< પુનર્નિયમ 17 >

1 યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ઘૃણાસ્પદ છે.
“Tanrınız RAB'be herhangi bir özürü, kusuru olan sığır ya da koyun kurban etmeyeceksiniz. Tanrınız RAB bundan tiksinir.
2 જો યહોવાહ તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવાહ તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દૃષ્ટિમાં જે ખોટું છે તે કરે,
“Tanrınız RAB'bin size vereceği kentlerin birinde aranızdan O'nun antlaşmasını çiğneyip gözünde kötü olanı yapan bir erkek ya da kadın çıkar
3 અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય,
ve buyruklarıma aykırı olarak gidip başka ilahlara tapar, onların, güneşin, ayın ya da gök cisimlerinin önünde eğilirse
4 તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે.
ve bu olay size bildirilirse, duyduklarınızı iyice araştırın. Duyduklarınız doğruysa ve bu iğrenç olayın İsrail'de yapıldığı kanıtlanırsa,
5 તો એવું અધમ કૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો.
bu kötülüğü yapan erkeği ya da kadını kentinizin kapısına çıkarın ve taşa tutarak öldürün.
6 બે સાક્ષીના કે ત્રણ સાક્ષીના આધારે તે મરનારને મરણદંડ આપવામાં આવે; પણ એક સાક્ષીના આધારે તેને મરણદંડ આપવો નહિ.
Ölmesi gereken, iki ya da üç kişinin tanıklığıyla öldürülecek; bir kişinin tanıklığıyla öldürülmeyecek.
7 સૌપ્રથમ સાક્ષીઓનો હાથ તેને મારી નાખવા તેના પર પડે, ત્યારપછી બીજા બધા લોકોના હાથ. આ રીતે તમે તમારી મધ્યેથી દુષ્ટતા નાબૂદ કરો.
O kişiyi önce tanıklar, sonra bütün halk taşa tutsun. Aranızdaki kötülüğü ortadan kaldırmalısınız.
8 જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
“Eğer kentlerinizde adam öldürme, dava, saldırı konusunda yargılamada sizi aşan sorunlarla karşılaşırsanız, Tanrınız RAB'bin seçeceği yere gidin.
9 લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે.
Sorunlarınızı Levili kâhinlere ve o dönemde görevli yargıca götürüp soruşturun. Yargı kararını onlar size bildirecekler.
10 ૧૦ યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું.
RAB'bin seçeceği yerden size bildirilen karara uymalı, size verilen öğüdü tutmaya dikkat etmelisiniz.
11 ૧૧ તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ.
Size öğretilen yasa ve verilen karar uyarınca davranın. Size bildirilenin dışına çıkmayın.
12 ૧૨ જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
Orada, Tanrınız RAB'bin önünde görev yapan kâhini ya da yargıcı kim dinlemeyip saygısızlık ederse öldürülmeli. İsrail'den kötülüğü atmalısınız.
13 ૧૩ અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ.
Bütün halk bunu duyup korkacak, bir daha saygısızlık etmeye kalkışmayacaktır.”
14 ૧૪ યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે ત્યાં જ્યારે તમે પહોંચો અને તેનું વતન લઈને તેમાં વસો અને એમ કહો કે, ‘અમારી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમે અમારે માથે રાજા ઠરાવીશું.
“Tanrınız RAB'bin size vereceği ülkeye girip orayı mülk edinerek yerleştiğinizde ve, ‘Çevremizdeki ulusların tümü gibi biz de başımıza bir kral atayalım’ dediğinizde,
15 ૧૫ તો જેને યહોવાહ તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુકત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારે શિરે રાજા નિયુક્ત કરશો નહિ.
atayacağınız kral Tanrınız RAB'bin seçtiği kişi olmalıdır. Atayacağınız kral kendi kardeşlerinizden biri olmalı. Soydaşlarınızdan olmayan birini, bir yabancıyı kral seçmeyeceksiniz.
16 ૧૬ ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે. કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે “તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.”
Kral çok sayıda at edinmemeli, daha çok at satın almak için halkı Mısır'a göndermemeli. Çünkü RAB size, ‘Bir daha o yoldan dönmeyeceksiniz’ dedi.
17 ૧૭ વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.
Atayacağınız kral yüreğinin RAB'den sapmaması için çok kadın edinmemeli, büyük ölçüde altın, gümüş biriktirmemeli.
18 ૧૮ અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે
“Kral tahtına oturunca, Levili kâhinlerin koruması altındaki Kutsal Yasa'nın bir örneğini kendisi bir kitaba yazacak.
19 ૧૯ અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.
Bu yasa örneğini yanında bulunduracak, yaşamı boyunca her gün onu okuyacak. Öyle ki, Tanrısı RAB'den korkmayı, bu yasanın bütün sözlerine ve kurallarına uymayı öğrensin;
20 ૨૦ એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.
kendini kardeşlerinden üstün saymasın, yasanın dışına çıkmasın; kendinin ve soyunun krallığı İsrail'de uzun yıllar sürsün.”

< પુનર્નિયમ 17 >