< દારિયેલ 11 >
1 ૧ માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે, હું મિખાયેલને મદદ કરવા તથા મજબૂત કરવા આવ્યો.
And I in the first year of Darius the Mede had my station to assist and to protect him.
2 ૨ હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.
And now will I tell thee the truth. Behold, there will stand up yet three kings of Persia: and the fourth will obtain far greater riches than all [these]: and when he is strong through his riches will he stir up all, [namely, ] the kingdom of Javan.
3 ૩ એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મહા પ્રતાપથી રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છા પ્રમાણે કરશે.
And then will stand up a mighty king, who will rule with great dominion, and do according to his pleasure.
4 ૪ જ્યારે તે ઊભો થશે, ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશના ચાર પવનો તરફ તેના વિભાગ પડશે, પણ તે તેના વંશજોને આપવામાં આવશે નહિ. તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો, તે રાજપદ્ધતિ પ્રમાણે ચાલશે, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે અને જેઓ તેના વંશજો નથી તેઓને તે આપવામાં આવશે.
And when he shall have stood, his kingdom will be broken, and will be divided toward the four winds of the heavens, and not to his posterity, nor according to his dominion which he ruled; for his kingdom will be torn asunder even for others beside those.
5 ૫ દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં વધારે બળવાન થશે, સત્તા ભોગવશે અને તેનું રાજ્ય પણ મોટું હશે.
And the king of the south will become strong, yea, he who is one of his princes; but [another] will become strong against him, and will rule: a great dominion will his dominion be.
6 ૬ થોડાં વર્ષો પછી સાચા સમયે તેઓ સુલેહ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તે પોતાનું બળ ખોશે, તેને તજી દેવામાં આવશે. તે તથા જેઓ તેને લાવ્યા હતા તેઓને તથા તેના પિતાને તથા તે દિવસોમાં તેને બળ આપનારને પણ તજી દેવામાં આવશે.
But at the end of [some] years will they associate themselves together; and the daughter of the king of the south will come to the king of the north to make a settlement of difficulties; but she will not retain the power of the support; neither will he stand, nor his support: but she will be given up with those that had brought her, and he that begat her, and he that strengthened her in those times.
7 ૭ પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે તેઓને પરાજિત કરશે.
But there will up a sprout of her roots in his place, and he will come to the army, and will enter into the stronghold of the king of the north, and will deal with them, and prevail:
8 ૮ તે તેઓના દેવોને, તેઓની ઢાળેલી મૂર્તિઓને તથા સોનાચાંદીના કિંમતી પાત્રોને કબજે કરીને પોતાની સાથે મિસરમાં લઈ જશે. થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે.
And also their gods with their molten images, with their precious vessels of silver and of gold, will he carry into captivity to Egypt; and he will stand off some years from the king of the north.
9 ૯ ઉત્તરનો રાજા દક્ષિણના રાજા ઉપર ચઢી આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે.
But this one will then enter the kingdom of the king of the south, and then return into his own land.
10 ૧૦ તેના દીકરાઓ યુદ્ધ કરશે અને મોટાં સૈન્યો ભેગાં કરશે, તેમાંનો એક તો ધસમસતા પૂરની જેમ ફરી વળીને આ છેડાથી પેલા છેડા સુધી જશે, તે પાછો આવીને તેના કિલ્લા સુધી હુમલો કરશે.
But his sons will commence a war, and assemble a multitude of great armies; and one will certainly enter, and overflow, and pass along: then will he return, and make war again, even to his stronghold.
11 ૧૧ મિસરનો રાજા ભારે ક્રોધમાં ચઢી આવશે અને ઉત્તરના રાજા સામે યુદ્ધ કરશે. ઉત્તરનો રાજા મોટું સૈન્ય ઊભું કરશે અને તે લશ્કર દક્ષિણના રાજાના હાથમાં સોંપવામાં આવશે.
And the king of the south will be moved with bitter wrath, and go forth and fight with him, even with the king of the north: and he will set forth a great multitude; but the multitude [of the other] will be given up into his hand.
12 ૧૨ સૈન્યને લઈ જવામાં આવશે, ત્યારે દક્ષિણના રાજાનું મન ગર્વથી ભરાઈ જશે, પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તે સફળ થશે નહિ.
And the multitude will be lifted up, and his heart will become proud; and he will cast down myriads; but he will not be strengthened by it.
13 ૧૩ ઉત્તરનો રાજા અગાઉના કરતાં બીજું મોટું સૈન્ય ઊભું કરશે. થોડાં વર્ષો પછી, ઉત્તરનો રાજા મોટું સૈન્ય તથા પુષ્કળ સામગ્રી લઈને ચઢી આવશે.
And the king of the north will return, and set forth a multitude greater than the former; and at the end of the times, of years, will he certainly come with a great army and with much riches.
14 ૧૪ તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે.
And in those times many will stand up against the king of the south: also the rebellious sons of thy people will lift themselves up to establish the vision; but they will stumble.
15 ૧૫ તેથી ઉત્તરનો અરામનો રાજા આવશે અને ઊંચી પાળ બાંધીને કિલ્લાબંધ નગરોને જીતી લેશે. દક્ષિણનાં લશ્કરો ટકી શકશે નહિ, તેમ જ તેના ઉત્તમ સૈનિકોમાં પણ ટકી રહેવાની બળ રહેશે નહિ.
And the king of the north will come, and cast up a mound, and capture the city defended by fortifications: and the arms of the south will not withstand, and as regardeth his chosen people, there will be no power [in them] to withstand.
16 ૧૬ પણ ઉત્તરનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણના રાજા વિરુદ્ધ યુદ્ધ કરશે, તેને કોઈ રોકી શકશે નહિ; એ રળિયામણા દેશમાં તેની સત્તા સ્થપાશે. અને તે તેનો કબજો મેળવશે.
But he that cometh against them will do according to his pleasure, and none will stand before him; and he will place himself in the glorious land, which will be altogether in his hand.
17 ૧૭ ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે, તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે, પણ તે યોજના સફળ થશે નહિ કે તેને મદદ મળશે નહિ.
He will also direct his face to enter with the strength of his whole kingdom, having professions of peace with him; and thus will he do it: and he will give him the daughter of his wife to destroy it: but it will not stand, and it will not remain his.
18 ૧૮ તે પછી, દક્ષિણનો રાજા ટાપુઓ પર ધ્યાન આપશે અને તેઓમાંના ઘણાનો કબજો કરશે. પણ સેનાપતિ તેની ઉદ્ધતાઈનો અંત લાવશે અને તેણે કરેલી ઉદ્ધતાઈ પાછી વાળીને તેના પર લાવશે.
And he will direct his face unto the isles, and capture many; but a chieftain will cause to cease his reproach against him: without his giving back to him his own reproach.
19 ૧૯ પછી તે પોતાનું ધ્યાન પોતાના દેશના કિલ્લાઓ તરફ આપશે, પણ તે ઠોકર ખાઈને પડશે અને તે ફરી કદી મળશે નહિ.
Then will he direct his face toward the strong-holds of his own land; but he will stumble and fall, and will no more be found.
20 ૨૦ પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે, જે જુલમથી કર લેનારને પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે. પણ થોડા જ દિવસોમાં તેનો અંત આવશે, પણ ક્રોધમાં કે યુદ્ધમાં નહિ.
And there will stand up in his place one who will cause the exactor [of taxes] to pass through the glorious [land] of the kingdom; but within a few days will he be broken, but not in anger, nor in battle.
21 ૨૧ તેની જગ્યાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્યસત્તાનો અધિકાર આપ્યો નહોતો, તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે.
And there will stand up in his place a despicable person, to whom they assigned not the honor of the kingdom; but he will come in quietly, and lay hold of the kingdom by flatteries.
22 ૨૨ તેની આગળથી મોટું સૈન્ય પૂરના પાણીની જેમ તણાઈ જશે. કરારમાં દાખલ થયેલા સૈન્ય તથા આગેવાન પણ નાશ પામશે.
And the powers of the overflow will be swept away from before him, and will be broken: yea, so also the prince in covenant [with him].
23 ૨૩ તેની સાથે સુલેહ કર્યા પછી તે કપટ કરશે; તે લોકો નાના છતાં તે બળવાન થશે.
And from the time of his associating with him will he deal deceitfully; and he will come up, and obtain the victory with a small number of people.
24 ૨૪ તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.
In quiet and into the fattest portion of the province will he enter; and he will do what his fathers have not done, nor his fathers' fathers: the prey, and spoil, and riches will he divide freely to them, and against the strong-holds will he devise his plans, but only till a certain time.
25 ૨૫ તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે.
And he will then stir up his power and his courage against the king of the south with a great army: and the king of the south will prepare himself for the war with an exceedingly great and mighty army; but he will not stand; for they will devise [evil] plans against him.
26 ૨૬ જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે.
Yea, they that eat of his food will bring his downfall, and the army of the other will overflow; and many will fall down slain.
27 ૨૭ આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે.
And as for both these kings, their heart is bent on mischief, and at one table will they speak lies; but it shall not prosper; for the end is yet for the time appointed.
28 ૨૮ પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે.
Then will he return into his land with great riches, and his heart will be against the holy covenant: and he will do it, and return to his own land.
29 ૨૯ પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ.
At the time appointed will he return, and enter into the south; but not as in the former will it be in the latter time.
30 ૩૦ કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.
For there will come against him the ships of Kittim; and he will become faint-hearted, and return, and will rage against the holy covenant; and he will do it: and he will return, and have an understanding with those that forsake the holy covenant.
31 ૩૧ તેનાં લશ્કરો ઊભાં થશે અને પવિત્રસ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે; તેઓ નિત્યનું દહનાર્પણ લઈ લેશે, તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે.
And the army divisions will proceed from him, and they will defile the sanctuary, the fortress, and remove the continual sacrifice, and they will set up the desolating abomination.
32 ૩૨ કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે.
And such as act wickedly against the covenant will he corrupt by flatteries; but the people that do know their God will be strong, and deal [valiantly].
33 ૩૩ લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે.
And the intelligent among the people will impart understanding to many: yet they will stumble through the sword, and through flame, through captivity, and through being plundered for some time.
34 ૩૪ જ્યારે તેઓ ઠોકર ખાશે, ત્યારે તેઓને થોડી મદદ કરવામાં આવશે; પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે.
But in their stumbling will they be aided with a little help: but many will join themselves to them with deceptive flatteries.
35 ૩૫ કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારુ, શ્વેત કરવા સારુ, તથા શુદ્ધ કરવા સારુ અંતના સમય સુધી પ્રયત્ન કરશે પણ ઠોકર ખાશે. કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે.
And some of the intelligent will stumble, to make a purification among them, and to select and to cleanse them, until the time of the end; because it is yet for the time appointed.
36 ૩૬ તે રાજા પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. સર્વ દેવો કરતાં તે પોતાનાં વખાણ કરશે અને પોતાને મોટો માનશે, સર્વોત્તમ ઈશ્વરની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે. તેનો ક્રોધ પૂરો થતાં તે સફળ થશે. કેમ કે જે નિર્માણ થયેલું છે તે જ પૂરું કરવામાં આવશે.
And the king will do according to his pleasure; and he will exalt and magnify himself above every god, and against the God of gods will he speak incredible things, and he will prosper till the indignation be at an end; for that which is determined will be accomplished.
37 ૩૭ તે પોતાના પૂર્વજોના દેવો કે દેવીને કે બીજા કોઈ દેવને ગણકારશે નહિ. તે ગર્વથી વર્તશે અને બધાના કરતાં પોતાને મોટો ગણશે.
And to the gods of his fathers will he pay no regard; and to the desire of women, or to any god whatever will he not pay any regard; for above all will he magnify himself.
38 ૩૮ તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોનાંચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટસોગાદોથી આદર કરશે.
But in his place he will pay honor to the god of the fortresses; and to a god whom his fathers knew not will he pay honor with gold, and silver, and with precious stones, and costly things.
39 ૩૯ પરદેશી દેવની મદદ વડે તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. તેને સ્વીકારનારાઓને તે આદર આપશે. તે તેઓને ઘણા લોકો પર અધિકારી બનાવશે અને મૂલ્ય લઈને જમીન વહેંચી આપશે.
This will he do for the very strong fortresses together with the strange god: whoever will acknowledge him, him will he give much honor; and he will cause such to rule over many, and he will divide out the land for a price.
40 ૪૦ અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા તેના ઉપર હુમલો કરશે. ઉત્તરનો રાજા રથો, ઘોડેસવારો તથા ઘણાં વહાણો લઈને તેના ઉપર વાવાઝોડાની જેમ ઘસી આવશે. તે ઘણા દેશો પર ચઢી આવશે પૂરની જેમ બધે ફરી વળીને પાર નીકળી જશે.
And at the time of the end will the king of the south push against him; and the king of the north will come against him like a storm-wind, with chariots, and with horsemen, and with many ships; and he will enter into some countries, and will overflow and press along.
41 ૪૧ તે રળિયામણા દેશમાં આવશે; ઘણા ઠોકર ખાશે, પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓના આગેવાનો તેના હાથમાંથી બચી જશે.
And he will enter into the glorious land, and much will be overthrown; but these will escape out of his hand, even Edom, and Moab, and the first portion of the children of 'Ammon.
42 ૪૨ તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે; મિસર દેશ પણ બચશે નહિ.
And he will stretch forth his hand against some countries, and the land of Egypt will not escape.
43 ૪૩ સોનાચાંદીના ભંડારો તથા મિસરની બધી કિંમતી વસ્તુઓ તેના અધિકારમાં હશે; લૂબીઓ તથા કૂશીઓ તેની સેવા કરશે.
And he will have control over the treasures of gold and of silver, and over all the costly things of Egypt: and the Libyans and the Ethiopians will follow at his steps.
44 ૪૪ પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ભયભીત થઈ જશે, ઘણાઓનો નાશ કરવાને, ઘણાઓનો વિનાશ કરવાને ભારે ક્રોધમાં ચાલી આવશે.
But reports out of the east and out of the north will terrify him; and he will go forth with great fury to destroy, and to exterminate many.
45 ૪૫ સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ બાંધશે. તેનો અંત આવશે અને તેને કોઈ મદદ કરશે નહિ.”
And he will pitch the tents of his palace between seas and the glorious holy mountain; and he will come to his end, without one to help him.