< પુનર્નિયમ 11 >
1 ૧ એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.
Monnɔ Awurade mo Nyankopɔn na munni nʼapɛde, ne mmara ne nʼahyɛde so bere nyinaa.
2 ૨ હું તમારાં સંતાનો સાથે નહિ પણ તમારી સાથે બોલું છું. જેઓએ યહોવાહ તમારા ઈશ્વરની શિક્ષા, તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમનાં અદ્દભુત કામો જોયા કે જાણ્યાં નથી,
Nnɛ, muntie, sɛ ɛnyɛ mo mma na wonyaa osuahu, huu Awurade, mo Nyankopɔn no nteɛso, ne tumi, ne basa kɛse, ne nsa a wateɛ mu;
3 ૩ તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.
nsɛnkyerɛnne a ɔyɛe ne nneɛma a ɔyɛɛ wɔ Misraim pɛɛ maa bi kaa Misraimhene Farao ne ɔman mu no nyinaa no;
4 ૪ મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી;
dwuma a odii Misraim asraafo, wɔn apɔnkɔ ne wɔn nteaseɛnam no; sɛnea ɔmaa Po Kɔkɔɔ yiri faa wɔn bere a wɔtaa mo no ne sɛnea Awurade sɛee wɔn bere a wɔtaa mo no; ne sɛnea Awurade de ɔsɛe a to ntwa baa wɔn so no.
5 ૫ અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે.
Ɛnyɛ mo mma na wohuu nea ɔyɛ maa mo wɔ sare so hɔ de kosii sɛ mubeduu ha yi;
6 ૬ અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ.
ne nea ɔde yɛɛ Eliab a na ɔyɛ Rubenni no mma Datan ne Abiram bere a ɔmma asase buee nʼanom wɔ mo Israelfo no anim menee wɔn ne wɔn afi ne wɔn ntamadan ne biribiara a na ɛyɛ wɔn agyapade a nkwa wɔ mu no.
7 ૭ પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે.
Mmom, ɛyɛ mo ankasa mo ani na mode ahu saa nneɛma akɛse a Awurade ayɛ yi nyinaa.
8 ૮ તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;
Enti munni mmara a merehyɛ mo nnɛ yi nyinaa so sɛnea ɛbɛyɛ a mubenya ahoɔden akɔfa asase a morebetwa Yordan akɔ so akɔfa yi,
9 ૯ યહોવાહે જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ.
na mo nna aware asase a nufusu ne ɛwo sen wɔ so a Awurade kaa ntam kyerɛɛ mo agyanom sɛ ɔde bɛma wɔn ne wɔn asefo no so.
10 ૧૦ તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું.
Asase a morekɔ so akɔfa no nte sɛ Misraim asase a mufi so bae no a na mudua nnɔbae a mode mo nan twa suka te sɛnea moyɛ atomude turo no.
11 ૧૧ પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે,
Na asase a moretwa Yordan akɔfa no yɛ mmepɔw ne abon a enya osu a efi ɔsoro.
12 ૧૨ તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.
Ɛyɛ asase a Awurade, mo Nyankopɔn no, ani wɔ ho. Daa Awurade, mo Nyankopɔn, ani wɔ so fi afe no mfiase de kosi nʼawie.
13 ૧૩ અને આજે હું તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે,
Sɛ mufi nokwaredi mu di mmara a merehyɛ ama mo nnɛ yi so sɛ mode mo koma ne mo kra nyinaa bɛdɔ Awurade, mo Nyankopɔn no, na moasom no a,
14 ૧૪ હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો.
ɛno de, ɔbɛtɔ osu agu no asase so ne bere mu ama mo, na moatumi atwa mo awi, nsa foforo ne ngo.
15 ૧૫ હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.
Ɔbɛma mo sare pii na mo anantwi awe na mo nso mubedidi amee.
16 ૧૬ સાવચેત રહો રખેને તમારું અંત: કરણ ઠગાઈ જાય. અને તમે ભટકી જઈ બીજા દેવ દેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો;
Monhwɛ yiye, anyɛ saa a wɔbɛtwetwe mo ama moakɔsom anyame afoforo na moakotow wɔn.
17 ૧૭ રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.
Ɛno na ɛbɛma Awurade abufuw ahuru atia mo; na ɔbɛto ɔsoro mu, na osu rentɔ, na asase remmɔ aduan biara, na ɛrenkyɛ na moawuwu afi asase a Awurade de rema mo no so.
18 ૧૮ માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો.
Enti momma me nsɛm yi ntim wɔ mo koma ne mo adwene mu. Momfa nkyekyere mo nsa sɛ nkae ade na momfa mmɔ abotiri.
19 ૧૯ જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.
Monkyerɛkyerɛ mo mma na monka ho asɛm nkyerɛ wɔn bere a mote fie ne bere a monam akwan so; bere a modeda hɔ ne bere a mosɔre.
20 ૨૦ તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો.
Monkyerɛw ngu mo afi apongua ne mo abobow ano apon so,
21 ૨૧ જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
sɛnea ɛbɛyɛ a, ɔsoro da so kata asase ani yi, mo ne mo mma nkwa bɛware wɔ asase a Awurade kaa ho ntam sɛ ɔde bɛma mo agyanom no so.
22 ૨૨ કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાળીને અમલમાં મૂકશો અને યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો,
Sɛ mudi ahyɛde ahorow a mede rema mo sɛ munni so; sɛ monnɔ Awurade, mo Nyankopɔn, nyɛ osetie mma no na munni no ni, yi so pɛpɛɛpɛ a,
23 ૨૩ યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.
ɛno de, Awurade bɛpam saa aman yi nyinaa wɔ mo anim, na mubetu aman a ɛsoso na wɔyɛ den sen mo no agu.
24 ૨૪ દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.
Baabiara a mode mo anan betia no bɛyɛ mo de. Mo ahye bɛtrɛw afi sare so akosi Lebanon, na afi Asubɔnten Eufrate akosi Ntam Po no.
25 ૨૫ વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.
Obiara rentumi nsɔre ntia mo, efisɛ sɛnea Awurade, mo Nyankopɔn, ahyɛ bɔ no, ɔde mo ho huboa ne osuro bɛto asase no nyinaa so wɔ baabiara a mobɛkɔ.
26 ૨૬ જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું.
Hwɛ, nnɛ mede nhyira ne nnome resi mo anim;
27 ૨૭ જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો;
sɛ mudi Awurade, mo Nyankopɔn, mmara a merehyɛ ama mo nnɛ yi so a, ɛbɛyɛ nhyira.
28 ૨૮ જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.
Na sɛ mopo Awurade, mo Nyankopɔn mmara dan fi nʼakwan a merehyɛ mo nnɛ yi so, kɔsom anyame afoforo a, ɛbɛyɛ nnome.
29 ૨૯ જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો.
Na sɛ Awurade, mo Nyankopɔn, de mo du asase a morekɔ so akɔfa no a, monka nhyira nsɛm mfi Gerisim Bepɔw no so na monka nnome nsɛm nso mfi Ebal Bepɔw so.
30 ૩૦ શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી?
Sɛnea munim no, mmepɔw abien yi wɔ Asubɔnten Yordan agya wɔ atɔe fam, a ɛkyerɛ owitɔe na ɛbɛn More kwae wɔ Kanaanfo a wɔte Araba no asase so; faako a wɔn ani tua Gilgal no.
31 ૩૧ કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો.
Moreyɛ atwa Yordan akɔfa asase a Awurade, mo Nyankopɔn, de rema mo no. Sɛ mokɔfa saa asase no kɔtena so a,
32 ૩૨ હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.
monhwɛ yiye na munni mmara ne ahyɛde ahorow a mede rema mo nnɛ yi no nyinaa so.