< પ્રેરિતોનાં કૃત્યો 16 >
1 ૧ પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.
Прийшовже у Дервию та в Листру; і ось був там один ученик, на ймя Тимотей, син однієї жінки, вірної Жидівки, батька ж Грека,
2 ૨ લુસ્ત્રા તથા ઈકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી.
що мав добру славу між братами у Листрі та Ікониї.
3 ૩ તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.
Сього схотів Павел узяти з собою; і взявши обрізав його задля Жидів, що були в тих місцях; знали бо всі батька його, що був Грек.
4 ૪ જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યાં.
Як же проходили городи, передавали їм хоронити устави, постановлені від апостолів та старших, що в Єріусалимі.
5 ૫ એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.
Церкви ж утверджувались у вірі, і прибували числом що-дня.
6 ૬ તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.
Як же пройшли Фригию та Галацьку сторону, заборонив їм сьвятий Дух промовляти слово в Азиї.
7 ૭ મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ;
Прийшовши ж в Мисию, поривались ійти в Витинию, і не пустив їх Дух.
8 ૮ માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.
Перейшовши ж Мисию, прийшли в Трояду.
9 ૯ રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર.
І явилось уночі видїннє Павлу: стояв один чоловік Македонець, благаючи його й говорячи: Прийшовши в Македонцю, поможи нам.
10 ૧૦ પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.
Як же видїннє увидїв, забажали ми зараз іти в Македонцю, зрозумівши, що Господь покликав нас благовіствувати їм.
11 ૧૧ એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;
Пустившись тодї з Трояди, приспіли ми в Самотракию, другого ж дня в Неаполь,
12 ૧૨ ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.
а звідтіля в Филипи, котрий єсть первий город тієї части Македониї - осада. Пробували ж ми в сьому городі кілька днїв.
13 ૧૩ શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.
А субітнього дня вийшли геть а города над річку, де бувало звичайно моленнє, і посідавши говорили до жінок, що посходились.
14 ૧૪ અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.
І слухала нас одна жінка, на ймя Лидия, купчиха кармазином, із города Тиятирського, що шанувала Бога; їй же Господь відчинив серце уважати на глаголанє від Павла.
15 ૧૫ તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.
Як же охрестилась вона і дім її, благала, говорячи: Коли ви судили мене, що я вірна Господеві, то, ввійшовши в господу мою, пробувайте. І присилувала нас.
16 ૧૬ અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.
Стало ся ж, як ми йшли на молитву, зустріла нас одна дївчина, що мала духа віщого, і котра заробіток великий давала панам своїм, ворожачи.
17 ૧૭ તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે.
Ся, йдучи слїдом за Павлом та. за нами, покликувала, кажучи: Сї люде - слуги Вишнього Бога, що звіщають нам дорогу спасення.
18 ૧૮ તેણે ઘણાં દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટાત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો.
Робила ж се многі днї. Далїй Павел, розсердившись і обернувшись, рече духові: Повелїваю тобі імям Ісуса Христа, вийди з неї. І вийшов тієї ж години.
19 ૧૯ પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.
Видївши ж пани її, що пропала надія заробітку їх, схопивши Павла та Силу, потягли їх на майдан до князїв.
20 ૨૦ તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે.
І привівши їх до воївод, казали: Сї люде вельми трівожать город наш, бувши Жидами,
21 ૨૧ અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.
і навчають звичаїв, котрих не годить ся нам приймати, анї робити, бувши Римлянами.
22 ૨૨ ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.
І встав народ проти них, а воїводи, роздерши одежу їх, звеліли бити їх.
23 ૨૩ અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી.
І завдавши їм багато ран, повкидали в темницю, звелївши темничнику пильно стерегти їх
24 ૨૪ અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.
Котрий прийнявши такий наказ, повкидав їх у саму середню темницю і позабивав ноги їх у колоду.
25 ૨૫ ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા;
О півночі Павел та Сила молившись славили Бога піснею, і чули їх вязники.
26 ૨૬ ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.
Нараз став ся великий трус, так що аж підвалини в вязницї захитались; і повідчинялись зараз усї двері, і поспадали кайдани з усїх.
27 ૨૭ જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.
Прокинувши ся ж темничник од сну, та побачивши відтинені двері темниці, вийнявши меч, хотїв себе вбити, думаючи, що повтікали вязники.
28 ૨૮ પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.
Покликнув же голосом великим Павел, говорячи: Не роби собі нічого лихого, всї бо ми тут.
29 ૨૯ ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.
Попросивши ж сьвітла, вбіг трусячись, і припав до Павла та Сиди,
30 ૩૦ તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?
а, вивівши їх геть, каже: Добродії, що менї робити, щоб спастись?
31 ૩૧ ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
Вони ж рекли: Віруй в Господа Ісуса Христа, то спасеш ся ти і дім твій.
32 ૩૨ ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં.
І глаголали йому слово Господнє, і всїм, що в дому його.
33 ૩૩ પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.
І, взявши їх тієї ж нічної години, пообмивав рани, та й охрестив ся сам і всї його зараз.
34 ૩૪ જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
І, повівши їх у господу свою, заставив перед ними стіл, і веселив ся з усїм домом, увірувавши в Бога.
35 ૩૫ દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો.
Як же настав день, прислали воїводи наличників, кажучи: Відпусти людей сих.
36 ૩૬ પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
Звістив же темничник про сї слова Павла, що прислали воїводи, щоб відпустити вас;
37 ૩૭ પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.
Павел же рече: Бивши нас прилюдно неосуджених людей римських, повкидали в темницю, а тепер потай нас виганяють? Нї бо, а нехай самі, прийшовши, виведуть нас.
38 ૩૮ ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.
Звістили ж воїводам паличники слова сї; і перелякались, почувши, дцо вони Римляне.
39 ૩૯ પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.
І прийшовши благали їх, і вивівши просили, щоб вийшли з города.
40 ૪૦ પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.
І, вийшовши вони з темницї, прийшли до Лидиї, і, побачивши братів, утішили їх, та й пійшли.