< પ્રેરિતોનાં કૃત્યો 3 >
1 ૧ પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા.
A Peter in Janez sta šla vkupej gor v tempelj ob uri molitve, ob devetih.
2 ૨ જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે.
In nosili so nekega moža, kteri je hrom bil iz telesa matere svoje; in pokladali so ga vsak dan pred tempeljnova vrata, ktera se imenujejo Lepa, da je prosil miloščine od teh, kteri so hodili v tempelj.
3 ૩ તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી.
Ta, videvši Petra in Janeza, da hočeta iti v tempelj, prosil je, da bi prejel miloščine.
4 ૪ ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો.
Peter pa, pogledavši na-nj z Janezom, reče: Poglej na naju!
5 ૫ તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું.
In on je gledal na nju, misleč, da bo kaj prejel od nju.
6 ૬ પણ પિતરે કહ્યું કે, સોનુંચાંદી તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા.
Peter pa reče: Srebra in zlata nimam; kar pa imam, to ti dam. V ime Jezusa Kristusa Nazarečana, vstani in hodi!
7 ૭ પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી.
In prijemši ga za desno roko, vzdigne ga: in precej so se utrdila stopala njegova in gležnji.
8 ૮ તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.
In poskočivši, stal je in hodil, in vnide ž njima v tempelj, hodeč in poskakujoč in hvaleč Boga.
9 ૯ સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો;
In videlo ga je vse ljudstvo da hodi in hvali Boga;
10 ૧૦ લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા.
In poznali so ga, da je tisti, ki je za voljo miloščine sedel pri Lepih vratih tempeljnovih in napolnijo se strmenja in groze nad tem, kar mu se je prigodilo.
11 ૧૧ તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.
Ko se je pa hromi ta, ki je bil ozdravel, držal Petra in Janeza, priteče k njim vse ljudstvo v lopo, ki se imenuje Solomonova, in strmeli so.
12 ૧૨ તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો?
Videč pa to Peter, odgovorí ljudstvu: Možjé Izraelci! kaj se čudite temu, ali kaj naju gledate, kakor da bi bila s svojo močjó ali oblastjo storila, da ta hodi?
13 ૧૩ ઇબ્રાહિમનાં, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો.
Bog Abrahamov, in Izakov, in Jakobov, Bog očetov naših oslavil je sina svojega Jezusa, kterega ste vi izdali, in zatajili ga pred obličjem Pilatovim, ko je on sodil, naj se izpustí.
14 ૧૪ તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને,
A vi ste svetnika in pravičnega zatajili, in prosili ste, naj vam dá ubijalca.
15 ૧૫ તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ.
A začetnika življenja ste umorili, kterega je Bog obudil iz mrtvih, čemur smo mi priče.
16 ૧૬ આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
In za voljo vere v ime njegovo je tega, ki ga vidite in poznate, utrdilo ime njegovo; in vera, ki je po njem, dala mu je popolno to zdravje vpričo vseh vas.
17 ૧૭ હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.
Ali sedaj, bratje, vém, da ste iz nevednosti storili, kakor tudi poglavarji vaši.
18 ૧૮ પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.
Bog pa, kar je bil naprej oznanil z ustmi vseh prerokov svojih, da bo Kristus trpel, dopolnil je tako.
19 ૧૯ માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે;
Spokorite se torej in izpreobrnite, da se izbrišejo grehi vaši: da pridejo časi ohlajenja od obličja Gospodovega,
20 ૨૦ અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે.
In pošlje oznanjenega vam Jezusa Kristusa,
21 ૨૧ ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. (aiōn )
Kterega mora sicer nebo sprejeti do časov, ko se uravna vse, kar je Bog povedal z ustmi svetih prerokov svojih od nekedaj. (aiōn )
22 ૨૨ મૂસાએ તો કહ્યું હતું કે, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.
Mojzes namreč je rekel očakom: "Preroka vam bo zbudil Gospod Bog vaš izmed bratov vaših, kakor mene; njega poslušajte v vsem, karkoli vam bo govoril.
23 ૨૩ જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’.
Bo pa, da vsaka duša, ktera ne bo poslušala tega preroka, iztrebila se bo iz ljudstva."
24 ૨૪ વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે.
Pa tudi vsi preroki od Samuela in po tem, kolikorkoli jih je govorilo, oznanili so te dní.
25 ૨૫ તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો.
Vi ste sinovi prerokov in zaveze, ktero je storil Bog z očaki našimi, govoreč Abrahamu: "In v semenu tvojem se bodo blagoslovili vsi narodi zemlje."
26 ૨૬ ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.
Vam najprej je zbudil Bog sina svojega Jezusa, in poslal, da vas blagoslovi, da se vsak od vas obrne od hudobij svojih.