< દારિયેલ 6 >

1 રાજા દાર્યાવેશને રાજ્ય પર એકસો વીસ સૂબાઓ નીમવાનું ઠીક લાગ્યું કે જેઓ જુદે જુદે સ્થળે રહે અને આખા રાજ્ય પર રાજ કરે.
Сподо́балося Дарієві, і він поставив над царством сто й двадцять сатра́пів, щоб були над усім царством.
2 તેઓના પર દાર્યાવેશે ત્રણ વહીવટદાર નીમ્યા. તેઓમાંનો એક દાનિયેલ હતો. કે જેથી પેલા અધિક્ષકો તેને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહિ.
А вище від них — три найвищі урядники, що одним із них був Даниїл, яким ці сатра́пи здавали звіт, а цар щоб не був пошкодо́ваний.
3 દાનિયેલ બીજા વહીવટદારો તથા પ્રાંતના સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો કેમ કે તેનામાં અદ્ભૂત આત્મા હતો. રાજા તેને આખા રાજ્ય પર નીમવાનો વિચાર કરતો હતો.
Тоді цей Даниїл блищав над найвищими урядниками та сатра́пами, бо в ньому був високий дух, і цар заду́мував поставити його над усім царством.
4 ત્યારે મુખ્ય વહીવટદારો તથા સૂબાઓ રાજ્ય માટે કરેલા કામમાં દાનિયેલની ભૂલ શોધવા લાગ્યા, પણ તેઓને તેના કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર કે નિષ્ફળતા મળી આવી નહિ, કેમ કે તે વિશ્વાસુ હતો. કોઈ ભૂલ કે બેદરકારી તેનામાં માલૂમ પડી નહિ.
Тоді найвищі урядники та сатра́пи стали шукати причини оска́ржити Даниїла в справі царства, але жодної причини чи ва́ди знайти не могли́, бо той був вірний, і жодна по́милка чи вада не була зна́йдена на нього.
5 ત્યારે આ માણસોએ કહ્યું, “જ્યાં સુધી આપણે તેના ઈશ્વરના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધીએ, ત્યાં સુધી આ દાનિયેલ વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત મળવાનું નથી.”
Тоді ці люди сказали: „Ми не зна́йдемо на цього Даниїла жодної причини, якщо не зна́йдемо проти нього в зако́ні його Бога“.
6 પછી આ વહીવટદારો તથા સૂબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા. તેઓએ રાજાને કહ્યું, “હે રાજા દાર્યાવેશ, સદા જીવતા રહો!
Тоді найвищі урядники та ті сатра́пи поспішили до царя, і так йому говорили: „Ца́рю Да́ріє, живи навіки!
7 રાજ્યના બધા વહીવટદારો, સૂબાઓ, રાજકર્તાઓ, અમલદારો તથા સલાહકારોએ ભેગા મળીને ચર્ચા કરીને નિર્ણય કર્યો છે કે, આપે એવો હુકમ બહાર પાડવો જોઈએ કે, જે કોઈ આવતા ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈ પણ દેવ કે, માણસની આગળ અરજ કરે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે.
Нара́дилися всі найвищі урядники царства, заступники та сатра́пи, радники та підсатрапи встановити царську́ постанову та видати заборо́ну, щоб аж до тридцяти день кожен, хто буде просити яке проха́ння від якогобудь бога чи люди́ни, крім від тебе, о ца́рю, був уки́нений до ле́в'ячої ями.
8 હવે, હે રાજા, એવો મનાઈ હુકમ કરો અને તેના સહીસિક્કા કરો જેથી તે બદલાય નહિ, માદીઓના તથા ઇરાનીઓના લોકોના કાયદાઓ રદ કરી શકાતા નથી.”
Тепер, ца́рю, затверди́ цю заборону, і напиши це писа́ння, яке не могло б бути змінене за зако́ном мі́дян та персів, що не міг би бути відмі́нений“.
9 તેથી રાજા દાર્યાવેશે મનાઈ હુકમ ઉપર સહી કરી.
Тому́ цар Дарій написав це писа́ння та заборо́ну.
10 ૧૦ જ્યારે દાનિયેલને જાણ થઈ કે હુકમ ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે ઘરે આવ્યો તેના ઉપલા માળના ઓરડાની બારીઓ યરુશાલેમની તરફ ખુલ્લી રહેતી હતી. તે અગાઉ કરતો હતો તે પ્રમાણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરીને અને પોતાના ઈશ્વરનો આભાર માન્યો.
А Даниїл, коли довідався, що було написане те писа́ння, пішов до свого дому, — а ві́кна його в його го́рниці були відчинені навпроти Єрусалиму, і в три уста́лені порі́ на день він па́дав на свої коліна, і молився та сла́вив свого Бога, бо робив так і перед тим.
11 ૧૧ ત્યારે આ માણસો જેઓએ ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ દાનિયેલને પોતાના ઈશ્વરની પ્રાર્થના કરતો અને તેમની સહાય માટે યાચના કરતો જોયો.
Тоді ці мужі поспішили до нього, і знайшли Даниїла, що він просив та благав свого Бога.
12 ૧૨ તેથી તેઓએ રાજા પાસે જઈને તેના હુકમ વિષે કહ્યું, “હે રાજા, શું તમે એવો હુકમ ફરમાવ્યો ન હતો કે જે કોઈ ત્રીસ દિવસ સુધી આપના સિવાય બીજા કોઈપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોના બિલમાં નાખવામાં આવશે?” રાજાએ જવાબ આપ્યો, “આ વાત સાચી છે, માદીઓ તથા ઇરાનીઓનો કાયદા પ્રમાણે તે છે; જે કદી રદ થતા નથી.”
Тоді вони підійшли й розповіли́ перед царем про царську́ заборону: „Чи ж не написав ти заборони, що кожна люди́на, яка буде просити аж до тридцяти день від якогобудь бога чи люди́ни, окрім від тебе, ца́рю, буде вкинена до ле́в'ячої ями?“Цар відповів та й сказав: „Це слово певне, як право мі́дян та персів, що не може бути відмінене“.
13 ૧૩ તેઓએ રાજાને જવાબ આપ્યો, “યહૂદિયાના કેદીઓમાંનો એક દાનિયેલ, હે રાજા તમારી વાતો પર કે તમે સહી કરેલા હુકમ પર ધ્યાન આપતો નથી. તે દિવસમાં ત્રણ વખત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.”
Тоді вони відповіли́ та й сказали перед царем: „Даниїл, що з вигна́ння Юдиних синів, не звернув уваги на тебе, о ца́рю, та на заборону, яку написав ти, і в три уста́лені порі́ на день приносить свою молитву“.
14 ૧૪ જ્યારે રાજાએ આ સાંભળ્યું, ત્યારે તેને ખૂબ જ દુ: ખ થયું, દાનિયેલને બચાવવાનો રસ્તો શોધવાનો મનમાં વિચાર કરવા લાગ્યો. સૂર્યાસ્ત થતાં સુધી દાનિયેલને બચાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
Тоді цар, як почув це слово, сильно засмути́вся, і звернув свою думку на Даниїла, щоб його врятувати, і аж до за́ходу сонця силувався ви́зволити його.
15 ૧૫ આ માણસો જેઓએ એકત્ર થઈને રાજા સાથે ષડ્યંત્ર રચ્યું હતું તેઓએ આવીને તેને કહ્યું, “હે રાજા, આપે જાણવું જોઈએ કે, માદીઓ અને ઇરાનીઓના કાયદા એવા છે કે, રાજાએ કરેલો કોઈ હુકમ કે, કાયદો બદલી શકાતો નથી.”
Того ча́су ці мужі поспішили до царя, і говорили цареві: „Знай, ца́рю, що за правом мі́дян та персів усяка заборона та постанова, яку цар устано́вить, не може бути змі́нена“.
16 ૧૬ ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો.”
Тоді цар звелів, і привели́ Даниїла, та й кинули до ле́в'ячої ями. Цар заговорив і сказав Даниїлові: „Твій Бог, що ти Йому служиш, Він за́вжди врятує тебе!“
17 ૧૭ એક મોટો પથ્થર લાવીને બિલના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો, રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના અમીરોની મુદ્રા વડે સિક્કો માર્યો, જેથી દાનિયેલની બાબતમાં કંઈ પણ ફેરફાર થાય નહિ.
І прине́сений був один камінь, і був покладений на о́твір ями, а цар запеча́тав її своєю печаткою та печаткою своїх вельмо́ж, що не бу́де змінена Даниїлова справа.
18 ૧૮ પછી રાજા પોતાના મહેલમાં ગયો અને આખી રાત તેણે કંઈ ખાધું નહિ. તેમ વાજિંત્રો પણ તેની આગળ લાવવામાં કે વગાડવામાં આવ્યાં નહિ, તેની ઊંઘ ઊડી ગઈ.
Тоді цар пішов до свого пала́цу, і провів ніч у по́сті, і до нього не впроваджено нало́жниці, а сон його помандрува́в від нього.
19 ૧૯ પછી રાજા બીજા દિવસે વહેલી સવારે ઊઠીને સિંહોના બિલ આગળ ગયો.
Того ча́су цар устав за зірни́ці на світа́нку, і в по́спіху пішов до ле́в'ячої ями.
20 ૨૦ જ્યારે તે બિલ આગળ પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારી. તેણે દાનિયેલને કહ્યું, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું સતત સેવા કરે છે, તે તારા ઈશ્વર તને સિંહોથી બચાવી શક્યા છે?”
А як цар наближа́вся до ями, до Даниїла, то кликнув сумним голосом. Цар заговорив та й сказав до Даниїла: „Даниїле, ра́бе Бога Живого, чи твій Бог, Якому ти за́вжди служиш, міг урятувати тебе від ле́вів?“
21 ૨૧ ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, સદા જીવતા રહો.
Тоді Даниїл заговорив із царем: „Ца́рю, навіки живи!
22 ૨૨ મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં એટલે તેઓ મને કશી ઈજા નથી કરી શક્યા. કેમ કે, હું તેઓની નજરમાં તથા તમારી આગળ પણ નિર્દોષ માલૂમ પડ્યો છું. અને હે રાજા, મેં આપનો પણ કોઈ ગુનો કર્યો નથી.”
Мій Бог послав Свого Ангола, і позамикав па́щі ле́вів, і вони не пошко́дили мені, бо перед Ним зна́йдено було мене невинним, а також перед тобою, ца́рю, я не зробив шкоди“.
23 ૨૩ ત્યારે રાજાને ઘણો આનંદ થયો. તેણે હુકમ કર્યો કે, દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવે. તેથી દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેના શરીર ઉપર કોઈપણ ઈજા જોવા મળી નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વરમાં વિશ્વાસ રાખ્યો હતો.
Тоді цар сильно зрадів, і сказав вивести Даниїла з ями. І Даниїл був ви́ведений з ями, і жодної шкоди не зна́йдено на ньому, бо він вірував у Бога свого́.
24 ૨૪ પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.
І сказав цар, і привели́ тих мужів, що доне́сли на Даниїла, і повкида́ли до ле́в'ячої ями їх, їхніх дітей та їхніх жіно́к. І вони не сягнули ще до дна ями, як леви вже похапа́ли їх, і поторо́щили всі їхні кості.
25 ૨૫ પછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વી પર રહેતા લોકોને, પ્રજાઓને તથા વિવિધ ભાષા બોલનારાઓને પત્ર લખ્યો કે, “તમને અધિકાધિક શાંતિ થાઓ.
Того ча́су цар Дарій написав до всіх наро́дів, племе́н та язи́ків, що ме́шкали по всій землі: „Нехай мир вам примно́житься!
26 ૨૬ હું હુકમ કરું છું કે, મારા આખા રાજ્યના લોકોએ દાનિયેલના ઈશ્વરની આગળ કાંપવું તથા બીવું. કેમ કે તે જીવતા તથા સદાકાળ જીવંત ઈશ્વર છે. તેમના રાજ્યનો નાશ થશે નહિ; તેમની સત્તાનો અંત આવતો નથી.
Від мене виданий нака́з, щоб у всьому панува́нні мого царства тремтіли та боялися перед Даниїловим Богом, бо Він Бог Живий і існує повіки, і царство Його не буде зруйно́ване, а панува́ння Його — аж до кінця.
27 ૨૭ તે આપણને સંભાળે છે અને મુક્ત કરે છે, તે આકાશમાં અને પૃથ્વી પર, ચિહ્નો તથા ચમત્કારો કરે છે; તેમણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”
Він рятує та визволя́є, і чинить зна́ки та чу́да на небі та на землі, Він урятував Даниїла від ле́в'ячої сили“.
28 ૨૮ આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન તથા ઇરાનની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.
І той Даниїл мав пово́дження за царюва́ння Да́рія та за царюва́ння Кіра перського.

< દારિયેલ 6 >