< પ્રેરિતોનાં કૃત્યો 4 >
1 ૧ પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદૂકીઓ તેઓ પર ધસી આવ્યા;
जब पत्रुस र यूहन्ना मानिसहरूसँग बोलिरहेका थिए, पूजाहारीहरू, मन्दिरका मुख्य व्यक्ति र सदूकीहरू तिनीहरूकहाँ आए ।
2 ૨ કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.
पत्रुस र यूहन्नाले मानिसहरूलाई येशूको बारेमा सिकाइरहेका र उहाँको मृत्युबाट पुनरुत्थान हुनुभएको घोषणा गरिरहेका कारण उनीहरूलाई साह्रै गाह्रो भयो ।
3 ૩ તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા.
उनीहरूले तिनीहरूलाई पक्रे र अर्को बिहानसम्मका लागि झ्यालखानामा हालिदिए, किनभने त्यतिबेला साँझ परिसकेको थियो ।
4 ૪ તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
तर सन्देश सुनेका मानिसहरूमध्ये धेरै जनाले विश्वास गरे र विश्वास गर्ने मानिसहरूको सङ्ख्या करिब पाँच हजार थियो ।
5 ૫ બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ,
अर्को दिन तिनीहरूका शासकहरू, एल्डरहरू र शास्त्रीहरू यरूशलेममा जम्मा भए ।
6 ૬ તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, આલેકસાંદર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા.
प्रधान पूजाहारी हन्नास, कैयाफा, यूहन्ना, अलेक्जेन्डर र प्रधान पूजाहारीका अरू सबै आफन्तहरू त्यहाँ थिए ।
7 ૭ પિતર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી, તેઓએ તેઓને પૂછ્યું કે, કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે?
जब उनीहरूले पत्रुस र यूहन्नालाई उनीहरूका माझमा राखे तब उनीहरूले तिनीहरूलाई सोधे, “तिमीहरूले कुन शक्ति वा कुन नाउँमा यसो गरेका हौ?”
8 ૮ ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,
अनि पवित्र आत्माले भरिएर पत्रुसले उनीहरूलाई भने, “हे जनताहरूका शासकहरू र एल्डरहरू हो,
9 ૯ જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિષે જો આજે અમને પૂછવામાં આવે છે, કે તે શાથી સાજો કરાયો છે;
यदि यो मानिसलाई कसरी ठिक पारियो भनी यो बिरामी मानिसलाई गरेको असल कामको बारेमा आज हामीलाई नै प्रश्न गरिदैँछ भने,
10 ૧૦ તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.
तपाईंहरू सबै र इस्राएलका सबै मानिसहरूलाई यो थाहा होस् कि, तपाईंहरूले क्रुसमा टाँग्नुभएका र परमेश्वरले मृत्युबाट जीवित पार्नुभएका नासरतका येशू ख्रीष्टको नाउँद्वारा नै भएको हो कि यो मानिस तपाईंहरूको बिचमा यहाँ स्वस्थ भएर उभिएको छ ।
11 ૧૧ જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
येशू ख्रीष्ट त्यो ढुङ्गा हुनुहुन्छ जसलाई तपाईं घर निर्माणकर्ताहरूले इन्कार गर्नुभयो तर उहाँ नै मुख्य कुनेढुङ्गा हुनुभयो ।
12 ૧૨ બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.
अरू कुनै व्यक्तिमा मुक्ति छैन किनभने हामी बचाइनका लागि स्वर्गमुनि मानिसहरूका माझमा अर्को कुनै नाउँ दिइएको छैन ।”
13 ૧૩ ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
जब तिनीहरूले पत्रुस र यूहन्नाको साहस देखे र महसुस गरे कि उनीहरू साधारण र आशिक्षित मानिसहरू थिए, तब पत्रुस र यूहन्ना येशूसँगै रहने गर्दथे भन्ने कुरा थाहा पाएर तिनीहरू छक्क परे ।
14 ૧૪ પેલા સાજાં થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહિ.
उनीहरूले त्यो निको भएको मानिस तिनीहरूसँगै उभिरहेको देखेको कारण तिनीहरूका विरुद्ध केही बोल्न सकेनन् ।
15 ૧૫ પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ?
तर प्रेरितहरूलाई परिषद् बैठक छोड्न आज्ञा दिएपछि उनीहरू एकआपसमा कुरा गर्न थाले ।
16 ૧૬ કેમ કે તેઓના દ્વારા એક પ્રસિદ્ધ ચમત્કારિક ચિહ્ન થયું છે, જેની યરુશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી.
उनीहरूले भने, “यी मानिसहरूलाई हामी के गरौँ? किनकि तिनीहरूद्वारा गरिएको उल्लेखनीय आश्चर्यकर्मको वास्तविकता यरूशलेममा बस्ने हरेक मनिसलाई थाहा छ; हामी यसलाई इन्कार गर्न सक्दैनौँ ।
17 ૧૭ પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ.
तर यो कुरा अझ बढी मानिसहरू बिचमा नफैलियोस् भनेर तिनीहरूलाई यो नाउँमा अब उसो कसैसँग पनि नबोल्नू भनी चेताउनी दिऔँ ।”
18 ૧૮ પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને આજ્ઞા આપી કે, વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.
तिनीहरूले पत्रुस र यूहन्नालाई भित्र बोलाए र येशूको नाउँमा बोल्दै नबोल्नू न त शिक्षा नै दिनू भनी आज्ञा दिए ।
19 ૧૯ પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહિ, એ તમે જ નક્કી કરો.
तर पत्रुस र यूहन्नाले उनीहरूलाई जवाफ दिए र भने, “परमेश्वरको नजरमा उहाँको भन्दा बढी तपाईंहरूको आज्ञापालन गर्नु उचित हो कि होइन, तपाईंहरू नै न्याय गर्नुहोस् ।
20 ૨૦ કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યાં વિના અમારાથી રહેવાય એમ નથી.
किनकि हामीले देखेका र सुनेका कुराहरूको बारेमा हामी नबोली रहन सक्दैनौँ ।”
21 ૨૧ પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધાં; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો ઈશ્વરને મહિમા આપતા હતા.
अझ बढी चेताउनी दिएपछि उनीहरूले पत्रुस र यूहन्नालाई जान दिए । उनीहरूले तिनीहरूलाई दण्ड दिनको निम्ति कुनै पनि दोष भेट्टाउन सकेनन्, किनभने तिनीहरूले जे गरेका थिए त्यसको निम्ति मानिसहरूले परमेश्वरको प्रशंसा गरिरहेका थिए ।
22 ૨૨ કેમ કે જે માણસના હકમાં સાજાપણાંનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.
यो चंगाइको आश्चर्यकर्म अनुभव गर्ने मानिस चालिस वर्षभन्दा माथिका थिए ।
23 ૨૩ પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું.
तिनीहरूलाई स्वतन्त्र छोडेपछि, पत्रुस र यूहन्ना आफ्नै मानिसहरूकहाँ आए र प्रधान पूजाहारीहरू र एल्डरहरूले तिनीहरूलाई भनेका सबै कुराको प्रतिवेदन दिए ।
24 ૨૪ તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો;
तिनीहरूले यो सुनेपछि आफ्ना आवाज परमेश्वरमा एकसाथ उचाले र भने, “हे प्रभु, तपाईं जसले आकास र पृथ्वी र समुद्र र त्यसमा भएका सबै थोक बनाउनुभयो,
25 ૨૫ તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે?
तपाईं जो पवित्र आत्माद्वारा तपाईंका सेवक हाम्रा पिता दाऊदको मुखद्वारा बोल्नुभयो, ‘अरू जातिहरू किन क्रोधित भए र मानिसहरूले अर्थहीन कुराहरू कल्पना गरे?
26 ૨૬ પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ દુનિયાના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા.
परमप्रभु र उहाँका ख्रीष्टको विरुद्धमा पृथ्वीका राजाहरू एक मत भए र शासकहरू एकसाथ भेला भए ।
27 ૨૭ કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા;
वास्तवमा, गैरयहूदीहरू र इस्राएलका मानिसहरूसँगै हेरोद र पन्तियस पिलातस दुवै यो शहरमा तपाईंले अभिषेक गर्नुभएका तपाईंका पवित्र सेवक येशूको विरुद्धमा भेला भए ।
28 ૨૮ જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.
तपाईंको बाहुली र इच्छाले यो हुनुभन्दा पहिले नै निर्णय गर्नुभएको सबै कुरा गर्नलाई तिनीहरू सँगसँगै भेला भए ।
29 ૨૯ હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો;
हे प्रभु, अब तिनीहरूका चेताउनीलाई हेर्नुहोस् र तपाईंका सेवकहरूलाई तपाईंको वचन पुरा साहससित बोल्न दिनुहोस् ।
30 ૩૦ તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો.
ताकि जब तपाईंले निको पार्नका लागि आफ्नो हात पसार्नुहुन्छ तपाईंका पवित्र सेवक येशूको नाउँद्वारा चिन्हहरू र आश्चर्यहरू होऊन् ।”
31 ૩૧ અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
तिनीहरूले प्रार्थना गरेर सिध्याएपछि तिनीहरू भेला भएको ठाउँ हल्लियो र तिनीहरू सबै पवित्र आत्माले भरिए र तिनीहरूले परमेश्वरको वचन साहससित बोले ।
32 ૩૨ વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી.
विश्वास गर्नेहरूको त्यो ठुलो समूह एउटै हृदय र आत्माका थिए; तिनीहरूमध्ये कसैले पनि आफूसँग भएको कुनै पनि थोक वास्तवमा उसको आफ्नो हो भनेनन्, तर तिनीहरूका सबै थोक साझा थिए ।
33 ૩૩ પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.
ठुलो शक्तिसाथ प्रेरितहरूले प्रभु येशूको पुनरुत्थानको बारेमा गवाही घोषणा गर्दैथिए र उनीहरू सबैमाथि ठुलो अनुग्रह थियो ।
34 ૩૪ તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં,
तिनीहरूमध्ये कुनै थोकको अभाव भएको कुनै एक व्यक्ति पनि थिएन किनभने तिनीहरू सबैले आफूसँग भएका जग्गाहरू र घरहरू बेचेर आएका पैसा ल्याउँथे
35 ૩૫ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.
र प्रेरितहरूका पाउमा राखिदिन्थे र आवश्यकतापरेअनुसार हरेक विश्वसीलाई वितरण गरिन्थ्यो ।
36 ૩૬ યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.
साइप्रसबाट आएका योसेफ नाउँका एक जना मानिस थिए जो लेवी कुलका थिए जसलाई प्रेरितहरूले बारनाबास (जसको अर्थ उत्साहको पुत्र हुन्छ) नाउँ राखिदिएका थिए ।
37 ૩૭ તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.
उनीसँग भएको जमिन उनले बेचे र त्यसको पैसा ल्याएर प्रेरितहरूको पाउमा राखिदिए ।