< પ્રેરિતોનાં કૃત્યો 25 >

1 ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો.
Прибувши ж Фест у ту країну, по трох днях пійшов у Єрусалим з Кесариї.
2 ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.
І явились перед ним архиєреї та значні з Жидів проти Павла, й благали його,
3 તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ,’ (એવા હેતુથી) કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે.
просячи ласку в него, щоб післав його в Єрусалим, змовившись, щоб його вбити на дорозї.
4 પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, ‘પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું.
Фест же відказав, що Павла стережуть у Кесариї, і що він сам незабаром має пійти (туди).
5 માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું.
Которі ж з між вас, каже, згідні в сьому, нехай ідуть зо мною, і коли що є в сьому чоловікові, нехай винують його.
6 તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી.
І, пробувши у них більш десяти днів, прибув у Кесарию; назавтра ж сівши на судищі, звелїв привести Павла.
7 તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.
Як же прийшов він, обступили (його) Жиди, що прийшли з Єрусалиму, приносячи на Павла многі і тяжкі вини, котрих не змогли довести.
8 ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, ‘યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ખોટું કર્યું નથી.
А він відказав, що нї проти закону Жидівського, нї проти церкви, нї проти кесаря нічого не провинив.
9 પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, ‘શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?’
Фест же, хотівши Жидам угодити, озвавшись, каже Павлові: Хочеш іти в Єрусалим, і там судитись передо мною в сьому?
10 ૧૦ પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો.
Рече ж Павел: Я стою перед судищем кесаревим; там маю суд приймати. Жидів нічим не скривдив я, як і ти добре знаєш.
11 ૧૧ જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.’”
Коли я не прав і зробив що достойне смерти, не відмовляюсь і вмерти; коли ж нема в менї нїчого, чим мене сї винують, нїхто не може мене їм видати. Покликуюсь до кесаря.
12 ૧૨ ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.
Тодї Фест, поговоривши з радою, відказав: Ти покликуєш ся до кесаря, до кесаря й пійдеш.
13 ૧૩ કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી.
Як же минуло днїв кілька, Агриппа цар та Верникия прибули в Кесарию витати Феста.
14 ૧૪ તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે;
А як пробули тут многі днї, предложив Фест цареві Павлову справу, говорячи: Є (тут) один чоловік, оставлений вязнем од Феликса;
15 ૧૫ જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી.
про него, як прибув я в Єрусалим, обявили архнєреї та старші Жидівські, доповняючись суду на него.
16 ૧૬ મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને (મારી નાખવાને) સોંપી દેવો એ રોમનોની રીત નથી.
Відказав я їм, що се не Римський звичай, видавати кого на смерть перш, ніж обвинувачений мати ме винувателїв перед лицем, і дасть ся йому місце оборони від вини.
17 ૧૭ તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો.
Як же зійшлись вони сюди, я, не роблячи жадної проволоки, сївши другого дня на судищі, звелїв привести чоловіка.
18 ૧૮ ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.
Обступивши його винувателї, нїякої вини не принесли, про які я думав,
19 ૧૯ પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં.
були ж між ними деякі змагання про марновірство їх та про якогось Ісуса, що вмер, про котрого казав Павел, що Він живий.
20 ૨૦ એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે?
Я ж, сумніваючись про се змаганнє, сказав: коли хоче, нехай іде в Єрусалим і там судить ся про се.
21 ૨૧ પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે ‘કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.’”
Як же Павел покликнув ся, щоб його задержано до розсуду Августа, звелїв я держати його, доки одішлю до кесаря.
22 ૨૨ ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.’”
Агриппа ж каже до Феста: Хотїв би й я чоловіка сього послухати. Він же: Завтра, каже, чути меш його.
23 ૨૩ માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો.
Назавтра ж, як прийшов Агриппа та Верникия з великою пихою та ввійшли в судову палату з тисячниками та городськими переднїми мужами, звелїв Фест привести Павла.
24 ૨૪ ત્યારે ફેસ્તસે કહ્યું કે, ‘ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો (યોગ્ય) નથી, તેને તમે જુઓ છો.
І каже Фест: Агриппо царю і всї мужі, що сидите з нами, гляньте на сього, про котрого все множество Жидів озвалось до мене в Єрусалимі, гукаючи, що не треба йому жити більш.
25 ૨૫ પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને (રોમ) મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે.
Я ж, зрозумівши, що нїчого достойного смерти він не зробив, а як і (сам) він покликнув ся до Августа, то й присудив я післати його.
26 ૨૬ તેના વિષે એવી કંઈ ચોક્કસ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાંનું મળી આવે.
Про него ж нїчого докладного писати панові не маю. Тим привів його перед вас, а особливо перед тебе, царю Агриппо, щоб зробивши розпит, мав що написати.
27 ૨૭ કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’”
Нерозсудливо бо мені здаєть ся післати вязника, а яка вина на нему, не означити.

< પ્રેરિતોનાં કૃત્યો 25 >