< ક્લોસ્સીઓને પત્ર 4 >
1 ૧ માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.
Господие, правду и уравнение рабом подавайте, ведяще, яко и вы имате Господа на небесех.
2 ૨ પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો.
В молитве терпите, бодрствующе в ней со благодарением:
3 ૩ ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો
молящеся и о нас вкупе, да Бог отверзет нам двери слова, проглаголати тайну Христову, еяже ради и связан есмь:
4 ૪ કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.
да явлю ю, якоже подобает ми глаголати.
5 ૫ બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.
В премудрости ходите ко внешним, время искупующе.
6 ૬ તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.
Слово ваше (да бывает) всегда во благодати, солию растворено, ведети, како подобает вам единому комуждо отвещавати.
7 ૭ પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે.
Иже о мне, вся скажет вам Тихик, возлюбленный брат и верен служитель и соработник о Господе,
8 ૮ તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.
егоже послах к вам на се истое, да разумеет яже о вас и утешит сердца ваша,
9 ૯ તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.
со Онисимом, верным и возлюбленным братом нашим, иже есть от вас: вся вам скажут, яже зде.
10 ૧૦ મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’
Целует вы Аристарх спленник мой, и Марко анепсий Варнавин, о немже приясте заповеди: аще приидет к вам, приимите его:
11 ૧૧ અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
и Иисус нареченный Иуст, сущий от обрезания: сии едини споспешницы во Царство Божие, иже быша ми утешение.
12 ૧૨ એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.
Целует вы Епафрас, иже от вас, раб Иисуса Христа, всегда подвизаяйся о вас в молитвах, да будете совершени и исполнени во всяцей воли Божией.
13 ૧૩ કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું.
Свидетелствую бо о нем, яко имать ревность многу (и болезнь) о вас и о сущих в Лаодикии и во Иераполи.
14 ૧૪ વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.
Целует вы Лука врачь возлюбленный, и Димас.
15 ૧૫ લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.
Целуйте братию сущую в Лаодикии, и Нимфана, и домашнюю его церковь.
16 ૧૬ આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.
И егда прочтется послание сие у вас, сотворите, да и в Лаодикиистей церкви прочтено будет, и написаное от Лаодикии да и вы прочтете.
17 ૧૭ આર્ખિપસને કહેજો કે, ‘પ્રભુમાં જે સેવાકાર્ય તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ હૃદયથી કરવાને તારે કાળજી રાખવી.’”
И рцыте Архиппу: блюди служение, еже приял еси о Господе, да довершиши е.
18 ૧૮ હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.
Целование моею рукою Павлею. Поминайте моя узы. Благодать со (всеми) вами. Аминь.