< આમોસ 5 >
1 ૧ હે ઇઝરાયલના વંશજો તમારા માટે હું વિલાપગીતો ગાઉં છું તે સાંભળો.
Klausiet šo vārdu, ar ko es par jums sāku raudu dziesmu, Israēla nams!
2 ૨ “ઇઝરાયલની કુમારિકા પડી ગઈ છે; તે ફરીથી ઊભી થઈ શકશે નહિ; તેને પોતાની જમીન પર પાડી નાખવામાં આવી છે; તેને ઊઠાડનાર કોઈ નથી.
Israēla meita ir kritusi, viņa vairs necelsies, viņa ir atstāta zemē, neviena nav, kas to uzceļ.
3 ૩ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે; જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા, ત્યાં ઇઝરાયલના વંશના માત્ર સો જ લોકો બચ્યા હશે, અને જ્યાંથી સો બહાર આવ્યા હતા ત્યાં માત્ર દસ જ બચ્યા હશે.”
Jo tā saka Tas Kungs Dievs: tai pilsētai, kur iziet tūkstoši, atliksies simts, un kur iziet simts, atliksies desmit Israēla namā.
4 ૪ કેમ કે યહોવાહ ઇઝરાયલી લોકોને કહે છે કે, “મને શોધો અને તમે જીવશો!
Jo tā saka Tas Kungs uz Israēla namu: meklējiet Mani un dzīvojiet!
5 ૫ બેથેલની શોધ ન કરો; ગિલ્ગાલમાં ન જશો; અને બેરશેબા ન જાઓ. કેમ કે નિશ્ચે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવશે, અને બેથેલ અતિશય દુ: ખમાં આવી પડશે.”
Bet nemeklējiet Bēteli un nenāciet uz Gilgalu un nenoejat uz Bēršebu, jo Gilgala taps aizvesta un Bētele paliks par neko.
6 ૬ યહોવાહને શોધો એટલે જીવશો, રખેને તે યૂસફના ઘરમાં, અગ્નિની પેઠે પ્રગટે. તે ભસ્મ કરી નાખે, અને બેથેલ પાસે તેને બુઝાવવા માટે કોઈ હોય નહિ.
Meklējiet To Kungu un dzīvojiet, - lai Viņš neizšaujas Jāzepa namā kā uguns, kas to norij, un neviens to nevar dzēst Bētelē, -
7 ૭ તે લોકો ન્યાયને કડવાશરૂપ કરી નાખે છે, અને નેકીને પગ નીચે છૂંદી નાખે છે!
Jūs, kas tiesu pārvēršat par vērmelēm un stumjat taisnību pie zemes:
8 ૮ જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે!
Kas radījis Sietiņu un Orijonu un nāves ēnu pārvērš par rīta gaismu un dienu aptumšo, ka nakts metās, kas jūras ūdeni sauc un to izgāž pa zemes virsu, - Kungs ir Viņa vārds,
9 ૯ તે બળવાનો પર અચાનક વિનાશ લાવે છે, અને તેઓના કિલ્લા તોડી પાડે છે.
Tam prāts ir, to spēcīgo postīt, ka posts nāk pār stipro pili.
10 ૧૦ તેઓ નગરના દરવાજામાં તેઓને ઠપકો આપે છે, પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે.
Tie ienīst to, kas vārtos pārmāca, un kas patiesību runā, to tie tur par negantu.
11 ૧૧ તમે ગરીબોને પગ તળે કચડો છો, અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો.
Tādēļ ka jūs apbēdinājāt nabagu un ņemat labības dāvanu no viņa, tad jūs gan esiet uztaisījuši namus no cirstiem akmeņiem, bet jūs tanīs nedzīvosiet, jūs esat stādījuši diženus vīna dārzus, bet viņu vīnu jūs nedzersiet.
12 ૧૨ કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે અને તમારાં પાપ ઘણાં છે, કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો, તમે લાંચ લો છો, અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડુબાવો છો.
Jo es zinu, ka jūsu pārkāpumu daudz un jūsu grēku varen daudz. Tie nospaida taisno un ņem dāvanas, un nomāc nabagus vārtos.
13 ૧૩ આથી, જ્ઞાની માણસ આવા સમયે ચૂપ રહેશે, કેમ કે આ સમય ભૂંડો છે.
Tādēļ prātīgais šinīs laikos cieš klusu, jo tie ir nikni laiki.
14 ૧૪ ભલાઈને શોધો, બૂરાઈને નહિ, જેથી તમે કહો છો તેમ, સૈન્યોના ઈશ્વર યહોવાહ તમારી સાથે રહેશે.
Meklējiet labu un ne ļaunu, lai jūs dzīvojat, un tā Tas Kungs, tas Dievs Cebaot, būs ar jums, kā jūs sakāt.
15 ૧૫ બૂરાઈને ધિક્કારો, અને ભલાઈ ઉપર પ્રેમ રાખો, દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો. તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવાહ યૂસફના બાકી રહેલા ઉપર દયા કરે.
Ienīstiet ļaunu un mīļojiet labu un spriežat vārtos tiesu, vai varbūt Tas Kungs, tas Dievs Cebaot, neapžēlosies par Jāzepa atlikušiem.
16 ૧૬ સૈન્યોના ઈશ્વર, પ્રભુ; યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “શેરીને દરેક ખૂણે શોક થશે, અને બધી શેરીઓમાં તેઓ કહેશે, હાય! હાય! તેઓ ખેડૂતોને શોક કરવાને, અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે.
Tādēļ tā saka Tas Kungs, tas Dievs Cebaot, Tas Kungs: visās ielās vaimanas un visās gatvēs saka: vai, vai! Arāju sauc pie asarām, un pie vaimanām vaidētājus.
17 ૧૭ સર્વ દ્રાક્ષવાડીઓમાં શોક થશે, કેમ કે હું આ સર્વ જગ્યાઓમાંથી પસાર થઈશ,” એવું યહોવાહ કહે છે.
Un visos vīna dārzos būs vaimanas, jo Es iešu caur jūsu vidu, saka Tas Kungs.
18 ૧૮ તમે જેઓ યહોવાહનો દિવસ ઇચ્છો છો તેઓને અફસોસ! શા માટે તમે યહોવાહનો દિવસ ઇચ્છો છો? તે દિવસ અંધકારરૂપ છે પ્રકાશરૂપ નહિ.
Ak vai, tiem, kas ilgojās pēc Tā Kunga dienas! Par ko tad jums būs Tā Kunga diena? Tā būs tumsa un ne gaisma.
19 ૧૯ તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી જતાં, અને રીંછનો ભેટો થઈ જાય છે, અથવા ઘરમાં જાય અને ભીંતનો ટેકો લે, અને તેને સાપ કરડે તેવો દિવસ છે.
Tā kā kad vīrs bēgtu no lauvas un to sastaptu lācis! Un nāktu namā un atslietos ar roku pie sienas, un čūska viņam iedzeltu!
20 ૨૦ શું એમ નહિ થાય કે યહોવાહનો દિવસ અંધકારભર્યો થશે અને પ્રકાશભર્યો નહિ? એટલે ગાઢ અંધકાર પ્રકાશમય નહિ?
Vai tad Tā Kunga diena nebūs tumsa un ne gaisma, un nakts, kam nav spožuma?
21 ૨૧ “હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, અને તમારાં ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહિ.
Es ienīstu un atmetu jūsu svētkus un negribu ost jūsu sapulces.
22 ૨૨ જો કે તમે તમારાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ લાવશો, તોપણ હું તેનો સ્વીકાર કરીશ નહિ. હું તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોની સામે જોઈશ પણ નહિ.
Jo kad jūs Man dedzināmos upurus upurējat līdz ar saviem ēdamiem upuriem, tad Man pie viņiem nav labs prāts, un pateicības upuri no jūsu barotiem lopiem Es negribu ieredzēt.
23 ૨૩ તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો; કેમ કે હું તમારી સારંગીનું ગાયન સાંભળીશ નહિ. તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહિ.
Atstājies jel no Manis ar savu dziesmu bļaušanu, un tavu kokļu skaņu Es negribu dzirdēt.
24 ૨૪ પણ ન્યાયને પાણીની પેઠે, અને નેકીને મોટી નદીની જેમ વહેવા દો.
Bet lai plūst tiesa kā ūdens un taisnība kā stipra upe.
25 ૨૫ હે ઇઝરાયલના વંશજો, શું તમે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં મને બલિદાનો તથા અર્પણ ચઢાવ્યાં હતા?
Vai četrdesmit gadus tuksnesī jūs Man esat nesuši upurus un ēdamus upurus, Israēla nams?
26 ૨૬ તમે તમારા રાજા સિક્કૂથને અને તમારા તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે. આ મૂર્તિઓને તમે તમારે માટે જ બનાવી છે.
Bet jūs nesāt sava(Sikuta) ķēniņa būdu un sava Ķijuna bildi, sava dieva zvaigzni, ko jūs sev pašiem bijāt taisījuši.
27 ૨૭ તેથી હું તમને દમસ્કસની હદ પાર મોકલી દઈશ,” એવું યહોવાહ કહે છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
Tādēļ Es jūs aizvedīšu tālu viņpus Damaskus, saka Tas Kungs, kam vārds ir Dievs Cebaot.