vare
5 તેઓની સાથે યુદ્ધ કરશો નહિ, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈપણ આપીશ નહિ, પગ મૂકવા જેટલું પણ આપીશ નહિ. કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે.
for at indlade eder i Krig med dem; thi jeg vil ikke give eder så meget som en Fodsbred af deres Land; thi Esau har jeg givet Seirs Bjerge i Arv og Eje.
6 નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો.
Fødevarer at spise skal I købe af dem for Penge, også Vand at drikke skal I købe af dem for Penge;
7 કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.’”
thi HERREN din Gud har velsignet dig i alt, hvad du har taget dig for, han har sørget for dig på din Vandring gennem denne store Ørken; i fyrretyve År har, HERREN din Gud nu været med dig, du har ikke manglet noget."
8 જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા. અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.
Derpå drog vi fra Elat og Ezjongeber ad Arabavejen gennem vore Brødres, Esaus Sønners Land, de, som bor i Se'ir; så drejede vi af og drog videre ad Vejen til Moabs Ørken.
9 યહોવાહે મને કહ્યું કે, “મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે.”
Og HERREN sagde til mig: "Du må ikke angribe Moab eller indlade dig i Krig med dem, thi jeg vil ikke give dig noget af deres Land i Eje; thi Lots Sønner har jeg givet Ar i Eje.
10 ૧૦ અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
Fordum beboedes det af Emiterne, et stort og talrigt Folk, kæmpestore som Anakiterne;
11 ૧૧ અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.
også de henregnes ligesom Anakiterne til Refaiterne, men Moabiterne kalder dem Emiter.
12 ૧૨ અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
I Se'ir boede derimod fordum Horiterne, som Esaus Sønner drev bort og udryddede foran sig, hvorefter de bosatte sig der i deres Sted, ligesom Israel gjorde ved sit Ejendomsland, som HERREN gav dem.
13 ૧૩ “હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો.” તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા.
Bryd nu op og gå over Zeredbækken! Så gik vi over Zeredbækken.
14 ૧૪ આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી.
Der var gået otte og tredive År fra vort Opbrud fra Kadesj Barnea, til vi gik over Zeredbækken, til hele din Slægt af våbenføre Mænd var uddød af Lejren, således som HERREN havde svoret dem;
15 ૧૫ વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો.
også HERRENs Hånd havde været imod dem, så de blev udryddet af Lejren til sidste Mand.
16 ૧૬ હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી,
Men da alle våbenføre Mænd var uddøde af Folket,
17 ૧૭ યહોવાહે મને કહ્યું કે,
talede HERREN til mig og sagde:
18 ૧૮ તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે;
Når du nu drager gennem Moabs Landemærker, gennem Ar,
19 ૧૯ અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે.”
og således når hen til Ammoniterne, så må du ikke angribe dem eller indlade dig i Krig med dem, thi jeg vil ikke give dig noget af Ammoniternes Land i Eje; thi det har jeg givet Lots Børn i Eje.
20 ૨૦ તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.
Også det henregnes til Refaiternes Land; det beboedes fordum af Refaiter, men Ammoniterne kalder dem Zamzummiter.
21 ૨૧ તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા.
Det var et stort og talrigt Folk, kæmpestore som Anakiterne. Men HERREN udryddede dem foran dem, så de drev dem bort og bosatte sig der i deres Sted,
22 ૨૨ જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.
ligesom han gjorde for Esaus Sønner, der bor i Se'ir, for hvem han udryddede Horiterne, så de drev dem bort og bosatte sig der i deres Sted, og de bor der den Dag i dag.
23 ૨૩ અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.
Men Avvijiterne, der boede i Landsbyer i Egnene henimod Gaza, dem drev Kaftorerne, der var udvandret fra Kaftor, bort og bosatte sig der i deres Sted.
24 ૨૪ “હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો.
Bryd nu op og gå over Arnonfloden! Se, jeg har givet Hesjbons Konge, Amoriten Sihon, og hans Land i din Hånd; giv dig kun til at drive ham bort og føre Krig med ham!
25 ૨૫ હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે.”
Fra i Dag af begynder jeg at vække Frygt og Rædsel for dig hos alle Folkeslag under Himmelen; blot de hører om dig, skal de ryste og bæve for dig!
26 ૨૬ અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે,
Da udsendte jeg Sendebud fra Kedemots Ørken til Kong Sihon af Hesjbon med følgende fredelige Tilbud:
27 ૨૭ “અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.
"Lad mig drage gennem dit Land; jeg skal holde mig til Vejen uden at bøje af til højre eller venstre.
28 ૨૮ ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે;
Fødevarer at spise skal du sælge mig for Penge, og Vand at drikke skal du give mig for Penge, jeg beder kun om at måtte drage igennem til Fods,
29 ૨૯ જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે.”
således som Esaus Sønner, der bor i Se'ir, og Moabiterne, der bor i Ar, tillod mig, indtil jeg kommer over Jordan ind i det Land, HERREN vor Gud vil give os!"
30 ૩૦ પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ.
Men Kong Sihon i Hesjbon vilde ikke tillade os at drage igennem; thi HERREN din Gud forhærdede hans Ånd og gjorde hans Hjerte hårdt for at give ham i din Hånd, som det nu er sket.
31 ૩૧ અને યહોવાહે મને કહ્યું, ‘જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે.”
Derpå sagde HERREN til mig: "Se, jeg har allerede begyndt at give Sihon og hans Land i din Magt; giv dig kun til at drive ham bort for at tage hans Land i Besiddelse!"
32 ૩૨ “ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.
Så rykkede Sihon med alle sine Krigere ud imod os til Kamp ved Jaza;
33 ૩૩ પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.
og HERREN vor Gud gav ham i vor Magt, og vi slog ham og hans Sønner og alle hans Krigere.
34 ૩૪ આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ.
Og vi indtog dengang alle hans Byer og lagde i enhver By Band på Mænd, Kvinder og Børn uden at lade en eneste undslippe;
35 ૩૫ ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.
kun Kvæget tog vi selv som Bytte, tillige med hvad vi røvede i de erobrede Byer.
36 ૩૬ આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો.
Fra Aroer ved Arnonflodens Bred og Byen, der ligger i Dalen, og til Gilead var der ikke en By, som var os uindtagelig; HERREN vor Gud gav dem alle i vor Magt.
37 ૩૭ ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.
Men på Ammoniternes Land forgreb du dig ikke, hverken det, der ligger langs Jabbokfloden, eller Byerne i Bjergene, således som HERREN vor Gud havde påbudt.

< પુનર્નિયમ 2 >