< પુનર્નિયમ 10 >
1 ૧ તે સમયે યહોવાહે મને કહ્યું, “પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ.
U to vrijeme reèe mi Gospod: isteši dvije ploèe od kamena kao što bjehu prve, i izidi k meni na goru, i naèini kovèeg od drveta.
2 ૨ પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે.”
I napisaæu na tijem ploèama rijeèi koje su bile na prvijem ploèama što si razbio, pa æeš ih metnuti u kovèeg.
3 ૩ માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો.
Tako naèinih kovèeg od drveta sitima, i istesah dvije ploèe od kamena, kao što bjehu prve, i izidoh na goru s dvjema ploèama u ruku.
4 ૪ સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે દસ આજ્ઞાઓ યહોવાહ બોલ્યા, તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલાપાટીઓ ઉપર લખી; યહોવાહે તે મને આપી.
I napisa na tijem ploèama što bješe prvo napisao, deset rijeèi, koje vam izgovori Gospod na gori isred ognja na dan zbora vašega; i dade mi ih Gospod.
5 ૫ પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.
I vrativ se siðoh s gore, i metnuh ploèe u kovèeg koji naèinih, i ostaše ondje, kao što mi zapovjedi Gospod.
6 ૬ ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાનથી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી.
A sinovi Izrailjevi poðoše od Virota sinova Jakanovijeh u Moseru. Ondje umrije Aron i ondje bi pogreben; a Eleazar sin njegov posta sveštenik na njegovo mjesto.
7 ૭ ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.
Odande otidoše u Gadgad, a od Gadgada u Jotvatu, zemlju gdje ima mnogo potoka.
8 ૮ તે સમયે યહોવાહે લેવીના કુળને યહોવાહનો કરારકોશ ઊંચકવા, યહોવાહની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે.
U to vrijeme odvoji Gospod pleme Levijevo da nose kovèeg zavjeta Gospodnjega, da stoje pred Gospodom i služe mu i da blagosiljaju u ime njegovo do današnjega dana.
9 ૯ તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.
Zato nema pleme Levijevo dijela ni našljedstva s braæom svojom; Gospod je našljedstvo njegovo, kao što mu Gospod Bog tvoj kaza.
10 ૧૦ અગાઉની જેમ હું ચાળીસ રાત અને ચાળીસ દિવસ પર્વત પર રહ્યો; અને યહોવાહે તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહિ.
A ja stajah na gori kao prije, èetrdeset dana i èetrdeset noæi; i usliši me Gospod i tada, i ne htje te Gospod zatrti,
11 ૧૧ પછી યહોવાહે મને કહ્યું, ઊઠ, આ લોકોની આગળ ચાલ; એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે.
Nego mi reèe Gospod: ustani i idi pred narodom ovijem da uðu u zemlju za koju sam se zakleo ocima njihovijem da æu im je dati, i da je naslijede.
12 ૧૨ હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત: કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે.
Sada dakle, Izrailju, šta ište od tebe Gospod Bog tvoj, osim da se bojiš Gospoda Boga svojega, da hodiš po svijem putovima njegovijem i da ga ljubiš i služiš Gospodu Bogu svojemu iz svega srca svojega i iz sve duše svoje,
13 ૧૩ અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.
Držeæi zapovijesti Gospodnje i uredbe njegove, koje ti ja danas zapovijedam, da bi ti bilo dobro?
14 ૧૪ જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.
Gle, Gospoda je Boga tvojega nebo, i nebo nad nebesima, zemlja, i sve što je na njoj.
15 ૧૫ તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ.
Ali samo tvoji oci omilješe Gospodu, i izabra sjeme njihovo nakon njih, vas izmeðu svijeh naroda, kao što se vidi danas.
16 ૧૬ તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો.
Zato obrežite srce svoje, i nemojte više biti tvrdovrati.
17 ૧૭ કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
Jer je Gospod Bog vaš Bog nad bogovima i gospodar nad gospodarima, Bog veliki, silni i strašni, koji ne gleda ko je ko niti prima poklona;
18 ૧૮ તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
Daje pravicu siroti i udovici; i ljubi došljaka dajuæi mu hljeb i odijelo.
19 ૧૯ તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.
Ljubite dakle došljaka, jer ste bili došljaci u zemlji Misirskoj.
20 ૨૦ તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ.
Boj se Gospoda Boga svojega, njemu služi i njega se drži, i njegovijem se imenom kuni.
21 ૨૧ તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
On je hvala tvoja i on je Bog tvoj, koji tebe radi uèini velike i strašne stvari, koje vidješe oèi tvoje.
22 ૨૨ જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.
Sedamdeset duša bješe otaca tvojih kad siðoše u Misir; a sada uèini ti Gospod Bog tvoj te vas ima mnogo kao zvijezda nebeskih.