< ક્લોસ્સીઓને પત્ર 2 >
1 ૧ હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે,
Thi jeg vil, at I skulle vide, hvor stor en Kamp jeg har for eder og for dem i Laodikea og for alle, som ikke have set mit Åsyn i Kødet,
2 ૨ તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે.
for at deres Hjerter må opmuntres, idet de sammenknyttes i Kærlighed og til den fuldvisse Indsigts hele Rigdom, til Erkendelse af Guds Hemmelighed, Kristus.
3 ૩ તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.
i hvem alle Visdommens og Kundskabens Skatte findes skjulte.
4 ૪ કોઈ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.
Dette siger jeg, for at ingen skal bedrage eder med lokkende Tale.
5 ૫ કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું.
Thi om jeg også i Kødet er fraværende, så er jeg dog i Ånden hos eder og glæder mig ved at se eders Orden og Fastheden i eders Tro på Kristus.
6 ૬ તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનાંમાં ચાલો,
Derfor, ligesom I have modtaget Kristus Jesus, Herren, så vandrer i ham,
7 ૭ તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.
idet I ere rodfæstede og opbygges i ham og, stadfæstes ved Troen, således som I bleve oplærte, så I vokse i den med Taksigelse.
8 ૮ સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં.
Ser til, at der ikke skal være nogen, som gør eder til Bytte ved den verdslige Visdom og tomt Bedrag efter Menneskers Overlevering, efter Verdens Børnelærdom og ikke efter Kristus;
9 ૯ કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.
thi i ham bor Guddommens hele Fylde legemlig,
10 ૧૦ તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે;
og i ham have I eders Fylde, ham, som er Hovedet for al Magt og Myndighed;
11 ૧૧ જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો.
i hvem I også ere blevne omskårne med en Omskærelse, som ikke er gjort med Hænder, ved Afførelsen af Kødets Legeme, ved Kristi Omskærelse,
12 ૧૨ તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.
idet I bleve begravne med ham i Dåben, i hvilken I også bleve medoprejste ved Troen på Guds Virkekraft, som oprejste ham fra de døde.
13 ૧૩ તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.
Også eder, som vare døde i eders Overtrædelser og eders Køds Forhud, eder gjorde han levende tillige med ham, idet han tilgav os alle vore Overtrædelser
14 ૧૪ અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.
og udslettede det imod os rettede Gældsbrev med dets Befalinger, hvilket gik os imod, og han har taget det bort ved at nagle det til Korset;
15 ૧૫ રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.
efter at have afvæbnet Magterne og Myndighederne, stillede han dem åbenlyst til Skue, da han i ham førte dem i Sejrstog.
16 ૧૬ તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ.
Lad derfor ingen dømme eder for Mad eller for Drikke eller i Henseende til Højtid eller Nymåne eller Sabbat,
17 ૧૭ તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.
hvilket er en Skygge af det, som skulde komme, men Legemet er Kristi.
18 ૧૮ નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે.
Lad ingen frarøve eder Sejrsprisen, idet han finder Behag i Ydmyghed og Dyrkelse af Englene, idet han indlader sig på, hvad han har set i Syner, forfængeligt opblæst af sit kødelige Sind,
19 ૧૯ તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.
og ikke holder fast ved Hovedet, ud fra hvem hele Legemet, idet det hjælpes og sammenknyttes ved sine Bindeled og Bånd, vokser Guds Vækst.
20 ૨૦ જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?
Når I med Kristus ere døde fra Verdens Børnelærdom, hvorfor lade I eder da pålægge Befalinger, som om I levede i Verden:
21 ૨૧ ‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”
"Tag ikke, smag ikke, rør ikke derved!"
22 ૨૨ એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.
(hvilket alt er bestemt til at forgå ved at forbruges) efter Menneskenes Bud og Lærdomme?
23 ૨૩ તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.
thi alt dette har Ord for Visdom ved selvgjort Dyrkelse og Ydmyghed og Skånselsløshed imod Legemet, ikke ved noget, som er Ære værd, kun til Tilfredsstillelse af Kødet.