< પ્રેરિતોનાં કૃત્યો 21 >

1 એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા.
ⲁ̅̅̅ⲛⲧⲉⲣⲉⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲉⲧⲣⲉⲛⲟⲩⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲛ̅ⲧⲛ̅ⲕⲱ ⲉⲃⲟⲗ. ⲁⲛⲥϭⲏⲣ ⲁⲛⲉⲓ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲕⲱ. ⲙ̅ⲡⲉϥⲣⲁⲥⲧⲉ ⲇⲉ ⲉϩⲣⲟⲇⲟⲥ. ⲉⲃⲟⲗ ⲇⲉ ϩⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲉⲡⲁⲧⲁⲣⲁ ⲙⲛ̅ⲛ̅ⲥⲱⲥ ⲉⲙⲩⲣⲣⲁ.
2 ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા.
ⲃ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲛ̅ϩⲉ ⲉⲩϫⲟⲓ (ⲉϥⲛⲁϫⲓⲟⲟⲣ) ⲉⲧⲉⲫⲟⲓⲛⲓⲕⲏ ⲁⲛⲁⲗⲉ ⲁⲛⲕⲱ ⲉⲃⲟⲗ.
3 પછી સાયપ્રસ (ટાપુ) નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.
ⲅ̅ⲛ̅ⲧⲉⲣⲛ̅ⲡⲱϩ ⲇⲉ ⲉⲕⲩⲡⲣⲟⲥ ⲁⲛⲕⲁⲁⲥ ϩⲓϩⲃⲟⲩⲣ ⲙ̅ⲙⲟⲛ ⲁⲛⲥϭⲏⲣ ⲉⲧⲥⲩⲣⲓⲁ. ⲁⲩⲱ ⲁⲛⲉⲓ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲧⲩⲣⲟⲥ. ⲛⲉⲣⲉⲡϫⲟⲓ̈ ⲅⲁⲣ ⲛⲁϣⲟⲩⲟ ϩⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ.
4 અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા (ની પ્રેરણા) થી પાઉલને કહ્યું કે, ‘તારે યરુશાલેમમાં પગ મૂકવો નહિ.’”
ⲇ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲛ̅ϩⲉ ⲉⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲁⲛϭⲱ ϩⲁⲧⲏⲩ ⲛ̅ⲥⲁϣϥ̅ ⲛ̅ϩⲟⲟⲩ. ⲛⲁⲓ̈ ⲇⲉ ⲛⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲙ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲡⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙ̅ⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲉⲧⲙ̅ⲧⲣⲉϥⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲑⲓ̅ⲗ̅ⲏ̅ⲙ.
5 તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી,
ⲉ̅ⲛ̅ⲧⲉⲣⲉⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲉⲧⲣⲉⲛϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛ̅ⲛⲉⲓ̈ϩⲟⲟⲩ. ⲁⲛⲉⲓ ⲉⲃⲟⲗ ⲁⲛⲙⲟⲟϣⲉ. ⲉⲩⲑⲡⲟ ⲙ̅ⲙⲟⲛ ⲉⲃⲟⲗ ⲧⲏⲣⲟⲩ ⲙⲛ̅ⲛⲉⲩϩⲓⲟⲙⲉ ⲙⲛ̅ⲛⲉⲩϣⲏⲣⲉ. ϣⲁⲡⲃⲟⲗ ⲛ̅ⲧⲡⲟⲗⲓⲥ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲛ̅ⲕⲱⲗϫ̅ ⲛ̅ⲛⲉⲛⲡⲁⲧ ϩⲓⲡⲉⲕⲣⲟ ⲁⲛϣⲗⲏⲗ
6 એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘરે ગયાં.
ⲋ̅ⲁⲩⲱ ⲁⲛⲁⲥⲡⲁⲍⲉ ⲛ̅ⲛⲉⲛⲉⲣⲏⲩ. ⲁⲛⲁⲗⲉ ⲉⲡϫⲟⲓ̈. ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲕⲟⲧⲟⲩ ⲉⲛⲉⲩⲏⲓ̈.
7 પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા.
ⲍ̅ⲁⲛⲟⲛ ⲇⲉ ⲁⲛⲣ̅ϩⲱⲧ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲩⲣⲟⲥ. ⲁⲛⲕⲁⲧⲁⲛⲧⲁ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲡⲧⲟⲗⲉⲙⲁⲉⲓⲥ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲛ̅ⲁⲥⲡⲁⲍⲉ ⲛ̅ⲛⲉⲥⲛⲏⲩ ⲁⲛϭⲱ ϩⲁⲧⲏⲩ ⲛ̅ⲟⲩϩⲟⲟⲩ.
8 બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.
ⲏ̅ⲙ̅ⲡⲉϥⲣⲁⲥⲧⲉ ⲇⲉ ⲛ̅ⲧⲉⲣⲛ̅ⲉⲓ ⲉⲃⲟⲗ ⲁⲛⲉⲓ ⲉⲕⲁⲓⲥⲁⲣⲓⲁ. ⲁⲩⲱ ⲁⲛⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲏⲓ̈ ⲙ̅ⲫⲓⲗⲓⲡⲡⲟⲥ ⲡⲣⲉϥⲧⲁϣⲉⲟⲉⲓϣ ⲉⲟⲩⲁ ϩⲙ̅ⲡⲥⲁϣϥ̅ ⲡⲉ ⲁⲛϭⲱ ϩⲁϩⲧⲏϥ.
9 આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.
ⲑ̅ⲡⲁⲓ̈ ⲇⲉ ⲛⲉⲩⲛ̅ⲧϥ̅ϥⲧⲟ ⲛ̅ϣⲉⲉⲣⲉ ⲙ̅ⲡⲁⲣⲑⲉⲛⲟⲥ ⲉϣⲁⲩⲡⲣⲟⲫⲏⲧⲉⲩⲉ.
10 ૧૦ અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો.
ⲓ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲛ̅ϭⲱ ⲙ̅ⲙⲁⲩ ⲛ̅ϩⲁϩ ⲛ̅ϩⲟⲟⲩ. ⲁⲩⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲛ̅ϯⲟⲩⲇⲁⲓⲁ ⲉⲡⲉϥⲣⲁⲛ ⲡⲉ ⲁⲅⲁⲃⲟⲥ.
11 ૧૧ તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’”
ⲓ̅ⲁ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲉϥⲉⲓ ϣⲁⲣⲟⲛ ⲁϥϥⲓ ⲙ̅ⲡⲙⲟϫϩ̅ ⲙ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲁϥⲙⲟⲩⲣ ⲛⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲙⲛ̅ⲛⲉϥϭⲓϫ. ⲡⲉϫⲁϥ ϫⲉ ⲛⲁⲓ̈ ⲛⲉⲧⲉⲣⲉⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ⲉⲧⲟⲩⲁⲁⲃ ϫⲱ ⲙ̅ⲙⲟⲟⲩ. ϫⲉ ⲡⲣⲱⲙⲉ ⲉⲧⲉⲡⲱϥ ⲡⲉ ⲡⲉⲓ̈ⲙⲟϫϩ̅. ⲥⲉⲛⲁⲙⲟⲣϥ̅ ⲛ̅ⲧⲉⲓ̈ϩⲉ ϩⲛ̅ⲑⲓ̅ⲗ̅ⲏ̅ⲙ ⲛ̅ϭⲓⲛⲓ̈ⲟⲩⲇⲁⲓ̈. ⲁⲩⲱ ⲛ̅ⲥⲉⲧⲁⲁϥ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲛϭⲓϫ ⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ.
12 ૧૨ અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.
ⲓ̅ⲃ̅ⲛ̅ⲧⲉⲣⲛ̅ⲥⲱⲧⲙ̅ ⲇⲉ ⲉⲛⲁⲓ̈ ⲁⲛⲥⲉⲡⲥⲱⲡϥ̅ ⲁⲛⲟⲛ ⲙⲛ̅ⲛⲉⲧϩⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲉⲧⲙ̅ⲧⲣⲉϥⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲑⲓ̅ⲗ̅ⲏ̅ⲙ.
13 ૧૩ ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ: ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.
ⲓ̅ⲅ̅ⲧⲟⲧⲉ ⲁⲡⲁⲩⲗⲟⲥ ⲟⲩⲱϣⲃ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲟⲩ ⲡⲉⲧⲉⲧⲛ̅ⲉⲓⲣⲉ ⲙ̅ⲙⲟϥ ⲉⲧⲉⲧⲛ̅ⲣⲓⲙⲉ ⲁⲩⲱ ⲉⲧⲉⲧⲛ̅ⲟⲩⲱϣϥ̅ ⲙ̅ⲡⲁϩⲏⲧ. ⲁⲛⲟⲕ ⲅⲁⲣ ϯⲥⲃⲧⲱⲧ ⲟⲩⲙⲟⲛⲟⲛ ⲉⲧⲣⲉⲩⲙⲟⲣⲧ̅ ⲁⲗⲗⲁ ⲉⲧⲣⲁⲙⲟⲩ ϩⲛ̅ⲑⲓ̅ⲗ̅ⲏ̅ⲙ ϩⲁⲡⲣⲁⲛ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ ⲓ̅ⲥ̅.
14 ૧૪ જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા.
ⲓ̅ⲇ̅ⲛ̅ⲧⲉⲣⲉϥⲧⲙ̅ⲡⲓⲑⲉ ⲇⲉ ⲁⲛⲕⲁⲣⲱⲛ ⲉⲛϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲙⲁⲣⲉⲡⲟⲩⲱϣ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ ϣⲱⲡⲉ·
15 ૧૫ તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
ⲓ̅ⲉ̅ⲙⲛ̅ⲛ̅ⲥⲁⲛⲉⲓ̈ϩⲟⲟⲩ ⲇⲉ ⲁⲛⲥⲃ̅ⲧⲱⲧⲛ̅ ⲁⲛⲙⲟⲟϣⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲑⲓ̅ⲗ̅ⲏ̅ⲙ.
16 ૧૬ શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
ⲓ̅ⲋ̅ⲁⲩⲉⲓ ⲇⲉ ⲛⲙ̅ⲙⲁⲛ ⲛ̅ϭⲓϩⲟⲓ̈ⲛⲉ ⲛ̅ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲧϩⲛ̅ⲕⲁⲓⲥⲁⲣⲓⲁ. ⲁⲩϫⲓⲧⲛ̅ ϣⲁⲟⲩⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛ̅ⲁⲣⲭⲁⲓⲟⲥ ⲛ̅ⲕⲩⲡⲣⲓⲟⲥ ϫⲉ ⲙⲛⲁⲥⲱⲛ ⲉⲧⲣⲉⲛϭⲟⲓ̈ⲗⲉ ⲉⲣⲟϥ.
17 ૧૭ અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
ⲓ̅ⲍ̅ⲛ̅ⲧⲉⲣⲛ̅ⲡⲱϩ ⲇⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲑⲓ̅ⲗ̅ⲏ̅ⲙ. ⲁⲛⲉⲥⲛⲏⲩ ϣⲟⲡⲛ̅ ⲉⲣⲟⲟⲩ ϩⲛ̅ⲟⲩⲣⲁϣⲉ.
18 ૧૮ બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા.
ⲓ̅ⲏ̅ⲙ̅ⲡⲉϥⲣⲁⲥⲧⲉ ⲇⲉ ⲡⲁⲩⲗⲟⲥ ⲁϥⲉⲓ ⲛⲙ̅ⲙⲁⲛ ⲉϩⲟⲩⲛ ϣⲁⲓ̈ⲁⲕⲱⲃⲟⲥ. ⲛⲉⲩⲥⲟⲟⲩϩ ⲇⲉ ⲉⲣⲟϥ ⲡⲉ ⲛ̅ϭⲓϩⲉⲛⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ.
19 ૧૯ તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.
ⲓ̅ⲑ̅ⲛⲁⲓ̈ ⲛ̅ⲧⲉⲣϥ̅ⲁⲥⲡⲁⲍⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲁϥϩⲙⲟⲟⲥ ⲁϥⲧⲁⲩⲉⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲛ̅ⲛⲉϩⲃⲏⲩⲉ ⲛ̅ⲧⲁⲡⲛⲟⲩⲧⲉ ⲁⲁⲩ ϩⲛ̅ⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲧⲉϥⲇⲓⲁⲕⲟⲛⲓⲁ.
20 ૨૦ તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તુ જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.
ⲕ̅ⲛ̅ⲧⲉⲣⲟⲩⲥⲱⲧⲙ̅ ⲇⲉ ⲁⲩϯⲉⲟⲟⲩ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ. ⲁⲩⲱ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ. ϫⲉ ⲕⲛⲁⲩ ⲡⲥⲟⲛ ϫⲉ ⲟⲩⲏⲣ ⲛ̅ⲧⲃⲁ ϣⲟⲟⲡ ⲛ̅ⲛⲉⲛⲧⲁⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ϩⲛ̅ϯⲟⲩⲇⲁⲓⲁ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲟⲟⲩ ⲧⲏⲣⲟⲩ ⲥⲉⲟ ⲛ̅ⲣⲉϥⲕⲱϩ ⲉⲡⲛⲟⲙⲟⲥ.
21 ૨૧ તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.
ⲕ̅ⲁ̅ⲁⲩⲥⲱⲧⲙ̅ ⲉⲧⲃⲏⲏⲧⲕ̅ ϫⲉ ⲕϯⲥⲃⲱ ⲛ̅ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈ ⲧⲏⲣⲟⲩ ⲉⲧϩⲙ̅ⲡⲕⲟⲥⲙⲟⲥ ⲉⲧⲣⲉⲩⲥⲁϩⲱⲟⲩ ⲉⲃⲟⲗ ⲙ̅ⲙⲱⲩ̈ⲥⲏⲥ ⲉⲕϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁⲩ ⲉⲧⲙ̅ⲥⲃ̅ⲃⲉⲛⲉⲩϣⲏⲣⲉ ⲁⲩⲱ ⲉⲧⲙ̅ⲙⲟⲟϣⲉ ϩⲛ̅ⲛⲉϥⲥⲱⲛⲧ̅.
22 ૨૨ તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.
ⲕ̅ⲃ̅ⲟⲩ ϭⲉ ⲡⲉⲧⲛⲁϣⲱⲡⲉ ⲡⲁⲛⲧⲱⲥ ⲥⲉⲛⲁⲥⲱⲧⲙ̅ ϫⲉ ⲁⲕⲉⲓ.
23 ૨૩ માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે;
ⲕ̅ⲅ̅ⲁⲣⲓⲡⲁⲓ̈ ϭⲉ ⲉⲧⲛ̅ϫⲱ ⲙ̅ⲙⲟϥ ⲛⲁⲕ. ⲟⲩⲛϥⲧⲟⲟⲩ ⲛ̅ⲣⲱⲙⲉ ⲉⲩϣⲟⲟⲡ ⲛⲁⲛ ⲉⲩⲛ̅ⲧⲁⲩ ⲙ̅ⲙⲁⲩ ⲛ̅ⲟⲩⲉⲣⲏⲧ ϩⲁⲣⲟⲟⲩ ⲙⲁⲩⲁⲁⲩ.
24 ૨૪ તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.
ⲕ̅ⲇ̅ⲛⲁⲓ̈ ϫⲓⲧⲟⲩ ⲛⲅ̅ⲧⲃ̅ⲃⲟⲕ ⲛⲙ̅ⲙⲁⲩ. ⲁⲩⲱ ⲛⲅ̅ϫⲟ ⲉⲣⲟⲟⲩ ⲉⲃⲟⲗ ⲉⲧⲣⲉⲩϩⲉⲕⲉϫⲱⲟⲩ. ⲁⲩⲱ ⲥⲉⲛⲁⲉⲓⲙⲉ ⲧⲏⲣⲟⲩ ϫⲉ ϩⲉⲛϭⲟⲗ ⲛⲉⲛⲧⲁⲩⲥⲟⲧⲙⲟⲩ ⲉⲧⲃⲏⲧⲕ̅. ⲁⲗⲗⲁ ϫⲉ ⲛ̅ⲧⲟⲕ ϩⲱⲱⲕ ⲕⲁϩⲉ ⲉⲡⲛⲟⲙⲟⲥ ⲉⲕϩⲁⲣⲉϩ ⲉⲣⲟϥ.
25 ૨૫ પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.’”
ⲕ̅ⲉ̅ⲉⲧⲃⲉⲛ̅ϩⲉⲑⲛⲟⲥ ⲇⲉ ⲛ̅ⲧⲁⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲙⲛ̅ⲧⲟⲩⲗⲁⲁⲩ ⲛ̅ϣⲁϫⲉ ⲉϫⲱ ⲛⲁⲕ. ⲁⲛⲟⲛ ⲅⲁⲣ ⲁⲛⲕⲣⲓⲛⲉ ⲁⲩⲱ ⲁⲛⲥϩⲁⲓ̈ ⲛⲁⲩ ⲉⲧⲣⲉⲩϩⲁⲣⲉϩ ⲉⲣⲟⲟⲩ ⲉϣⲱⲱⲧ ⲛ̅ⲉⲓⲇⲱⲗⲟⲛ. ⲙⲛ̅ⲡⲉⲥⲛⲟϥ ⲁⲩⲱ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ. ⲙⲛ̅ⲧⲡⲟⲣⲛⲓⲁ.
26 ૨૬ ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે.
ⲕ̅ⲋ̅ⲧⲟⲧⲉ ⲡⲁⲩⲗⲟⲥ ⲁϥϫⲓ ⲛ̅ⲛ̅ⲣⲱⲙⲉ ⲙ̅ⲡⲉϥⲣⲁⲥⲧⲉ ⲁϥⲧⲃ̅ⲃⲟϥ ⲛⲙ̅ⲙⲁⲩ. ⲁⲩⲱ ⲁϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲣⲡⲉ ⲉϥⲧⲁⲩⲟ ⲛ̅ⲛⲉϩⲟⲟⲩ ⲙ̅ⲡϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲙ̅ⲡⲧⲃ̅ⲃⲟ. ϣⲁⲛⲧⲟⲩⲧⲁⲗⲉⲑⲩⲥⲓⲁ ⲉϩⲣⲁⲓ̈ ϩⲁⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲙ̅ⲙⲟⲟⲩ.
27 ૨૭ તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;
ⲕ̅ⲍ̅ⲛ̅ⲧⲉⲣⲉⲡⲥⲁϣϥ̅ ⲇⲉ ⲛ̅ϩⲟⲟⲩ ϩⲱⲛ ⲉϫⲱⲕ ⲉⲃⲟⲗ. ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈ ⲛⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲁⲥⲓⲁ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲛⲁⲩ ⲉⲣⲟϥ ϩⲙ̅ⲡⲉⲣⲡⲉ. ⲁⲩⲥⲉⲩϩⲡⲙⲏⲏϣⲉ ⲧⲏⲣϥ̅. ⲁⲩⲉⲓⲛⲉ ⲛ̅ⲛⲉⲩϭⲓϫ ⲉϩⲣⲁⲓ̈ ⲉϫⲱϥ
28 ૨૮ તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.
ⲕ̅ⲏ̅ⲉⲩⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ϫⲉ ⲛ̅ⲣⲱⲙⲉ ⲛ̅ⲧⲉⲡⲓ̅ⲏ̅ⲗ ⲃⲟⲏⲑⲓ. ⲡⲁⲓ̈ ⲡⲉ ⲡⲣⲱⲙⲉ ⲉⲧϯ ⲟⲩⲃⲉⲡⲗⲁⲟⲥ ⲙⲛ̅ⲡⲛⲟⲙⲟⲥ ⲙⲛ̅ⲡⲉⲓ̈ⲣ̅ⲡⲉ. ⲉϥϯⲥⲃⲱ ⲛ̅ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ϩⲙ̅ⲙⲁ ⲛⲓⲙ. ⲁⲩⲱ ⲟⲛ ⲁϥⲛ̅ϩⲉⲛⲟⲩⲉⲉⲓⲉⲛⲓⲛ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲣⲡⲉ ⲁϥϫⲱϩⲙ̅ ⲙ̅ⲡⲉⲓ̈ⲙⲁ ⲉⲧⲟⲩⲁⲁⲃ.
29 ૨૯ (કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.)
ⲕ̅ⲑ̅ⲛⲉⲁⲩⲛⲁⲩ ⲅⲁⲣ ⲡⲉ ⲉⲧⲣⲟⲫⲓⲙⲟⲥ ⲡⲣⲙ̅ⲛⲉⲫⲉⲥⲟⲥ ϩⲛ̅ⲧⲡⲟⲗⲓⲥ ⲛⲙ̅ⲙⲁϥ. ⲉⲩⲙⲉⲉⲩⲉ ϫⲉ ⲛ̅ⲧⲁⲡⲁⲩⲗⲟⲥ ϫⲓⲧϥ̅ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲣⲡⲉ.
30 ૩૦ ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.
ⲗ̅ⲉⲁⲧⲡⲟⲗⲓⲥ ⲧⲏⲣⲥ̅ ⲛⲟⲓ̈ⲛ. ⲁⲩⲱ ⲡⲗⲁⲟⲥ ⲁⲩⲥⲱⲟⲩϩ ⲁⲩⲁⲙⲁϩⲧⲉ ⲇⲉ ⲙ̅ⲡⲁⲩⲗⲟⲥ ⲁⲩⲥⲱⲕ ⲙ̅ⲙⲟϥ ⲡⲃⲟⲗ ⲙ̅ⲡⲉⲣⲡⲉ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲁⲩϣⲧⲁⲙ ⲛ̅ⲛ̅ⲣⲟ
31 ૩૧ તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.
ⲗ̅ⲁ̅ⲉⲩϣⲓⲛⲉ ⲇⲉ ⲛ̅ⲥⲁϩⲟⲧⲃⲉϥ ⲁⲡⲟⲩⲱ ⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ̈ ⲙ̅ⲡⲭⲓⲗⲓⲁⲣⲭⲟⲥ ⲛ̅ⲧⲉⲥⲡⲓⲣⲁ ϫⲉ ⲁⲑⲓ̅ⲗ̅ⲏ̅ⲙ ⲧⲏⲣⲥ̅ ϣⲧⲟⲣⲧⲣ̅.
32 ૩૨ ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.
ⲗ̅ⲃ̅ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ ⲁϥϫⲓ ⲛ̅ϩⲉⲛϩⲉⲕⲁⲧⲟⲛⲧⲁⲣⲭⲟⲥ ⲙⲛ̅ϩⲉⲛϩⲉⲕⲁⲧⲟⲛⲧⲁⲣⲭⲟⲥ ⲙⲛ̅ϩⲉⲛⲙⲁⲧⲟⲓ̈ ⲁϥⲡⲱⲧ ⲉϩⲣⲁⲓ̈ ⲉϫⲱⲟⲩ. ⲛ̅ⲧⲉⲣⲟⲩⲛⲁⲩ ⲇⲉ ⲉⲡⲭⲓⲗⲓⲁⲣⲭⲟⲥ ⲙⲛ̅ⲛ̅ϩⲉⲕⲁⲧⲟⲛⲧⲁⲣⲭⲟⲥ ⲁⲩⲱ ⲙ̅ⲙⲁⲧⲟⲓ̈ ⲁⲩⲗⲟ ⲉⲩϩⲓⲟⲩⲉ ⲉⲡⲁⲩⲗⲟⲥ.
33 ૩૩ ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?’
ⲗ̅ⲅ̅ⲧⲟⲧⲉ ⲡⲭⲓⲗⲓⲁⲣⲭⲟⲥ ⲁϥϯⲡⲉϥⲟⲩⲟⲓ̈ ⲁϥⲁⲙⲁϩⲧⲉ ⲙ̅ⲙⲟϥ. ⲁⲩⲱ ⲁϥⲟⲩⲉϩⲥⲁϩⲛⲉ ⲉⲙⲟⲣϥ̅ ⲛ̅ϩⲁⲗⲩⲥⲓⲥ ⲥⲛ̅ⲧⲉ. ⲁϥϣⲓⲛⲉ ϫⲉ ⲛⲓⲙ ⲡⲉ ⲁⲩⲱ ⲟⲩ ⲡⲉⲛⲧⲁϥⲁⲁϥ.
34 ૩૪ ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી.
ⲗ̅ⲇ̅ⲛⲉⲣⲉⲡⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲙⲛ̅ⲡⲉϥϣⲁϫⲉ. ⲙ̅ⲡϥ̅ⲉϣϭⲙ̅ϭⲟⲙ ⲉⲉⲓⲙⲉ ⲉⲡⲱⲣϫ̅ ⲉⲧⲃⲉⲡⲉϣⲧⲟⲣⲧⲣ̅. ⲁϥⲟⲩⲉϩⲥⲁϩⲛⲉ ⲉϫⲓⲧϥ̅ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲧⲡⲁⲣⲉⲙⲃⲟⲗⲏ.
35 ૩૫ પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો;
ⲗ̅ⲉ̅ⲛ̅ⲧⲉⲣⲟⲩⲡⲱϩ ⲇⲉ ⲉϫⲛ̅ⲛ̅ⲧⲱⲣⲧⲣ̅. ⲁⲥϣⲱⲡⲉ ⲉⲧⲣⲉⲙ̅ⲙⲁⲧⲟⲓ̈ ⲧⲁⲗⲟϥ ⲉϫⲱⲟⲩ ⲉⲧⲃⲉⲑⲟⲣⲙⲏ ⲙ̅ⲡⲙⲏⲏϣⲉ.
36 ૩૬ કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, ‘તેને મારી નાખો.’”
ⲗ̅ⲋ̅ⲛⲉⲣⲉⲡⲗⲁⲟⲥ ⲅⲁⲣ ⲧⲏⲣϥ̅ ⲟⲩⲏϩ ⲛ̅ⲥⲱϥ ⲉⲩⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ϥⲓ ⲛ̅ⲧⲙⲏⲧⲉ ⲙ̅ⲡⲉⲛϫⲁϫⲉ.
37 ૩૭ તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, ‘મને તારી સાથે બોલવાની રજા છે?’ ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે?
ⲗ̅ⲍ̅ⲉⲩⲛⲁϫⲓⲡⲁⲩⲗⲟⲥ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲡⲁⲣⲉⲙⲃⲟⲗⲏ. ⲡⲉϫⲁϥ ⲙ̅ⲡⲭⲓⲗⲓⲁⲣⲭⲟⲥ ϫⲉ ⲉⲛⲉⲥⲧⲟ ⲛⲁⲓ̈ ⲉⲧⲣⲁϫⲉⲟⲩϣⲁϫⲉ ⲉⲣⲟⲕ. ⲛ̅ⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲉⲛⲉⲕⲥⲟⲟⲩⲛ ⲙ̅ⲙⲛ̅ⲧⲟⲩⲉⲓ̈ⲉⲛⲓⲛ.
38 ૩૮ મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો (આગેવાન થઈને) તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?’
ⲗ̅ⲏ̅ⲉⲓ̈ⲉ ⲛ̅ⲧⲟⲕ ⲁⲛ ϭⲉ ⲡⲉ ⲡⲣⲙ̅ⲛ̅ⲕⲏⲙⲉ ⲡⲉⲛⲧⲁϥⲃⲱϭⲥ̅ ϩⲁⲑⲏ ⲛ̅ⲛⲉⲓ̈ϩⲟⲟⲩ. ⲁⲩⲱ ⲁϥϫⲓ ⲉⲃⲟⲗ ⲉⲧⲉⲣⲏⲙⲟⲥ ⲛ̅ⲁϥⲧⲟⲩϣⲟ ⲛ̅ⲣⲱⲙⲉ ⲛ̅ⲥⲓⲕⲁⲣⲓⲟⲥ.
39 ૩૯ પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’”
ⲗ̅ⲑ̅ⲡⲉϫⲉⲡⲁⲩⲗⲟⲥ ϫⲉ ⲁⲛⲟⲕ ⲙⲉⲛ ⲁⲛⲅ̅ⲟⲩⲣⲱⲙⲉ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈. ⲉⲁⲛⲅ̅ⲟⲩⲣⲙ̅ⲧⲁⲣⲥⲟⲥ ⲛ̅ⲧⲕⲓⲗⲓⲕⲓⲁ ⲙ̅ⲡⲟⲗⲓⲧⲏⲥ. ⲛ̅ⲟⲩⲡⲟⲗⲓⲥ ⲉⲥⲟ ⲛ̅ⲥⲟⲉⲓⲧ. ϯⲥⲟⲡⲥ̅ ⲇⲉ ⲙ̅ⲙⲟⲕ ⲕⲁⲁⲧ ⲧⲁϣⲁϫⲉ ⲙⲛ̅ⲡⲗⲁⲟⲥ.
40 ૪૦ તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે.
ⲙ̅ⲛ̅ⲧⲉⲣⲉϥⲕⲁⲁϥ ⲇⲉ ⲛ̅ϭⲓⲡⲭⲓⲗⲓⲁⲣⲭⲟⲥ. ⲡⲁⲩⲗⲟⲥ ⲁϥⲁϩⲉⲣⲁⲧϥ̅ ϩⲓϫⲛ̅ⲛ̅ⲧⲱⲣⲧⲣ̅ ⲁϥⲕⲓⲙ ⲛ̅ⲧⲉϥϭⲓϫ ⲉⲡⲗⲁⲟⲥ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲉⲟⲩⲛⲟϭ ⲛ̅ⲥϭⲣⲉϩⲧ̅ ϣⲱⲡⲉ ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛⲁⲩ ⲛ̅ⲧⲁⲥⲡⲉ ⲙ̅ⲙⲛ̅ⲧϩⲉⲃⲣⲁⲓⲟⲥ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ.

< પ્રેરિતોનાં કૃત્યો 21 >