< દારિયેલ 9 >
1 ૧ માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. એ અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો.
१दारयावेश राजा जो अहश्वेरोशाचा पुत्र माद्य वंशातून आलेला तो अहश्वेरोश ज्यास खास्द्यांचा राजा करण्यात आले होते.
2 ૨ તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, ‘યહોવાહનું વચન જે યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી’ તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
२दरयावेशाच्या कारकिर्दीच्या पहिल्या वर्षी मी दानीएल, परमेश्वराचे वचन असलेल्या पुस्तकाचा अभ्यास करत होतो, ते वचन जे यिर्मया संदेष्टयाच्याद्वारे प्राप्त झाले. माझ्या लक्षात असे आले की, यरूशलेमेच्या ओसाड दशेचा वेळ पुरा होण्यास सत्तर वर्षे लागतील.
3 ૩ પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું.
३मी हे जाणून माझे मुख परमेश्वर देवाकडे वळवले, यासाठी की उपास करून व गोणताट व राख अंगावर घेऊन प्रार्थना व विनंत्या यांनी त्यास मागणे करावे.
4 ૪ મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો.
४मी माझा देव, “परमेश्वराची प्रार्थना करून पापांची कबूली दिली. मी म्हणालो, हे थोर आणि भयावह देवा, तू महान आहे, जे तुझ्यावर प्रेम करतात व तुझ्या आज्ञा पालन करतात त्यांच्याशी तू आपला करार पाळतो.
5 ૫ અમે પાપ કર્યું છે અને જે ખોટું છે તે કર્યું છે. તમારી આજ્ઞાઓ તથા તમારા હુકમોથી ફરીને દુષ્ટતા કરી છે અને બળવો કર્યો છે.
५आम्ही पाप केले आणि आम्ही कुटीलतेने वागलो आणि बंड झालो तुझे नियम आणि तुझ्या निधीपासून वळलो.
6 ૬ અમારા રાજાઓને, અમારા આગેવાનોને, અમારા પૂર્વજોને તથા દેશના બધા લોકોને તમારા નામે ઉપદેશ આપનાર તમારા સેવકો પ્રબોધકોની વાત અમે સાંભળી નથી.
६तुझे दास जे संदेष्टे तुझ्या नामाने आमचे राजे, सरदार वडिल आणि देशाचे सर्व लोक हयांच्याशी बोलले तेव्हा आम्ही ऐकले नाही.
7 ૭ હે પ્રભુ, ન્યાયીપણું તમારું છે. પણ આજની મુખ પરની શરમ તો અમારી છે. યહૂદિયાના માણસોની, યરુશાલેમના રહેવાસીઓની, સર્વ ઇઝરાયલીઓની તથા તમારી વિરુદ્ધ કરેલા અપરાધને કારણે એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને નસાડી મૂક્યા છે તેઓની છે.
७आमच्या देवा, हे परमेश्वरा धार्मिकता, न्यायत्व तुझे आहे तथापि आज आमची तोंडे लज्जीत झाली आहेत. यहूदाचे यरूशलेमेत राहणारे सर्व इस्राएलाचे सर्व निवासी त्यामध्ये आहेत, त्यांनी तुझ्या विरूद्ध केलेल्या अपराधामुळे, त्यांना तू सर्व देशात विखुरले होते कारण आम्ही तुझ्या विरोधात पाप केले.
8 ૮ હે યહોવાહ, અમારા મુખની શરમ અમારી, અમારા રાજાઓની, આગેવાનોની અને અમારા પૂર્વજોની છે. કેમ કે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
८हे परमेश्वरा आमच्या तोंडाला काळे लागले आहे कारण आमचे राजे, आमचे सरदार आणि पूर्वज आम्ही सर्वांनी तुझ्या विरोधात पाप केले आहे.
9 ૯ દયા તથા ક્ષમા પ્રભુ અમારા ઈશ્વરની છે, કેમ કે અમે તમારી સામે બળવો કર્યો છે.
९आमचा देव परमेश्वर दयेचा व क्षमेचा सागर आहे; आम्ही त्याच्याबरोबर फितुरी केली.
10 ૧૦ યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમે માની નથી તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આપ્યા હતા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.
१०आम्ही आपला देव परमेश्वर याची वाणी ऐकली नाही, तसेच जी त्याने आपल्या नियमशास्त्राद्वारे त्याच्या संदेष्ट्यांकडून दिली होती.
11 ૧૧ સર્વ ઇઝરાયલે ફરી જઈને તમારી વાણી માની નથી અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ રેડી દેવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યુ છે.
११सर्व इस्राएलाने तुझी वाणी नाकारून तुझ्या नियमाशास्त्राविरोधात पाप केले आहे. देवाचा सेवक मोशे यांच्याद्वारे लिहिलेल्या शापाचा आणि शपथेचा वर्षाव आमच्यांवर झाला आहे, कारण त्याच्या विरोधात पाप केले.
12 ૧૨ અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી તથા અમારા રાજકર્તાઓ વિરુદ્ધ તેમણે જે વચનો કહેલા હતાં તે યહોવાહે પરિપૂર્ણ કર્યાં છે. કેમ કે યરુશાલેમને જે કરવામાં આવ્યું છે તેવું આખા આકાશ નીચે ક્યાંય કરવામાં આવ્યું નથી.
१२परमेश्वराने आमच्या आणि आमच्या शासकाच्या विरोधात बोललेल्या वचनाची खात्री आमच्यावर अरिष्ट पाठवून केली आहे. यरूशलेमेवर जे संकट आले तसे आकाशाखाली कोठेही झाले नाही.
13 ૧૩ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તોપણ તમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે, અમે યહોવાહ તમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી.
१३मोशेच्या नियमशास्त्रात लिहील्याप्रमाणे ही सर्व विपत्ती आमच्यावर आली, तरी आम्ही पश्चाताप करून आपला देव परमेश्वर याच्या दयेची आणभाक केली नाही.
14 ૧૪ માટે યહોવાહ અમારા પર આપત્તિ લાવવાને તૈયાર હતા અને અમારા પર આપત્તિ લાવ્યા પણ ખરા. કેમ કે યહોવાહ અમારા ઈશ્વર પોતે કરેલા બધા કામોમાં ન્યાયી છે, અમે તેમની વાણી માની નથી.
१४म्हणून आता परमेश्वराने अरिष्टावर नजर ठेवून ते आम्हावर आणले आहे, कारण परमेश्वर आमचा देव जी सगळी कामे करतो त्यामध्ये तो न्यायी आहे; आणि आम्ही त्याचा शब्द मानला नाही.
15 ૧૫ હવે, હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીય અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે.
१५प्रभू आमच्या देवा, तू आपले लोक मिसर देशातून प्रतापी हाताने बाहेर आणले, आणि आज आहे त्याप्रमाणे आपणाला किर्ती प्राप्त करून घेतली आहे; आम्ही पाप केले आहे, आम्ही दुष्टाईने वागलो आहे.
16 ૧૬ હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે.
१६हे प्रभू, आपल्या सर्व न्यायकृत्याप्रमाणे यरूशलेम नगरीवरील, तुझ्या पवित्र पर्वतावरील, आपला क्रोध व संताप दूर कर; आमच्या पातकांमुळे व आमच्या पूर्वजांच्या दुष्कर्मांमुळे यरूशलेम व तुझे लोक आसपासच्या सर्वांना निंदेचे विषय झाले आहेत.
17 ૧૭ હવે, હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,
१७हे आमच्या देवा, आपल्या सेवकाच्या प्रार्थना व विनविण्याकडे कान दे; प्रभू, तुझ्या ओसाड झालेल्या स्थानावर आपला प्रकाश पाड.
18 ૧૮ હે મારા ઈશ્વર, કાન દઈને અમારી વિનંતી સાંભળો, તમારી આંખ ઉઘાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે; તમારા નામે ઓળખાતાં નગર તરફ જુઓ. અમે તમારી સહાય અમારા ન્યાયીપણાને લીધે નહિ, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ.
१८देवा ऐक, देवा क्षमा कर, देवा लक्ष दे आणि कार्य कर तुझ्या नावासाठी उशीर करू नको, माझ्या देवा, कारण तुझ्या शहरास आणि तुझ्या लोकांस तुझे नाव दिले आहे. कारण आम्ही आपल्या न्यायीपणामुळे आपल्या विनंत्या तुझ्यापुढे ठेवतो असे नाही, तर तुझ्या अपार दयेमुळे त्या तुझ्यापुढे ठेवतो.
19 ૧૯ હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે.”
१९हे प्रभू, ऐक, हे प्रभू, क्षमा कर, हे प्रभू, कान दे, आणि कार्य कर, उशीर करू नको; हे माझ्या देवा, तू आपणाकरता असे कर, कारण तुझ्या नगराला व तुझ्या लोकांस तुझे नाव आहे.
20 ૨૦ હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારા અને મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, મારા ઈશ્વરના પવિત્ર પર્વતને સારુ યહોવાહ મારા ઈશ્વરની આગળ મારી અરજો રજૂ કરતો હતો.
२०आणि मी बोलत व प्रार्थना करीत असता आणि आपले पाप व आपले लोक इस्राएल यांचे पाप कबूल करीत असता, आणि आपल्या देवाच्या पवित्र पर्वताकरिता परमेश्वर माझा देव याच्यापुढे माझी विनंती सादर करीत होतो.
21 ૨૧ હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો.
२१मी प्रार्थना करत असता पहिल्याने ज्याला मी माझ्या दृष्टांतात पाहिले तो गब्रीएल तो संध्याकाळच्या यज्ञसमयी माझ्यासमीप आला.
22 ૨૨ તેણે મને સમજણ પાડી અને મને કહ્યું, “હે દાનિયેલ, હું તને બુદ્ધિ તથા સમજ આપવા આવ્યો છું.
२२आणि तो मला समज देत असतांना माझ्याशी बोलत म्हणाला, दानीएला, तुला ज्ञान व समज देण्यासाठी मी आता निघून आलो आहे.
23 ૨૩ તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ.
२३तुझ्या विनंत्यांच्या आरंभी वचन निघाले, आणि ते प्रगट करायला मी आलो आहे, कारण तू फारच प्रिय आहेस; म्हणून या गोष्टीचा विचार कर आणि दृष्टांत समजून घे.
24 ૨૪ અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું શુદ્ધિકરણ કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે.
२४सत्तर सप्तकांचा काळ तुझ्या लोकांसाठी आणि तुझ्या शहरासाठी घोषीत करण्यात आला होता; ज्यात पापाचा अंत व्हावा, अधार्मिकतेसाठी प्रायश्चित करावे, सनातन धार्मिकता उदयास यावी, दृष्टांत व स्वप्न पूर्ण व्हावे आणि पवित्रस्थानाचा अभिषेक व्हावा.
25 ૨૫ માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી સાત અઠવાડિયાં લાગશે. બાસઠ અઠવાડિયામાં યરુશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે.
२५हे जाण आणि समजून घे की, यरूशलेमेची पुनर्बांधणी करण्याची आज्ञा झाल्यापासून तर अभिषिक्त पुढारी येईपर्यंतचा अवकाश सात सप्तके आणि बासष्ट आठवडे आहे. त्यानंतर यरूशमेलेची पुनर्बांधणी होईल; आणि संकटाच्या काळातही खंदक आणि कोट यांसह ती बांधण्यात येईल.
26 ૨૬ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે.
२६बासष्ट आठवड्यानंतर अभिषिक्ताचा वध करण्यात येईल व त्याकडे काही उरणार नाही जो येणारा अधिपती त्याचे सैन्य शहर आणि वेदी यांचा नाश करतील, त्याचा नाश पुराने होईल युध्द शेवटपर्यंत होईल सर्व काही उजाड होण्याची घोषणा झाली आहे.
27 ૨૭ તે એક અઠવાડિયાં સુધી કરારને પાકો કરશે. તે અઠવાડિયાની વચ્ચેના દિવસોમાં બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. ધિક્કારપાત્રની પાંખ પર વેરાન કરનાર આવશે. જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર કોપ રેડવામાં આવશે.”
२७एक सप्तकाचा करार तो पुष्कळासोबत पक्का करेल, सप्तकाच्या मध्यात तो यज्ञ आणि अर्पणे बंद करील. नाश करणारा अमंगळाच्या पंखावर स्वार होऊन येईल. संपूर्ण नाश आणि अंत ठरलेला आहे. नाश करणाऱ्यावर त्याचा वर्षाव करण्यात येईल.”