< પ્રેરિતોનાં કૃત્યો 20 >
1 ૧ હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો.
ឥត្ថំ កលហេ និវ្ឫត្តេ សតិ បៅលះ ឝិឞ្យគណម៑ អាហូយ វិសជ៌នំ ប្រាប្យ មាកិទនិយាទេឝំ ប្រស្ថិតវាន៑។
2 ૨ તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો.
តេន ស្ថានេន គច្ឆន៑ តទ្ទេឝីយាន៑ ឝិឞ្យាន៑ ពហូបទិឝ្យ យូនានីយទេឝម៑ ឧបស្ថិតវាន៑។
3 ૩ તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.
តត្រ មាសត្រយំ ស្ថិត្វា តស្មាត៑ សុរិយាទេឝំ យាតុម៑ ឧទ្យតះ, កិន្តុ យិហូទីយាស្តំ ហន្តុំ គុប្តា អតិឞ្ឋន៑ តស្មាត៑ ស បុនរបិ មាកិទនិយាមាគ៌េណ ប្រត្យាគន្តុំ មតិំ ក្ឫតវាន៑។
4 ૪ પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.
ពិរយានគរីយសោបាត្រះ ថិឞលនីកីយារិស្តាក៌្ហសិកុន្ទៅ ទព៌្ពោនគរីយគាយតីមថិយៅ អាឝិយាទេឝីយតុខិកត្រផិមៅ ច តេន សាទ៌្ធំ អាឝិយាទេឝំ យាវទ៑ គតវន្តះ។
5 ૫ તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.
ឯតេ សវ៌្វេ ៜគ្រសរាះ សន្តោ ៜស្មាន៑ អបេក្ឞ្យ ត្រោយានគរេ ស្ថិតវន្តះ។
6 ૬ બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
កិណ្វឝូន្យបូបោត្សវទិនេ ច គតេ សតិ វយំ ផិលិបីនគរាត៑ តោយបថេន គត្វា បញ្ចភិ រ្ទិនៃស្ត្រោយានគរម៑ ឧបស្ថាយ តត្រ សប្តទិនាន្យវាតិឞ្ឋាម។
7 ૭ અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, (શિષ્યોને) ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો.
សប្តាហស្យ ប្រថមទិនេ បូបាន៑ ភំក្តុ ឝិឞ្យេឞុ មិលិតេឞុ បៅលះ បរទិនេ តស្មាត៑ ប្រស្ថាតុម៑ ឧទ្យតះ សន៑ តទហ្និ ប្រាយេណ ក្ឞបាយា យាមទ្វយំ យាវត៑ ឝិឞ្យេភ្យោ ធម៌្មកថាម៑ អកថយត៑។
8 ૮ જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા (પ્રકાશતા) હતા.
ឧបរិស្ថេ យស្មិន៑ ប្រកោឞ្ឋេ សភាំ ក្ឫត្វាសន៑ តត្រ ពហវះ ប្រទីបាះ ប្រាជ្វលន៑។
9 ૯ બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો.
ឧតុខនាមា កឝ្ចន យុវា ច វាតាយន ឧបវិឝន៑ ឃោរតរនិទ្រាគ្រស្តោ ៜភូត៑ តទា បៅលេន ពហុក្ឞណំ កថាយាំ ប្រចារិតាយាំ និទ្រាមគ្នះ ស តស្មាទ៑ ឧបរិស្ថត្ឫតីយប្រកោឞ្ឋាទ៑ អបតត៑, តតោ លោកាស្តំ ម្ឫតកល្បំ ធ្ឫត្វោទតោលយន៑។
10 ૧૦ ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’”
តតះ បៅលោៜវរុហ្យ តស្យ គាត្រេ បតិត្វា តំ ក្រោឌេ និធាយ កថិតវាន៑, យូយំ វ្យាកុលា មា ភូត នាយំ ប្រាណៃ រ្វិយុក្តះ។
11 ૧૧ અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો.
បឝ្ចាត៑ ស បុនឝ្ចោបរិ គត្វា បូបាន៑ ភំក្ត្វា ប្រភាតំ យាវត៑ កថោបកថនេ ក្ឫត្វា ប្រស្ថិតវាន៑។
12 ૧૨ તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.
តេ ច តំ ជីវន្តំ យុវានំ គ្ឫហីត្វា គត្វា បរមាប្យាយិតា ជាតាះ។
13 ૧૩ પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી.
អនន្តរំ វយំ បោតេនាគ្រសរា ភូត្វាស្មនគរម៑ ឧត្តីយ៌្យ បៅលំ គ្រហីតុំ មតិម៑ អកុម៌្ម យតះ ស តត្រ បទ្ភ្យាំ វ្រជិតុំ មតិំ ក្ឫត្វេតិ និរូបិតវាន៑។
14 ૧૪ આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા.
តស្មាត៑ តត្រាស្មាភិះ សាទ៌្ធំ តស្មិន៑ មិលិតេ សតិ វយំ តំ នីត្វា មិតុលីន្យុបទ្វីបំ ប្រាប្តវន្តះ។
15 ૧૫ ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, (ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી) અમે મિલેતસમાં આવ્યા.
តស្មាត៑ បោតំ មោចយិត្វា បរេៜហនិ ខីយោបទ្វីបស្យ សម្មុខំ លព្ធវន្តស្តស្មាទ៑ ឯកេនាហ្នា សាមោបទ្វីបំ គត្វា បោតំ លាគយិត្វា ត្រោគុល្លិយេ ស្ថិត្វា បរស្មិន៑ ទិវសេ មិលីតនគរម៑ ឧបាតិឞ្ឋាម។
16 ૧૬ કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.
យតះ បៅល អាឝិយាទេឝេ កាលំ យាបយិតុម៑ នាភិលឞន៑ ឥផិឞនគរំ ត្យក្ត្វា យាតុំ មន្ត្រណាំ ស្ថិរីក្ឫតវាន៑; យស្មាទ៑ យទិ សាធ្យំ ភវតិ តហ៌ិ និស្តារោត្សវស្យ បញ្ចាឝត្តមទិនេ ស យិរូឝាលម្យុបស្ថាតុំ មតិំ ក្ឫតវាន៑។
17 ૧૭ પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.
បៅលោ មិលីតាទ៑ ឥផិឞំ ប្រតិ លោកំ ប្រហិត្យ សមាជស្យ ប្រាចីនាន៑ អាហូយានីតវាន៑។
18 ૧૮ તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું.
តេឞុ តស្យ សមីបម៑ ឧបស្ថិតេឞុ ស តេភ្យ ឥមាំ កថាំ កថិតវាន៑, អហម៑ អាឝិយាទេឝេ ប្រថមាគមនម៑ អារភ្យាទ្យ យាវទ៑ យុឞ្មាកំ សន្និធៅ ស្ថិត្វា សវ៌្វសមយេ យថាចរិតវាន៑ តទ៑ យូយំ ជានីថ;
19 ૧૯ મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી.
ផលតះ សវ៌្វថា នម្រមនាះ សន៑ ពហុឝ្រុបាតេន យិហុទីយានាម៑ កុមន្ត្រណាជាតនានាបរីក្ឞាភិះ ប្រភោះ សេវាមករវំ។
20 ૨૦ જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;
កាមបិ ហិតកថាំ ន គោបាយិតវាន៑ តាំ ប្រចាយ៌្យ សប្រកាឝំ គ្ឫហេ គ្ឫហេ សមុបទិឝ្យេឝ្វរំ ប្រតិ មនះ បរាវត៌្តនីយំ ប្រភៅ យីឝុខ្រីឞ្ដេ វិឝ្វសនីយំ
21 ૨૧ ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી.
យិហូទីយានាម៑ អន្យទេឝីយលោកានាញ្ច សមីប ឯតាទ្ឫឝំ សាក្ឞ្យំ ទទាមិ។
22 ૨૨ હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;
បឝ្យត សាម្ប្រតម៑ អាត្មនាក្ឫឞ្ដះ សន៑ យិរូឝាលម្នគរេ យាត្រាំ ករោមិ, តត្រ មាម្ប្រតិ យទ្យទ៑ ឃដិឞ្យតេ តាន្យហំ ន ជានាមិ;
23 ૨૩ માત્ર એટલું જ હું (જાણું છું) કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે.
កិន្តុ មយា ពន្ធនំ ក្លេឝឝ្ច ភោក្តវ្យ ឥតិ បវិត្រ អាត្មា នគរេ នគរេ ប្រមាណំ ទទាតិ។
24 ૨૪ પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.
តថាបិ តំ ក្លេឝមហំ ត្ឫណាយ ន មន្យេ; ឦឝ្វរស្យានុគ្រហវិឞយកស្យ សុសំវាទស្យ ប្រមាណំ ទាតុំ, ប្រភោ រ្យីឝោះ សកាឝាទ យស្យាះ សេវាយាះ ភារំ ប្រាប្នវំ តាំ សេវាំ សាធយិតុំ សានន្ទំ ស្វមាគ៌ំ សមាបយិតុញ្ច និជប្រាណានបិ ប្រិយាន៑ ន មន្យេ។
25 ૨૫ હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ (માંનો કોઈ પણ) મારું મુખ ફરી જોશે નહિ.
អធុនា បឝ្យត យេឞាំ សមីបេៜហម៑ ឦឝ្វរីយរាជ្យស្យ សុសំវាទំ ប្រចាយ៌្យ ភ្រមណំ ក្ឫតវាន៑ ឯតាទ្ឫឝា យូយំ មម វទនំ បុន រ្ទ្រឞ្ដុំ ន ប្រាប្ស្យថ ឯតទប្យហំ ជានាមិ។
26 ૨૬ તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.
យុឞ្មភ្យម៑ អហម៑ ឦឝ្វរស្យ សវ៌្វាន៑ អាទេឝាន៑ ប្រកាឝយិតុំ ន ន្យវត៌្តេ។
27 ૨૭ કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી.
អហំ សវ៌្វេឞាំ លោកានាំ រក្តបាតទោឞាទ៑ យន្និទ៌ោឞ អាសេ តស្យាទ្យ យុឞ្មាន៑ សាក្ឞិណះ ករោមិ។
28 ૨૮ તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો.
យូយំ ស្វេឞុ តថា យស្យ វ្រជស្យាធ្យក្ឞន៑ អាត្មា យុឞ្មាន៑ វិធាយ ន្យយុង្ក្ត តត្សវ៌្វស្មិន៑ សាវធានា ភវត, យ សមាជញ្ច ប្រភុ រ្និជរក្តមូល្យេន ក្រីតវាន តម៑ អវត,
29 ૨૯ હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે;
យតោ មយា គមនេ ក្ឫតឯវ ទុជ៌យា វ្ឫកា យុឞ្មាកំ មធ្យំ ប្រវិឝ្យ វ្រជំ ប្រតិ និទ៌យតាម៑ អាចរិឞ្យន្តិ,
30 ૩૦ તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે.
យុឞ្មាកមេវ មធ្យាទបិ លោកា ឧត្ថាយ ឝិឞ្យគណម៑ អបហន្តុំ វិបរីតម៑ ឧបទេក្ឞ្យន្តីត្យហំ ជានាមិ។
31 ૩૧ માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી.
ឥតិ ហេតោ រ្យូយំ សចៃតន្យាះ សន្តស្តិឞ្ដត, អហញ្ច សាឝ្រុបាតះ សន៑ វត្សរត្រយំ យាវទ៑ ទិវានិឝំ ប្រតិជនំ ពោធយិតុំ ន ន្យវត៌្តេ តទបិ ស្មរត។
32 ૩૨ હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું.
ឥទានីំ ហេ ភ្រាតរោ យុឞ្មាកំ និឞ្ឋាំ ជនយិតុំ បវិត្រីក្ឫតលោកានាំ មធ្យេៜធិការញ្ច ទាតុំ សមត៌្ហោ យ ឦឝ្វរស្តស្យានុគ្រហស្យ យោ វាទឝ្ច តយោរុភយោ រ្យុឞ្មាន៑ សមាប៌យម៑។
33 ૩૩ મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી.
កស្យាបិ ស្វណ៌ំ រូប្យំ វស្ត្រំ វា ប្រតិ មយា លោភោ ន ក្ឫតះ។
34 ૩૪ તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે.
កិន្តុ មម មត្សហចរលោកានាញ្ចាវឝ្យកវ្យយាយ មទីយមិទំ ករទ្វយម៑ អឝ្រាម្យទ៑ ឯតទ៑ យូយំ ជានីថ។
35 ૩૫ મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”
អនេន ប្រការេណ គ្រហណទ៑ ទានំ ភទ្រមិតិ យទ្វាក្យំ ប្រភុ រ្យីឝុះ កថិតវាន៑ តត៑ ស្មត៌្តុំ ទរិទ្រលោកានាមុបការាត៌្ហំ ឝ្រមំ កត៌្តុញ្ច យុឞ្មាកម៑ ឧចិតម៑ ឯតត្សវ៌្វំ យុឞ្មានហម៑ ឧបទិឞ្ដវាន៑។
36 ૩૬ એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.
ឯតាំ កថាំ កថយិត្វា ស ជានុនី បាតយិត្វា សវ៌ៃះ សហ ប្រាត៌្ហយត។
37 ૩૭ તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.
តេន តេ ក្រន្ទ្រន្តះ
38 ૩૮ તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.
បុន រ្មម មុខំ ន ទ្រក្ឞ្យថ វិឝេឞត ឯឞា យា កថា តេនាកថិ តត្ការណាត៑ ឝោកំ វិលាបញ្ច ក្ឫត្វា កណ្ឋំ ធ្ឫត្វា ចុម្ពិតវន្តះ។ បឝ្ចាត៑ តេ តំ បោតំ នីតវន្តះ។