< પુનર્નિયમ 18 >

1 લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે.
Svećenici Levijevci - sve pleme Levijevo - neka nemaju udjela ni baštine s Izraelom; neka žive od žrtava paljenih Jahvi i od njegove baštine.
2 તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.
Neka, dakle, nemaju baštine među svojom braćom: Jahve je njihova baština, kako im je i rekao.
3 લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે.
Ovo neka bude svećenička pristojba od naroda - od onih koji žrtve prinose, bilo to goveče ili što od sitne stoke: svećeniku treba dati pleće, vilice i želudac.
4 તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો.
Davaj mu i prvine od svoga žita, od svoga vina, od svoga ulja i prvine od vune svojih ovaca,
5 કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે.
jer je njega odabrao Jahve, Bog tvoj, od svih tvojih plemena; njega i njegove sinove, da zauvijek stoje pred Jahvom, Bogom tvojim, te da obavljaju službu i blagoslivljaju u ime Jahve.
6 અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે.
Ako bi koji levit što boravi u nekom tvome gradu, bilo gdje u Izraelu, svom dušom zaželio da dođe u mjesto što ga Jahve odabere,
7 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે.
može tu službovati u ime Jahve, Boga svoga, kao i druga njegova braća Levijevci koji stoje ondje pred Jahvom.
8 તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.
Neka jede jednak dio kao i drugi, bez obzira na prodanu očevinu.
9 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ.
Kad uđeš u zemlju koju ti daje Jahve, Bog tvoj, nemoj se priučavati na odvratne čine onih naroda.
10 ૧૦ તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર,
Neka se kod tebe ne nađe nitko tko bi kroz oganj gonio svoga sina ili svoju kćer; tko bi se bavio gatanjem, čaranjem, vračanjem i čarobnjaštvom;
11 ૧૧ મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.
nitko tko bi bajao, zazivao duhove i duše predaka ili se obraćao na pokojnike.
12 ૧૨ કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે.
Jer tko god takvo što čini gadi se Jahvi; zbog takvih odvratnosti njih i goni ispred tebe Jahve, Bog tvoj.
13 ૧૩ તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ.
Budi posve vjeran Jahvi, Bogu svome.
14 ૧૪ કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી.
Narodi koje ćeš naskoro otjerati s posjeda slušaju vračare i gatare, ali tebi to Jahve, Bog tvoj, ne dopušta.
15 ૧૫ યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું.
Proroka kao što sam ja, iz tvoje sredine, od tvoje braće, podignut će ti Jahve, Bog tvoj: njega slušajte!
16 ૧૬ હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, “હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં.”
Posve onako kako si i tražio od Jahve, Boga svoga, na Horebu, na dan zbora, kada si govorio: 'Neću više da slušam glas Jahve, Boga svoga, niti želim više gledati taj silni oganj da ne poginem!'
17 ૧૭ અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે.
Nato mi reče Jahve: 'Pravo su rekli.
18 ૧૮ હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે.
Podignut ću im proroka između njihove braće, kao što si ti. Stavit ću svoje riječi u njegova usta da im kaže sve što mu zapovjedim.
19 ૧૯ અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.
A ne bude li tko poslušao mojih riječi što ih prorok bude govorio u moje ime, taj će odgovarati preda mnom.
20 ૨૦ પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે.
A prorok koji bi se usuđivao govoriti što u moje ime što ja ne budem zapovjedio da govori i koji bi govorio u ime drugih bogova, takav prorok neka se pogubi.'
21 ૨૧ અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?’”
Možda ćeš reći u svome srcu: 'Kako ćemo raspoznati riječ koju Jahve nije izrekao?'
22 ૨૨ જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.
Kad prorok govori u ime Jahve pa to ne bude i riječ se ne ispuni, onda je to riječ koje Jahve nije kazao. U drskosti je taj prorok govorio. Nemoj od njega strahovati.

< પુનર્નિયમ 18 >