< પુનર્નિયમ 16 >
1 ૧ આબીબ માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા.
Przestrzegaj miesiąca Abib i obchodź Paschę dla PANA, swego Boga, ponieważ w miesiącu Abib PAN, twój Bóg, wyprowadził cię w nocy z Egiptu.
2 ૨ અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર.
Złożysz PANU, swemu Bogu, ofiarę paschalną z owiec i wołów w miejscu, które PAN wybierze na mieszkanie dla swego imienia.
3 ૩ તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે.
Nie będziesz jadł wraz z nią chleba kwaszonego; przez siedem dni będziesz jadł z nią przaśniki, chleb utrapienia – gdyż w pośpiechu wyszedłeś z ziemi Egiptu – abyś pamiętał dzień swego wyjścia z ziemi Egiptu po wszystkie dni swego życia.
4 ૪ સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ.
Nie zobaczy się u ciebie kwasu we wszystkich twoich granicach przez siedem dni. Z mięsa, które złożyłeś pierwszego dnia wieczorem, nie zostawisz nic przez noc do rana.
5 ૫ જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ.
Nie będziesz mógł składać [ofiary] paschalnej w żadnej twojej miejscowości, którą daje ci PAN, twój Bóg;
6 ૬ પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.
Lecz w miejscu, które PAN, twój Bóg, wybierze na mieszkanie dla swego imienia, tam będziesz składał [ofiarę] paschalną wieczorem o zachodzie słońca, w porze swego wyjścia z Egiptu.
7 ૭ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું.
Upieczesz ją i spożyjesz w miejscu, które PAN, twój Bóg, wybierze. Potem rano zawrócisz i pójdziesz do swoich namiotów.
8 ૮ છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.
Przez sześć dni będziesz jadł przaśniki, a siódmego dnia [będzie] uroczyste święto dla PANA, twego Boga. Nie będziesz [wtedy] wykonywał żadnej pracy.
9 ૯ તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં.
Odliczysz sobie siedem tygodni. Zaczniesz liczyć te siedem tygodni od zapuszczenia sierpa w zboże.
10 ૧૦ તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો.
Potem będziesz obchodził Święto Tygodni dla PANA, swego Boga, z dobrowolną ofiarą twojej ręki, którą dasz stosownie do tego, jak cię błogosławił PAN, twój Bóg.
11 ૧૧ યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
A w miejscu, które PAN, twój Bóg, wybierze na mieszkanie dla swego imienia, będziesz się radował przed PANEM, swoim Bogiem, ty, twój syn i twoja córka, twój sługa i twoja służąca, Lewita, który jest w twoich bramach, przybysz, sierota i wdowa, którzy będą wśród was.
12 ૧૨ તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.
I będziesz pamiętał, że byłeś niewolnikiem w Egipcie. Dlatego pilnuj wypełnienia tych nakazów.
13 ૧૩ તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો.
Będziesz obchodził Święto Namiotów przez siedem dni, gdy zbierzesz [plony] ze swojego klepiska i tłoczni.
14 ૧૪ તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો.
I będziesz się radował podczas tego święta, ty, twój syn i twoja córka, twój sługa i twoja służąca, Lewita, który jest w twoich bramach, przybysz, sierota i wdowa, którzy [będą] w [obrębie] twoich bram.
15 ૧૫ તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો.
Przez siedem dni będziesz obchodził uroczyste święto dla PANA, swego Boga, w miejscu, które PAN wybierze, gdyż PAN, twój Bóg, będzie cię błogosławił we wszystkich twoich zbiorach i w każdej pracy twoich rąk; i będziesz pełny radości.
16 ૧૬ તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ.
Trzy razy w roku wszyscy twoi mężczyźni pokażą się przed PANEM, twoim Bogiem, w miejscu, które on wybierze: na Święto Przaśników, na Święto Tygodni i na Święto Namiotów. A nikt nie pokaże się przed PANEM z pustymi rękami.
17 ૧૭ પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.
Każdy [przyjdzie] z darem ze swojej ręki według błogosławieństwa PANA, twojego Boga, które on ci daje.
18 ૧૮ જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે.
Ustanowisz sobie sędziów i urzędników we wszystkich swoich miastach, które PAN, twój Bóg, daje ci dla wszystkich waszych pokoleń, aby sądzili lud sprawiedliwym sądem.
19 ૧૯ તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે.
Nie będziesz naginał sądu, nie będziesz miał względu na osobę i nie będziesz brał daru, gdyż dar zaślepia oczy mądrych i wypacza słowa sprawiedliwych.
20 ૨૦ તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો.
Podążaj całkowicie za sprawiedliwością, abyś żył i posiadł ziemię, którą daje ci PAN, twój Bóg.
21 ૨૧ તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો.
Nie posadzisz sobie gaju z żadnego drzewa dokoła ołtarza PANA, swego Boga, jaki sobie zbudujesz.
22 ૨૨ તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.
Nie postawisz sobie posągu, [gdyż] PAN, twój Bóg, nienawidzi tego.