< પુનર્નિયમ 15 >
1 ૧ દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય.
“Cuối mỗi bảy năm là thời kỳ giải trừ nợ nần.
2 ૨ અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.
Các chủ nợ sẽ hủy bỏ mọi món nợ đã cho anh em mình vay mượn, không được đòi nữa, vì thời kỳ giải nợ được công bố theo lệnh Chúa Hằng Hữu.
3 ૩ વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.
Việc giải nợ này chỉ áp dụng giữa người Ít-ra-ên với nhau, không áp dụng cho ngoại kiều.
4 ૪ તોપણ તમારામાં કોઈ ગરીબ નહિ હોય કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવાહ નક્કી તમને આશીર્વાદ દેશે;
Tuy nhiên, sẽ không có một người Ít-ra-ên nào nghèo khổ, vì Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, sẽ ban phước cho anh em trong vùng đất mà Ngài sẽ ban cho anh em,
5 ૫ ફક્ત એટલું જ કે તમે યહોવાહ તમારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, તે તમે કાળજીથી પાળશો તો.
nếu anh em vâng lời Chúa Hằng Hữu, Đức Chúa Trời của mình, tuân hành các luật lệ tôi truyền hôm nay.
6 ૬ કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.
Vì Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, sẽ ban phước lành dồi dào cho anh em trong đất hứa như Ngài đã nói. Ít-ra-ên sẽ cho các nước khác vay chứ không cần vay mượn ai, sẽ cai trị các nước khác chứ không phải bị trị.
7 ૭ જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો.
Khi anh em đến đất mà Chúa Hằng Hữu, Đức Chúa Trời ban cho anh em, nếu trong lãnh thổ Ít-ra-ên có người nghèo, thì anh em không được keo kiệt nhưng phải rộng lòng,
8 ૮ પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.
cho họ mượn rộng rãi để họ thỏa mãn mọi nhu cầu.
9 ૯ પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો.
Phải cảnh giác, đừng để tư tưởng đê tiện xúi giục mình nghĩ rằng thời kỳ giải nợ sắp đến, rồi lờ anh em mình đi, không cho mượn gì cả. Nếu người nghèo kêu đến Chúa, anh em phải chịu tội.
10 ૧૦ વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.
Phải sẵn lòng cho mượn, đừng vừa cho vừa thầm tiếc, như thế mới được Chúa Hằng Hữu, Đức Chúa Trời của mình, ban phước lành, và mọi công việc của anh em mới được thịnh vượng.
11 ૧૧ કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.
Thế nào trong nước cũng có người nghèo nên tôi mới bảo anh em phải rộng lòng cho mượn.”
12 ૧૨ જો તમારો ભાઈ એટલે કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને છ વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. તો સાતમે વર્ષે તમારે તેને છોડી મૂકવો.
“Nếu anh em mua một người Hê-bơ-rơ khác, dù đàn ông hay đàn bà, làm nô lệ, đến năm thứ bảy, người ấy phải được phóng thích.
13 ૧૩ જયારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહિ;
Nhưng không được để người ấy ra đi với hai bàn tay trắng.
14 ૧૪ તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.
Khi người ấy ra đi phải cho người ấy gia súc, dầu, rượu dồi dào; phải chia sẻ cho người ấy một phần hoa màu mà Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, đã cho anh em.
15 ૧૫ અને તમારે યાદ રાખવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું.
Phải nhớ rằng anh em đã làm nô lệ trong nước Ai Cập, và đã được Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, giải cứu. Vì vậy tôi mới truyền cho anh em lệnh này.
16 ૧૬ અને એમ બને કે, જો તે તમને કહે કે ‘મારે તમારી પાસેથી જવું નથી,” એ માટે કે તેને તમારી સાથે અને તમારાં ઘરનાંની સાથે પ્રેમ છે. અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે.
Trong trường hợp người nô lệ không muốn đi vì có lòng mến gia đình chủ, vì không khí hòa thuận,
17 ૧૭ તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું.
anh em là chủ, phải lấy một cái dùi, kê tai người ấy vào cửa mà xỏ, và như thế người ấy sẽ làm nô lệ trọn đời. Thể thức này cũng áp dụng cho nữ nô lệ.
18 ૧૮ જયારે તમે તેને ગુલામીમાંથી મુકત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ. કારણ કે, મજૂરના પગાર કરતાં બમણી ચાકરી તેણે તમારે ત્યાં છ વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.
Trường hợp người nô lệ ra đi, đừng buồn tiếc. Vì trong sáu năm người ấy phục dịch, anh em chỉ tốn chừng phân nửa số tiền dùng để mướn một người làm công. Và như vậy, Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, còn ban phước lành cho mọi công việc của anh em nữa.”
19 ૧૯ તમારાં ઘેટાંબકરાંના તથા અન્ય જાનવરના પ્રથમજનિત નર બચ્ચાંને તમારે યહોવાહ તમારા ઈશ્વરને અર્પિત કરી દેવાં; પ્રથમજનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ અને તારા ઘેટાંબકરાંના પ્રથમજનિત બચ્ચાંને તું ન કાતર.
“Trong bầy gia súc, phải dành riêng các con đực đầu lòng ra cho Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em. Đừng bắt bò đực đầu lòng làm việc, cũng đừng cắt lông chiên đực đầu lòng.
20 ૨૦ વર્ષોવર્ષ તમારે અને તમારા પરિવારે યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થાને તે પ્રાણીઓ ખાવાં.
Nhưng anh em và gia đình mình sẽ ăn thịt các con vật ấy hằng năm trước mặt Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em, tại nơi Ngài chọn.
21 ૨૧ પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.
Nếu con vật đầu lòng này bị què, mù, hoặc có tật nguyền gì khác, thì không được dâng nó cho Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em.
22 ૨૨ તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય.
Nhưng để nó ở nhà làm thịt mà ăn, cả người không tinh sạch cũng được ăn, như trường hợp người ta ăn thịt nai, thịt linh dương vậy.
23 ૨૩ પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.
Tuy nhiên, phải nhớ không được ăn máu, phải đổ máu xuống đất như đổ nước.”