< પ્રેરિતોનાં કૃત્યો 22 >
1 ૧ ‘ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.’”
Han sa:”Kjære søsken og dere som er ledere for folket, hør etter på det jeg har å si til mitt forsvar.”
2 ૨ તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે,
Da de hørte at Paulus talte på deres eget språk, ble de enda mer stille.
3 ૩ ‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.
Han fortsatte:”Jeg er jøde, født i byen Tarsus i Kilikia, men oppvokst her i Jerusalem. Jeg hadde Gamaliel som lærer og ble undervist om mye rett og riktig i Moseloven og alle våre tradisjoner. Min ekstreme fanatisme i livet var å kjempe for Gud, slik som også dere forsøker å gjøre.
4 ૪ વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.
Jeg forfulgte og ville drepe alle som fulgte Jesu vei. Jeg lot både menn og kvinner bli bundet og satt i fengsel.
5 ૫ પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ (એ વિષે) મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.
Dette kan øverstepresten og alle medlemmene i Det jødiske rådet bevitne. Det var også de som ga meg brev adressert til synagogene i Damaskus, for at jeg skulle fengsle menneskene der og føre dem til Jerusalem, hvor de kunne bli straffet.
6 ૬ હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
Da jeg var på veien til Damaskus, ved middagstiden, og nærmet meg byen, ble jeg plutselig innhyllet av et sterkt lys fra himmelen.
7 ૭ ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
Jeg falt til jorden og hørte en stemme som sa:’Saulus, Saulus, hvorfor forfølger du meg?’
8 ૮ ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.’”
Jeg spurte da:’Hvem er du, herre?’ og han svarte:’Jeg er Jesus fra Nasaret, han som du forfølger.’
9 ૯ મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી.
De som var med meg, så lyset, men forsto ikke stemmen som snakket til meg.
10 ૧૦ ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
Jeg spurte da:’Hva skal jeg gjøre, Herre?’ Herren svarte:’Reis deg opp og gå til Damaskus. Der vil du få vite hvilken oppgave jeg har valgt deg ut til.’
11 ૧૧ તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
Det sterke lyset hadde gjort meg blind, og derfor måtte jeg bli ledet inn til Damaskus av mine ledsagere.
12 ૧૨ અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા.
I Damaskus bodde det en mann som het Ananias. Han var en hengiven jøde og nøye med å følge Moseloven. Derfor var han også godt ansett blant alle jøder i Damaskus.
13 ૧૩ તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
Denne mannen kom til meg, stilte seg ved siden meg og sa:’Saulus, min bror, du skal få ditt syn tilbake!’ Og i samme øyeblikk kunne jeg se.
14 ૧૪ પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
Så sa han til meg:’Våre forfedres Gud har valgt deg ut til å kjenne hans vilje og til å se den Rettferdige og høre stemmen hans.
15 ૧૫ કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
Nå skal du vitne for alle mennesker og fortelle det du har sett og hørt.
16 ૧૬ હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
Tvil ikke, men tilbe Jesus og la deg straks døpe slik at du blir vasket ren fra syndene dine.’
17 ૧૭ પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો,
Senere, da jeg hadde kommet tilbake til Jerusalem og en dag sto og ba i templet, fikk jeg se et syn.
18 ૧૮ (પ્રભુએ) મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’”
Jeg så Herren Jesus som sa til meg:’Skynd deg, forlat straks Jerusalem, for folket her kommer ikke til å tro på det du forteller om meg.’
19 ૧૯ ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો;
’Men, Herre’, innvendte jeg,’de kjenner meg jo. De vet at jeg i hver eneste synagoge har fengslet og pisket dem som trodde på deg.
20 ૨૦ તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.’”
Da Stefanus ble drept, han som fortalte om deg til alle, sto jeg ved siden av og mente at de handlet rett. Jeg voktet til og med klærne til dem som steinet ham!’
21 ૨૧ ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’”
Herren Jesus sa til meg:’Dra bort fra Jerusalem, for jeg vil sende deg langt av sted til andre folk!’”
22 ૨૨ તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી.
Fram til dette punktet i Paulus sin tale hadde folket lyttet rolig, men nå begynte de å rope:”Drep ham! Pass på at han forsvinner fra jordens overflate! Han har ingen rett til å leve!”
23 ૨૩ તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
Folkets rop ble villere og villere. De slet av seg kappene sine og kastet jord opp i luften.
24 ૨૪ ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
Kommandanten tok derfor Paulus inn i festningsborgen og ga befaling om at de skulle piske ham til han tilsto sine forbrytelser, slik at de fikk greie på hvorfor folkemassen var så rasende.
25 ૨૫ તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’
Da de surret Paulus fast for å piske ham, sa han til en offiser som sto der:”Er det tillatt å piske en romersk borger som ikke er dømt for noe?”
26 ૨૬ સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”
Da offiseren hørte dette, gikk han til kommandanten og sa:”Hva er det du tenker å gjøre? Denne mannen er jo romersk borger!”
27 ૨૭ ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’”
Da gikk kommandanten til Paulus og spurte:”Er det sant at du er romersk borger?””Ja”, svarte Paulus,”det er jeg.”
28 ૨૮ ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’”
”Det er jeg også”, mumlet kommandanten,”og det kostet meg veldig mange penger!””Jeg ble det i fødselen”, svarte Paulus.
29 ૨૯ ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.
Soldatene som skulle ha pisket og forhørt ham, trakk seg raskt tilbake da de hørte at Paulus var romersk borger. Kommandanten selv ble forskrekket, etter som det var han som hadde gitt befaling om at Paulus skulle bli bundet og pisket.
30 ૩૦ યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.
Neste dag satte kommandanten Paulus fri fra fengslet og ga befaling om at øversteprestene og Det jødiske rådet skulle samle seg. Han førte Paulus ned fra festningsborgen og stilte han for Det jødiske rådet for å få greie på hva bråket handlet om.