< આમોસ 4 >
1 ૧ હે સમરુનના પર્વત પરની ગરીબોને હેરાન કરનારી, દુર્બળોને સતાવનારી, “લાવો આપણે પીએ.” એમ પોતાના માલિકોને કહેનારી બાશાનની ગાયો તમે આ વચન સાંભળો.
Halljátok meg e beszédet Básánnak ünői, a kik Samaria hegyén vagytok; a kik nyomorgatjátok a szegényeket, megrontjátok az ügyefogyottakat, a kik azt mondják az ő uroknak: Hozd elő, hadd igyunk!
2 ૨ પ્રભુ યહોવાહે પોતાની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે; “જુઓ, તમારા પર એવા આપત્તિના દિવસો આવી પડશે કે, જ્યારે તેઓ તમને કડીઓ ઘાલીને, તથા તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.
Megesküdt az Úr Isten az ő szentségére, hogy ímé napok következnek reátok, a mikor szigonyokkal visznek el titeket, és a ti maradékotokat halászó horgokkal.
3 ૩ નગરની દીવાલના બાકોરામાંથી, તમે દરેક સ્ત્રીઓ સરળ રીતે નીકળી જશો, અને તમને હાર્મોનમાં ફેંકવામાં આવશે” એમ યહોવાહ કહે છે.
És a réseken mentek ki, mindenikőtök egyenest; és a Hermónba vettettek, ezt mondja az Úr.
4 ૪ “બેથેલ આવીને પાપ કરો, અને ગિલ્ગાલમાં ઉલ્લંઘનો વધારતા જાઓ. રોજ સવારે તમારાં બલિદાન લાવો, અને ત્રણ ત્રણ દિવસે તમારાં દશાંશો લાવો.
Menjetek Béth-Elbe és vétkezzetek, szaporítsátok a vétkeket Gilgálban. Vigyétek fel reggelente áldozataitokat, és harmad-naponként tizedeiteket.
5 ૫ ખમીરવાળી રોટલીનું ઉપકારાર્થાપણ કરો, અને ઐચ્છિકાર્પણોના ઢંઢેરો પિટાવી; જાહેરાત કરો, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે, હે ઇઝરાયલ લોકો એવું તમને ગમે છે.
Kovászosból gyújtsatok hálaáldozatot; ajánljatok önkéntes áldozatokat, híreszteljétek; mert így szeretitek, Izráel fiai, azt mondja az Úr Isten.
6 ૬ મેં પણ તમને તમારાં સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે. અને તમારાં સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો. તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.
De én is bocsátottam rátok fogak tisztaságát minden városaitokban és kenyérszükséget minden helységeitekben, és még sem tértetek vissza hozzám, ezt mondja az Úr.
7 ૭ “હજી કાપણીને ત્રણ મહિનાનો સમય હતો, ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસતો અટકાવી દીધો. મેં એક નગરમાં વરસાદ વરસાવ્યો અને બીજા નગરમાં ન વરસાવ્યો. દેશના એક ભાગ પર વરસતો, અને બીજા ભાગમાં વરસાદ ન વરસતા તે ભાગ સુકાઈ જતો હતો.
De én is megvontam tőletek az esőt, három hónappal az aratás előtt, és esőt adtam egy városra, más városra pedig nem adtam esőt. Az egyik rész esőt kapott, az a rész pedig, a melyre nem esett eső, megszáradott.
8 ૮ તેથી બે કે ત્રણ નગરોના લોકો લથડિયાં ખાતાં પાણી માટે બીજા એક નગરમાં ગયા. પણ ત્યાં તમે તરસ છિપાવી શક્યા નહિ. તેમ છતાં મારી પાસે તમે પાછા આવ્યા નહિ’ એવું યહોવાહ કહે છે.
És két-három város tántorgott egy-egy városba, vizet inni, de meg nem elégíttettek; és még sem tértetek vissza hozzám, ezt mondja az Úr.
9 ૯ “મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ, તમારા દ્રાક્ષવાડી, તમારાં અંજીરનાં વૃક્ષોને, અને તમારાં જૈતૂનનાં વૃક્ષોને, તીડો ખાઈ ગયાં છે. તોપણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ” એવું યહોવાહ કહે છે.
Megvertelek titeket szárazsággal és ragyával; kerteiteknek, szőlőiteknek, fügefáitoknak és olajfáitoknak nagy részét megette a sáska; és még sem tértetek vissza én hozzám, ezt mondja az Úr.
10 ૧૦ “મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તમારા જુવાનોને તલવારથી સંહાર કર્યો છે, અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરામાં ભરી છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ’ એવું યહોવાહ કહે છે.
Döghalált bocsátottam rátok, mint Égyiptomra; fegyverrel öltem ifjaitokat, fogságra vitettem lovaitokat; és táborotok bűzét egész orrotokig emeltem, és még sem tértetek vissza hozzám, ezt mondja az Úr.
11 ૧૧ “ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી, તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી. તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા, તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.
Felforgattam közületek többeket, a mint felforgatta Isten Sodomát és Gomorát, és olyanokká lettetek, mint a tűzből kikapott üszök; és még sem tértetek vissza hozzám, ezt mondja az Úr.
12 ૧૨ “એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ, અને તેથી હું તને એમ જ કરીશ, માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!
Azért hát ekképen cselekeszem veled Izráel! Minthogy pedig ekképen cselekeszem veled, készülj Istened elé, oh Izráel!
13 ૧૩ માટે જો, જે પર્વતોને બનાવનાર છે તે જ વાયુનો સર્જનહાર છે. તે મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર, પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર, અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.”
Mert ímé, a ki hegyeket alkotott és a szelet teremtette, és a ki megjelenti az embernek az ő gondolatját, a ki a hajnalt sötétséggé változtatja és a föld magaslatain lépdel: az Úr ő, a Seregeknek Istene az ő neve.