< પુનર્નિયમ 18 >
1 ૧ લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે.
Jodolo, magin jo-Lawi, adier oganda duto mawuok e dhood Lawi ok noyud pokgi kata girkeni gi jo-Israel. Gibiro dak kuom chiwo motimne Jehova Nyasaye gi mach, nimar mano e pokgi.
2 ૨ તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.
Ok ginibed gi pok e kind jowetegi, nimar Jehova Nyasaye e pok margi mana kaka nosesingorenegi.
3 ૩ લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે.
Pok mowinjore jodolo kaw kuom misango mar rwath kod rombo ma ji ochiwo gin lemo mar bat, ring lemb kod chino.
4 ૪ તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો.
Onego umigi keyo mokwongo mag puotheu kaka cham, divai manyien, gi mo kod yie rombe mukwongo ngʼado,
5 ૫ કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે.
nimar Jehova Nyasaye ma Nyasachu oseyierogi kod nyikwagi kagiwuok e dhoutu duto mondo gichungʼ e nyim Jehova Nyasaye ka gitiyone kinde duto.
6 ૬ અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે.
Ka ja-Lawi odhiyo e dalau moro amora e Israel modakie, kendo obiro gi dembruok kama Jehova Nyasaye biro yiero,
7 ૭ તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે.
to onyalo timo tich dolo e nying Jehova Nyasaye ma Nyasache mana kaka jo-Lawi mamoko matiyo kanyo e nyim Jehova Nyasaye.
8 ૮ તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.
Onego oyud pok maromre kodgi, kata obedo ni oseyudo pok makore koa e ndalo wuon-gi.
9 ૯ જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ.
Ka udonjo e piny ma Jehova Nyasaye ma Nyasachu miyou, kik upuonjru timbe mamono mag ogendini man kuno.
10 ૧૦ તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર,
Kik yud ngʼato kuomu matimo misango gi wuode kata nyare e kendo, kata matimo timbe nyakalondo, kata jwok, kata loko dhoch kata ido,
11 ૧૧ મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.
kata jo-nyakalondo kata ajwoga kata ngʼat matiyo gi lang chunje maricho.
12 ૧૨ કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે.
Ngʼato angʼata matimo gik ma kamagi mono gi Jehova Nyasaye kendo nikech timbe mamonogi Jehova Nyasaye ma Nyasachu biro riembo ogendini e nyimu.
13 ૧૩ તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ.
Nyaka ubed maonge ketho e nyim Jehova Nyasaye ma Nyasachu.
14 ૧૪ કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી.
Pinje ma ubiro kawo winjo rieko mag ajuoke nyakalondo, to un Jehova Nyasaye ma Nyasachu ok oyienu timo kamano.
15 ૧૫ યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું.
Jehova Nyasaye ma Nyasachu biro miyou janabi machal koda kowuok e dier oweteu, nyaka uwinje.
16 ૧૬ હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, “હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં.”
Nikech ma e gima ne upenjo Jehova Nyasaye ma Nyasachu e got Horeb e chiengʼ chokruok kane uwacho niya, “Kik wawinj dwond Jehova Nyasaye ma Nyasachwa kata neno mach makakni kama dipo ka watho.”
17 ૧૭ અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે.
Jehova Nyasaye nowachona niya, “Gima giwachono nikare.”
18 ૧૮ હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે.
Abiro miyogi janabi machal kodi moa kuom owetegi, abiro keto wechena e dhoge kendo obiro nyisogi gik moko duto ma achikogi.
19 ૧૯ અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.
Ka ngʼato ok owinjo wechena ma janabino hulo e nyinga, to an awuon ema natere e bura.
20 ૨૦ પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે.
To janabi mahedhore wacho wach moro amora e nyinga ma ok anyise ni mondo owachi kata janabi ma wuoyo e nying nyiseche mamoko nyaka negi.
21 ૨૧ અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?’”
Unyalo wacho e kindu uwegi niya, “Ere kaka wanyalo ngʼeyo ni wach mowachno oa kuom Jehova Nyasaye?”
22 ૨૨ જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.
Ka gima janabi owachono ok otimore kata ochopo kare, to mano en wach ma Jehova Nyasaye ok owacho. Janabino rodho arodha wach, kik uluore.