< આમોસ 8 >
1 ૧ પછી પ્રભુ યહોવાહે મને દર્શનમાં બતાવ્યું ત્યારે જુઓ, ઉનાળાંમાં થતાં ફળની એક ટોપલી મારા જોવામાં આવી!
Astfel mi-a arătat Domnul DUMNEZEU; și, iată, un coș cu fructe de vară.
2 ૨ તેમણે મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે? “મેં કહ્યું, ઉનાળાંમાં થતાં ફળોની ટોપલી.” પછી યહોવાહે મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો અંત આવ્યો છે; હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.
Și a spus: Amos ce vezi? Iar eu am spus: Un coș cu fructe de vară. Atunci DOMNUL mi-a spus: A venit sfârșitul asupra poporului meu Israel; nu voi mai trece pe lângă ei.
3 ૩ વળી પ્રભુ યહોવાહ કહે છે કે, તે દિવસે મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે. મૃતદેહોના ઢગલા પડ્યા હશે અને સર્વ સ્થળે શાંતિથી તેઓ બહાર ફેંકી દેશે!”
Și cântările templului vor fi urlete în acea zi, spune Domnul DUMNEZEU; [vor fi] multe trupuri moarte în fiecare loc; ei le vor arunca afară în tăcere.
4 ૪ જેઓ તમે ગરીબોને લૂંટો છો અને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો.
Ascultați aceasta, voi care înghițiți pe nevoiași, pentru a face pe săracii țării să înceteze,
5 ૫ તેઓ કહે છે કે, ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય, અને અમે અનાજ વેચીએ? અને વિશ્રામવાર ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ? અને એફાહ નાનો રાખી, અને શેકેલ મોટો રાખીને, તેને ખોટાં ત્રાજવાં, અને કાટલાંથી છેતરપિંડી કરીએ,
Spunând: Când va trece luna nouă, ca să vindem grâne? și sabatul, ca să punem înainte grâu, făcând efa mică și șekelul mare, și prin înșelăciune falsificând balanțele?
6 ૬ અમે ગરીબોને ચાંદી આપીને ખરીદીએ છીએ, ગરીબોને એક જોડ ચંપલ આપીને ખરીદીએ છીએ અને ભૂસું વેચીએ છીએ.”
Ca să cumpărăm pe săraci pentru argint și pe nevoiași pentru o pereche de încălțăminte; da, și să vindem codina grâului?
7 ૭ યહોવાહે યાકૂબના ગૌરવના સમ ખાધા છે કે, “નિશ્ચે હું કદી એ લોકોનું એકપણ કામ ભૂલીશ નહિ.”
DOMNUL a jurat pe maiestatea lui Iacob: Cu siguranță nu voi uita vreuna din lucrările lor.
8 ૮ શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ, અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ? હા તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે, તે ખળભળી જશે, અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.
Să nu se cutremure țara pentru aceasta, și să nu se jelească oricine care locuiește în ea? Și se va ridica în întregime ca un potop; și va fi lepădată și înecată, precum prin potopul Egiptului.
9 ૯ “તે દિવસે એમ થશે કે” હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ, અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
Și se va întâmpla în acea zi, spune Domnul DUMNEZEU, că voi face ca soarele să apună la amiază și voi întuneca pământul în plină zi;
10 ૧૦ વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ, હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મૂંડાવીશ. હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ, તે દિવસનો અંત અતિશય દુ: ખદ હશે.
Și voi preface sărbătorile voastre în jale și toate cântările voastre în plângere; și voi aduce pânză de sac pe toate coapsele și chelie pe fiecare cap; și o voi face ca jalea pentru singurul fiu și sfârșitul ei ca o zi amară.
11 ૧૧ પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે, “જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ, તે અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.
Iată, vin zilele, spune Domnul DUMNEZEU, că voi trimite o foamete în țară; nu foamete de pâine, nici sete de apă, ci de auzire a cuvintelor DOMNULUI;
12 ૧૨ તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી; અને ઉત્તરથી છેક પૂર્વ સુધી યહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે, પણ તે તેઓને મળશે નહિ.
Și ei vor rătăci de la mare la mare și de la nord până la est, vor alerga încoace și încolo pentru a căuta cuvântul DOMNULUI și nu îl vor găsi.
13 ૧૩ તે દિવસે સુંદર કન્યાઓ અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.
În acea zi fecioarele cele frumoase și tinerii vor leșina de sete.
14 ૧૪ જેઓ સમરુનના પાપના સોગન ખાઈને કહે છે કે, હે દાન, તારા દેવના સોગન, અને બેરશેબાના દેવના સોગન, તેઓ તો પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”
Cei care jură pe păcatul Samariei și spun: Dane, viu este dumnezeul tău; și: Viu este obiceiul Beer-Șebei; chiar ei vor cădea și niciodată nu se vor mai ridica.