< પુનર્નિયમ 11 >

1 એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.
Dɔ Awurade wo Onyankopɔn na di nʼapɛdeɛ, ne mmara ne nʼahyɛdeɛ so berɛ nyinaa.
2 હું તમારાં સંતાનો સાથે નહિ પણ તમારી સાથે બોલું છું. જેઓએ યહોવાહ તમારા ઈશ્વરની શિક્ષા, તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમનાં અદ્દભુત કામો જોયા કે જાણ્યાં નથી,
Montie ɛnnɛ sɛ, ɛnyɛ mo mma na wɔnyaa osuahunu hunuu Awurade mo Onyankopɔn ntenesoɔ, ne tumi, ne basa kɛseɛ, ne nsa a watene mu,
3 તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.
nsɛnkyerɛnneɛ a ɔyɛeɛ ne nneɛma a wɔyɛɛ wɔ Misraim pɛɛ maa ebi kaa Misraimhene Farao ne ɔman mu no nyinaa.
4 મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી;
Wɔanhunu dwuma a mo Onyankopɔn dii Misraim asraafoɔ, wɔn apɔnkɔ ne wɔn nteaseɛnam, anaa sɛdeɛ ɔmaa Ɛpo Kɔkɔɔ yiri faa wɔn ɛberɛ a wɔtaa mo no ne sɛdeɛ Awurade sɛee wɔn ɛberɛ a wɔtaa mo no ne sɛdeɛ Awurade sɛee wɔn de bɛsi ɛnnɛ yi.
5 અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે.
Wɔanhunu sɛdeɛ na Awurade hwɛ mo so yie wɔ ɛserɛ so hɔ kɔsii sɛ mobɛduruu ha.
6 અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ.
Na wɔnni hɔ enti, wɔanhunu deɛ wɔde yɛɛ Eliab a ɔyɛ Ruben aseni mma Datan ne Abiram ɛberɛ a wɔyɛɛ bɔne na asase mu bue menee wɔn ne wɔn afie ne wɔn ntomadan ne biribiara a na nkwa wɔ mu a ɛyɛ wɔn agyapadeɛ no.
7 પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે.
Na mode mo ani ahunu Awurade tumi nnwuma a ɔyɛeɛ nyinaa.
8 તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;
Monni mmara a merehyɛ ama mo ɛnnɛ yi so sɛdeɛ ɛbɛyɛ a, mobɛnya ahoɔden akɔfa asase a morebɛtwa Yordan akɔ so akɔfa yi,
9 યહોવાહે જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ.
na mo nna aware asase a nufosuo ne ɛwoɔ resene wɔ so a Awurade kaa ntam kyerɛɛ mo agyanom sɛ ɔde bɛma wɔn ne wɔn asefoɔ no so.
10 ૧૦ તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું.
Asase a morebɛkɔ so no nte sɛ Misraim asase a mofiri so baeɛ no a na modua mfudeɛ a mode mo nan twa nsuka te sɛ deɛ moredua nhahannuane no.
11 ૧૧ પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે,
Na asase a moretwa Yordan akɔfa no yɛ mmepɔ mmepɔ ne bɔnhwa a osuo tɔ wɔ hɔ yie
12 ૧૨ તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.
a ɛyɛ asase a Awurade, mo Onyankopɔn, hwɛ so yie. Na daa Awurade mo Onyankopɔn ani wɔ so firi afe no ahyɛaseɛ kɔsi nʼawieeɛ.
13 ૧૩ અને આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે,
Sɛ moto mo bo ase tie me mmara a merehyɛ ama mo ɛnnɛ yi na mode mo akoma ne mo kra nyinaa dɔ Awurade, mo Onyankopɔn, na mosom no a,
14 ૧૪ હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો.
ɛnneɛ, ɔbɛtɔ osuo ne berɛ mu ama mo na moatumi atwa nnɔbaeɛ de bi ayɛ nsã ne ngo.
15 ૧૫ હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.
Ɔbɛma mo ɛserɛ pii na mo anantwie awe na mo nso mobɛdidi amee.
16 ૧૬ સાવચેત રહો રખેને તમારું અંત: કરણ ઠગાઈ જાય. અને તમે ભટકી જઈ બીજા દેવ દેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો;
Monnnane mo akoma mfiri Awurade so nkɔsom anyame foforɔ.
17 ૧૭ રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.
Sɛ moyɛ saa a, Awurade Abufuo no bɛhuru atia mo. Ɔbɛto ɔsoro mu, agyina osutɔ, na mo nnɔbaetwa ayɛ basaa. Na ntɛm so, mobɛwuwu wɔ asase a Awurade de rema mo no so.
18 ૧૮ માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો.
Enti, momma me nsɛm yi ntena mo akoma mu. Momfa nkyekyere mo nsa sɛ nkaedeɛ na momfa mmɔ abotire.
19 ૧૯ જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.
Monkyerɛkyerɛ mo mma. Sɛ mowɔ fie anaa monam ɛkwan so, sɛ moda hɔ anaa mosɔre anɔpa a, monkyerɛkyerɛ wɔn.
20 ૨૦ તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો.
Montwerɛ ngu mo afie aponnwa ne mo abɔntenpono ho,
21 ૨૧ જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
sɛdeɛ ɛbɛyɛ a, ɔsoro da so kata asase ani yi, mo ne mo mma ase bɛdɔre wɔ asase a Awurade kaa ntam sɛ ɔde bɛma mo agyanom no so.
22 ૨૨ કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાળીને અમલમાં મૂકશો અને યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો,
Monhwɛ yie na monni mmara a merehyɛ ama mo yi so; monnante Awurade, mo Onyankopɔn, akwan so na momfa mo ho mmata ne ho mfa nkyerɛ ɔdɔ a modɔ no.
23 ૨૩ યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.
Ɛwom sɛ aman a wɔwɔ mo asase so yɛ den sen mo deɛ, nanso Awurade bɛpamo wɔn nyinaa.
24 ૨૪ દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.
Baabiara a mode mo nan bɛtia no, asase no bɛyɛ mo dea. Mo ahyeɛ bɛyɛ ɛfiri ɛserɛ so anafoɔ kɔsi Lebanon wɔ atifi fam de firi Asubɔnten Eufrate wɔ apueeɛ fam kɔsi Ntam Po no fam.
25 ૨૫ વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.
Obiara rentumi nsɔre ntia mo, ɛfiri sɛ, Awurade, mo Onyankopɔn, bɛto mo ho hu ne mo ho suro adi mo anim sɛdeɛ ɔhyɛɛ mo bɔ no wɔ baabiara a mobɛkɔ wɔ asase no so.
26 ૨૬ જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું.
Hwɛ, ɛnnɛ mede nhyira ne nnome resi mo anim,
27 ૨૭ જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો;
Sɛ modi Awurade, mo Onyankopɔn, mmara a merehyɛ ama mo ɛnnɛ yi so a, ɛbɛyɛ nhyira.
28 ૨૮ જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.
Na sɛ mopo Awurade, mo Onyankopɔn mmara dane firi nʼakwan a merehyɛ mo ɛnnɛ yi so, kɔsom anyame foforɔ a, ɛbɛyɛ nnome.
29 ૨૯ જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો.
Na sɛ Awurade, mo Onyankopɔn, de mo duru asase a morekɔ so akɔfa no a, monka nhyira nsɛm mfiri Gerisim Bepɔ no so na monka nnome nsɛm nso mfiri Ebal Bepɔ so.
30 ૩૦ શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી?
Saa mmepɔ mmienu yi wɔ Asubɔnten Yordan atɔeɛ fam, asase a na Kanaanfoɔ a na wɔte Yordan subɔnhwa a ɛbɛn kuro Gilgal no te hɔ. Na wɔwɔ atɔeɛ fam a ɛbɛn More kwaeɛ no.
31 ૩૧ કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો.
Moreyɛ atwa Yordan akɔtena asase a Awurade, mo Onyankopɔn, de rema mo no so. Sɛ mokɔfa saa asase no kɔtena so a,
32 ૩૨ હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.
monhwɛ yie na monni mmara ne ahyɛdeɛ a mede rema mo ɛnnɛ yi so.

< પુનર્નિયમ 11 >