< આમોસ 7 >
1 ૧ પ્રભુ યહોવાહે મને આ બતાવ્યું છે. જુઓ, વનસ્પતિની પાછલી ફૂટની શરૂઆતમાં તેમણે તીડો બનાવ્યાં, અને જુઓ, તે રાજાની કાપણી પછીનો ચારો હતો.
Soleis let Herren, Herren meg sjå: Det var ein som skapa grashoppar då håi for til og spratt, det var håi etter kongens slått.
2 ૨ એ તીડો દેશનું ઘાસ ખાઈ રહ્યાં ત્યારે મેં કહ્યું કે, “હે પ્રભુ યહોવાહ કૃપા કરીને અમને માફ કરો; યાકૂબ કેવી રીતે જીવતો રહી શકે? કેમ કે તે નાનો છે.”
Og då dei var ferdige reint med å eta upp grøda i landet, då sagde eg: «Herre, Herre, tilgjev! Kor gjeng det no med Jakob som liten er?»
3 ૩ તેથી યહોવાહને આ વિષે પશ્ચાત્તાપ થયો. તેમણે કહ્યું, “હું તે થવા દઈશ નહિ.”
Då angra Herren det. «Det skal ikkje henda, » sagde Herren.
4 ૪ પ્રભુ યહોવાહે મને આ પ્રમાણે બતાવ્યું કે; જુઓ પ્રભુ યહોવાહે અગ્નિને ન્યાય કરવા માટે પોકાર્યો, તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું અને ભૂમિને પણ ભસ્મીભૂત કરત.
Soleis let Herren, Herren, meg sjå: Til straffar kalla han elden fram, Herren, Herren, og han åt det store djupet han nærpå åt åkerlandet med.
5 ૫ પણ મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ; યાકૂબ કેમ કરીને જીવતો રહી શકે કેમ કે તે નાનો છે.”
Då sagde eg: «Herre, Herre, haldt upp! Kor gjeng det med Jakob som liten er?»
6 ૬ યહોવાહને એ વિષે પશ્ચાત્તાપ થયો, પ્રભુ યહોવાહ કહે છે, “એ પણ થશે નહિ.”
Då angra Herren det. «Ikkje dette heller skal henda», sagde Herren, Herren.
7 ૭ પછી યહોવાહે મને આમ દર્શાવ્યું; જુઓ, પ્રભુ પોતે હાથમાં ઓળંબો પકડીને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યા.
Soleis let han meg sjå: Eg såg Herren standa på ein loddmur med blylodd i handi.
8 ૮ યહોવાહે મને કહ્યું કે, “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઓળંબો.” પછી પ્રભુએ કહ્યું, “જુઓ, હું મારા ઇઝરાયલ લોકોમાં આ ઓળંબો મૂકીશ. હું ફરીથી તેમને માફ કરીશ નહિ.
Og Herren sagde til meg: «Kva er det, Amos, du ser?» Og eg svara: «Eit blylodd.» Og Herren sagde: «Ja, eg skal loddet bruka millom mitt folk Israel. Ikkje vil eg meir spara det no.
9 ૯ ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થઈ જશે, અને ઇઝરાયલના પવિત્રસ્થાનો વેરાન થઈ જશે, અને હું તલવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”
Isaks haugar skal tynast, og Israels heilagdomar herjast, mot Jeroboams hus eg ris upp med sverd.»
10 ૧૦ પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબામને કહાવી મોકલ્યું કે,’ આમોસે ઇઝરાયલી લોકોમાં તારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આ સર્વ વચનો કદાચ દેશના લોક સહન કરી શકશે નહિ.”
Men Amasja, presten i Betel, sende bod til Jeroboam, Israels-kongen, med sovorne ord: «Amos emnar på uppreist imot deg midt i Israels hus. Landet kann ikkje greida all røda hans.
11 ૧૧ કેમ કે આમોસ કહે છે કે; “યરોબામ તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ચિત પોતાના દેશમાંથી ગુલામ કરીને લઈ જશે.’”
For soleis talar Amos: «Jeroboam skal døy for sverd, og Israel førast burt frå sitt land.»»
12 ૧૨ અમાસ્યાએ આમોસને કહ્યું કે, “હે દ્રષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા અને ત્યાં રોટલી ખાજે તથા ત્યાં પ્રબોધ કરજે.
Og Amasja sagde til Amos: «Du sjåar, burt med deg! Far din veg til Judalandet! Der kann du tena ditt brød, og der kann du vera profet!
13 ૧૩ પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ, કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે અને એ રાજાનું ભક્તિસ્થાન છે.”
I Betel skal du ikkje driva lenger som profet, for det er kongeleg heilagdom og rikstempel her.»
14 ૧૪ પછી આમોસે અમાસ્યાને કહ્યું, “હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી, હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું.
Då svara Amos Amasja so: «Ikkje er eg profet, og ikkje profetsvein, ein hyrding er eg, og steller med morbærtre.
15 ૧૫ હું ઘેટાનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાહે મને બોલાવ્યો અને વળી મને કહ્યું, ‘જા, મારા ઇઝરાયલ લોકોને પ્રબોધ કર.’”
Men Herren tok meg burt frå hjordi, og Herren sagde til meg: «Gakk og ver profet for mitt folk Israel!»
16 ૧૬ એટલે હવે તું યહોવાહનું વચન સાંભળ. તું કહે છે કે, ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.’
Og no skal du høyra ordet frå Herren. So segjer du: «Ver ikkje profet for Israel. Og ikkje du preike mot Isaks hus!»
17 ૧૭ માટે યહોવાહ આમ કહે છે કે; તારી પત્ની નગરની ગણિકા બનશે; અને તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તલવારથી માર્યા જશે; તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે; તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, અને નિશ્ચે ઇઝરાયલ લોકોને પોતાના દેશમાંથી ગુલામ બનાવીને લઈ જવામાં આવશે.’”
Difor so talar Herren: Di kona vert skjøkja i byen, dine søner og døtter skal falla for sverd, med mælesnor vert gjordet ditt bytt, du sjølv i eit ureint land skal døy, og Israel førast burt frå sitt land.»