< દારિયેલ 10 >
1 ૧ ઇરાનના રાજા કોરેશના શાસનકાળના ત્રીજા વર્ષે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તેને સંદેશ પ્રગટ કરવામાં આવ્યો, આ સંદેશો સત્ય હતો. તે એક મહાન યુદ્ધ વિષેનો હતો. દાનિયેલ જ્યારે સંદર્શનમાં હતો ત્યારે તેણે તે સંદેશો સમજી લીધો.
१पारसाचा राजा कोरेश हयाच्या तिसऱ्या वर्षी दानीएल (ज्याला बेल्टशस्सर हे नाव होते) यास संदेश प्राप्त झाला जो सत्य होता, म्हणजे तो एक मोठ्या युध्दाविषयी होता. दानीएलास तो दृष्टांत व त्या दृष्टांताचा समज प्राप्त झाला.
2 ૨ તે દિવસોમાં, હું દાનિયેલ ત્રણ અઠવાડિયાંનો શોક પાળતો હતો.
२त्या दिवसात मी दानीएल, तीन आठवडे शोक करत होतो.
3 ૩ ત્રણ અઠવાડિયાં પૂરાં થતાં સુધી મેં ભોજન કર્યું નહિ, મેં માંસ ખાધું નહિ, મેં દ્રાક્ષારસ પીધો નહિ અને મેં તેલથી પોતાનો અભિષેક કર્યો નહિ.
३ते तिन आठवडे संपेपर्यंत मी पक्वान्न खाल्ले नाही मी द्राक्षरस प्यालो, नाही माझ्या डोक्याला तेल लावले नाही.
4 ૪ પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ તીગ્રિસ નદીને કિનારે હતો,
४पहिल्या महिन्याच्या चोविसाव्या दिवशी मी महानदीच्या काठावर होतो.
5 ૫ મેં નજર ઊંચી કરીને જોયું, તો જુઓ એક માણસ શણનાં વસ્ત્ર પહેરીને ઊભો હતો, તેની કમરે ઉફાઝનો શુદ્ધ સોનાનો પટ્ટો બાંધેલો હતો.
५मी डोळे वर करून पाहिले तर मला तागाची वस्त्रे घातलेला आणि कंबरेत उफाज देशाच्या शुध्द सोन्याचा पट्टा घातलेला एक पुरुष दिसला.
6 ૬ તેનું શરીર પોખરાજના જેવું હતું, તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. તેના હાથ અને પગ પિત્તળના જેવા હતા. તેના શબ્દોનો અવાજ મોટા ટોળાંના અવાજ જેવો હતો.
६त्याचे शरीर रत्नासारखे असून त्याचा चेहरा विजेसारखा होता, त्याचे डोळे जळणाऱ्या मशालीसारखे असून त्याचे बाहू आणि पाय उजळ पितळेसारखे होते आणि त्याचा शब्दाचा आवाज मोठ्या समुदायाच्या आवाजासारखा होता.
7 ૭ મેં દાનિયેલે એકલાએ જ તે સંદર્શન જોયું, મારી સાથેના માણસોએ તે સંદર્શન જોયું નહિ. પણ, તેમના પર મોટો ત્રાસ આવ્યો, તેઓ નાસીને સંતાઈ ગયા.
७मी दानीएल एकट्याने हा दृष्टांत पाहिला माझ्याबरोबर असणाऱ्या लोकांनी काही पाहिले नाही तरीही त्यांना मोठी भिती वाटली आणि लपण्यासाठी तेथून ते पळून गेले.
8 ૮ હું એકલો રહી ગયો અને આ મહાન સંદર્શન જોયું. મારામાં સામર્થ્ય રહી નહિ; ભયથી મારો દેખાવ ફિક્કો પડી ગયો, હું શક્તિહીન થઈ ગયો.
८मग मी एकटाच राहिलो आणि तो मोठा दृष्टांत मी पाहिला. माझ्यात बळ उरले नाही. माझा चेहरा भितीने बदलून गेला आणि माझ्यात बळ राहीले नाही.
9 ૯ ત્યારે મેં તેમના શબ્દો સાંભળ્યા, તેમને સાંભળતાં જ હું ભરનિદ્રામાં જમીન પર ઊંધો પડી ગયો.
९मग मी त्याची वाणी एकेली आणि ती ऐकत असता पालथा पडलो आणि मला गाढ झोप लागली.
10 ૧૦ ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો, તેણે મને મારાં ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો.
१०एका हाताने मला स्पर्श केला आणि माझे गुडगे आणि तळहात थरथरु लागले.
11 ૧૧ દૂતે મને કહ્યું, “હે દાનિયેલ, અતિ વહાલા માણસ, જે વાત હું તને કહું તે સમજ. ટટ્ટાર ઊભો રહે, કેમ કે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.” તેણે મને આ કહ્યું, એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.
११तो दूत मला म्हणाला, “दानीएला परमप्रिय पुरुषा मी जे सांगतो ते मन लावून समजून घे; आणि स्थिर रहा, तुला हे सांगण्यासाठी मला पाठवले आहे,” जेव्हा तो हे शब्द बोलला मी थरथरत उभा राहिलो.
12 ૧૨ પછી તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ, કેમ કે, તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું.
१२तेव्हा त्याने मला म्हटले, हे दानीएला, भिऊ नको, कारण ज्या प्रथम दिवशी तू समजून घ्यायला व आपणाला आपल्या देवासमोर नम्र करायला आपले मन लावले त्या दिवसापासून तुझे शब्द ऐकण्यात आले, आणि तुझ्या शब्दांमुळे मी आलो आहे.
13 ૧૩ ઇરાનના રાજ્યના રાજકુમારે મારી સામે ટક્કર લીધી, ઇરાનના રાજા સાથે મને એકવીસ દિવસ સુધી રાખવામાં આવ્યો. પણ મુખ્ય રાજકુમારોમાંનો એક એટલે મિખાએલ, મારી મદદે આવ્યો.
१३परंतु पारसाच्या राज्याच्या एका अधिपतीने एकवीस दिवस मला आवरिले; आणि पाहा, मीखाएल, मुख्य अधिपतींपैकी एक, माझे साहाय्य करायला आला; मग मी तेथे पारसाच्या राजांजवळ राहिलो.
14 ૧૪ હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું. કેમ કે, સંદર્શન આવનાર દિવસોને લગતું છે.”
१४आता मी तुला हे समजविण्यास आलो आहे की, शेवटच्या दिवसात तुझ्या लोकांचे काय होणार कारण हा दृष्टांत पूर्ण होण्यास बराच वेळ आहे.
15 ૧૫ જ્યારે તે મને આ શબ્દોનો ઉપયોગ કરીને વાતો કરવા લાગ્યો, ત્યારે હું નીચું જોઈને મૂંગો રહ્યો.
१५जेव्हा तो हे शब्द बोलून थांबला; मी माझे मुख जमिनीकडे लावले आणि मी त्यावेळी बोलू शकलो नाही.
16 ૧૬ જેનું સ્વરૂપ માણસ જેવું લાગતું હતું. તેણે મારા હોઠને સ્પર્શ કર્યો, મેં મારું મુખ ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને કહ્યું, “હે મારા પ્રભુ, સંદર્શનને કારણે મને ખૂબ વેદના થઈ છે. મારામાં સામર્થ્ય રહી નથી.
१६तो जो मनुष्यासारखा दिसत होता त्याने माझ्या ओठास स्पर्श केला व मी माझे तोंड उघडले आणि जो माझ्यापुढे उभा होता त्याच्याशी मी बोललो, “हे प्रभू या दृष्टांतामुळे माझे मन अधिर झाले आहे आणि माझ्यात बळ राहीले नाही.
17 ૧૭ હું તો તારો દાસ છું. હું શી રીતે મારા પ્રભુ સાથે વાત કરું? કેમ કે મારામાં સામર્થ્ય નથી અને મારામાં દમ પણ રહ્યો નથી.”
१७मी तुझा दास आहे मी आपल्या स्वामीबरोबर कसा बोलू? कारण माझ्यात बळ आणि दम उरला नाही.”
18 ૧૮ માણસના સ્વરૂપના જેવો દેખાવે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને શક્તિ આપી.
१८तो जो मनुष्यासारखा दिसत होता त्याने मला स्पर्श करून मला बळ दिले.
19 ૧૯ તેણે કહ્યું, “હે અતિ વહાલા માણસ, બીશ નહિ, તને શાંતિ થાઓ. બળવાન થા; બળવાન થા!” જ્યારે તેણે મારી સાથે વાત કરી, ત્યારે હું બળવાન થયો. અને મેં કહ્યું, “મારા પ્રભુ બોલો, કેમ કે તમે મને બળ આપ્યું છે.”
१९तो म्हणाला, “हे परमप्रिय मानवा घाबरू नकोस, तुला शांती असो हिंमत धर. आता, नेट धर!” तो जेव्हा हे बोलला तेव्हा मला बळ मिळाले आहे व मी म्हणालो, “माझ्या स्वामीने आता बोलावे, कारण तू मला सबळ केले आहे.”
20 ૨૦ તેણે કહ્યું, “તું જાણે છે હું શા માટે તારી પાસે આવ્યો છું? હવે હું ઇરાનના રાજકુમાર સાથે યુદ્ધ કરવા પાછો જઈશ. જ્યારે હું જઈશ, ત્યારે ગ્રીસનો રાજકુમાર આવશે.
२०तो म्हणाला, मी तुझ्याकडे का आलो हे तुला ठाऊक आहे काय? आता मी परत जाऊन पारसाच्या अधिपतीबरोबर लढणार, मी गेलो म्हणजे ग्रीसचा अधिपती येईल.
21 ૨૧ પણ સત્યના પુસ્તકમાં શું લખેલું છે એ હું તને કહીશ. અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવામાં તારા સરદાર મિખાએલ સિવાય કોઈ મને મદદ કરતો નથી.
२१परंतु जे सत्याच्या लेखांत लिहिले आहे ते मी तुला प्रगट करतो; आणि त्यांच्याविरुद्ध बळ धरणारा असा तुमचा अधिपती मीखाएल याच्यावाचून माझ्याबरोबर कोणी नाही.