< પ્રેરિતોનાં કૃત્યો 24 >

1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.
După cinci zile, marele preot Anania s-a coborât cu niște bătrâni și cu un orator, Tertul. Aceștia l-au informat pe guvernator împotriva lui Pavel.
2 પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,
Când a fost chemat, Tertullus a început să-l acuze, spunând: “Văzând că prin tine ne bucurăm de multă pace și că prosperitatea vine în acest popor prin previziunea ta,
3 તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ.
o acceptăm în toate felurile și în toate locurile, preasfințite Felix, cu toată recunoștința.
4 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.
Dar, ca să nu te întârzii, te rog să ai răbdare cu noi și să asculți câteva cuvinte.
5 કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે.
Pentru că am descoperit că acest om este o plagă, un instigator de insurecții printre toți evreii din întreaga lume și un lider al sectei nazarienilor.
6 તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા.
A încercat chiar să profaneze templul și l-am arestat.
7 પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા.
8 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.
Examinându-l tu însuți, poți constata toate aceste lucruri de care îl acuzăm.”
9 યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.
Și iudeii s-au alăturat și ei atacului, afirmând că așa stau lucrurile.
10 ૧૦ પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.
După ce guvernatorul i-a făcut semn să vorbească, Pavel a răspuns: “Fiindcă știu că tu ești de mulți ani judecător al acestui neam, îmi iau cu plăcere apărarea,
11 ૧૧ કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.
fiindcă poți să constați că nu au trecut mai mult de douăsprezece zile de când m-am suit să mă închin la Ierusalim.
12 ૧૨ સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.
În templu nu m-au găsit certându-mă cu nimeni sau stârnind mulțimea, nici în sinagogi, nici în oraș.
13 ૧૩ મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી.
Și nici nu vă pot dovedi lucrurile de care mă acuză acum.
14 ૧૪ પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું.
Dar vă mărturisesc acest lucru: că, potrivit Căii, pe care ei o numesc sectă, așa slujesc eu Dumnezeului părinților noștri, crezând toate lucrurile care sunt conform Legii și care sunt scrise în profeți;
15 ૧૫ હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.
având speranța față de Dumnezeu, pe care și aceștia o așteaptă, că va fi o înviere a morților, atât a celor drepți, cât și a celor nedrepți.
16 ૧૬ વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું.
În acest sens, practic și eu, având întotdeauna o conștiință lipsită de supărare față de Dumnezeu și față de oameni.
17 ૧૭ હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો.
După câțiva ani, am venit să aduc națiunii mele daruri pentru cei nevoiași și ofrande;
18 ૧૮ તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ (ત્યાં હતા),
în mijlocul cărora niște iudei din Asia m-au găsit purificat în templu, nu cu o mulțime și nici cu agitație.
19 ૧૯ જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા.
Ei ar fi trebuit să fie aici, înaintea voastră, și să mă acuze, dacă aveau ceva împotriva mea.
20 ૨૦ હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો?
Sau, altfel, să spună ei înșiși ce nedreptate au găsit în mine când am stat în fața consiliului,
21 ૨૧ એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.’”
dacă nu cumva pentru acest singur lucru am strigat stând în picioare în mijlocul lor: “Cu privire la învierea morților sunt judecat astăzi în fața voastră!””.
22 ૨૨ પણ ફેલીક્સને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ.
Dar Felix, care cunoștea mai bine Calea, i-a amânat, zicând: “Când va coborî Lisias, comandantul, voi lua o hotărâre în privința voastră.”
23 ૨૩ તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
El a poruncit centurionului ca Pavel să fie ținut în custodie și să aibă unele privilegii și să nu interzică niciunui dintre prietenii săi să îl servească sau să îl viziteze.
24 ૨૪ પણ કેટલાક દિવસ પછી ફેલીક્સ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું.
După câteva zile, Felix a venit cu Drusila, soția sa, care era iudeică, și a trimis să cheme pe Pavel și l-a ascultat cu privire la credința în Hristos Isus.
25 ૨૫ પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, ‘હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.’”
În timp ce el vorbea despre neprihănire, despre stăpânirea de sine și despre judecata viitoare, Felix s-a îngrozit și i-a răspuns: “Du-te deocamdată și, când îmi va fi de folos, te voi chema.”
26 ૨૬ તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા (લાંચ) આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
Între timp, el mai spera că Pavel îi va da bani, ca să-l elibereze. De aceea, de asemenea, trimitea mai des după el și vorbea cu el.
27 ૨૭ પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો.
După ce s-au împlinit doi ani, Felix a fost înlocuit de Porcius Festus; și Felix, vrând să se facă plăcut iudeilor, a lăsat pe Pavel în temniță.

< પ્રેરિતોનાં કૃત્યો 24 >