< પુનર્નિયમ 17 >
1 ૧ યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ઘૃણાસ્પદ છે.
Mommfa anantwi anaa nguan a wɔadi dɛm anaa wonnye mmɔ afɔre mma Awurade, mo Nyankopɔn no, efisɛ ɛyɛ nʼakyiwade.
2 ૨ જો યહોવાહ તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવાહ તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દૃષ્ટિમાં જે ખોટું છે તે કરે,
Sɛ ɛba sɛ muhu sɛ ɔbarima anaa ɔbea a ɔka mo ho wɔ kurow baako bi a Awurade, mo Nyankopɔn no, de rema mo no mu reyɛ bɔne wɔ Awurade, mo Nyankopɔn no, anim, atia nʼapam no,
3 ૩ અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય,
na wabu mʼahyɛde so resom anyame afoforo, rekotow wɔn; anaa ɔresom owia, ɔsram anaa wim nsoromma,
4 ૪ તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે.
na sɛ mote saa asɛm no a, monhwehwɛ mu yiye. Sɛ ɛyɛ nokware na wɔkɔ mu hu sɛ wɔayɛ saa akyiwade yi wɔ Israel a,
5 ૫ તો એવું અધમ કૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો.
momfa saa ɔbarima anaa ɔbea a wayɛ saa bɔne no mmra mo kuropɔn pon ano na munsiw saa onipa no abo nkum no.
6 ૬ બે સાક્ષીના કે ત્રણ સાક્ષીના આધારે તે મરનારને મરણદંડ આપવામાં આવે; પણ એક સાક્ષીના આધારે તેને મરણદંડ આપવો નહિ.
Nnansefo baanu anaa baasa ano asɛm so na ɛsɛ sɛ wogyina kum saa ɔbarima no. Nanso ɛnsɛ sɛ wogyina ɔdanseni baako pɛ ano asɛm so kum obi.
7 ૭ સૌપ્રથમ સાક્ષીઓનો હાથ તેને મારી નાખવા તેના પર પડે, ત્યારપછી બીજા બધા લોકોના હાથ. આ રીતે તમે તમારી મધ્યેથી દુષ્ટતા નાબૂદ કરો.
Ɛsɛ sɛ nnansefo no nsa ano abo na wɔtow di kan na akyiri no, nnipa no nyinaa atotow wɔn de de akum no. Saa ɔkwan yi so na mobɛfa atu amumɔyɛfo ase afi mo mu.
8 ૮ જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
Sɛ wɔde nsɛm bi ba mo asennii a ne di yɛ mo den sɛ mubebu ho atɛn, sɛ ɛyɛ awudi, nnipa bi ntam manso anaa ntɔkwaw a, momfa wɔn nkɔ faako a Awurade, mo Nyankopɔn no, bɛpaw no.
9 ૯ લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે.
Monkɔ asɔfo a wɔyɛ Lewifo ne otemmufo a ɔte agua mu saa bere no nkyɛn. Mummisa wɔn na wɔbɛkyerɛ mo atɛn a mummu.
10 ૧૦ યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું.
Munni gyinae a wobesi wɔ beae a Awurade, mo Nyankopɔn no, bɛpaw no so pɛpɛɛpɛ. Monhwɛ yiye na munni biribiara a wɔbɛkyerɛ mo sɛ monyɛ no so pɛpɛɛpɛ.
11 ૧૧ તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ.
Munni mmara a wɔkyerɛ mo ne gyinae a wobesi ama mo no so pɛpɛɛpɛ. Monnnan nea wɔka kyerɛ mo no ani. Monnkɔ nifa anaa benkum.
12 ૧૨ જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
Ɛsɛ sɛ wokum obiara a obebu otemmufo anaa ɔsɔfo a ogyina hɔ resom Awurade, mo Nyankopɔn no, animtiaa no. Ɛsɛ sɛ motɔre amumɔyɛsɛm ase wɔ Israel.
13 ૧૩ અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ.
Nnipa nyinaa bɛte na wɔasuro na wɔremmu animtiaa bio.
14 ૧૪ યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે ત્યાં જ્યારે તમે પહોંચો અને તેનું વતન લઈને તેમાં વસો અને એમ કહો કે, ‘અમારી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમે અમારે માથે રાજા ઠરાવીશું.
Sɛ mudu asase a Awurade, mo Nyankopɔn no, de rema mo no so na mofa tena so na moka se. “Momma yensi yɛn so hene te sɛ aman a atwa yɛn ho ahyia no nyinaa a,”
15 ૧૫ તો જેને યહોવાહ તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુકત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારે શિરે રાજા નિયુક્ત કરશો નહિ.
monhwɛ sɛ mobɛfa obi a Awurade, mo Nyankopɔn no, bɛpaw no asi mo so hene. Ɛsɛ sɛ ɔyɛ mo nuanom no mu bi. Mommfa ɔhɔho a ɔnyɛ mo nua Israelni nsi mo so hene.
16 ૧૬ ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે. કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે “તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.”
Ɛnsɛ sɛ saa ɔhene no pɛ apɔnkɔ dodow sɛ nʼagyapade anaasɛ ɔma nnipa san kɔ Misraim kɔtɔ apɔnkɔ dodow bi, efisɛ Awurade aka akyerɛ mo se. “Ɛnsɛ sɛ mosan kɔ mo akyi bio.”
17 ૧૭ વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.
Ɛnsɛ sɛ ɔware yerenom bebree anyɛ saa a, ne koma befi Awurade so. Ɛnsɛ sɛ ɔboaboa dwetɛ ne sikakɔkɔɔ pii ano.
18 ૧૮ અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે
Sɛ ɔtena ahengua no so sɛ ɔhene a, ɛsɛ sɛ ɔkyerɛw saa mmara yi wɔ nhoma mmobɔwee so wɔ Lewifo asɔfo anim na ɔfa.
19 ૧૯ અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.
Mmere dodow a ɔte ase no, ɛsɛ sɛ ɔkora mmara a ɛwɔ ne nkyɛn no na ɔkenkan no daa sɛnea ɛbɛyɛ a, obedi mmara no so na wasuro Awurade, ne Nyankopɔn no.
20 ૨૦ એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.
Kenkan a ɔkenkan no daa no remma ɔnyɛ ahantan, nhoran ne ho nkyerɛ sɛ ɔsen ne manfo no. Ɛremma no ntwe ne ho mfi mmara no ho nkɔ nifa anaa benkum. Na ɔne nʼasefo bedi ade akyɛ wɔ nʼaheman Israel mu.