< પ્રેરિતોનાં કૃત્યો 5 >
1 ૧ પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી.
Один же чоловік, на ймя Ананїя, в Сафирою, жінкою своєю, продав маєток,
2 ૨ સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો.
та й приховав з ціни, за довідом жінки своєї, та, принїсши якусь частину, положив у ногах у апостолів.
3 ૩ પણ પિતરે કહ્યું કે, ‘ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?
Петр же рече: Ананїє, чого сповнив сатана серце твоє, щоб обманити сьвятого Духа та приховати з ціни за землю?
4 ૪ તે જમીન તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.’
Хиба, що ти мав, не твоє воно було? й продане, не в твоїй власті було? На що положив єси в твоєму серці діло таке? Ти обманив не людей, а Бога.
5 ૫ એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.
Почувши ж Ананїя слова сї, упав без духу; й обвяв страх великий усіх, що чули се.
6 ૬ પછી જુવાનોએ ઊઠીને તેને વસ્ત્રમાં વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દફનાવ્યો.
Уставши молодцї, взяли його і винісши поховали.
7 ૭ ત્રણેક કલાક પછી તેની પત્ની અંદર આવી, જે થયું હતું તેની તેને ખબર નહોતી.
І сталось, годин через три після сього ввійшла й жінка його, не знаючи, що стало ся.
8 ૮ ત્યારે પિતરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે.
Озвав ся ж до неї Петр: Скажи мені, чи за стільки віддали землю? Вона ж каже: Так, за стільки.
9 ૯ ત્યારે પિતરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દફનાવનારાંઓ હવે બારણા પાસે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઈ જશે.
Петр же рече до неї: Як се, що змовились ви спокусити Духа Господнього? Ось коло дверей ноги тих, що поховали чоловіка твого; то й тебе винесуть.
10 ૧૦ તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો; પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ, અને બહાર લઈ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી.
Упала ж зараз у ноги йому, та й зітхнула духа. І ввійшовши молодцї, знайшли її мертву, й винїсши, поховали коло чоловіка її.
11 ૧૧ આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી તે સર્વને ઘણો ડર લાગ્યો.
І обняв страх великий усю церкву і всїх, що чули про се.
12 ૧૨ પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણાં ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થયાં. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા;
Руками ж апостолськими дїялись ознаки й чудеса в народї многі (і були однодушні всї в ходнику Соломоновім.
13 ૧૩ પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી; તોપણ લોકો તેઓને માન આપતા.
З инших же нїхто не важив ся приставати до них, тільки величав їх народ.
14 ૧૪ અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે પ્રમાણમાં ઉમેરાતાં ગયા;
І прибувало все більш віруючих у Господа, - множество чоловіків і жінок.)
15 ૧૫ એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈનાં ઉપર પડે.
Так що виносили на улицї недужих, і клали на постелях та ліжках, щоб як ійти ме Петр, хоч тінь отїнила кого з них.
16 ૧૬ વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં.
Сходилось же множество з околичних городів у Єрусалим, приносячи недужих та мучених від нечистих духів, і всї сцїлялись.
17 ૧૭ પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ જેઓ સદૂકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી,
Уставши ж архиєрей і всї, що з ним (тодїшня єресь Садукейська), сповнились завистю,
18 ૧૮ અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.
і наложили руки свої на апостолів, та й посадили їх у громадську темницю.
19 ૧૯ પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,
Ангел же Господень одчинив уночі двері темничні, і вивівши рече:
20 ૨૦ તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો.
Ійдїть, і ставши промовляйте в церкві до народу всї слова життя сього.
21 ૨૧ એ સાંભળીને પિતર તથા યોહાને વહેલી સવારે ભક્તિસ્થાનમાં જઈને પ્રવચન કર્યું. પણ પ્રમુખ યાજક તથા તેના સાથીઓએ આવીને સભા બોલાવી ભક્તિસ્થાનમાં ઇઝરાયલી લોકોના વડીલોને એકઠા કર્યા અને પિતર તથા યોહાનને લાવવાને માટે જેલમાં માણસ મોકલ્યા.
Вислухавши ж ввійшли вранцї в церкву, та й навчали. Прийшовши ж архиєрей і ті, що з ним, скликали раду і всю старшину синів Ізраїлевих, і післали в вязницю привести їх.
22 ૨૨ પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,
Слуги ж прийшовши, не знайшли їх у темниці, і вернувшись, оповіли,
23 ૨૩ અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ.
говорячи; Що темницю знайшли ми замкнену з усякою осторожністю і сторожів знадвору стоячих перед дверима, та відчинивши, нїкого в середині не знайшли.
24 ૨૪ હવે જ્યારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે?
Почувши ж слова сї священик і старшина церковний та архиєреї, сумнівались, що б воно таке було.
25 ૨૫ એટલામાં એક વ્યક્તિએ આવી તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે.
Прийшовши ж один, сповістив їх, кажучи: Що ось чоловіки, що ви повкидали в темницю, стоять у церкві і навчають народ.
26 ૨૬ ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો; કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, કદાચ તેઓ અમને પથ્થરે મારે.
Тодї прийшовши старшина з слугами, привели їх без примусу; боялись бо народу, щоб не покаменував їх.
27 ૨૭ તેઓએ તેઓને લાવીને સભા આગળ હાજર કર્યા, અને પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે,
І привівши їх, поставили перед радою; і спитав їх архиєрей,
28 ૨૮ “અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ; પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરુશાલેમને ગજવી મૂક્યું છે, એ માણસનું રક્ત પાડવાનો દોષ તમે અમારા પર મૂકવા માગો છો.”
кажучи: Чи не заказом же заказувано вам навчати в імя се? І ось сповнили ви Єрусалим наукою вашою, і хочете навести на нас кров Чоловіка того.
29 ૨૯ પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.
Озвав ся ж Петр і апостоли, і рекли: Більше треба коритись Богу нїж людям.
30 ૩૦ જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યાં છે.
Бог отцїв наших підняв Ісуса, що Його ви вбили, повісивши на дереві.
31 ૩૧ તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે.
Сього підняв Бог правицею своєю в Князя і Спаса; щоб дати покаяннє Ізраїлеві і оставленнє гріхів.
32 ૩૨ અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યા છે તેઓ પણ સાક્ષી છે.
І сьвідки Його в словах сих ми й Дух сьвятий, котрого дав Бог тим, хто корить ся Йому.
33 ૩૩ આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.
Вони ж почувши запалали гнївом, і радились, щоб повбивати їх.
34 ૩૪ પણ ગમાલીએલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સર્વ લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે આ વ્યક્તિઓને થોડીવાર સુધી બહાર લઈ જાઓ.
Уставши ж у раді один Фарисей, на ймя Гамалиїл, учитель закону, поважаний від усього народу, звелїв на часину вивести апостолів,
35 ૩૫ પછી તેણે તેઓને કહ્યું કે, ઓ ઇઝરાયલી માણસો, આ લોકોને તમે જે કરવા ઇચ્છો છો તે વિષે સાવચેત રહો.
і каже своїм: Мужі Ізраїлські, вважайте на людей сих, що маєте робити.
36 ૩૬ કેમ કે કેટલાક સમય પહેલાં થ્યુદાએ બળવો કરીને કહ્યું કે, હું એક મહાન વ્યક્તિ છું; તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યા ગયા, અને જેટલાંએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા.
Бо перед сими днями встав був Тевда, кажучи, що він хтось такий; до него пристало число людей з чотириста; його вбито, і всї, хто слухав його, розійшлись і обернулись у ніщо.
37 ૩૭ એના પછી વસ્તી ગણતરીના સમયે ગાલીલના યહૂદાએ બળવો કરીને ઘણાં લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલાં લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા.
Після сього встав був Юда Галилейський під час переписі, і потяг за собою доволї народу. І сей загинув, і всі, хто слухав його, розсипались.
38 ૩૮ હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;
А тепер кажу вам: Відступіть ся від людей сих і оставте їх; бо коли від людей рада ся або діло се, то обернеть ся в нїщо;
39 ૩૯ પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ; નહિ તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો.
коли ж від Бога, то не здолїєте його знївечити, та щоб іще й противниками Божими не зробитись вам.
40 ૪૦ તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધાં.
Послухали ж його, і, покликавши апостолів та побивши, заказали їм говорити в імя Ісусове, та й відпустили їх.
41 ૪૧ તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.
Вони ж пішли веселі з перед ради, що за імя Його удостоїлись бути зневаженими.
42 ૪૨ પણ તેઓએ નિત્ય ભક્તિસ્થાનમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.
І по всяк день не переставали вони і в церкві і по домах навчати й благовіствувати Ісуса Христа.