< પ્રેરિતોનાં કૃત્યો 19 >
1 ૧ એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.
Андэ кодья вряма, кала Аполосо сас андо Коринфо, Павло прожыля пав плаендирэ пхувья и авиля андо Эфесо. Котэ вов аракхля коискачи сытярнэн.
2 ૨ તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’”
— Тумэ прилинэ Свэнтонэ Духос, кала патяйле? — пушля вов. — Амэ и на ашундэ палав кода, со исин Свэнто Духо, — пхэндэ онэ.
3 ૩ પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’”
Тунчи Павло пушля: — Сар тумэ болдэпэ? — Кадя сар болэлас Иоано, — пхэндэ онэ.
4 ૪ ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”
Ай Павло пхэндя: — Иоано болэлас, кала мануша каисавэнас. Нэ вов акхарэлас лэ манушэн тэ патян андо Кодва, Саво трэбуй сас тэ авэл пала лэстэ, андо Исусо.
5 ૫ તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
Кала онэ ашундэ пала када, онэ прилинэ болдимос важ алав Раеско Исусоско.
6 ૬ જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
Павло тховдя пэр лэндэ васта, и пэр лэндэ сжыля Свэнто Духо. Тунчи онэ ашыле тэ дэн дума аврэ шыбэнца и тэ пхэнэн лав Дэвлэстар.
7 ૭ તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
Всаворэн лэн сас варикай дэшудуй мануша.
8 ૮ પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
Павло трин шон бидарако дэлас дума андэ синагога и допхэнэлас котэ палав Дэвлэско Тхагаримос.
9 ૯ પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.
Нэ коисавэ лэндар екх патив холявэнас и отпхэнэнаспэ тэ патя, англай всаворэ пхэнэнас найлашэ лава по Исусоско Дром. Тунчи Павло ашадя лэн. Вов вытидя пэсти сытярнэн и кажно дес дэлас дума лэнца андэ сытярди Тираностири.
10 ૧૦ બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.
Кадя прожыле дуй бэрша, и всаворэ иудеёря тай грекоря, савэ жувэнас андэ Цыкни Азия, ашундэ лав Раеско.
11 ૧૧ ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,
Ай о Дэл терэлас Павлостирэ вастэнца барэ диворя.
12 ૧૨ તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.
Насвалэнди дэнас тэ лэнпэ кай кхоснорэ тай бутярни йида, савэндэ лэласпэ о Павло, и лэндэ прожалас насвалимос, тай холятирэ духоря выжанас андар лэндэ.
13 ૧૩ પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’”
Ай коисавэ иудеёря, савэ пхирэнас пай дрома и вытрадэнас духонэн, ашыле кадя ж тэ приакхарэн алав Раеско Исусоско пэ мануша, андэ савэндэ сас холятирэ духоря. Онэ пхэнэнас: — Припхэнав тумэнди алавэса Исусостирэса, пала Саво роспхэнэл Павло.
14 ૧૪ સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.
Када терэнас и эхта шавэн лэ Скэвастирэн, саво сас иудеёнго баро рашай.
15 ૧૫ પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’
Нэ холяко духо пхэндя: — Исусос мэ жанав, и пала Павло мэ ашунавас, ай тумэ ко кацавэ?
16 ૧૬ જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યો કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.
И мануш, андо саво сас холяко духо, хукля пэр лэндэ кацавя зораса, со помардя лэн всаворэн, и онэ нашле андав кадва чер нангэ и помардэ.
17 ૧૭ એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.
Кала иудеёря и грекоря, савэ жувэнас андо Эфесо, ужангле пала када, пэр лэндэ авиля бари дар, и онэ линэ тэ тховэн майбари патив кав алав Раеско Исусоско.
18 ૧૮ વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.
Ай бут мануша, савэ патяйле, авэнас и англай всаворэ отпхэрнавэнас пэстирэ рындоря.
19 ૧૯ ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
И бут кола, ко драбатярэлас, анэнас пэстирэ драбатиримастирэ лила тай пхабарэнас англай всаворэ пэ яг. Ай кала пэрэбиндэ, скачи ловэ ашэн кала лила, выжыля варикай пандэша мии драхморя.
20 ૨૦ એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.
Кадя алав Раеско розжаласпэ пай тхана и терэласпэ майзорало.
21 ૨૧ એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”
Кала вся када прожыля, Павло приля андо Духо тэ жал андо Иерусалимо черэз Македония и Ахаия. — Кала мэ поавава андо Иерусалимо, тунчи манди трэбуй тэ жав кадя ж андо Римо, — пхэнэлас вов.
22 ૨૨ તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.
Павло бишалдя андэ Македония дуен пэстирэн бутярнэн, лэ Тимофеёс и Эрастос, ай ежэно ашыляпэ пэ сави-то вряма андэ Цыкни Азия.
23 ૨૩ તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.
Андэ кодья вряма вазглепэ и мануша по Дром Раеско.
24 ૨૪ દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,
Екх мануш, савэс акхарэнас Димитриё, терэлас андав руп цыкнэ храморя Артэмидако и дэлас тэ затерэн ловэ аврэнди бутярнэнди.
25 ૨૫ તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.
Вов акхардя всаворэн бутярнэн кацавя бутятар и пхэндя: — Тумэ жанэн, со кадай бути дэл амэнди барвалэс тэ жувас.
26 ૨૬ અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;
Ай тумэ дикхэн и ашунэн, со кадва Павло пэрэцырдя пэ пэстири риг бутэ манушэн на качи катэ андо Эфесо, нэ пай всавори Цыкни Азия. Вов пхэнэл, со дэвла, савэ стердэ вастэнца, на дэвла.
27 ૨૭ તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.
Мэ дарав, со на качи амари бути хасарэла лашо алав, нэ кадя ж и храмо баря дэвляко Артэмидако ашэлапэ нисоса. И ежэи дэвли, савяти тэлён всавори Цыкни Азия и всавори люма, хасарэла пэско баримос!
28 ૨૮ એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’
Сар ашундэ када, онэ андай холи линэ тэ цыписавэн: — Бари Артэмида Эфесостири!
29 ૨૯ આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.
Всаворо форо вазгляпэ. Всаворэ екхэтанэ онэ хутилдэ македонянонэн лэ Гаёс тай Аристархос, со пхирэлас лэ Павлоса, и поцырдэ лэн андо театро.
30 ૩૦ જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
Павло камля тэ выжал кай и мануша, нэ сытярнэ на домукле лэс.
31 ૩૧ આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.
И коисавэ Азиятирэ барвалэ рая, амала Павлостирэ, бишалдэ лэстэ манушэн, кай тэ мангэн, соб вов тэ на авэл андо театро.
32 ૩૨ તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.
Мануша андо стидимос прастанас риг ригатэ, екх цыписавэнас екх, ай авэр цыписавэнас авэр. Майбут мануша на полэнас, сости онэ кордэ авиле.
33 ૩૩ તેઓ (યહૂદીઓ) આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.
Сар пхэндэ иудеёря, мануша выцырдэ пэ англал Александрос. Вов сикадя вастэса, кай тэ ашэн мулком, а ашыля тэ дэл думэл манушэндэ.
34 ૩૪ પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’
Нэ кала онэ ужангле, со вов иудеё, линэ тэ цыписавэн екхэ гласоса: — Бари Артэмида Эфесостири! И кадя цыписавэнас варикай дуй чясоря.
35 ૩૫ ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?
Тунчи фороско пистросаримари успокоисардя о народо и пхэндя: — Эфесяноря, чи на жанэл варико, со форо Эфесо фэрисарэл храмо баря Артэмидако тай лако образо, саво пэля пав болыбэн?
36 ૩૬ એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.
Када чячимос, саво на трэбуй тэ допхэнэс. Колэсти тумэнди трэбуй тэ успокоинпэ и тэ на терэн бигодяко.
37 ૩૭ કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.
Тумэ андэ кардэ калэн манушэн, онэ на обчёрдэ храмо и на пхэндэ вырито лав пэ амари дэвли.
38 ૩૮ માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.
Ай сар Димитриё и авэр рупунаря камэн варикас тэ ужылисарэн, пэ када амэндэ исин сындоря и проконсулоря. Кордэ мэк онэ и жан пэстирэ рындонца.
39 ૩૯ પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.
Ай сар тумэндэ инке исин варисаво рындо, вов авэла продикхло андо стидимос пав законо.
40 ૪૦ કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.
Мэ дарав, со пала кода, со тумэ адес вазглепэ, амэн терэна ужылэнца, колэстар со нинай черэз со тэ стидэн кацаво стидимос. Амэнди на авэла, со тэ пхэнэн.
41 ૪૧ તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.
Тай кацавэ лавэнца вов розмукля о стидимос.