< પ્રેરિતોનાં કૃત્યો 19 >

1 એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.
Догоди се пак, кад беше Аполос у Коринту, да Павле пролажаше горње земље, и дође у Ефес, и нашавши неке ученике
2 તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’”
Рече им: Јесте ли примили Духа Светог кад сте веровали? А они му рекоше: Нисмо ни чули да има Дух Свети.
3 પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’”
А он им рече: На шта се дакле крстисте? А они рекоше: На крштење Јованово.
4 ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”
А Павле рече: Јован крсти крштењем покајања, говорећи народу да верују Оног који ће за њим доћи, то јест, Христа Исуса.
5 તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
А кад то чуше, крстише се у име Господа Исуса.
6 જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
А кад Павле метну руке на њих, сиђе Дух Свети на њих, и говораше језике и прорицаху.
7 તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
А беше људи свега око дванаест.
8 પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
И ушавши у зборницу говораше слободно три месеца учећи и уверавајући за царство Божје.
9 પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.
А кад неки беху отврднули и свађаху се хулећи на пут Господњи пред народом, одступи од њих и одлучи ученике, па се препираше сваки дан у школи неког Тирана.
10 ૧૦ બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.
И ово је бивало две године, тако да сви који живљаху у Азији, и Јевреји и Грци, чуше реч Господа Исуса.
11 ૧૧ ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,
И Бог чињаше не мала чудеса рукама Павловим,
12 ૧૨ તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.
Тако да су и чалме и убрушчиће знојаве од тела његовог носили на болеснике, и они се исцељиваху од болести, и духови зли излажаху из њих.
13 ૧૩ પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’”
И почеше неки од Јевреја, који се скитаху и заклињаху ђаволе, спомињати над онима у којима беху зли духови име Господа Исуса говорећи: Заклињемо вас Исусом кога Павле проповеда.
14 ૧૪ સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.
А беху неких седам синова Скеве Јеврејина, поглавара свештеничког, који ово чињаху.
15 ૧૫ પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’
А дух зли одговарајући рече: Исуса познајем, и Павла знам; али ви ко сте?
16 ૧૬ જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યો કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.
И скочивши на њих човек у коме беше зли дух надвлада их, и притиште их пода се тако да голи и израњени утекоше из оне куће.
17 ૧૭ એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.
И ово дознаше сви који живљаху у Ефесу, и Јевреји, и Грци; и уђе страх у све њих, и величаше се име Господа Исуса.
18 ૧૮ વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.
И многи од оних што вероваху, долажаху те се исповедаху и казиваху шта су учинили.
19 ૧૯ ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
А многи од оних који чараху, сабравши књиге своје спаљиваху их пред свима; и прорачунаше и нађоше да су вределе педесет хиљада гроша.
20 ૨૦ એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.
Тако здраво растијаше и надвлађиваше реч Господња.
21 ૨૧ એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”
И кад се ово сврши, намисли Павле да прође преко Македоније и Ахаје, и да иде у Јерусалим, и рече: Пошто будем тамо, ваља ми и Рим видети.
22 ૨૨ તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
И посла у Македонију двојицу од оних који га служаху, Тимотија и Ераста; а он оста неко време у Азији.
23 ૨૩ તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.
А у оно време подиже се не мала буна пута ради Господњег,
24 ૨૪ દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,
Јер некакав златар, по имену Димитрије, који грађаше Дијани сребрне црквице и даваше мајсторима не мали посао,
25 ૨૫ તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.
Он скупи ове и других оваквих ствари мајсторе, и рече: Људи! Ви знате да од овог посла ми имамо добитак за своје живљење;
26 ૨૬ અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;
И видите и чујете да не само у Ефесу него готово по свој Азији овај Павле одврати народ многи, говорећи: То нису богови што се рукама човечијим граде.
27 ૨૭ તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.
И не само што ће ова несрећа доћи на наш занат да не пролази, него се неће марити ни за цркву велике богиње Дијане, и пропашће величанство оне коју сва Азија и васиони свет поштује.
28 ૨૮ એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’
А кад они ово чуше, напунише се гнева, и викаху говорећи: Велика је Дијана Ефеска!
29 ૨૯ આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.
И сав се град напуни буне; и наваливши једнодушно на збориште ухватише Гаја и Аристарха из Македоније, другове Павлове.
30 ૩૦ જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
А кад Павле хтеде да иде међу народ, не дадоше му ученици.
31 ૩૧ આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.
А неки и од азијских поглавара који му беху пријатељи, послаше к њему саветујући га да не излази на збориште.
32 ૩૨ તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.
Једни пак викаху једно а други друго; јер беше сабор смућен, и највише их не знаху зашто су се скупили.
33 ૩૩ તેઓ (યહૂદીઓ) આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.
А једни од народа извукоше Александра, кад га Јевреји изведоше. А Александар махнувши руком хтеде да одговори народу.
34 ૩૪ પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’
А кад га познаше да је Јеврејин, повикаше сви у глас, и викаху око два сата: Велика је Дијана Ефеска.
35 ૩૫ ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
А писар утишавши народ рече: Људи Ефесци! Ко је тај човек који не зна да град Ефес слави велику богињу Дијану и њен кип небески?
36 ૩૬ એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.
Кад дакле то не може нико одрећи, ваља ви да будете мирни, и ништа нагло да не чините;
37 ૩૭ કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.
Јер доведосте ове људе који нити су цркву Дијанину покрали, нити хуле на вашу богињу.
38 ૩૮ માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.
А Димитрије и мајстори који су с њим ако имају какву тужбу, имају судови, и имају намесници, нека туже један другог.
39 ૩૯ પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
Ако ли шта друго иштете, нека се извиди на правој скупштини.
40 ૪૦ કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
Јер се бојимо да не будемо тужени за данашњу буну; а ниједног узрока нема којим бисмо се могли оправдати за ову буну.
41 ૪૧ તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.
И ово рекавши распусти народ који се беше сабрао.

< પ્રેરિતોનાં કૃત્યો 19 >