< પ્રેરિતોનાં કૃત્યો 6 >
1 ૧ તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ ફરિયાદ કરી, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને ટાળવામાં આવતી હતી.
ⲁ̅ϩⲣⲁⲓ ⲇⲉ ϩⲛ ⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲛⲧⲉⲣⲟⲩⲁϣⲁⲓ ⲛϭⲓ ⲧⲏⲡⲉ ⲛⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲁⲩⲕⲣⲙⲣⲙ ϣⲱⲡⲉ ϩⲛ ⲛⲟⲩⲉⲓⲉⲛⲓⲛ ⲉⲛϩⲉⲃⲣⲁⲓⲟⲥ ϫⲉ ⲛⲉⲩⲱⲃϣ ⲙⲙⲟⲟⲩ ⲉⲛⲉⲩⲭⲏⲣⲁ ϩⲛ ⲧⲇⲓⲁⲕⲟⲛⲓⲁ ⲙⲙⲏⲛⲉ
2 ૨ ત્યારે બાર પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરનું વચન પડતું મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી.
ⲃ̅ⲁⲡⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲇⲉ ⲙⲟⲩⲧⲉ ⲉⲡⲙⲏⲏϣⲉ ⲛⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲡⲉϫⲁⲩ ⲛⲁⲩ ϫⲉ ⲛϣϣⲉ ⲁⲛⲉⲧⲣⲉⲛⲕⲱ ⲛⲥⲱⲛ ⲙⲡϣⲁϫⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲛⲧⲛⲇⲓⲁⲕⲟⲛⲓ ⲉϩⲉⲛⲧⲣⲁⲡⲉⲍⲁ
3 ૩ માટે, ભાઈઓ, તમે તમારામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ.
ⲅ̅ⲥⲱⲧⲡ ⲇⲉ ⲛⲉⲥⲛⲏⲩ ⲛⲥⲁϣϥ ⲛⲣⲱⲙⲉ ⲛϩⲏⲧⲧⲏⲩⲧⲛ ⲉⲩⲣⲙⲛⲧⲣⲉ ϩⲁⲣⲟⲟⲩ ⲉⲩϫⲏⲕ ⲉⲃⲟⲗ ⲙⲡⲛⲁ ⲉϥⲟⲩⲁⲁⲃ ϩⲓ ⲥⲟⲫⲓⲁ ⲧⲁⲣⲛⲧⲁϩⲟⲟⲩ ⲉⲣⲁⲧⲟⲩ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲧⲉⲓⲭⲣⲓⲁ
4 ૪ પણ અમે તો પ્રાર્થનામાં તથા ઈશ્વરના વચનનાં સેવાકાર્યમાં લાગુ રહીશું.
ⲇ̅ⲁⲛⲟⲛ ⲇⲉ ⲛⲧⲛⲥⲣϥⲉ ⲉⲡⲉϣⲗⲏⲗ ⲙⲛ ⲧⲇⲓⲁⲕⲟⲛⲓⲁ ⲙⲡϣⲁϫⲉ
5 ૫ એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી; અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.
ⲉ̅ⲁⲡⲉⲓϣⲁϫⲉ ⲣⲁⲛⲁϥ ⲙⲡⲙⲏⲏϣⲉ ⲧⲏⲣϥ ⲁⲩⲥⲱⲧⲡ ⲛⲥⲧⲉⲫⲁⲛⲟⲥ ⲟⲩⲣⲱⲙⲉ ⲉϥϫⲏⲕ ⲉⲃⲟⲗ ⲙⲡⲓⲥⲧⲓⲥ ϩⲓ ⲡⲛⲁ ⲉϥⲟⲩⲁⲁⲃ ⲙⲛ ⲫⲓⲗⲓⲡⲡⲟⲥ ⲙⲛ ⲡⲣⲟⲭⲟⲣⲟⲥ ⲁⲩⲱ ⲛⲓⲕⲁⲛⲱⲣ ⲙⲛ ⲧⲓⲙⲱⲛ ⲙⲛ ⲡⲁⲣⲙⲉⲛⲁⲥ ⲁⲩⲱ ⲛⲓⲕⲟⲗⲁⲟⲥ ⲟⲩⲡⲣⲟⲥⲏⲗⲩⲧⲟⲥ ⲛⲁⲛⲧⲓⲟⲭⲉⲩⲥ
6 ૬ તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા; અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા.
ⲋ̅ⲛⲁⲓ ⲁⲩⲧⲁϩⲟⲟⲩ ⲉⲣⲁⲧⲟⲩ ⲙⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲛⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲁⲩⲱ ⲁⲩϣⲗⲏⲗ ⲁⲩⲧⲁⲗⲉϭⲓϫ ⲉϫⲱⲟⲩ
7 ૭ ઈશ્વરના વચનોનો પ્રચાર થતો ગયો અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણાં યાજકો પણ વિશ્વાસને આધીન થયા.
ⲍ̅ⲡϣⲁϫⲉ ⲇⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁϥⲁⲩⲝⲁⲛⲉ ⲁⲩⲱ ⲛⲉⲥⲁϣⲁⲓ ⲛϭⲓ ⲧⲏⲡⲉ ⲛⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲙⲁⲧⲉ ϩⲛ ⲑⲓⲗⲏⲏⲙ ⲟⲩⲙⲏⲏϣⲉ ⲉⲛⲁϣⲱϥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲟⲩⲏⲏⲃ ⲛⲉⲩⲥⲱⲧⲙ ⲛⲥⲁ ⲧⲡⲓⲥⲧⲓⲥ
8 ૮ સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં મોટાં અદભુત આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યાં.
ⲏ̅ⲥⲧⲉⲫⲁⲛⲟⲥ ⲇⲉ ⲉϥϫⲏⲕ ⲉⲃⲟⲗ ⲛⲭⲁⲣⲓⲥ ϩⲓ ϭⲟⲙ ⲛⲉϥⲉⲓⲣⲉ ⲛϩⲉⲛⲛⲟϭ ⲙⲙⲁⲉⲓⲛ ⲁⲩⲱ ϩⲉⲛϣⲡⲏⲣⲉ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲗⲁⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ ⲡⲣⲁⲛ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲓⲥ ⲡⲉⲭⲥ
9 ૯ પણ લિબર્તીની કહેવાતી સભાસ્થાનમાંના, કુરેનીના, આલેકસાંદ્રિયાના, કિલીકિયાના તથા આસિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.
ⲑ̅ⲁⲩⲧⲱⲟⲩⲛ ⲇⲉ ⲛϭⲓ ϩⲟⲓⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲥⲩⲛⲁⲅⲱⲅⲏ ⲛⲛⲉⲧⲟⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲟⲩ ϫⲉ ⲛⲗⲓⲃⲉⲣⲧⲓⲛⲟⲥ ⲁⲩⲱ ⲛⲕⲩⲣⲏⲛⲁⲓⲟⲥ ⲙⲛ ⲛⲁⲗⲉⲝⲁⲛⲇⲣⲟⲥ ⲁⲩⲱ ⲛⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲕⲓⲗⲓⲕⲓⲁ ⲙⲛ ⲧⲁⲥⲓⲁ ⲉⲩϯⲧⲱⲛ ⲟⲩⲃⲉ ⲥⲧⲉⲫⲁⲛⲟⲥ
10 ૧૦ પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.
ⲓ̅ⲁⲩⲱ ⲙⲡⲟⲩϣϭⲙϭⲟⲙ ⲉϯ ⲟⲩⲃⲉ ⲧⲥⲟⲫⲓⲁ ⲙⲛ ⲡⲉⲡⲛⲁ ⲉⲧϥϣⲁϫⲉ ⲛϩⲏⲧϥ
11 ૧૧ ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, અમે તેને મૂસાના નિયમશાસ્ત્ર તથા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ બોલતા સાંભળ્યો છે.
ⲓ̅ⲁ̅ⲧⲟⲧⲉ ⲁⲩⲛⲟⲩϫⲉ ⲉϩⲟⲩⲛ ⲛϩⲉⲛⲣⲱⲙⲉ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲛⲥⲱⲧⲙ ⲉⲣⲟϥ ⲉϥϫⲱ ⲛϩⲉⲛϣⲁϫⲉ ⲛⲟⲩⲁ ⲉϩⲟⲩⲛ ⲉⲙⲱⲩⲥⲏⲥ ⲙⲛ ⲡⲛⲟⲩⲧⲉ
12 ૧૨ તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.
ⲓ̅ⲃ̅ⲁⲩⲕⲓⲙ ⲇⲉ ⲉⲡⲗⲁⲟⲥ ⲁⲩⲱ ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ⲙⲛ ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲁⲩⲉⲓ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱϥ ⲁⲩⲱ ⲁⲩϭⲟⲡϥ ⲁⲩϫⲓⲧϥ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲥⲩⲛϩⲉⲇⲣⲓⲟⲛ
13 ૧૩ તેઓએ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્રસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુદ્ધ દુર્ભાષણ કર્યા કરે છે;
ⲓ̅ⲅ̅ⲁⲩⲱ ⲁⲩⲧⲁϩⲟ ⲉⲣⲁⲧⲟⲩ ⲛϩⲉⲛⲙⲛⲧⲣⲉ ⲛⲛⲟⲩϫ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲡⲉⲓⲣⲱⲙⲉ ⲗⲟ ⲁⲛⲉϥϫⲱ ⲛϩⲉⲛϣⲁϫⲉ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲓⲙⲁ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲙⲛ ⲡⲛⲟⲙⲟⲥ
14 ૧૪ કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.
ⲓ̅ⲇ̅ⲁⲛⲥⲱⲧⲙ ⲅⲁⲣ ⲉⲣⲟϥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲓⲥ ⲡⲛⲁⲍⲱⲣⲁⲓⲟⲥ ⲡⲁⲓ ⲡⲉⲧⲛⲁⲃⲱⲗ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲓⲙⲁ ⲁⲩⲱ ⲛϥϣⲓⲃⲉ ⲛⲛⲥⲱⲛⲧ ⲛⲧⲁⲙⲱⲩⲥⲏⲥ ⲧⲁⲁⲩ ⲉⲧⲉⲧⲏⲩⲧⲛ
15 ૧૫ જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એક નજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો સ્વર્ગદૂતના ચહેરા જેવો દેખાયો.
ⲓ̅ⲉ̅ⲁⲩⲉⲓⲱⲣⲙ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲉϩⲣⲁϥ ⲛϭⲓ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧϩⲙⲟⲟⲥ ϩⲙ ⲡⲥⲩⲛϩⲉⲇⲣⲓⲟⲛ ⲁⲩⲱ ⲁⲩⲛⲁⲩ ⲉⲡⲉϥϩⲟⲛⲑⲉ ⲙⲫⲟ ⲛⲟⲩⲁⲅⲅⲉⲗⲟⲥ