< દારિયેલ 2 >

1 નબૂખાદનેસ્સાર રાજાના શાસનના બીજા વર્ષે તેને સ્વપ્નો આવ્યાં. તેનું મન ગભરાયું, તે ઊંઘી શક્યો નહિ.
Léta pak druhého kralování Nabuchodonozora měl Nabuchodonozor sen, a děsil se duch jeho, až se tudy i ze sna protrhl.
2 ત્યારે રાજાએ જાદુગરો તથા મેલીવિદ્યા કરનારને બોલાવ્યા. તેણે મંત્રવિદ્યા જાણનારાઓને તથા ખાલદીઓને પણ તેડાવ્યા. તે ઇચ્છતો હતો કે તેઓ તેના સ્વપ્ન વિષે તેને કહી જણાવે. તેઓ અંદર આવીને રાજા આગળ ઊભા રહ્યા.
I rozkázal král svolati mudrce, a hvězdáře i kouzedlníky a Kaldejské, aby oznámili králi sen jeho. Kteřížto přišli, a postavili se před králem.
3 રાજાએ તેઓને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે.”
Tedy řekl jim král: Měl jsem sen, a předěsil se duch můj, tak že nevím, jaký to byl sen.
4 ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું.”
I mluvili Kaldejští králi Syrsky: Králi, na věky buď živ. Pověz sen služebníkům svým, a oznámímeť výklad.
5 રાજાએ ખાલદીઓને જવાબ આપ્યો કે, “એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહિ જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે.
Odpověděl král a řekl Kaldejským: Ten sen mi již z paměti vyšel. Neoznámíte-li mi snu i výkladu jeho, na kusy rozsekáni budete, a domové vaši v záchody obráceni budou.
6 પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
Pakli mi sen i výklad jeho oznámíte, daru, odplaty a slávy veliké důjdete ode mne. A protož sen i výklad jeho mi oznamte.
7 તેઓએ ફરીથી તેને જણાવ્યું કે, “હે રાજા આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ.”
Odpověděli po druhé a řekli: Nechať král sen poví služebníkům svým, a výklad jeho oznámíme.
8 રાજાએ જવાબ આપ્યો, “હું નક્કી જાણું છું કે તમે સમય મેળવવા ઇચ્છો છો, કેમ કે તમે જુઓ છો કે આ વિષે મારો નિર્ણય શો છે.
Odpověděl král a řekl: Jistotně rozumím tomu, že naschvál odtahujete, vidouce, že mi vyšel z paměti ten sen.
9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જૂઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણી શકું કે તમે પણ અર્થ કહી શકશો.”
Neoznámíte-li mi toho snu, jistý jest ten úsudek o vás. Nebo řeč lživou a chytrou smyslili jste sobě, abyste mluvili přede mnou, ažby se čas proměnil. A protož sen mi povězte, a zvím, budete-li mi moci i výklad jeho oznámiti.
10 ૧૦ ખાલદીઓએ રાજાને જવાબ આપ્યો, “પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને આવી કોઈ વાત પૂછી નથી.
Odpověděli Kaldejští králi a řekli: Není člověka na zemi, kterýž by tu věc králi oznámiti mohl. Nadto žádný král, kníže neb potentát takové věci se nedoptával na žádném mudrci a hvězdáři aneb Kaldeovi.
11 ૧૧ જે માગણી રાજા કરે છે તે મુશ્કેલ છે, દેવો કે જેઓ માણસોની મધ્યે રહેતા નથી તેઓના સિવાય બીજો કોઈ રાજાને આ વાત કહી શકે નહિ.
Nebo ta věc, na niž se král ptá, nesnadná jest, a není jiného, kdo by ji oznámiti mohl králi, kromě bohů, kteříž bydlení s lidmi nemají.
12 ૧૨ આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો ચઢ્યો અને તે કોપાયમાન થયો. તેણે બાબિલના બધા જ્ઞાનીઓનો નાશ કરવાનો હુકમ આપ્યો.
Z té příčiný rozlítil se král a rozhněval velmi, a přikázal, aby zhubili všecky mudrce Babylonské.
13 ૧૩ એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.
A když vyšel ortel, a mudrci mordováni byli, hledali i Daniele a tovaryšů jeho, aby zmordováni byli.
14 ૧૪ આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો.
Tedy Daniel odpověděl moudře a opatrně Ariochovi, hejtmanu nad žoldnéři královskými, kterýž vyšel, aby mordoval mudrce Babylonské.
15 ૧૫ દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી.
A odpovídaje, řekl Ariochovi, hejtmanu královskému: Proč ta výpověd náhle vyšla od krále? I oznámil tu věc Arioch Danielovi.
16 ૧૬ તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.
Pročež Daniel všed, prosil krále, aby jemu prodlel času k oznámení výkladu toho králi.
17 ૧૭ પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી.
A odšed Daniel do domu svého, oznámil tu věc Chananiášovi, Mizaelovi a Azariášovi, tovaryšům svým,
18 ૧૮ તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.
Aby se za milosrdenství modlili Bohu nebeskému příčinou té věci tajné, a nebyli zahubeni Daniel a tovaryši jeho s pozůstalými mudrci Babylonskými.
19 ૧૯ તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિષે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.
I zjevena jest Danielovi u vidění nočním ta věc tajná. Pročež Daniel dobrořečil Bohu nebeskému.
20 ૨૦ અને કહ્યું, “ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.
Mluvil pak Daniel a řekl: Buď jméno Boží požehnáno od věků až na věky, nebo moudrost a síla jeho jest.
21 ૨૧ તે સમયોને તથા ઋતુઓને બદલે છે; તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીને ડહાપણ તથા બુદ્ધિમાનને સમજ આપે છે.
A on proměňuje časy i chvíle; ssazuje krále, i ustanovuje krále; dává moudrost moudrým a umění majícím rozum.
22 ૨૨ તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે. કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે, પ્રકાશ તેમની સાથે રહે છે.
On zjevuje věci hluboké a skryté; zná to, což jest v temnostech, a světlo s ním přebývá.
23 ૨૩ હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે. અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે; તમે અમને રાજાની વાત જણાવી છે.”
Ó Bože otců mých, těť oslavuji a chválím, že jsi mne moudrostí a silou obdařil, ovšem nyní, že jsi mi oznámil to, čehož jsme žádali od tebe; nebo věc královu oznámil jsi nám.
24 ૨૪ પછી દાનિયેલ આર્યોખ કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, “બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહિ. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”
A protož Daniel všel k Ariochovi, kteréhož ustanovil král, aby zhubil mudrce Babylonské. A přišed, takto řekl jemu: Mudrců Babylonských nezahlazuj; uveď mne před krále a výklad ten oznámím.
25 ૨૫ ત્યારે આર્યોખ દાનિયેલને ઉતાવળથી રાજાની હજૂરમાં લઈ ગયો અને કહ્યું, “મને યહૂદિયામાંથી પકડી લાવેલા માણસોમાંથી એક માણસ મળી આવ્યો છે જે રાજાના સ્વપ્નનો અર્થ પ્રગટ કરશે.”
Tedy Arioch s chvátáním uvedl Daniele před krále, a takto řekl jemu: Našel jsem muže z zajatých synů Judských, kterýž výklad ten králi oznámí.
26 ૨૬ રાજાએ દાનિયેલને જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તેને કહ્યું, “મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?”
Odpověděl král a řekl Danielovi, jehož jméno bylo Baltazar: Budeš-liž ty mi moci oznámiti sen, kterýž jsem viděl, i výklad jeho?
27 ૨૭ દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, “જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી.
Odpověděl Daniel králi a řekl: Té věci tajné, na niž se král doptává, nikoli nemohou mudrci, hvězdáři, věšťci a hadači králi oznámiti.
28 ૨૮ પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે.
Ale však jest Bůh na nebi, kterýž zjevuje tajné věci, a on ukázal králi Nabuchodonozorovi, co se díti bude v potomních dnech. Sen tvůj, a což jsi ty viděl na ložci svém, toto jest:
29 ૨૯ હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિષે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા, રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે.
Tobě, ó králi, na mysl přicházelo na ložci tvém, co bude potom, a ten, kterýž zjevuje tajné věci, ukázalť to, což budoucího jest.
30 ૩૦ બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડહાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી. પણ એટલા માટે કે, રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો.
Strany pak mne, ne skrze moudrost, kteráž by při mně byla nade všecky lidi, ta věc tajná mně zjevena jest, ale skrze modlitbu, aby ten výklad králi oznámen byl, a ty myšlení srdce svého abys zvěděl.
31 ૩૧ હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો.
Ty králi, viděl jsi, a aj, obraz nějaký veliký, (obraz ten byl znamenitý a blesk jeho náramný), stál naproti tobě, kterýž na pohledění byl hrozný.
32 ૩૨ તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં.
Toho obrazu hlava byla z zlata výborného, prsy jeho a ramena jeho z stříbra, a břicho jeho i bedra jeho z mědi,
33 ૩૩ તેના પગ લોખંડના બનેલા હતાં. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો.
Hnátové jeho z železa, nohy jeho z částky z železa a z částky z hliny.
34 ૩૪ આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા.
Hleděls na to, až se utrhl kámen, kterýž nebýval v rukou, a udeřil obraz ten v nohy jeho železné a hliněné, a potřel je.
35 ૩૫ પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળાંમાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
A tak potříno jest spolu železo, hlina, měď, stříbro i zlato, a bylo to všecko jako plevy z placu letního, a zanesl to vítr, tak že místa jejich není nalezeno. Kámen pak ten, kterýž udeřil v obraz, učiněn jest horou velikou, a naplnil všecku zemi.
36 ૩૬ આ તમારું સ્વપ્ન હતું. હવે અમે તમને તેનો અર્થ જણાવીશું.
Toť jest ten sen. Výklad jeho také povíme králi:
37 ૩૭ હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે.
Ty králi, jsi král králů; nebo Bůh nebeský dal tobě království, moc a sílu i slávu.
38 ૩૮ જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો.
A všeliké místo, na němž přebývají synové lidští, zvěř polní i ptactvo nebeské dal v ruku tvou, a pánem tě ustavil nade všemi těmi věcmi. Ty jsi ta hlava zlatá.
39 ૩૯ તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.
Ale po tobě povstane království jiné, nižší než tvé, a jiné království třetí měděné, kteréž panovati bude po vší zemi.
40 ૪૦ ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે.
Království pak čtvrté bude tvrdé jako železo. Nebo jakož železo drobí a zemdlévá všecko, tak, pravím, jako železo, kteréž potírá všecko, i ono potře a potříská všecko.
41 ૪૧ જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે.
Že jsi pak viděl nohy a prsty z částky z hliny hrnčířské a z částky z železa, království rozdílné znamená, v němž bude něco mocnosti železa, tak jakž jsi viděl železo smíšené s hlinou ničemnou.
42 ૪૨ જેમ પગના આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે.
Ale prstové noh z částky z železa a z částky z hliny znamenají království z částky mocné a z částky ku potření snadné.
43 ૪૩ વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.
A že jsi viděl železo smíšené s hlinou ničemnou, ukazuje, že se přízniti budou vespolek lidé, a však nebude se přídržeti jeden druhého, tak jako železo nedrží se z hlinou.
44 ૪૪ તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.
Za dnů pak těch králů vzbudí Bůh nebeský království, kteréž na věky nebude zkaženo, a království to na žádného jiného nespadne, ale ono potře a konec učiní všechněm těm královstvím, samo pak státi bude na věky,
45 ૪૫ તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે.”
Tak jakž jsi viděl, že se s hory utrhl kámen, kterýž nebýval v rukou, a potřel železo, měď, hlinu, stříbro a zlato. Bůh veliký oznámil králi, co býti má potom, a pravý jest sen ten i věrný výklad jeho.
46 ૪૬ નબૂખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પૂજા કરી; તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચઢાવો.
Tedy král Nabuchodonozor padl na tvář svou, a poklonil se Danielovi, a rozkázal, aby oběti a vůně libé obětovali jemu.
47 ૪૭ રાજાએ દાનિયેલને કહ્યું, “સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે. કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે.
A odpovídaje král Danielovi, řekl: V pravdě že Bůh váš jest Bůh bohů a Pán králů, kterýž zjevuje skryté věci, poněvadž jsi mohl vyjeviti tajnou věc tuto.
48 ૪૮ પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વ જ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો.
Tedy král zvelebil Daniele, a dary veliké a mnohé dal jemu, a pánem ho učinil nade vší krajinou Babylonskou, a knížetem nad vývodami, a nade všemi mudrci Babylonskými.
49 ૪૯ દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબિલના વિવિધ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.
Daniel pak vyžádal na králi, aby představil krajině Babylonské Sidracha, Mizacha a Abdenágo. Ale Daniel býval v bráně královské.

< દારિયેલ 2 >