< પુનર્નિયમ 1 >
1 ૧ યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.
၁တောကြီးလွင်ပြင်၊ ယော်ဒန်မြစ်နား၊ သုဖမြို့ တဘက်၊ ပါရန်မြို့၊ တောဖလမြို့၊ လာဗန်မြို့၊ ဟာဇရုတ် မြို့၊ ဒိဇဟတ်မြို့တို့အလယ်၌ မောရှေသည် ဣသရေလ အမျိုးသားတို့အား ဟောပြောသောစကားများကို ပြန်ရ လေသည်မှာ၊
2 ૨ સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે.
၂ကာဒေရှဗာနာ အရပ်သည်၊ စိရတောင်လမ်း ဖြင့် ဟောရပ်အရပ်နှင့် ဆယ်တရက်ခရီး ကွာသတည်း။
3 ૩ મિસર દેશ છોડ્યાના ચાળીસમા વર્ષના અગિયારમા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી, તે તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.
၃မောရှေသည် ဟေရှဘုန်မြို့၌နေသော အာမော ရိရှင်ဘုရင် ရှိဟုန်ကို၎င်း၊
4 ૪ એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી.
၄ဧဒြိပြည်၊ အာရှတရုတ်မြို့ ၌နေသော ဗာရှန်ဘုရင် ဩဃကို၎င်း လုပ်ကြံပြီးမှ၊ သက္ကရာဇ် လေးဆယ်ပြည့်၊ ဧကာသမလ၊
5 ૫ યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે,
၅ပဌမနေ့ရက်၌ မောဘပြည်၊ ယော်ဒန် မြစ်နားမှာ ထာဝရဘုရား မှာထားသော် မူနှင့်သမျှ အတိုင်း၊ ဣသရေလအမျိုးသား တို့အား ဆင့်ဆို၍ ဟောပြောသော တရားစကားဟူမူ ကား၊
6 ૬ આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે.
၆ငါတို့ဘုရားသခင် ထာဝရဘုရားသည်၊ ဟောရပ် အရပ်၌ ငါတို့အား မိန့်တော်မူသည်ကား၊ သင်တို့သည် ကာလအချိန်စေ့အောင် ဤတောင်၌ နေကြပြီ။
7 ૭ તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.
၇လှည့်လည်၍ ခရီးသွားကြလော့။ အာမောရိ တောင်သို့၎င်း၊ ထိုတောင်နှင့် နီးသောအရပ်၊ လွင်ပြင်၊ တောင်ရိုး၊ ချိုင့်၊ တောင်မျက်နှာ၊ ပင်လယ်နားသို့၎င်း၊ ခါနာန်ပြည်၊ လေဗနုန်တောင်၊ ဥဖရတ်မြစ်ကြီး တိုင်အောင်၎င်း သွားကြလော့။
8 ૮ જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો.’”
၈ထိုပြည်ကို သင်တို့ရှေ့မှာ ငါထားပြီ။ ထာဝရ ဘုရားသည် သင်တို့အဘ အာဗြဟံ၊ ဣဇာက်၊ ယာကုပ်မှ စ၍၊ သူတို့အမျိုးအနွယ်အား ပေးမည်ဟု ကျိန်တော်မူ သောပြည်ကို ဝင်၍ သိမ်းယူကြလော့ဟု မိန့်တော်မူ၏။
9 ૯ “તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી.
၉ထိုအခါ သင်တို့အား ငါပြောသည်ကား၊ သင်တို့ အမှုကို ငါတယောက်တည်း မထမ်းနိုင်။
10 ૧૦ તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે.
၁၀သင်တို့၏ ဘုရားသခင် ထာဝရဘုရားသည် သင်တို့ကို များပြားစေတော်မူ၍၊ သင်တို့သည် အရေ အတွက်အားဖြင့် ကောင်းကင်ကြယ်ကဲ့သို့ ယနေ့ ဖြစ်ကြ၏။
11 ૧૧ તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો.
၁၁သင်တို့အဘများ၏ ဘုရားသခင် ထာဝရဘုရား သည် သင်တို့ကို အဆအထောင်အားဖြင့် များပြားစေ တော်မူပါစေသော။ ဂတိတော်ရှိသည်အတိုင်း ကောင်း ကြီးပေးတော်မူပါစေသော။
12 ૧૨ પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું?
၁၂သင်တို့ပင်ပန်းခြင်း၊ အမှုဆောင်ရွက်ခြင်း၊ ရန် တွေ့ခြင်းဝန်ကို ငါတယောက်တည်း အဘယ်သို့ ထမ်းနိုင် မည်နည်း။
13 ૧૩ માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ.”
၁၃ဥာဏ်ပညာနှင့်ပြည့်စုံ၍ အသရေရှိသောသူတို့ ကို သင်တို့အမျိုးများထဲက ရွေးပေးကြလော့။ သူတို့ကို မင်းအရာ၌ ငါခန့်ထားမည်ဟု ပြောဆိုလျှင်၊
14 ૧૪ પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે.
၁၄သင်တို့က ကိုယ်တော်ပြောသည်အတိုင်း ပြုကောင်း ပါသည်ဟု ပြန်ဆိုကြ၏။
15 ૧૫ “તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા.
၁၅ထိုကြောင့် သင်တို့အမျိုးများ၌ အသရေရှိသော လူကြီး၊ ပညာရှိတို့ကို ငါရွေးချယ်ပြီးလျှင်၊ သင်တို့တွင် မင်းလုပ်ရသောသူတည်း ဟူသော လူတထောင်အုပ်၊ တရာအုပ်၊ ငါးဆယ်အုပ်၊ တဆယ်အုပ်၊ အကြပ်အဆော် အရာ၌ ခန့်ထား၏။
16 ૧૬ અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો.
၁၆တရားသူကြီးတို့အားလည်း၊ သင်တို့ ညီအစ်ကို ၏ အမှုတို့ကို နားထောင်၍ အမျိုးသားချင်း တရားတွေ့ သည်ဖြစ်စေ၊ တပါးအမျိုးသားနှင့် တွေ့သည်ဖြစ်စေ၊ တရားသဖြင့် စီရင်ကြလော့။
17 ૧૭ ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.
၁၇တရားအမှုကို စီရင်သောအခါ အဘယ်သူ၏ မျက်နှာကို မထောက်ရ။ လူငယ်စကားကို လူကြီးစကားကဲ့ သို့ မှတ်ရမည်။ အဘယ်လူကိုမျှ မကြောက်ရ။ အကြောင်း မူကား၊ တရားအမှုကို ဘုရားသခင်ပိုင်တော်မူသော ကြောင့်တည်း။ ကိုယ်တိုင်မစီရင်တတ်သော အမှုကို ငါ့ထံမှာ အယူခံရမည်။ ငါလည်း နားထောင်မည်ဟု မှာခဲ့၏။
18 ૧૮ અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી.
၁၈သင်တို့ပြုရသမျှသော အမှုတို့ကိုလည်း ထိုအခါ ငါမှာထားခဲ့၏။
19 ૧૯ અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા.
၁၉ငါတို့သည် ဟောရပ်အရပ်မှ ထွက်သောနောက်၊ အာမောရိတောင်သို့ သွားသော လမ်းနားမှာ ကြောက် မက်ဘွယ်ဖြစ်၍ သင်တို့တွေ့မြင်သော တောကြီးအလယ် ၌၊ ငါတို့ဘုရားသခင် ထာဝရဘုရား မှာထားတော်မူ သည်အတိုင်း ရှောက်သွား၍၊ ကာဒေရှဗာနာအရပ်သို့ ရောက်ကြ၏။
20 ૨૦ ત્યારે મેં તમને કહ્યું કે, “અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો.
၂၀ထိုအခါ ငါကလည်း၊ ငါတို့ဘုရားသခင် ထာဝရ ဘုရားပေးတော်မူသော အာမောရိတောင်သို့ သင်တို့ သည် ရောက်ကြပြီ။
21 ૨૧ જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ.”
၂၁သင်တို့ဘုရားသခင် ထာဝရဘုရားသည် ပြည် တော်ကို သင်တို့ရှေ့မှာ ထားတော်မူပြီ။ သင်တို့အဘ များ၏ ဘုရားသခင် ထာဝရဘုရား မိန့်တော်မူသည် အတိုင်း၊ တက်သွား၍ သိမ်းယူကြလော့။ မကြောက်ကြ နှင့်။ စိတ်လည်း မပျက်ကြနှင့်ဟု ပြောဆို၏။
22 ૨૨ અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, “આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.”
၂၂ထိုအခါ သင်တို့ရှိသမျှသည် ငါ့ထံသို့ ချဉ်းကပ် ၍၊ အကျွန်ုပ်တို့ရှေ့၌ လူတို့ကို စေလွှတ်ပါမည်။ သူတို့သည် ထိုပြည်ကို စူးစမ်းပြီးမှ၊ အကျွန်ုပ်တို့သည် အဘယ်လမ်းသို့သွားလျှင် အဘယ်မြို့သို့ ရောက်ရ မည်ကို ကြားပြောကြပါ လိမ့်မည်ဟု၊
23 ૨૩ અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.
၂၃လျှောက်ဆိုသောစကားကို ငါနှစ်သက်၍၊ သင်တို့တွင် တမျိုးတယောက်စီ၊ လူပေါင်း တကျိပ် နှစ်ယောက်တို့ကို ရွေးထား၏။
24 ૨૪ અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.
၂၄ထိုသူတို့သည် တောင်ပေါ်သို့ လှည့်သွား၍၊ ဧရှကောလချိုင့်သို့ ရောက်သဖြင့် စူးစမ်းကြ၏။
25 ૨૫ અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.
၂၅ထိုပြည်၌ရသော သစ်သီးကို ထမ်း၍ ဆောင်ခဲ့ လျက်၊ ငါတို့ဘုရားသခင် ထာဝရဘုရားပေးတော်မူ သောပြည်သည် ကောင်းသော ပြည်ဖြစ်၏ဟု ကြားပြော ကြသော်လည်း၊
26 ૨૬ “પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.
၂၆သင်တို့သည် မသွားဘဲ၊ သင်တို့ဘုရားသခင် ထာဝရဘုရား၏ အမိန့်တော်ကို ဆန်လျက်၊
27 ૨૭ અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, ‘યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.
၂၇ထာဝရဘုရားသည် ငါတို့ကိုမုန်း၍ ဖျက်ဆီးချင် သောကြောင့်၊ အာမောရိလူတို့ လက်၌ အပ်လိုသောငှါ၊ အဲဂုတ္တုပြည်မှ နှုတ်ဆောင်တော်မူသည်တကား။
28 ૨૮ હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.”
၂၈ငါတို့သည် အဘယ်သို့ သွားရမည်နည်း။ ညီအစ်ကိုတို့က၊ ထိုပြည်သားတို့သည် ငါတို့ထက်သာ၍ ကြီး၏။ အရပ်လည်း သာ၍မြင့်၏။ မြို့လည်း မိုဃ်း ကောင်းကင်သို့ထိသော မြို့ရိုးလည်းရှိ၏။ ထိုပြည်၌ လည်း၊ အာနကအမျိုးသားတို့ကို မြင်ရ၏ဟု ငါတို့စိတ်ကို ဖျက်ကြပြီဟု သင်တို့သည် တဲများ၌ ဆန့်ကျင်ဘက်ပြု ကြ၏။
29 ૨૯ ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.
၂၉ထိုအခါ ငါက၊ မထိတ်လန့်ကြနှင့်၊ သူတို့ကို မကြောက်ကြနှင့်။
30 ૩૦ તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે.
၃၀သင်တို့ရှေ့မှာကြွတော်မူသော သင်တို့၏ ဘုရား သခင် ထာဝရဘုရားသည် သင်တို့မျက်မှောက်၊ အဲဂုတ္တုပြည်၌၎င်း၊
31 ૩૧ અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે.”
၃၁သင်တို့လိုက်လာသော လမ်းတလျှောက်လုံး၊ ဤအရပ်တိုင်အောင် အဘသည် သားကို ချီပိုက်သကဲ့သို့၊ သင်တို့၏ ဘုရားသခင် ထာဝရဘုရားသည် သင်တို့ကို ချီပိုက်တော်မူသော ကျေးဇူးတော်ကို ခံရာတော၌၎င်း၊ သင်တို့အဘို့ ပြုတော်မူသကဲ့သို့၊ သင်တို့ဘက်၌ စစ်ကူ တော်မူမည်ဟု ဆိုသော်လည်း၊
32 ૩૨ આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ,
၃၂သင်တို့တဲစားခန်းချရာအရပ်ကို ရှာ၍ သင်တို့ သွားလတံ့သောလမ်းကို ပြခြင်းငှါ၊ ညဉ့်ခါ မီး၌၎င်း၊ နေ့အခါ မိုဃ်းတိမ်၌၎င်း၊
33 ૩૩ રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.
၃၃သင်တို့ရှေ့မှာ ကြွတော်မူသော သင်တို့ဘုရားသခင် ထာဝရဘုရား၏ စကားတော်ကို ထိုအမှု၌ သင်တို့ မယုံကြပါတကား။
34 ૩૪ યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે,
၃၄သင်တို့စကားသံကို ထာဝရဘုရားကြား၍ မျက်တော်ထွက်လျက်၊
35 ૩૫ “જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ.
၃၅သူတို့ဘိုးဘေးတို့အား ငါပေးမည်ဟု ငါကျိန်ဆို သော ပြည်ကောင်းကို၊ ယေဖုန္နာ၏သား ကာလက်မှ တပါး၊ ဤဆိုးသောလူမျိုး တစုံတယောက်မျှ ဆက်ဆက် မမြင်ရ။
36 ૩૬ ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે.”
၃၆ထိုသူသည် ထာဝရဘုရားနောက်တော်သို့ လုံးလုံးလိုက်သော ကြောင့် မြင်ရ၏။ သူနင်းသောပြည်ကို သူမှစ၍ သူ၏သားမြေးတို့အား ငါပေးမည်ဟု ကျိန်ဆို တော်မူ၏။
37 ૩૭ વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, “તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ;
၃၇သင်တို့အတွက် ထာဝရဘုရားသည် ငါ့ကိုလည်း အမျက်တော်ထွက်၍၊ သင်သည် ထိုပြည်သို့ မဝင်စားရ။
38 ૩૮ નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે.
၃၈သင့်လက်ထောက် နုန်၏သား ယောရှုသည် ဝင်စားရမည်။ သူသည် ဣသရေလအမျိုးသား အမွေခံ စေမည့်သူ ဖြစ်သောကြောင့်၊ သူ့ကို အားပေးလော့။
39 ૩૯ વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે.
၃၉ရန်သူလုယူရာဖြစ်မည်ဟု သင်တို့ဆိုသော သူငယ်များ၊ ထိုအခါ ကောင်းမကောင်းကို ပိုင်းခြား မသိနိုင်သေးသော သားသမီးများတို့သည် ထိုပြည်ကို ဝင်စား၍၊ ငါပေးသည်အတိုင်း သိမ်းယူကြလိမ့်မည်။
40 ૪૦ પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો.”
၄၀သင်တို့မူကား၊ လှည့်၍ဧဒုံပင်လယ်လမ်းဖြင့် တောသို့ခရီးသွားကြဦးလော့ဟု မိန့်တော်မူ၏။
41 ૪૧ ત્યારે તમે મને જવાબ આપ્યો કે, “અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.” તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો.
၄၁သင်တို့ကလည်း၊ အကျွန်ုပ်တို့သည် ထာဝရ ဘုရားကို ပြစ်မှားမိပါပြီ။ အကျွန်ုပ်တို့ ဘုရားသခင် ထာဝရဘုရား မှာထားတော်မူသမျှအတိုင်း၊ ယခုသွား၍ စစ်တိုက်ပါမည်ဟု ငါ့အား လျှောက်ဆိုလျက်၊ လူအပေါင်း တို့သည် လက်နက်စွဲကိုင်လျက်၊ တောင်ပေါ်သို့ တက်ခြင်း ငှါ အသင့်နေကြ၏။
42 ૪૨ યહોવાહે મને કહ્યું, “તેઓને કહે કે, ‘હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી.”
၄၂ထာဝရဘုရားကလည်း၊ တက်၍ မတိုက်ကြနှင့်။ သင်တို့ဘက်၌ ငါမရှိ။ တိုက်လျှင် ရန်သူရှေ့မှာ ရှုံးရကြ လိမ့်မည်ဟု သင်တို့အား ဆင့်ဆိုရမည်အကြောင်း၊ ငါ့အား မိန့်တော်မူသည်အတိုင်း၊
43 ૪૩ એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો.
၄၃ငါဆင့်ဆိုသော်လည်း သင်တို့သည် နား မထောင်၊ ထာဝရဘုရား၏ အမိန့်တော်ကို ငြင်းဆန်၍ ခိုင်ခံ့သောစိတ်နှင့် တောင်ပေါ်သို့ တက်ကြ၏။
44 ૪૪ પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી.
၄၄ထိုအခါ တောင်ပေါ်မှာရှိနှင့်သော အာမောရိ အမျိုးသားတို့သည် သင်တို့တဘက်၌ ထွက်လာလျက်၊ ပျားများအုံ၍ လိုက်သကဲ့သို့ သင်တို့ကိုလိုက်၍၊ စိရအရပ်၊ ဟောမာမြို့တိုင်အောင် ဖျက်ဆီးကြ၏။
45 ૪૫ તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ.
၄၅သင်တို့သည်လည်း ပြန်လာ၍ ထာဝရဘုရား ရှေ့တော်၌ ငိုကြွေးကြ၏။ သို့သော်လည်း သင်တို့စကား ကို ထာဝရဘုရား နားထောင် နားယူတော်မမူ။
46 ૪૬ આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.
၄၆ထိုကြောင့် ကာဒေရှအရပ်၌ အရင်နေသကဲ့သို့ ကြာမြင့်စွာ နေပြန်ရကြ၏။