< પ્રેરિતોનાં કૃત્યો 23 >
1 ૧ ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’”
ପୁଣି, ପାଉଲ ମହାସଭା ପ୍ରତି ସ୍ଥିର ଦୃଷ୍ଟିରେ ଚାହିଁ କହିଲେ, ଭାଇମାନେ, ମୁଁ ଏହି ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସୁବିବେକରେ ଈଶ୍ବରଙ୍କ ସାକ୍ଷାତରେ ଆଚାର-ବ୍ୟବହାର କରି ଆସିଅଛି।
2 ૨ ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર (તમાચો) મારવાની આજ્ઞા કરી.
ସେଥିରେ ମହାଯାଜକ ହାନାନ ତାହାଙ୍କ ପାଖରେ ଠିଆ ହୋଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ତାହାଙ୍କ ମୁଖରେ ଆଘାତ କରିବା ପାଇଁ ଆଜ୍ଞା ଦେଲେ।
3 ૩ ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’
ସେତେବେଳେ ପାଉଲ ତାହାଙ୍କୁ କହିଲେ, ହେ ଶୁକ୍ଳୀକୃତ ପ୍ରାଚୀର, ଈଶ୍ବର ତୁମ୍ଭକୁ ଆଘାତ କରିବେ, ତୁମ୍ଭେ ଏକାବେଳେ ବ୍ୟବସ୍ଥା ଅନୁସାରେ ମୋହର ବିଚାର କରିବାକୁ ବସି ବ୍ୟବସ୍ଥା ବିରୁଦ୍ଧରେ ମୋତେ ଆଘାତ କରିବା ପାଇଁ କି ଆଜ୍ଞା ଦେଉଅଛ?
4 ૪ પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’
ସେଥିରେ ନିକଟରେ ଠିଆ ହୋଇଥିବା ଲୋକମାନେ କହିଲେ, ତୁ କି ଈଶ୍ବରଙ୍କ ମହାଯାଜକଙ୍କୁ ନିନ୍ଦା କରୁଅଛୁ?
5 ૫ ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.
ପୁଣି, ପାଉଲ କହିଲେ, ଭାଇମାନେ, ସେ ମହାଯାଜକ ବୋଲି ମୁଁ ଜାଣି ନ ଥିଲି; କାରଣ ଲିଖିତ ଅଛି, ତୁମ୍ଭେ ନିଜ ଲୋକମାନଙ୍କ ଅଧ୍ୟକ୍ଷଙ୍କୁ ଅଭିଶାପ ଦେବ ନାହିଁ।
6 ૬ પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”
ପାଉଲ ଏକ ଭାଗ ସାଦ୍ଦୂକୀ ଆଉ ଅପର ଭାଗ ଫାରୂଶୀ ବୋଲି ଜାଣି ମହାସଭାରେ ଉଚ୍ଚସ୍ୱରରେ କହିଲେ, ଭାଇମାନେ, ମୁଁ ଜଣେ ଫାରୂଶୀ ଓ ଫାରୂଶୀର ପୁତ୍ର; ପୁଣି, ଏହି ଭରସା, ଅର୍ଥାତ୍ ମୃତମାନଙ୍କ ପୁନରୁତ୍ଥାନ ସମ୍ବନ୍ଧରେ ମୁଁ ବିଚାରିତ ହେଉଅଛି।
7 ૭ તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા.
ସେ ଏହି କଥା କହିବାରୁ ଫାରୂଶୀ ଓ ସାଦ୍ଦୂକୀମାନଙ୍କ ମଧ୍ୟରେ ବିବାଦ, ଓ ସଭାରେ ଦଳଭେଦ ଘଟିଲା।
8 ૮ કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.
କାରଣ ସାଦ୍ଦୂକୀମାନେ ପୁନରୁତ୍ଥାନ, ଦୂତ ଅବା ଆତ୍ମା ନାହାନ୍ତି ବୋଲି କହନ୍ତି, କିନ୍ତୁ ଫାରୂଶୀମାନେ ଉଭୟ ସ୍ୱୀକାର କରନ୍ତି।
9 ૯ ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’
ଏଥିରେ ମହା କୋଳାହଳ ଘଟିଲା, ଆଉ ଫାରୂଶୀମାନଙ୍କ ଦଳର କେତେକ ଶାସ୍ତ୍ରୀ ଉଠି ଯୁକ୍ତିତର୍କ କରି କହିଲେ, ଆମ୍ଭେମାନେ ଏହି ଲୋକଠାରେ କୌଣସି ଦୋଷ ଦେଖୁ ନାହୁଁ, କେଜାଣି କୌଣସି ଆତ୍ମା କିମ୍ବା ଦୂତ ତାହା ସାଙ୍ଗରେ କଥା କହିଅଛନ୍ତି।
10 ૧૦ તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’”
ଏହି ପ୍ରକାରେ ମହା ବିବାଦ ଘଟନ୍ତେ, କାଳେ ପାଉଲ ସେମାନଙ୍କ ଦ୍ୱାରା ଖଣ୍ଡବିଖଣ୍ଡ ହେବେ, ଏହି ଭୟରେ ସହସ୍ର-ସେନାପତି ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ ତାହାଙ୍କୁ ବଳପୂର୍ବକ ଗଡ଼ ଭିତରକୁ ନେଇ ଆସିବା ପାଇଁ ସୈନ୍ୟମାନଙ୍କୁ ଯିବାକୁ ଆଦେଶ ଦେଲେ।
11 ૧૧ તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”
ପରରାତ୍ରରେ ପ୍ରଭୁ ତାହାଙ୍କ ପାଖରେ ଠିଆ ହୋଇ କହିଲେ, “ସାହସ ଧର, କାରଣ ତୁମ୍ଭେ ଯେପରି ଯିରୂଶାଲମ ସହରରେ ଆମ୍ଭ ବିଷୟରେ ସାକ୍ଷ୍ୟ ଦେଇଅଛ, ସେହିପରି ତୁମ୍ଭକୁ ରୋମରେ ମଧ୍ୟ ସାକ୍ଷ୍ୟ ଦେବାକୁ ହେବ।”
12 ૧૨ દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
ଦିନ ହୁଅନ୍ତେ ଯିହୁଦୀମାନେ ଦଳବଦ୍ଧ ହୋଇ ପାଉଲଙ୍କୁ ବଧ ନ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ, ଅନ୍ନଜଳ ସ୍ପର୍ଶ କଲେ ଅଭିଶପ୍ତ ହେବେ ବୋଲି ଶପଥରେ ନିଜ ନିଜକୁ ଆବଦ୍ଧ କଲେ।
13 ૧૩ આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
ଏହି ଷଡ଼ଯନ୍ତ୍ର କରିଥିବା ଲୋକମାନେ, ଚାଳିଶ ଜଣରୁ ଅଧିକ ଥିଲେ।
14 ૧૪ તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
ସେମାନେ ପ୍ରଧାନ ଯାଜକ ଓ ପ୍ରାଚୀନମାନଙ୍କ ନିକଟକୁ ଆସି କହିଲେ, ଆମ୍ଭେମାନେ ପାଉଲଙ୍କୁ ବଧ ନ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ କିଛି ଖାଇବୁ ନାହିଁ ବୋଲି ନିଜ ନିଜକୁ ଦୃଢ଼ ଶପଥରେ ଆବଦ୍ଧ କରିଅଛୁ।
15 ૧૫ માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
ଅତଏବ ଆପଣମାନେ ଅଧିକ ସୂକ୍ଷ୍ମ ରୂପେ ତାହାର ବିଚାର କରିବାକୁ ଇଚ୍ଛା କରୁଅଛନ୍ତି ବୋଲି ଛଳନା କରି ତାହାକୁ ଆପଣମାନଙ୍କ ନିକଟକୁ ଆଣିବା ନିମନ୍ତେ ଏବେ ମହାସଭା ସହିତ ସହସ୍ର-ସେନାପତିଙ୍କୁ ନିବେଦନ କରନ୍ତୁ। ସେ ଆପଣମାନଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପୂର୍ବେ ଆମ୍ଭେମାନେ ତାହାକୁ ବଧ କରିବାକୁ ପ୍ରସ୍ତୁତ ଅଛୁ।
16 ૧૬ પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
କିନ୍ତୁ ପାଉଲଙ୍କ ଭଣଜା ସେମାନଙ୍କର ଛକି ରହିବା କଥା ଶୁଣିଲେ ଏବଂ ଆସି ଗଡ଼ ମଧ୍ୟରେ ପ୍ରବେଶ କରି ପାଉଲଙ୍କୁ ଜଣାଇଲେ।
17 ૧૭ ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
ସେଥିରେ ପାଉଲ ଜଣେ ଶତ-ସେନାପତିଙ୍କୁ ଡାକି କହିଲେ, ଏହି ଯୁବାଙ୍କୁ ସହସ୍ର-ସେନାପତିଙ୍କ ନିକଟକୁ ନେଇ ଯାଆନ୍ତୁ, କାରଣ ତାହାଙ୍କୁ ଜଣାଇବା ନିମନ୍ତେ ଏହାର କିଛି କଥା ଅଛି।
18 ૧૮ ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
ତେଣୁ ସେ ତାହାଙ୍କୁ ସହସ୍ର-ସେନାପତିଙ୍କ ନିକଟକୁ ନେଇଯାଇ କହିଲେ, ବନ୍ଦୀ ପାଉଲ ଆପଣା ନିକଟକୁ ମୋତେ ଡାକି ଆପଣଙ୍କ ପାଖକୁ ଏହି ଯୁବାକୁ ନେଇ ଆସିବା ପାଇଁ ଅନୁରୋଧ କଲା, ଆପଣଙ୍କୁ କହିବା ନିମନ୍ତେ ଏହାର କିଛି କଥା ଅଛି।
19 ૧૯ ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’
ସହସ୍ର-ସେନାପତି ତାହାକୁ ହାତ ଧରି ତାହାକୁ ନିର୍ଜନକୁ ନେଇଯାଇ ପଚାରିଲେ, ମୋତେ ଜଣାଇବା ନିମନ୍ତେ ତୁମ୍ଭର କଅଣ ଅଛି?
20 ૨૦ તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.
ସେ କହିଲା, ପାଉଲଙ୍କ ବିଷୟରେ ଅଧିକ ସୂକ୍ଷ୍ମ ରୂପେ ଅନୁସନ୍ଧାନ କରିବା ଛଳରେ ଯିହୁଦୀମାନେ ତାହାଙ୍କୁ କାଲି ମହାସଭା ନିକଟକୁ ଆଣିବା ନିମନ୍ତେ ଆପଣଙ୍କୁ ଅନୁରୋଧ କରିବା ପାଇଁ ଏକମତ ହୋଇଅଛନ୍ତି।
21 ૨૧ એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.
ଏଣୁ ଆପଣ ସେମାନଙ୍କ କଥାରେ ସମ୍ମତ ହେବେ ନାହିଁ, କାରଣ ତାହାଙ୍କୁ ବଧ ନ କରିବା ଯାଏ ଅନ୍ନଜଳ ସ୍ପର୍ଶ କଲେ ଅଭିଶପ୍ତ ହେବେ ବୋଲି ନିଜ ନିଜକୁ ଶପଥରେ ଆବଦ୍ଧ କରି ଚାଳିଶ ଜଣରୁ ଅଧିକ ଲୋକ ତାହାଙ୍କୁ ଛକି ରହିଅଛନ୍ତି, ଆଉ ଏବେ ସେମାନେ ଆପଣଙ୍କଠାରୁ ଅନୁମତି ପାଇବା ନିମନ୍ତେ ଅପେକ୍ଷା କରି ପ୍ରସ୍ତୁତ ହୋଇ ରହିଅଛନ୍ତି।
22 ૨૨ ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
ସେଥିରେ ସହସ୍ର-ସେନାପତି ସେହି ଯୁବାକୁ ବିଦାୟ ଦେଇ ତାହାକୁ ଆଦେଶ କଲେ, ତୁମ୍ଭେ ଯେ ଏହି ସମସ୍ତ କଥା ମୋତେ ଜଣାଇଅଛ, ତାହା କାହାକୁ କହିବ ନାହିଁ।
23 ૨૩ પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;
ପରେ ସେ ଦୁଇ ଜଣ ଶତ-ସେନାପତିଙ୍କୁ ଡାକି କହିଲେ, କାଇସରିୟା ପର୍ଯ୍ୟନ୍ତ ଯିବା ନିମନ୍ତେ ରାତ୍ର ତିନି ଘଟିକା ସମୟରେ ଦୁଇ ଶହ ସୈନ୍ୟ, ସତୁରି ଜଣ ଅଶ୍ଵାରୋହୀ ଓ ଦୁଇ ଶହ ବର୍ଚ୍ଛାଧାରୀଙ୍କୁ ପ୍ରସ୍ତୁତ କର।
24 ૨૪ અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”
ପୁଣି, ସେମାନେ ଯେପରି ପାଉଲଙ୍କୁ ଅଶ୍ବବାହନ ଉପରେ ବସାଇ ଶାସନକର୍ତ୍ତା ଫେଲୀକ୍ସ୍ଙ୍କ ନିକଟକୁ ନିରାପଦରେ ନେଇଯାଆନ୍ତି, ଏଥିପାଇଁ ତାହା ଆୟୋଜନ କରିବା ନିମନ୍ତେ ସେ ଆଦେଶ ଦେଲେ।
25 ૨૫ તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,
ଆଉ, ସେ ଏହି ପ୍ରକାରେ ଗୋଟିଏ ଚିଠି ଲେଖିଲେ,
26 ૨૬ ‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
ମହାମହିମ ଶାସନକର୍ତ୍ତା ଫେଲୀକ୍ସ୍ଙ୍କୁ, କ୍ଲାଉଦିଅ ଲୂସୀୟାଙ୍କର ନମସ୍କାର।
27 ૨૭ આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.
ଯିହୁଦୀମାନେ ଏହି ଲୋକକୁ ଧରି ବଧ କରିବାକୁ ଯାଉଥିବା ସମୟରେ ମୁଁ ସୈନ୍ୟମାନଙ୍କ ସହିତ ଯାଇ ସେ ଜଣେ ରୋମୀୟ ବୋଲି ଜାଣି ଏହାକୁ ଉଦ୍ଧାର କଲି।
28 ૨૮ તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.
କେଉଁ କାରଣରୁ ସେମାନେ ଏହାର ବିରୁଦ୍ଧରେ ଦୋଷାରୋପ କରୁଅଛନ୍ତି, ତାହା ଜାଣିବାକୁ ଇଚ୍ଛା କରି ମୁଁ ଏହାକୁ ସେମାନଙ୍କର ମହାସଭା ନିକଟକୁ ନେଇଗଲି।
29 ૨૯ ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.
ପ୍ରାଣଦଣ୍ଡ ବା ବନ୍ଧନ ଯୋଗ୍ୟ କୌଣସି ବିଷୟ ଏହାର ବିରୁଦ୍ଧରେ ଅଭିଯୋଗ କରା ନ ଯାଇ ସେମାନଙ୍କ ବ୍ୟବସ୍ଥା ସମ୍ବନ୍ଧୀୟ ବିବାଦ ବିଷୟରେ ଅଭିଯୋଗ କରାଯାଉଅଛି ବୋଲି ମୁଁ ବୁଝିଲି।
30 ૩૦ જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’”
ଏହି ଲୋକ ବିରୁଦ୍ଧରେ ଷଡ଼ଯନ୍ତ୍ର ହେବ ବୋଲି ମୋତେ ଖବର ଦିଆଯିବାରୁ ମୁଁ ଏହାକୁ ଅବିଳମ୍ବରେ ଆପଣଙ୍କ ନିକଟକୁ ପଠାଇଲି; ଏହାର ଅଭିଯୋଗକାରୀମାନଙ୍କୁ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ସମ୍ମୁଖରେ, ଏହା ବିରୁଦ୍ଧରେ ସାକ୍ଷ୍ୟ ଦେବାକୁ ଆଦେଶ ଦେଲି।
31 ૩૧ ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.
ସେଥିରେ ସୈନ୍ୟମାନେ ପ୍ରାପ୍ତ ଆଦେଶାନୁସାରେ ପାଉଲଙ୍କୁ ନେଇ ରାତ୍ରିକାଳରେ ତାହାଙ୍କୁ ଆନ୍ତିପାତ୍ରିକୁ ଆଣିଲେ।
32 ૩૨ પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.
ପରଦିନ ସେମାନେ ଅଶ୍ୱାରୋହୀମାନଙ୍କୁ ତାହାଙ୍କ ସାଙ୍ଗରେ ଯିବା ପାଇଁ ଛାଡ଼ିଦେଇ ଗଡ଼କୁ ଫେରିଗଲେ।
33 ૩૩ તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.
ପରେ ଅଶ୍ୱାରୋହୀମାନେ କାଇସରିୟାକୁ ଆସି ଶାସନକର୍ତ୍ତା ଫେଲିକ୍ସ୍ଙ୍କୁ ଚିଠି ଦେଲେ, ପୁଣି, ପାଉଲଙ୍କୁ ମଧ୍ୟ ତାହାଙ୍କ ଛାମୁରେ ଉପସ୍ଥିତ କଲେ।
34 ૩૪ તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,
ସେ ଚିଠିଟି ପଢ଼ିଲା ଉତ୍ତାରେ, ସେ କେଉଁ ପ୍ରଦେଶର ଲୋକ ବୋଲି ପଚାରିଲେ; ପୁଣି, ସେ ଯେ କିଲିକିୟାର ଲୋକ, ଏହା ଜାଣି ସେ କହିଲେ,
35 ૩૫ ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”
ତୁମ୍ଭର ଅଭିଯୋଗକାରୀମାନେ ମଧ୍ୟ ଉପସ୍ଥିତ ହେଲେ ଆମ୍ଭେ ତୁମ୍ଭର କଥା ଶୁଣିବା। ଆଉ ସେ ହେରୋଦଙ୍କ ପ୍ରାସାଦରେ ତାହାଙ୍କୁ ରଖିବା ନିମନ୍ତେ ଆଦେଶ ଦେଲେ।