< આમોસ 1 >
1 ૧ યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે.
১আমোষের বাক্য৷ এই বিষয়গুলো যা ইস্রায়েলের ব্যাপারে আমোষ, তকোয়ের একজন মেষপালক, দর্শন পান। তিনি এই বিষয়গুলি যিহূদার রাজা উষিয়ের দিন এবং ইস্রায়েলের রাজা যোয়াশের পুত্র যারবিয়ামের দিন, ভূমিকম্পের দুই বছর আগে পান।
2 ૨ તેણે કહ્યું, યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે; યરુશાલેમમાંથી પોકાર કરશે; ભરવાડો શોકાતુર થઈ જશે, અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.”
২তিনি বলেন, “সদাপ্রভু সিয়োন থেকে গর্জন করবেন; তিনি যিরূশালেম থেকে তাঁর স্বর উচ্চ করবেন। মেষপালকদের চরানভূমি শোকার্ত হবে, কর্মিলের চূড়া শুকিয়ে যাবে।”
3 ૩ યહોવાહ આ પ્રમાણે કહે છે; દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા ચાર ગુનાને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.
৩সদাপ্রভু এই কথা বলেন, “দম্মেশকের তিনটি পাপের জন্য, এমনকি চারটে পাপের জন্য, আমি তার শাস্তি ফিরিয়ে নেব না, কারণ তারা লোহার ফসলমাড়াই যন্ত্রে গিলিয়দকে মাড়াই করেছে।
4 ૪ પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.
৪আমি হাসায়েলের কুলে আগুন নিক্ষেপ করব এবং তা বিনহদদের সমস্ত দুর্গগুলি গ্রাস করবে।
5 ૫ વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.
৫আমি দম্মেশকের দরজার সমস্ত খুঁটি ভেঙে ফেলব এবং আবনে বসবাসকারী লোকেদের ও বৈৎ-এদনে রাজদণ্ড ধরা লোকেদের উচ্ছিন্ন করব, অরামের লোকেরা কীরে বন্দী হয়ে যাবে,” এই কথা সদাপ্রভু বলেন।
6 ૬ યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે, તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ, કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે, તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.
৬সদাপ্রভু এই কথা বলেন, “ঘসার তিনটি পাপের জন্য, এমনকি চারটে পাপের জন্য, আমি তার শাস্তি ফিরিয়ে নেব না, কারণ তারা সমস্ত লোকেদের বন্দী করে নিয়ে গিয়েছে ইদোমের হাতে সমর্পণ করার জন্য।
7 ૭ હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ, અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે.
৭আমি ঘসার প্রাচীরে আগুন নিক্ষেপ করব এবং তা তার সমস্ত দুর্গগুলি গ্রাস করবে।
8 ૮ હું આશ્દોદના બધા રહેવાસીઓને મારી નાખીશ, અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ. હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ, અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,” એવું પ્રભુ યહોવાહ કહે છે.
৮আমি অসদোদে বসবাসকারী লোকেদের ও অস্কিলোনে রাজদণ্ড ধরা লোকেদের উচ্ছিন্ন করব, আমি ইক্রোনের বিপক্ষে আমার হাত বিস্তার করব এবং অবশিষ্ট পলেষ্টীয়দের বিনষ্ট করব,” প্রভু সদাপ্রভু এই কথা বলেন।
9 ૯ યહોવાહ આ પ્રમાણે કહે છે; તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે, અને સમગ્ર પ્રજાને અદોમને સોંપી દીધી.
৯সদাপ্রভু এই কথা বলেন, “সোরের তিনটি পাপের জন্য, এমনকি চারটে পাপের জন্য, আমি তার শাস্তি ফিরিয়ে নেব না, কারণ তারা সমস্ত লোকেদের ইদোমের হাতে সমর্পণ করেছিল এবং তারা তাদের ভাতৃত্বের নিয়ম ভেঙ্গেছে।
10 ૧૦ હું તૂરની દીવાલોને આગ લગાડીશ, અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે.”
১০আমি সোরের দেওয়ালের উপর আগুন নিক্ষেপ করব এবং তা তার সমস্ত দুর্গগুলি গ্রাস করবে।”
11 ૧૧ યહોવાહ આ મુજબ કહે છે; અદોમના ચાર ગુનાને લીધે, હા ત્રણને લીધે, હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો, અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો. તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો, અને તેનો રોષ કદી શમી ગયો નહિ.
১১সদাপ্রভু এই কথা বলেন, “ইদোমের তিনটি পাপের জন্য, এমনকি চারটে পাপের জন্য, আমি তার শাস্তি ফিরিয়ে নেব না, কারণ সে তার ভাইয়ের পিছনে তলোয়ার নিয়ে ছুটেছিল আর করুণা ত্যাগ করেছিল। তার রাগ সবদিন থাকবে এবং তার কোপ চিরকাল স্থায়ী হয়েছিল।
12 ૧૨ હું તેમાન પર અગ્નિ મોકલીશ, અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે.”
১২আমি তৈমনের উপরে আগুন নিক্ষেপ করব এবং তা বস্রার রাজপ্রাসাদগুলি গ্রাস করবে।”
13 ૧૩ યહોવાહ આ પ્રમાણે કહે છે, “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ, કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે તેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
১৩সদাপ্রভু এই কথা বলেন, “অম্মোনের লোকেদের তিনটি পাপের জন্য, এমনকি চারটে পাপের জন্য, আমি তার শাস্তি ফিরিয়ে নেব না, কারণ তারা গিলিয়দীয় গর্ভবতী স্ত্রীদের দেহ চিরে ছিল, যেন তারা তাদের সীমা বাড়াতে পারে।
14 ૧૪ પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ, અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત, અને વાવાઝોડાં તથા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.
১৪আমি রব্বার দেওয়ালে আগুন জ্বালাব এবং তা তার রাজপ্রাসাদগুলি গ্রাস করবে, যুদ্ধের দিনের চিত্কার হবে, ঘূর্ণিবায়ুর দিনের প্রচণ্ড ঝড় হবে।
15 ૧૫ તેઓનો રાજા પોતાના સરદારો સાથે ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.
১৫তাদের রাজা এবং রাজপুত্ররা একসঙ্গে নির্বাসনে যাবে,” এই সদাপ্রভু বলেন।