< પ્રેરિતોનાં કૃત્યો 4 >

1 પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદૂકીઓ તેઓ પર ધસી આવ્યા;
Sai firistoci da shugaban masu gadin haikalin da kuma Sadukiyawa suka hauro wurin Bitrus da Yohanna yayinda suke cikin magana da mutane.
2 કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.
Sun damu ƙwarai da gaske domin manzannin suna koya wa mutane suna kuma shela a cikin Yesu cewa akwai tashin matattu.
3 તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા.
Sai suka kama Bitrus da Yohanna, amma da yake yamma ta riga ta yi sai suka sa su cikin kurkuku sai kashegari.
4 તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
Amma da yawa da suka ji saƙon suka gaskata, yawan mutanen kuwa ya ƙaru ya kai wajen dubu biyar.
5 બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ,
Kashegari, sai masu mulki, dattawa da kuma malaman dokoki suka taru a Urushalima.
6 તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, આલેકસાંદર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા.
Annas babban firist yana nan, haka ma Kayifas Yohanna, Alekzanda da kuma sauran mutanen da suke iyalin babban firist.
7 પિતર તથા યોહાનને તેઓની મધ્યમાં ઊભા રાખી, તેઓએ તેઓને પૂછ્યું કે, કયા પરાક્રમથી કે કયા નામથી તમે એ કર્યું છે?
Suka sa aka kawo Bitrus da Yohanna a gabansu suka kuma fara yin musu tambayoyi cewa, “Da wane iko ko da wane suna kuka yi wannan?”
8 ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,
Sai Bitrus, cike da Ruhu Mai Tsarki ya ce musu, “Masu mulki da dattawan mutane!
9 જે સારું કામ એક અશક્ત માણસના હિતમાં થયું છે તે વિષે જો આજે અમને પૂછવામાં આવે છે, કે તે શાથી સાજો કરાયો છે;
In ana tuhumarmu ne yau saboda alherin da aka yi wa gurgun nan da kuma yadda aka warkar da shi,
10 ૧૦ તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને એ માલૂમ થાય કે, ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તેમના નામથી આ માણસ સાજો થઈ અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.
to, sai ku san wannan, ku da dukan mutanen Isra’ila cewa da sunan Yesu Kiristi Banazare, wanda kuka gicciye amma wanda Allah ya tasar daga matattu ne, wannan mutum yake tsaye a gabanku lafiyayye.
11 ૧૧ જે પથ્થર તમો બાંધનારાઓએ નકાર્યો હતો તે એ જ છે, ને તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
Shi ne, “‘dutsen da ku magina kuka ƙi, wanda kuwa ya zama dutsen kusurwar gini.’
12 ૧૨ બીજા કોઈથી ઉદ્ધાર નથી, કેમ કે જેથી આપણો ઉદ્ધાર થાય એવું બીજું કોઈ નામ આકાશની નીચે માણસો મધ્યે અપાયેલું નથી.
Ba a samun ceto ta wurin wani dabam, gama babu wani suna a ƙarƙashin sama da aka ba wa mutane wanda ta wurinsa dole mu sami ceto.”
13 ૧૩ ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
Da suka ga ƙarfin halin Bitrus da Yohanna suka kuma gane cewa su marasa ilimi ne, talakawa kuma, sai suka yi mamaki suka kuma lura cewa waɗannan mutane sun kasance tare da Yesu.
14 ૧૪ પેલા સાજાં થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહિ.
Amma da yake sun ga mutumin da aka warkar yana tsaye a wurin tare da su, sai suka rasa abin faɗi.
15 ૧૫ પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી કે, આ માણસોને આપણે શું કરીએ?
Saboda haka suka umarta a fitar da su daga Majalisar, sa’an nan suka yi shawara da juna.
16 ૧૬ કેમ કે તેઓના દ્વારા એક પ્રસિદ્ધ ચમત્કારિક ચિહ્ન થયું છે, જેની યરુશાલેમના સઘળા રહેવાસીઓને ખબર છે; અને આપણે તેનો ઇનકાર કરી શકતા નથી.
Suka ce, “Me za mu yi da waɗannan mutane? Kowa da yake zama a Urushalima ya san sun yi abin banmamaki, kuma ba za mu iya yin mūsu wannan ba.
17 ૧૭ પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ.
Amma don a hana wannan abu daga ƙara bazuwa cikin mutane, dole mu kwaɓe mutanen nan kada su ƙara yi wa kowa magana cikin wannan suna.”
18 ૧૮ પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને આજ્ઞા આપી કે, વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.
Sai suka sāke kiransu ciki suka kuma umarce su kada su kuskura su yi magana ko su ƙara koyarwa a cikin sunan Yesu.
19 ૧૯ પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહિ, એ તમે જ નક્કી કરો.
Amma Bitrus da Yohanna suka amsa, “Ku shari’anta da kanku ko daidai ne a gaban Allah mu yi muku biyayya maimakon Allah.
20 ૨૦ કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યાં વિના અમારાથી રહેવાય એમ નથી.
Gama ba za mu iya daina yin magana game da abin da muka gani muka kuma ji ba.”
21 ૨૧ પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધાં; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો ઈશ્વરને મહિમા આપતા હતા.
Bayan ƙarin barazana sai suka bar su su tafi. Ba su iya yanke shawara yadda za a hore su ba, domin dukan mutane suna yabon Allah saboda abin da ya faru.
22 ૨૨ કેમ કે જે માણસના હકમાં સાજાપણાંનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.
Gama mutumin da ya sami warkarwar banmamaki, shekarunsa sun fi arba’in.
23 ૨૩ પછી છૂટીને તેઓ પોતાના સાથીઓની પાસે ગયા. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે સઘળું તેમને કહી સંભળાવ્યું.
Da aka sake su, Bitrus da Yohanna suka koma wajen mutanensu suka ba da labarin duk abin da manyan firistoci da dattawa suka faɗa musu.
24 ૨૪ તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો;
Sa’ad da suka ji wannan, sai suka ɗaga muryoyinsu gaba ɗaya cikin addu’a ga Allah, suka ce, “Ya Ubangiji Mai Iko Duka, kai ka halicci sama da ƙasa da kuma teku, da kome da yake cikinsu.
25 ૨૫ તમે પવિત્ર આત્માથી તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખે કહ્યું હતું કે, વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે? અને લોકોએ વ્યર્થ કલ્પના કેમ કરી છે?
Ka yi magana ta wurin Ruhu Mai Tsarki ta bakin bawanka, kakanmu Dawuda cewa, “‘Don me ƙasashe suke fushi, mutane kuma suke ƙulla shawara a banza?
26 ૨૬ પ્રભુની વિરુદ્ધ તથા તેના ખ્રિસ્તની વિરુદ્ધ દુનિયાના રાજાઓ સજ્જ થયા, તથા અધિકારીઓ એકઠા થયા.
Sarakunan duniya sun ja dāgā, masu mulki kuma sun taru gaba ɗaya, suna gāba da Ubangiji da kuma Shafaffensa.’
27 ૨૭ કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા;
Tabbatacce Hiridus da Buntus Bilatus suka haɗu tare da Al’ummai da kuma mutanen Isra’ila a wannan birni ce don su ƙulla gāba da bawanka mai tsarki Yesu, wanda ka shafe.
28 ૨૮ જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.
Sun aikata abin da ikonka da kuma nufinka ya riga ya shirya tuntuni zai faru.
29 ૨૯ હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો;
Yanzu, Ubangiji, ka dubi barazanansu ka kuma sa bayinka su furta maganarka da iyakar ƙarfin hali.
30 ૩૦ તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો.
Ka miƙa hannunka don ka warkar ka kuma yi ayyukan banmamaki da alamu masu banmamaki ta wurin sunan bawanka mai tsarki Yesu.”
31 ૩૧ અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
Bayan suka yi addu’a, sai inda suka taru ya jijjigu. Dukansu kuwa suka cika da Ruhu Mai Tsarki, suka yi ta shaidar maganar Allah babu tsoro.
32 ૩૨ વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી.
Dukan masu bi kuwa zuciyarsu ɗaya ne, nufinsu kuwa ɗaya. Babu wani da ya ce abin da ya mallaka nasa ne, amma sun raba kome da suke da shi.
33 ૩૩ પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.
Da iko mai ƙarfi manzanni suka ci gaba da shaidar tashin matattu na Ubangiji Yesu, alheri mai yawa kuwa yana bisansu duka.
34 ૩૪ તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં,
Babu mabukata a cikinsu. Lokaci-lokaci waɗanda suke da gonaki ko gidaje sukan sayar da su, su kawo kuɗi daga abin da suka sayar,
35 ૩૫ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.
su ajiye a sawun manzannin, a kuma raba wa kowa gwargwadon bukatarsa.
36 ૩૬ યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.
Yusuf, wani Balawe daga Saifurus, wanda manzanni suke kira Barnabas (wanda yake nufin Ɗan Ƙarfafawa)
37 ૩૭ તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.
ya sayar da wata gonar da ya mallaki ya kuma kawo kuɗin ya ajiye a sawun manzanni.

< પ્રેરિતોનાં કૃત્યો 4 >